HomeIndiaNational : સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના ચુકાદાની સમીક્ષા કરશે

National : સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના ચુકાદાની સમીક્ષા કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 2023માં બનાવેલા કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં અગાઉ બે જજોનો અલગ-અલગ અભિપ્રાય આવ્યાં બાદ, હવે એ જ ચૂકાદાને રદ્દ અથવા પાછો ખેંચવાની માંગ કરતી ‘રિકોલ અરજી’ પર સુપ્રીમ કોર્ટ વિચાર કરવા તૈયાર થઈ છે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ સમક્ષ સિનિયર વકીલે આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાં પર કોર્ટે કહ્યું છે કે તેઓ આ અરજીની ચકાસણી કરીને આગળનો નિર્ણય લેશે.

આ વિવાદ મૂળ 2023ના એ નવા નિયમને કારણે ઊભો થયો છે, જેમાં ચૂંટણી કમિશનરની પસંદગી કરતી કમિટીમાંથી દેશનાં મુખ્ય ન્યાયાધીશ (CJI)ને બાદ કરી દેવાયાં છે. કાયદાની કાયદેસરતાને પડકારતી અરજીઓને વરિષ્ઠ બંધારણીય બેન્ચ સમક્ષ મોકલવી કે નહીં.

તે અંગે 23 સપ્ટેમ્બરે જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ વચ્ચે મતભેદ થયો હતો. જસ્ટિસ દત્ત આ કેસને મોટી બેન્ચ પાસે મોકલવાની વિરુદ્ધમાં હતા, જ્યારે જસ્ટિસ શર્મા મોકલવાની તરફેણમાં હતા. 

બે જજો એકમત ન થઈ શકતાં આ મામલો નવી બેન્ચની રચના માટે CJI પાસે પહોંચ્યો હતો. દરમિયાન, સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણણે CJI સમક્ષ રિકોલ અરજી રજૂ કરીને વિનંતી કરી કે જૂના વિભાજિત ચૂકાદાને રદ્દ કરવા અંગે ઝડપથી સુનાવણી કરવામાં આવે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પહેલાં આ બાબત જસ્ટિસ દત્તની બેન્ચ સમક્ષ મુકાઈ હતી, પણ ત્યાંથી તેમને મુખ્ય ન્યાયાધીશ પાસે જવાની સૂચના મળી હતી.

સુનાવણી દરમિયાન ક્યુરેટિવ પિટિશન (સુધારા અરજી)નો પણ ઉલ્લેખ થયો હતો. તેના પર વકીલે સ્પષ્ટ કર્યું કે આ રિકોલ અરજી ક્યુરેટિવ પિટિશનથી સાવ અલગ છે અને તેની સુનાવણી પણ અલગ રીતે થવી જોઈએ. હવે ચીફ જસ્ટિસ આ અરજીની સમીક્ષા કર્યા બાદ નવી બેન્ચની રચના અથવા આગળની સુનાવણી અંગે નિર્ણય લેશે, જેના પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments