HomeLIFE STYLEDiwali 2026 Decoration : દિવાળીએ ઘરના દરવાજે લગાવો આ ખાસ તોરણ, જાણો...

Diwali 2026 Decoration : દિવાળીએ ઘરના દરવાજે લગાવો આ ખાસ તોરણ, જાણો આંબા અને આસોપાલવના પાનનું મહત્ત્વ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને લોકોએ અત્યારથી જ પોતાના ઘરની સાફસફાઈ અને સજાવટ શરૂ કરી દીધી છે. દિવાળીના દિવસે ઘરને સુંદર રીતે શણગારવાની સાથે મુખ્ય દરવાજા પર બંધનવાર એટલે કે તોરણ લગાવવાની પણ પરંપરા છે. બજારમાં અનેક પ્રકારનાં સુંદર તોરણ મળે છે, પરંતુ તે ઘણી વખત મોંઘાં હોય છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ વૃક્ષોનાં પાનમાંથી સુંદર અને પરંપરાગત તોરણ બનાવી શકો છો.

ઘરે જ વૃક્ષોનાં પાનમાંથી સુંદર અને પરંપરાગત તોરણ બનાવી શકો

હિન્દુ ધર્મમાં ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાની પરંપરા ખૂબ જૂની છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અલગ-અલગ વૃક્ષોનાં પાનમાંથી બનાવવામાં આવતાં તોરણનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરના દરવાજા પર શુભ તોરણ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

આસોપાલવનાં પાનનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં પાનનાં તોરણનું વિશેષ મહત્ત્વ છે. તેમાં આંબાનાં પાન, પીપળાનાં પાન, આસોપાલવનાં પાન અને આંબા-પીપળાનાં મિશ્ર પાનમાંથી બનાવવામાં આવતાં તોરણનો સમાવેશ થાય છે.

આંબાનાં પાનનું તોરણ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂર્ણિમાના દિવસે આંબાનાં પાનનું તોરણ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આંબાનાં પાનનું તોરણ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

પૂર્ણિમાના દિવસે લોકો ખાસ કરીને પૂજા-પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા અને અન્ય ધાર્મિક કાર્યો કરે છે. આવા શુભ પ્રસંગે ઘરના મુખ્ય દરવાજા પર આંબાનાં પાનનું તોરણ લગાવવાની પરંપરા છે. આંબાનાં પાનને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી તહેવારો અને શુભ પ્રસંગોએ ઘરના દરવાજા પર આંબાનાં પાનનું તોરણ લગાવવામાં આવે છે.

પીપળાનાં પાનનું તોરણ

પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પીપળાનાં પાનનું તોરણ અમાસના એક દિવસ પહેલાં લગાવવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે આ તોરણને ઉતારીને કોઈ યોગ્ય જગ્યાએ રાખવામાં આવે છે.

એવી માન્યતા છે કે આ પરંપરાનું પાલન કરવાથી પિતૃઓની શાંતિ પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પરિવાર પર જળવાઈ રહે છે. પીપળાના વૃક્ષને પિતૃઓ અને દેવતાઓ સાથે જોડીને જોવામાં આવે છે. આથી ધાર્મિક કાર્યોમાં પીપળાનાં પાનનું વિશેષ મહત્ત્વ છે.

લીમડાનાં પાન અને આંબા-પીપળાનાં પાનનું તોરણ
આંબા અને પીપળાનાં પાનની જેમ લીમડાનાં પાનનું તોરણ પણ ધાર્મિક પરંપરામાં મહત્ત્વ ધરાવે છે. લીમડાને શુદ્ધતા અને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે. પરંપરાગત રીતે લીમડાનાં પાનનો ઉપયોગ ઘરની સજાવટ અને શુભ પ્રસંગોમાં કરવામાં આવે છે.

આ ઉપરાંત આંબા અને પીપળાનાં પાનને ભેગાં કરીને બનાવવામાં આવતું તોરણ પણ શુભ માનવામાં આવે છે. આ બંને પવિત્ર વૃક્ષોનાં પાનને એકસાથે લગાવવાની પરંપરા પણ કેટલીક ધાર્મિક માન્યતાઓમાં જોવા મળે છે.

આમ, દિવાળીના પર્વ પર ઘરના મુખ્ય દરવાજે તોરણ લગાવવું માત્ર સજાવટ પૂરતું નથી, પરંતુ તેની સાથે ધાર્મિક આસ્થા અને પરંપરાઓ પણ જોડાયેલી છે. જોકે, આ તમામ બાબતો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments