ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે માત્ર તેમની સુરીલી યાદો જ આપણી સાથે રહી છે. જોકે આશા ભોસલે અને લત્તા મંગેશકર બહેનો હતા. જો કે બહેન દિગ્ગજ ગાયક હોવા છતા આશા ભોસલેએ પોતાની મહેનતથી પોતાનું અદકેરુ સ્થાન બનાવ્યું હતું. ભારતીય સંગીત જગતમાં મંગેશકર બહેનોનું યોગદાન અમૂલ્ય છે. જોકે, દાયકાઓ સુધી એવી ચર્ચાઓ ચાલતી રહી કે, લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચે અણબનાવ છે. આશા ભોસલેએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની વચ્ચે કેવી હેલ્ધી કોમ્પિટિશન હતી.
આશા ભોસલેએ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, એકવાર એક મ્યુઝિક ડાયરેક્ટરે તેમને ફોન કરીને લતા દીદીએ ગાયેલા ગીતના વખાણ કર્યા. ત્યારે આશાએ સ્પષ્ટતા કરી કે એ ગીત લતા દીદીનું છે. તે દિવસે આશા ભોસલેને સમજાયું કે જો તેઓ પોતાની અલગ ઓળખ નહીં બનાવે, તો લતા મંગેશકરના પ્રભુત્વ વચ્ચે તેમનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. આ માટે તેમણે અંગ્રેજી ફિલ્મોના મ્યુઝિક એલિમેન્ટ્સ પોતાની ગાયકીમાં ઉમેરવાનું શરૂ કર્યું.

આશા ભોસલેના જણાવ્યા મુજબ, જ્યારે બંને બહેનો સાથે રેકોર્ડિંગ કરતી ત્યારે એકબીજાની શૈલી પર બારીકાઈથી નજર રાખતી. આશા ભોસલે હંમેશા જોતા કે લતા દીદી ગીતમાં કેવો વળાંક કે ટ્વિસ્ટ લાવે છે. બંને બહેનોમાં ગીતને અનોખી રીતે રજૂ કરવાની આદત હતી, જેણે તેમની વચ્ચે એક સકારાત્મક સ્પર્ધા જન્માવી હતી. બંનેએ સાથે મળીને 80 થી વધુ હિન્દી ગીતો ગાયા છે, જેમાં ‘મન ક્યોં બહકા’ અને ‘મેં ચલી મેં ચલી’ જેવા સદાબહાર ગીતો સામેલ છે.
વન
ચર્ચાઓ મુજબ, જ્યારે આશા ભોસલેએ લતાજીના સેક્રેટરી ગણપત રાવ સાથે લગ્ન કર્યા, ત્યારે લતા મંગેશકર તેમનાથી નારાજ થયા હતા. જોકે, સમય જતાં તેમના સંબંધોમાં સુધારો થયો હતો. આશાએ હંમેશા સ્વીકાર્યું છે કે લતા દીદી તેમના માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.8 દાયકાની લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ અનેક સન્માન મેળવ્યા છે જેમાં ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના એક પદ્મ વિભૂષણ ઉપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 2 નેશનલ એવોર્ડ અને 8 ફિલ્મફેર એવોર્ડ્સ, 18 મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સહિતનાં અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે.
તેમની યાદગાર સફરમાં ‘પિયા તૂ અબ તો આજા’, ‘દમ મારો દમ’, ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘ઈન આંખો કી મસ્તી’, ‘ઓ હસીના ઝુલ્ફોવાલી’ અને ‘રંગીલા રે’ જેવા ગીતોએ તેમને એક વર્સેટાઈલ સિંગર તરીકે પ્રસ્થાપિત કર્યા.


