‘ધુરંધર’ ફિલ્મનું ‘શરારત’ ગીત આજે સોશિયલ મીડિયા અને પાર્ટીમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ સુપરહિટ થવા સાથે આ શરારત ગીત પણ ખૂબ જ લોકપ્રિય થયું. ગાયિકા મધુવંતી બાગચી દ્વારા આ ગીત ગાવામાં આવ્યું છે. ગીતમાં ડાન્સરની સાથે બે લોકો ગીત ગાઈ રહ્યા છે તેમાંથી એક ગાયિકા મધુવંતી પણ છે. હાલમાં ગાયિકાએ આ ગીતને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો. મધુવંતીએ કહ્યું કે શરૂઆતમાં તે આ મ્યુઝિક વિડિયોમાં દેખાવા માટે ખચકાટ અનુભવતી હતી. પરંતુ નિર્માતઓના આગ્રહ બાદ એક ચોક્કસ શરત સાથે જ તે દેખાવા માટે તૈયાર થઈ.
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ લોકપ્રિય ગીત રણવીર સિંહ અભિનીત ફિલ્મનો ભાગ છે, જેમાં અભિનેત્રીઓ આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસોઝા અભિનીત છે. આ ગીત મધુવંતી બાગચી અને જાસ્મીન સેન્ડલાસે ગાયું છે, બંને વિડિઓમાં દેખાય છે. મધુવંતીએ એક યુટયુબ ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો. ગાયિકાએ કહ્યું કે તેને સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરવામાં વધુ આનંદ આવે છે. પરંતુ કેમેરા સામે થોડી અસ્વસ્થતા અનુભવે છે. “મને સ્ટુડિયોમાં જવાથી કે ઘરે રહેવાથી અલગ કંઈપણ બાબતે ખચકાટ થાય છે. જ્યારે આદિત્ય ધરે કહ્યું કે હું તમને વિડિઓમાં લેવા માંગુ છું, ત્યારે મેં તેમને પૂછ્યું કે શા માટે? ત્યાં પહેલાથી જ ઘણા બધા કલાકારો અને નર્તકો હતા. પરંતુ તેઓ તેમના વિચારમાં સ્પષ્ટ હતા. તેમનો આગ્રહ હતો એટલે મેં જે શરત મૂકી તે તેમણે માન્ય રાખતા આખરે હું ગીતમાં દેખાવા સંમત થઈ ગઈ.

આખરે એવી કઈ શરત હતી કે જે નિર્માતાએ માન્ય રાખી ગાયિકા મધુવંતી તૈયાર થઈ. તેનો જવાબ આપતાં ગાયિકાએ કહ્યું કે “મારી એકમાત્ર શરત હતી, ‘મને નાચવા ન દો!’ એટલે કે હું મ્યુઝિક વીડિયોમાં ડાન્સ કરીશ નહીં. કારણ કે હું નથી ઇચ્છતી કે લોકો મને નાચતા જુએ!” ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં, રણવીર સિંહે મધુવંતી અને જાસ્મીન સાથે સ્ટેજ પર એક ઉત્સાહી નૃત્ય રજૂ કર્યું, જેણે ગીતની ચર્ચાને વધુ વેગ આપ્યો. ફિલ્મમાં “શરત” ગીત એક લગ્ન સમારંભ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. આ ગીતનો યુટ્યુબ વિડિઓ 340 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. દરમિયાન, “ધુરંધર: ધ રીવેન્જ” ના એડવાન્સ બુકિંગે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.


