અમદાવાદ: આજકાલ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડના વપરાશમાં વધારો થયો છે, તેની સાથે જ રિકવરી એજન્ટો દ્વારા થતી હેરાનગતિના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જો તમે પણ કોઈ કારણસર લોનનો હપ્તો ચૂકવી શક્યા નથી અને રિકવરી એજન્ટો તમને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા છે, તો આ સમાચાર તમારા માટે છે.

રિકવરી એજન્ટો માટે RBI ના કડક નિયમો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રિકવરી માટે સ્પષ્ટ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કોઈપણ બેંક કે રિકવરી એજન્ટ આ નિયમોનું ઉલ્લંઘન કરી શકે નહીં:
- સમય મર્યાદા: એજન્ટ તમને માત્ર સવારે 8:00 થી સાંજના 7:00 વાગ્યા સુધી જ ફોન કરી શકે અથવા ઘરે આવી શકે છે.
- સભ્યતા: એજન્ટ તમારી સાથે અપશબ્દો બોલી શકતા નથી, ધમકી આપી શકતા નથી કે શારીરિક બળનો પ્રયોગ કરી શકતા નથી.
- ગોપનીયતા: તમારા દેવાની જાણકારી તમારા પાડોશીઓ, સંબંધીઓ કે ઓફિસના મિત્રોને આપીને તમને બદનામ કરી શકાય નહીં.
- ઓળખપત્ર: જ્યારે પણ રિકવરી એજન્ટ ઘરે આવે, ત્યારે તમારે તેમનું આઈડી કાર્ડ અને બેંકનો ઓથોરાઈઝેશન લેટર માંગવો જોઈએ.
જો એજન્ટ હેરાન કરે તો શું કરવું? (સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ) - પુરાવા એકઠા કરો: જો એજન્ટ ફોન પર ધમકી આપે તો કોલ રેકોર્ડિંગ કરો. જો ઘરે આવીને ગેરવર્તન કરે તો મોબાઈલમાં વીડિયો શૂટ કરો.
- બેંકમાં લેખિત ફરિયાદ: સૌથી પહેલા જે તે બેંક કે ફાઈનાન્સ કંપનીના નોડલ ઓફિસરને ઈમેલ અથવા લેખિત પત્ર દ્વારા ફરિયાદ કરો.
- પોલીસ ફરિયાદ: જો તમને જાનથી મારી નાખવાની ધમકી મળે કે એજન્ટ જબરદસ્તી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે, તો તાત્કાલિક 100/112 નંબર પર પોલીસને જાણ કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવો.
- RBI ઓમ્બડ્સમેન (લોકપાલ): જો બેંક 30 દિવસમાં તમારી ફરિયાદનો ઉકેલ ન લાવે, તો તમે cms.rbi.org.in પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. RBI આવી બેંકો પર લાખોનો દંડ ફટકારી શકે છે.
પાક્કો ગુજરાતની સલાહ:
“લોન લેવી ગુનો નથી અને હપ્તો ન ભરી શકવો એ દીવાની (Civil) બાબત છે, ગુનાહિત (Criminal) નહીં. કોઈ પણ રિકવરી એજન્ટ તમને જેલમાં ધકેલી દેવાની સત્તા ધરાવતો નથી. ડર્યા વગર કાયદાકીય માર્ગ અપનાવો.”રિપોર્ટર: [પવન માકન ]
પાક્કો ગુજરાત ન્યૂઝ


