HomeGujaratGujarat : આવતીકાલથી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો થશે, ફાસ્ટેગનો...

Gujarat : આવતીકાલથી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો થશે, ફાસ્ટેગનો પણ ભાવ વધશે

આવતી કાલે પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર વાહન ચાલકોએ ટોલ ફીમાં રૂ.5થી રૂ.20 સુધીનો વધારો ચૂકવવો પડશે.આ ટોલ ફી વધારો માત્ર ગુજરાતમાંથી પસાર થતાં માર્ગો ઉપર જ નહિ પણ દેશના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે.

આવતી કાલે પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર વાહન ચાલકોએ ટોલ ફીમાં રૂ.5થી રૂ.20 સુધીનો વધારો ચૂકવવો પડશે.આ ટોલ ફી વધારો માત્ર ગુજરાતમાંથી પસાર થતાં માર્ગો ઉપર જ નહિ પણ દેશના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે.જે સરેરાશ વાહન પ્રમાણે 3 ટકાથી 5 ટકાનો વધારો વાહન ચાલકો ઉપર આવશે.બીજી તરફ ટોલ પ્લાઝા ઉપર રોકડેથી ટોલ ફી સ્વીકારવામાં નહિ આવે.વાહન ચાલકોએ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ તેની ચૂકવણી કરવી પડશે.ટોલ ફીમાં વધારો થવાના કારણે કરોડો રૂપિયાનો બોજો વાહન ચાલકો ઉપર પડશે.

એક્સપ્રેસ વે નેશનલ હાઈવે એક ઉપર હવે નવી ટોલ ફી મુજબ વડોદરાથી અમદાવાદના કાર -જીપના રૂ.5 વધારીને રૂ.145, એલસીવી મિની બસના રૂ.235, બસ-ટ્રકના રૂ.490 લેવામાં આવશે. વડોદરાથી ઔડા રિંગ રોડ માટે કાર -જીપના રૂ.140, મિની બસ-એલસીવી રૂા.225, બસ ટ્રકના રૂ.470, વડોદરાથી નડિયાદ કાર જીપના રૂા.75 યથાવત રખાયા છે.એલસીવી-મિનીબસના રૂ.125, બસ-ટ્રકના રૂ.260 લેવાશે. જ્યારે વડોદરાથી આણંદના કાર -જીપના રૂ.55 યથાવત રખાયા છે. જ્યારે મિની બસ -એલસીવીના રૂ.85, બસ – ટ્રકના રૂ.185 લેવામાં આવશે.

નેશનલ હાઇવે 48 ઉપર ખેડા જિલ્લા રઘવાણજ ખાતે કાર – જીપના રૂ. 115, એલસીવી – મિની બસના રૂ.180, બસ -ટ્રકના રૂ.370 લેવાશે. જયારે વાસદખાતે કાર -જીપના રૂ.160,મિની બસના રૂ.255, બસ ટ્રેકના રૂ.520 લેવામાં આવશે. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી ભરૂચ જવા માટે કરજણ તાલુકાના ભરથાણા ખાતે આવેલા ટોલ પ્લાઝા ઉપર પણ ભાવ વધારો જાહેર કરાયો છે.દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ કોરીડોરના આ ટોલ પ્લાઝા ઉપર એલસીવી, બસ ટ્રક માટે દર વધારવામાં આવ્યા છે.

જયારે કાર અને જીપના દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.કાર- જીપના રૂ.155 યથાવત છે. જયારે મિનીબસ – એલસીવીના રૂ.5 વધારીને રૂ.255,ટ્રક -બસમાં રૂ.10 વધારીને રૂ.520 અને થ્રીએક્સેલ વાહનમાં રૂ.15 વધારીને રૂ.565 કરાયા છે. નવી દિલ્હી -વડોદરા -મંબઇ એક્સપ્રેસ વે NE4 ઉપર વડોદરાથી ગણદેવા સુધીના માર્ગ ઉપર પણ ટોલ ફી વધારો ચૂકવવો પડશે. દોડકા, ફાજલપુર, સમિયાલા, સાંપા, દેહગામ, મોટીનરોલી અને એનાના ટોલ પ્લાઝા ઉપર પણ વાહન ચાલકોએ રૂા.પ થી રૂા.૨૦ સુધીનો ટોલ વધુ ચૂકવવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments