PM Modiએ નોઇડાના ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ વનનું લોકાર્પણ કર્યું છે. સાથે જ કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું છે. કુલ 11200 કરોડની યુપીને ભેટ આપી છે.PM Modiએ નોઇડાના ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ વનનું લોકાર્પણ કર્યું છે. સાથે જ કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું છે. કુલ 11200 કરોડની યુપીને ભેટ આપી છે. આ દિલ્હી એનસીઆરનું બીજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મને મળ્યુ છે. મારા માટે ગર્વ અને પ્રસન્નતાનો અવસર છે. જે યુપીએ મને પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો, જેણે મને સાંસદ બનાવ્યો તેની ઓળખ સાથે આ ભવ્ય એરપોર્ટનું નામ પણ જોડાઇ ગયુ છે. નોઇડાનું એરપોર્ટ આગ્રા, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, ઇટાવા, બુલંદશહેર, ફરિદાબાદ સહિતના ક્ષેત્રોને મોટો લાભ થવાનો છે. આ એરપોર્ટ પશ્ચિમ યુપીના ખેડૂતો, નાના અને લઘુ ઉદ્યોગો માટે અનેક નવા અવસર લઇને આવી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યં કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશોમાં ખાવા પીવાનો સામાન, પેટ્રોલ ડીઝલ, ગેસ વગેરેની ચારેય બાજુ સંકટ ઉભુ થયુ છે. આ સંકટનો સામનો કરવા માટે કોઇને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. અને ભારત પણ આ સંકટનો મુકાબલો કરી રહ્યુ છે. જે દેશ વાસીઓની તાકાતના ભરોસે કરી રહ્યો છે.
ભારતમાં મોટી માત્રામાં કાચુ તેલ , ગેસ આ યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાંથી આવે છે. આથી સરકાર દરેક પ્રયાસ કરી રહી છે જે સામાન્ય પરિવાર, ખેડૂતો પર તેની અસર ન થાય. સંકટના આ સમયમાં ભારતના તેજ વિકાસથી સતત રાખ્યો છે. PM Modiએ વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે અહીંથી દર 2 મિનિટએ એક વિમાન ઉડશે. એસપી સરકારમાં યુપી લૂંટનું એટીએમ હતું. જયારે હવે તો યુપી વિકાસનું એન્જિન બની ગયુ છે. 400 કરોડ બેરલ ક્રૂડ઼ ઓઇલની બચત થઇ . ઇથેનોલથી દેશના ખેડૂતોને લાભ થયો છે. તેનાથી કાચા તેલની નિર્ભરતા ઓછી થઇ છે.


