HomeGujaratGandhinagarGandhinagar : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું

Gandhinagar : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી રૂ.354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દિકરા-દિકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે.રાજ્ય સરકારે આત્યાર સુધીમાં 27.61 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે 1871.78 કરોડ રૂપિયાની સહાય આપી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 34થી 38 ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર 2 ટકા પર આવી ગયો છે.આજે રાજ્યની શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી વર્લ્ડક્લાસ સુવિધાઓથી સજ્જ બની છે.જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દીકરીઓનો અભ્યાસ આર્થિક સ્થિતિના કારણે અધૂરો ન રહે તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરીને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં ૬-૭ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ગુજરાત સતત પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ પ્રથમ નંબરે છે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શાળા અભ્યાસકાળથી જ ઇનોવેશન માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે આ સંદર્ભમાં SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યુ હતુ.આવા 735 યુવા વિદ્યાર્થીઓને કુલ 69.69 લાખની સહાય અપાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments