HomeGujaratGujarat : 'ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…' વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ...

Gujarat : ‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં…’ આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ-આપ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે.

તેમણે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કેરલમમાં તાજેતરમાં આપેલા મારા એક ચૂંટણી પ્રવચનની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ હેતુ નહોતો.’

ગત 5 એપ્રિલે ચૂંટણી સભામાં ખડગેએ કહ્યું હતું કે, ‘કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરલમના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરલમના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. કેરલમના લોકો માત્ર કેરલમમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments