E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : 10 રૂપિયાની ચા 20 રૂપિયામાં, મટર-પનીર અને પાણીપુરીના પણ વધ્યા...

Business : 10 રૂપિયાની ચા 20 રૂપિયામાં, મટર-પનીર અને પાણીપુરીના પણ વધ્યા ભાવ

મિડિલ ઇસ્ટમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનમાં ચાલી રહેલા સંગ્રામની અસર વિશ્વ પર જોવા મળી રહી છે. જેના કારણે બેરોજગારીનો માહોલ વધી રહ્યો છે. ભારતમાં એલપીજીનું સંકટ સતત વધતુ જોવા મળી રહ્યુ છે. ગેસ કંપનીઓએ એલપીજીની કિંમતમાં વધારો કર્યો છે. કોમર્શિયલ સિલેન્ડરના ઓર્ડર રોકાતા હોટલ-રેસ્ટોરન્ટ માલિકો ચિંતામાં છે. કોમર્શિયલ ગેસ સિલેન્ડરની અસર નાની-મોટી ખાણી-પીણી પર થઇ રહી છે. સવારના નાસ્તાથી લઇને રાતના ભોજન સુધી તમામ વસ્તુઓ પર અસર જોવા મળી રહી છે. મેનુમાં દર્શાવેલી કિંમતમાં પણ વધારો થયો છે.

સ્ટ્રીટ પર મળતી 10 રૂપિયાની ચામાં હવે 20 રૂપિયાની કિંમત બતાવાઇ છે. એક જ દિવસમાં ભારે વધારો થયો છે. 15થી20 રૂપિયા સુધી કિંમતો વધી છે. મોટા રેસ્ટોરન્ટ અને હોટેલોમાં 2 હજારથી 2500 રૂપિયાનો વધારો કરાયો છે. ગેસ સિલેન્ડરના અછતના કારણે પૂરી-શાકની પ્લેટની કિંમતો પણ વધી છે. પાણીપુરીના ભાવ પણ વધ્યા છે. રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો ચિંતામાં મુકાયા છે. રેસ્ટોરન્ટ અને હોટલને તાળાં મારવાની સ્થિતિ ઉભી થઇ હોવાનું રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો કહી રહ્યા છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનની વચ્ચે યુદ્ધનું કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલો અવરોધ છે. જેના કારણે તેલ અને ગેસ આયાત પર રોક લગાવવામાં આવી છે. તેમાં ભારત સહિત અન્ય Oil-Gas Import પર આધાર રાખતા દેશોની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં સરકારે એલપીજી સંકટને વધતુ જોતા જ આનન-ફાનનમાં તમામ પગલા લીધા છે. પરંતુ વાસ્તવિક્તામાં સ્થિતિ વધુ વણસી રહી છે. સરકારે તેલ કંપનીઓને સ્થાનિક એલપીજી ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યો છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. પરંતુ તેના કારણે ભારતની રસોઇ પર મોટી અસર જોવા મળી રહી છે. ભારત 60%થી વધુ ગેસ આયાત કરે છે. આનો મોટાભાગનો હિસ્સો એટલે કે 85-90% ગેસ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે. હાલ યુદ્ધના કારણે આ માર્ગ બંધ છે. દેશમાં વાર્ષિક 31 મિલિયન ટન એલપીજીનું ઉત્પાદન છે. જેમાંથી 87%નો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે થાય છે. અને બાકીનો ભાગ રેસ્ટોરન્ટ અને હોટેલમાં જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments