HomeGujaratAhmedabadAhmedabad : શીલજ સર્કલ પાસેથી 8.57 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો...

Ahmedabad : શીલજ સર્કલ પાસેથી 8.57 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આ જથ્થાની કિંમત અંદાજે 8,57,000 આંકવામાં આવી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના વધતા જતા દૂષણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે શીલજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યશ ચૌહાણ અને નીરજ પટેલની ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી 245 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹8,57,000 આંકવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાના કારોબારમાં કેનીલ પટેલ નામનો અન્ય એક ડ્રગ્સ સપ્લાયર પણ સંડોવાયેલો છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments