તમારી ઓળખ તમારા હાથમાં
માનવીય સંબંધો વિશ્વાસ અને સ્પષ્ટતા પર ટકેલા હોય છે. પરંતુ ક્યારેક જીવનમાં એવી વ્યક્તિનો ભેટો થાય છે જે આપણને માનસિક દ્વિધામાં મૂકી દે છે. આવી વ્યક્તિ આપણને પૂરો સાથ પણ નથી આપતી અને આપણો હાથ છોડીને દૂર પણ નથી જતી. આ સ્થિતિમાં રહેવું એ એક મીઠા ઝેર સમાન છે, જે ધીમે ધીમે આપણા આત્મસન્માનને ખતમ કરે છે. જ્યારે કોઈ આપણને ‘ઓપ્શન’ તરીકે રાખે, ત્યારે કેવી રીતે મક્કમ બનીને આપણી પોતાની ઓળખ ઊભી કરવી તે સમજવું અનિવાર્ય છે.
“જે તમને છોડતા પણ નથી અને અપનાવતા પણ નથી, તેમને ઇતિહાસ બનાવી દો”
આ પંક્તિ એવા લોકો માટે છે જેઓ ‘ઇમોશનલ હોલ્ડ’ રાખવામાં માને છે. તેઓ તમને એટલા માટે નથી છોડતા કારણ કે તેમને જ્યારે જરૂર હોય ત્યારે તમે હાજર હોવ, અને એટલા માટે નથી અપનાવતા કારણ કે તેમને તમારી કિંમત નથી.
માનસિક કેદ આવી વ્યક્તિ તમને આશાના કિરણ બતાવીને પોતાની પાસે રોકી રાખે છે. જ્યારે તમે દૂર જવાનો વિચાર કરો, ત્યારે તેઓ પ્રેમનો દેખાવ કરે છે, પણ જ્યારે સ્થિરતાની વાત આવે ત્યારે પીછેહઠ કરે છે.
ઇતિહાસ એ જ લોકો રચે છે જેઓ કઠોર નિર્ણય લેવાની હિંમત રાખે છે. જો કોઈ તમને અસ્પષ્ટતામાં રાખતું હોય, તો તેમને તમારા વર્તમાનમાંથી હટાવીને ‘ભૂતકાળ’ (History) બનાવી દેવા એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

“વિકલ્પ નહીં, વિશેષ બનો”
દુનિયામાં તમારી કિંમત એટલી જ હશે જેટલી તમે પોતે નક્કી કરશો. જો તમે કોઈના માટે હંમેશા ‘Available’ રહેશો, તો તમે માત્ર એક ઓપ્શન બનીને રહી જશો.
સ્વ-મૂલ્યાંકન તમે કોઈના વેઇટિંગ લિસ્ટમાં રહેવા માટે નથી જન્મ્યા. તમારી ક્ષમતા અને અસ્તિત્વ અનન્ય છે. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવાનું શરૂ કરો છો, ત્યારે દુનિયા તમને ઓપ્શન તરીકે જોવાનું બંધ કરે છે. પ્રાથમિકતા નક્કી કરો જે સંબંધમાં તમને પ્રાથમિકતા (Priority) ન મળતી હોય, ત્યાં આગ્રહ રાખવાને બદલે સન્માનપૂર્વક નીકળી જવું જોઈએ. વિશેષ બનવું એટલે પોતાની એક એવી દુનિયા ઉભી કરવી જ્યાં તમારી ગેરહાજરી લોકોને વર્તાય.
સામેવાળી વ્યક્તિ આવું શા માટે કરે છે? (મનોવૈજ્ઞાનિક પાસું)
ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે કોઈ વ્યક્તિ આવું કેમ કરે છે? તેના મુખ્ય કારણો સુરક્ષાની ભાવના (Safety Net)તેમને ડર હોય છે કે જો તેઓ તમને પૂરી રીતે છોડી દેશે, તો તેઓ એકલા પડી જશે. એટલે તેઓ તમને એક ‘બેકઅપ’ તરીકે રાખે છે.નિયંત્રણ (Control) કોઈની લાગણીઓ પર કાબૂ રાખવો એ અમુક લોકો માટે અહંકાર (Ego) સંતોષવાની રીત હોય છે. આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો માર્ગ અપેક્ષાઓનો ત્યાગસ્વીકારી લો કે જે વ્યક્તિ અત્યાર સુધી તમારી નથી થઈ, તે ભવિષ્યમાં પણ સાથ નહીં આપે. તમારી વ્યસ્તતા વધારો જ્યારે તમે તમારા લક્ષ્યો અને કરિયર પર ધ્યાન આપો છો, ત્યારે તમારી પ્રગતિ જ સામેવાળી વ્યક્તિ માટે સૌથી મોટો જવાબ બની જાય છે.
વારંવાર ફરિયાદ કરવા કરતાં ‘મૌન’ ધારણ કરી લેવું વધુ પ્રભાવશાળી છે.
જેમ રેલવે સ્ટેશન પર ઉભેલી વ્યક્તિ ટ્રેનની રાહ જુએ છે, પણ જો ટ્રેન પાટા પર આવવાને બદલે માત્ર દૂરથી સિગ્નલ આપે તો મુસાફર ક્યારેય મંજિલ સુધી પહોંચતો નથી. તમારે નક્કી કરવાનું છે કે સ્ટેશન પર બેસી રહેવું છે કે તમારી નવી મુસાફરી શરૂ કરવી છે.
“જે સંબંધમાં તમારે તમારી હાજરીની સાબિતી વારંવાર આપવી પડતી હોય, ત્યાંથી સન્માનપૂર્વક ગેરહાજર થઈજવું એ જ શ્રેષ્ઠ નિર્ણય છે.”
કોઈ એવી વ્યક્તિ પાછળ સમય વેડફવો જે તમને માત્ર ‘બેકઅપ’ સમજે છે, એ પોતાની જાત સાથે અન્યાય છે. જે તમને અપનાવી ન શકે, એને પ્રેમથી વિદાય આપો અને ઇતિહાસના પાનાઓમાં સ્થાપિત કરી દો. તમારી જાતને એટલી મજબૂત બનાવો કે તમે કોઈનો ‘વિકલ્પ’ નહીં, પણ કોઈની ‘પસંદ’ બનો.

Writer : દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)


