ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને થોડા સમયમાં આ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેશે.મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અને તેની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ગેસ પુરવઠાને લઈને ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ બેઠકને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં રાજ્યના પુરવઠા મંત્રી તેમજ પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. ઉપરાંત ગેસ પુરવઠા અને વિતરણ સાથે જોડાયેલા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે. સૂત્રો મુજબ ગેસ પુરવઠાની વ્યવસ્થા વધુ સુચારૂ બનાવવી અને આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલી ન ઉભી થાય તે માટે ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં રમણ સોલંકી પણ હાજર રહેશે, જ્યારે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ બેઠકમાં જોડાશે. રાજ્યમાં ગેસ પુરવઠા સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકને લઈને પ્રશાસનમાં ચહલપહલ જોવા મળી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ગેસ પુરવઠા અંગે મહત્વપૂર્ણ નિર્ણય અથવા માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


