ચૂંટણીમાં ધાંધલી અને અનિયમિતતાની ફરિયાદને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે રીપોલિંગ એટલે કે ફરીથી વોટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે 2 મેના રોજ રાજ્યના 15 બૂથો પર મતદાતા ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ધાંધલી અને અનિયમિતતાની ફરિયાદને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે રીપોલિંગ એટલે કે ફરીથી વોટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે.એટલે કે 2 મેના રોજ રાજ્યના 15 બૂથો પર મતદાતા ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આયોગ હજુ અન્ય જિલ્લામાંથી મળી રહેલી ફરિયાદોની તપાસ કરી રહ્યું છે.
દક્ષિણ 24 પરગણા જિલ્લાના મગરાહાટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના 11 બૂથો પર ફરીથી વોટિંગ થશે. આ ઉપરાંત ડાયમંડ હાર્બર વિધાનસભા વિસ્તારના 4 બૂથો પર પણ ભારે ફરિયાદ મળતા ફરીથી વોટિંગ થશે.
ચૂંટણી પંચના આદેશ મુજબ આ તમામ કેન્દ્રો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ 15 મતદાન કેન્દ્રોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે જ્યાં અગાઉના મતદાન દરમિયાન અનિયમિતતાઓની ફરિયાદો મળી હતી.


