HomeIndiaNational : પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી; મધ્ય પૂર્વમાં શાંતિ...

National : પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી; મધ્ય પૂર્વમાં શાંતિ અને હોર્મુઝની ‘સ્વતંત્રતા’ પર ભાર મૂક્યો

પશ્ચિમ એશિયામાં હાલમાં ભલે શાંતિની મોટી મોટી વાતો થઈ રહી હોય, પણ હકીકતમાં શાંતિ હજુ ક્યાંય દેખાતી નથી. આ દરમ્યાન દુનિયાની મોટી તાકતો સતત ભારત સાથે સંપર્ક સાધી રહી છે. આ જ ક્રમમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને પીએમ મોદીને ફોન કર્યો છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર લાંબી અને ખૂબ જ જરૂરી વાતચીત થઈ. ઈરાની રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ, ત્યાં ચાલી રહેલી ઉથલપાથલ અને આગળની રણનીતિ વિશે ખુલ્લીને બધી વાતો કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ પણ મજબૂતીથી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું. જે ન ફક્ત ભારતીય તેલ સપ્લાય માટે પણ આખી દુનિયા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

ઈરાની રાષ્ટ્રપતિએ ખુદ ફોન કરી પીએમ મોદીને જાણકારી આપી
હકીકતમાં જોઈએ તો, પશ્ચિમ એશિયામાં હાલમાં સ્થિતિ ક્ષણે-ક્ષણે બદલાઈ રહી છે. કૂટનીતિક ગલિયારાથી લઈ યુદ્ધના મેદાન સુધી દરેક જગ્યાએ ખેંચતાણ જોવા મળી રહી છે. આવા સમયે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો. તેમણે પીએમ મોદીને વિસ્તારથી જણાવ્યું કે, આ વિસ્તારમાં હાલમાં શું ચાલી રહ્યું છે. અલગ અલગ દેશોની વચ્ચે વાતચીતનું સ્તર શું છે અને ઈરાન આગળ શું પગલું ભરવાનું વિચારી રહ્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું ફોન પર શું વાત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાન અને અન્ય પક્ષોની વચ્ચે વાતચીતમાં થયેલી પ્રગતિ અને ડિલનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ વાતચીતની પુષ્ટિ કરી. તેમણે લખ્યું કે, પશ્ચિમ એશિયામાં હાલની ઘટનાઓ વિશે ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરી. વાતચીતમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે સતત પ્રયાસોથી વિસ્તારમાંથી શાંતિ આવશે. ભારત અને દુનિયા માટે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરની આઝાદીના મહત્ત્વને ફરીથી યાદ અપાવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments