HomeBollywoodBollywood : ડોન થ્રી વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

Bollywood : ડોન થ્રી વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

ડોન થ્રી’ ફિલ્મમાં ૪૫ કરોડ રૂપિયાનો વિવાદ ઠંડો પડવાને બદલે વકરી રહ્યો હોઇ આ મામલો આખરે કોર્ટમાં જશે તેમ લાગે છે. રણવીરસિંહે તેના વકીલો દ્વારા પત્ર મોકલી ફિલ્મ નિર્માતાઓનાં સંગઠન ધ ઇન્ડિયન મોશન પિક્ચર એસોસિએશન-ઇમ્પા-ને આ કેસમાં વચ્ચે નહિ આવવા જણાવ્યું છે અને જો ઈમ્પા મધ્યસ્થીના પ્રયાસો કરશે તો તેને કોર્ટમાં ઘસડી જવાની ચિમકી આપી છે.

રણવીરસિંહે ઇમ્પાની બેઠક યોજાય તે પહેલાં એક પત્ર સુપરત કરી ફરિયાદને કોન્ટ્રેક્ટ અને ન્યાયક્ષેત્રના મુદ્દે પડકારી હતી. રણવીરની લીગલ ટીમે તેના પત્રમાં જણાવ્યું છે કે રણવીર અને એક્સલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે વિધિસર કોઇ કરાર થયા નહોતાં, તેમની વચ્ચે માત્ર મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ-એમઓયુ-જ થયો છે. પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઇમ્પાએ આ ફરિયાદ તેમના કાર્યક્ષેત્રમાં આવતી ન હોઇ તેને ફગાવી દેવી જોઇએ.

આ મામલે કોર્ટ જ પતાવટ કરી શકે. આ પત્રની અસર તરત થઇ હોય તેમ ઇમ્પાએ તેની બેઠક મોકૂફ રાખી રણવીરના પિતા મળવા આવ્યા ત્યારે ચર્ચા માટે બોલાવેલી બેઠક મુલતવી રહી હોવાનું જણાવી તેમને પરત મોકલી દીધાં હતા.


હવે ફરહાન અખ્તર આ મામલે શું વલણ લે છે તેના પર બધાંની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments