HomeGujaratGujarat : મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ

Gujarat : મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળામાં ભૂકંપોનો સિલસિલો શાંત થવાનું નામ લેતો નથી. ગઈકાલે પરોઢીયે 3.3ના તીવ્ર ભૂકંપ બાદ ફરી રાત્રિના 1.14 વાગ્યે 3.0નો તીવ્ર ભૂકંપ એક જ વિસ્તારમાં ઉદ્ભવ્યો હતો અને ગત 30 કલાકમાં ભૂકંપના નાના-મોટા 14 આંચકા નોંધાયા છે. 

અમરેલીથી વિશેષ અહેવાલ મૂજબ લોકો પરોઢીયે ચારેક વાગ્યે અને ગત મોડી રાત્રે તીવ્ર ભૂકંપથી લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા અને ઘરબહાર દોડી ગયા હતા. આ ભૂકંપ પછી 1.37 વાગ્યે, સવારે 4.18 વાગ્યે, 8.58 વાગ્યે, 4.16 વાગ્યે, 4.24 વાગ્યે, 4.57 વાગ્યે, 7 વાગ્યે, 7.15 વાગ્યે, 7.51 વાગ્યે એમ ઉપરાઉપરી કૂલ 14આંચકા અને ત્યારબાદ પણ કંપન ચાલુ રહ્યું છે. સતત ભૂકંપો કે જેની ધ્રુજારી અનુભવાય છે તેનાથી લોકોમાં ભયની વ્યાપક લાગણી પ્રસરી છે. વર્ષોથી અમરેલીના આ વિસ્તારમાં સેંકડો ભૂકંપો આવી રહ્યા છે જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 35થી 45 કિ.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ મિતિયાળા આસપાસ રહ્યું છે અને આ ભૂકંપોની ઉંડાઈ 8- 9 કિ.મી. એટલે કે ધરતીની ઉપરી સપાટીએ ઉદ્ભવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments