ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા કિસ્સામાં વિજિલન્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. વેચાણવેરા (Sales Tax) વિભાગના નિવૃત્ત એડિશનલ કમિશનર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિ રાખવાના ગુના હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા કિસ્સામાં વિજિલન્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. વેચાણવેરા (Sales Tax) વિભાગના નિવૃત્ત એડિશનલ કમિશનર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિ રાખવાના ગુના હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. આ કેસની તપાસમાં જે આંકડા બહાર આવ્યા છે તે જોઈને ભ્રષ્ટાચારની ઊંડાઈનો અંદાજ લગાવી શકાય છે.
વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેશવ લાલની તેમની સમગ્ર સેવા દરમિયાન કાયદેસરની આવક આશરે 1.34 કરોડ રૂપિયા હતી. જોકે, જ્યારે તેમની મિલકતો અને ખર્ચનો હિસાબ લેવામાં આવ્યો, ત્યારે તે આશ્ચર્યજનક રીતે 100 કરોડ રૂપિયા થી વધુ નીકળ્યો હતો. પોતાની કાયદેસરની આવક કરતા ૧૩ ગણી વધારે સંપત્તિ હોવાના પુરાવા મળતા જ તપાસ એજન્સીએ કાર્યવાહી તેજ કરી છે.

ઓગસ્ટ 2023 થી શરૂ થયેલી આ તપાસમાં વિજિલન્સ ટીમને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કેશવ લાલની કિંમતી મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. તપાસમાં બહાર આવેલી મિલકતોમાં લખનૌ: બે આલીશાન મકાનો,નોઈડા અને ગાઝિયાબાદમાં કરોડોની કિંમતના પ્લોટ અને મિલકતો,કાનપુર અને પ્રયાગરાજમાં વ્યવસાયિક અને રહેણાંક પ્લોટ્સ,ચંદૌલીમાં તેમના વતન જિલ્લામાં પણ અનેક બેનામી સંપત્તિઓ મળી આવી છે.
કેશવ લાલના શંકાસ્પદ વલણને કારણે સરકારે તેમને મે ૨૦૧૭ માં જ ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપી દીધી હતી. લાંબી તપાસ બાદ, વિજિલન્સ વિભાગે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાનપુરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


