HomeLIFE STYLEDiwali 2026 : સ્વીચબોર્ડના હઠીલા કાળા ડાઘથી છો પરેશાન? આ ટિપ્સ આવશે...

Diwali 2026 : સ્વીચબોર્ડના હઠીલા કાળા ડાઘથી છો પરેશાન? આ ટિપ્સ આવશે કામ!

ઘરની સફાઈ કરતી વખતે આપણે ફ્લોર, ફર્નિચર અને રસોડા પર પૂરતું ધ્યાન આપીએ છીએ, પરંતુ સ્વીચબોર્ડ ઘણીવાર અવગણાઈ જાય છે. રોજિંદા ઉપયોગથી હાથના નિશાન, તેલ, ગ્રીસ અને ધૂળ જમા થવાના કારણે સ્વીચબોર્ડ પર કાળા અથવા ગંદા ડાઘ પડી જાય છે. દિવાળી કે સામાન્ય ઘરની સફાઈ દરમિયાન સ્વીચબોર્ડ અને તેની આસપાસનો વિસ્તાર સાફ કરવો જરૂરી છે, પરંતુ તેમાં સુરક્ષાનું ધ્યાન રાખવું સૌથી મહત્ત્વનું છે.

સ્વીચબોર્ડ સફાઈની સ્માર્ટ 4 ટીપ્સ

સૌપ્રથમ મુખ્ય પાવર સપ્લાય બંધ કરી દો. તે પછી સૂકા અથવા સામાન્ય ભીના (ઓછા ભેજવાળા) કપડાથી ધૂળ સાફ કરો. જો જૂના કાળા નિશાન હોય, તો કપડા પર થોડું સફાઈ લિક્વિડ લગાવી હળવા હાથે લૂછો. ખૂણાઓની ધૂળ દૂર કરવા નરમ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાન રાખો કે સ્વીચબોર્ડ કે સોકેટ પર સીધું પ્રવાહી કે પાણી રેડવું નહીં.

જો સ્વીચબોર્ડ પીળું પડી ગયું હોય કે તેના પર હળવા ડાઘ હોય, તો સાદા સફેદ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. જૂના ટૂથબ્રશ કે કપડા પર થોડી ટૂથપેસ્ટ લગાવી ડાઘવાળી જગ્યાએ હળવા હાથે ઘસો. ત્યારબાદ સૂકા કપડાથી લૂછી લો. રંગીન કે જેલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું ટાળો.

હઠીલા ડાઘ માટે લીંબુ અને મીઠું ઉપયોગી છે. લીંબુ ગંદકી છૂટી પાડે છે અને મીઠું સ્ક્રબનું કામ કરે છે. પરંતુ આ મિશ્રણ ક્યારેય સ્વીચબોર્ડ પર સીધું ન રેડવું. પાવર બંધ કર્યા પછી જ આસપાસની સપાટી પર ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરો અને સફાઈ બાદ વિસ્તારને સંપૂર્ણ સૂકો કરી લો.
શાહી કે અન્ય જીદ્દી ડાઘ માટે નેઇલ પોલિશ રિમૂવર (એસીટોન) મદદરૂપ થઈ શકે છે, પરંતુ તે પ્લાસ્ટિક, કલર કે ફિનિશિંગને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને મોટા ભાગ પર વાપરતા પહેલા ખૂણાના નાના ભાગમાં ટેસ્ટ કરી લેવું. પ્લગ કે સોકેટથી તેને દૂર જ રાખવું.

સફાઈ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

દિવાળી પહેલા જયારે ઘરની સફાઈ કરો ત્યારે સ્વીચબોર્ડની સફાઈમાં આ બાબતોનું ધ્યાન જરૂર રાખો. નહીતર તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જયારે સ્વીચબોર્ડની સફાઈ શરૂ કરો તે પહેલા હંમેશા મેઈન પાવર બંધ કરો. ભીના હાથે કે ભીની જગ્યાએ ઊભા રહીને સફાઈ ન કરો. પ્લગ અને સોકેટની અંદર પાણી કે લિક્વિડ જવું ન જોઈએ. પાવર ચાલુ કરતા પહેલા બોર્ડ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સૂકાઈ જવા દો. જો સ્વીચબોર્ડ પાસે બળી જવાના નિશાન હોય, સ્વીચ ગરમ થતી હોય, તણખા થતા હોય કે બળવાની ગંધ આવતી હોય, તો તેને જાતે સાફ ન કરો. પાવર બંધ કરીને તુરંત જ કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવી તપાસ કરાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments