HomeGujaratAhmedabadAhmedabad : ખોખરામાં કેસરીયો માહોલ: ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ, ‘વિજય વિશ્વાસ...

Ahmedabad : ખોખરામાં કેસરીયો માહોલ: ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ, ‘વિજય વિશ્વાસ સંમેલન’માં કાર્યકરોનો હુંકાર!

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ખોખરા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ખોખરા ખાતે ભવ્ય “મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય” નું શુભારંભ કરવામાં આવ્યું હતું, જેની સાથે જ “વિજય વિશ્વાસ સંમેલન” યોજીને ચૂંટણીમાં ભવ્ય જીતનો પાયો નાખવામાં આવ્યો છે.


વિચારધારાની જીત, કમળનો સંકલ્પ
ખોખરાના મતદારોમાં એક જ સુર જોવા મળી રહ્યો છે કે, ઉમેદવાર ગમે તે હોય, પરંતુ દેશ અને રાજ્યના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મજબૂત કરવી અનિવાર્ય છે. પ્રત્યેક મતદાર પરિવાર આ વખતે ફરી એકવાર ‘કમળ’ના નિશાન પર મહોર મારી ભાજપને વિજયી બનાવવા મક્કમ દેખાઈ રહ્યો છે.


ગણમાન્ય નેતાઓની ઉપસ્થિતિ
આ અવસરે મણિનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત:

  • શહેર ઉપાધ્યક્ષ અને ખોખરા વોર્ડના પ્રભારી શ્રી વિનયભાઈ દેસાઈ
  • વોર્ડના વાલી શ્રી ગાંડાભાઈ દેસાઈ
  • શહેરના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, અને મહામંત્રીઓ

  • લોકશક્તિનો જનસૈલાબ
    આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં પક્ષના પાયાના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. “આપણું ખોખરા, વિકાસ કરતું ખોખરા” ના સંકલ્પ સાથે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. કાર્યાલયના પ્રારંભ બાદ હવે આગામી દિવસોમાં વોર્ડના ખૂણે-ખૂણે જનસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવશે.
    રિપોર્ટ: પાક્કો ગુજરાત ન્યૂઝ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments