HomeBollywoodEntertainment : અક્ષય કુમારની ફિલ્મે પહેલા દિવસે મચાવ્યો ધમાલ, કરી નાખ્યું...

Entertainment : અક્ષય કુમારની ફિલ્મે પહેલા દિવસે મચાવ્યો ધમાલ, કરી નાખ્યું અધધ… કરોડનું કલેક્શન!

બોલીવુડના ખિલાડી કુમાર, અક્ષય કુમારની ફિલ્મ ભૂત બાંગ્લા 17 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ હોરર કોમેડી ફિલ્મ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે.

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ભૂત બંગલા આજે 17 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થઈ છે, જે દર્શકોને ઘેલા કરી રહી છે. ખેલાડી કુમારે 5 વર્ષ પછી હોરર-કોમેડી જોનરની ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર વાપસી કરી છે. રસપ્રદ વાત એ છે કે, અક્ષય કુમારની આ ફિલ્મ સાથે બોલીવુડના દિગ્ગજ નિર્દેશક પ્રિયદર્શન પણ લગભગ 20 વર્ષ પછી આ જોનરની ફિલ્મ સાથે પરત ફર્યા છે.

વર્ષ 2007માં પ્રિયદર્શને બ્લોકબસ્ટર ફિલ્મ ભૂલ ભુલૈયા બનાવી હતી. ભૂત બંગલા પ્રિયદર્શનની બીજી હોરર-કોમેડી ફિલ્મ છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળી છે. ફિલ્મ ભૂત બંગલાને દર્શકોનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અસરાની, પરેશ રાવલ, જિશુ સેનગુપ્તા, વામિકા ગબ્બી, રાજપાલ યાદવ, તબ્બુ અને મિથિલા પાલકર મહત્ત્વના રોલમાં જોવા મળ્યા છે.

અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા રિલીઝ કરતા પહેલા મેકર્સે તેનું પેઈડ પ્રીવ્યુ રાખ્યું હતું, જેમાં મૂવીએ 3.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ભૂત બંગલાએ પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ મૂવીના કુલ 12,382 શો રાખવામાં આવ્યા હતા. જોકે, ફિલ્મે વિશ્વભરમાં 23.90 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ વીકેન્ડ પર કેવું કલેક્શન કરે છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, આ મૂવીની સ્ટોરી અર્જુન (અક્ષય કુમાર)ની આસપાસ ફરતી જોવા મળે છે, જેને વારસામાં મંગલપુરનો એક મોટો મહેલ મળે છે. હકીકતમાં, આ સ્ટોરી મહેલના રહસ્યમય ભૂતકાળ અને ત્યાં હાજર કાળી શક્તિઓની આસપાસ વણાયેલી છે, જે લોકોને ડરાવવાની સાથે હસાવવામાં પણ સફળતા મેળવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments