દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર ‘સંપૂર્ણ કટોકટી’ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને, વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ માટે આ ‘સંપૂર્ણ કટોકટી’ જાહેર કરવામાં આવી હતી.
દિલ્હી એરપોર્ટને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રનવે 28 પર ફુલ ઇમરજન્સી લગાવવામાં આવી છે.ઇન્ડિગોની ફ્લાઇટને લઇને ફુલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. પ્લેન વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહ્યું હતું. આ પ્લેનનું એન્જિન ફેલ હોવાની આશંકા છે. આ ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગકરવામાં આવ્યું છે. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. એરપોર્ટ પર આ સૂચના મળતા જ ફાયર ફાઇટર્સને પણ તૈનાત રાખવામાં આવ્યા હતા.

રનવે 28 પર ફુલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જો કે પાયલટની સુઝબુઝ અને એરપોર્ટ પ્રશાસનની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઇ.


