HomeBollywoodEntertainment : માળા વેચનારી મોનાલિસા નીકળી સગીર, પતિ ફરમાન ખાનને થશે 10...

Entertainment : માળા વેચનારી મોનાલિસા નીકળી સગીર, પતિ ફરમાન ખાનને થશે 10 વર્ષની જેલ!

2025ના મહા કુંભ મેળામાં માળા વેચવા આવેલી મોનાલિસા રાતોરાત વાયરલ થઈ ગઈ. ત્યારબાદ તેને ફિલ્મમાં ભૂમિકા મળી. જોકે, તેણે મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા જ્યારે પણ મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે, ત્યારથી તે ચર્ચામાં છે. મોનાલિસાના લગ્નને લઈને શરૂઆતથી જ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ મોનાલિસા પ્રેસ કોન્ફરન્સમાં કંઈક અલગ કહી રહી હતી, તો બીજી તરફ તેના પરિવારના સભ્યો અલગ જ વાત કરી રહ્યા હતા.

ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ દાવો કર્યો હતો કે મોનાલિસાએ 18 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરી લીધા હતા. હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં આ વાત સાચી સાબિત થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે મોનાલિસા સગીર છે. રિપોર્ટ મુજબ, જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ 2 મહિના અને 12 દિવસની હતી.

આ સત્ય સામે આવ્યા બાદ ફરમાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ફરમાન ખાન સામે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે અપહરણ અને એસસી-એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. ડોક્યુમેન્ટ્સ સાથે છેડછાડ કરવા બદલ તેને જેલ પણ થઈ શકે છે.

મોનાલિસાના પરિવારે પહેલા જ કહ્યું હતું કે તેનું બ્રેનવોશ કરીને આ લગ્ન કરાવવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. જો પોક્સો એક્ટ હેઠળ ગુનો સાબિત થાય તો ફરમાન ખાનને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments