HomeIndiaNational : મધ્ય પ્રદેશમાં કાર પાણીથી છલોછલ વહેતા નાળામાં ખાબકી; ભુવનેશ્વરના એક...

National : મધ્ય પ્રદેશમાં કાર પાણીથી છલોછલ વહેતા નાળામાં ખાબકી; ભુવનેશ્વરના એક જ પરિવારના સાત સભ્યો સહિત 8 લોકોનાં મોત

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના આગર માલવા (Agar Malwa) જિલ્લાના નલખેડામાં એક મોટો અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મા બગલામુખી મંદિર (Baglamukhi Temple) પાસે ભારે વરસાદ (Heavy Rain) ને કારણે ભક્તોને લઈ જતી એક કાર વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર આઠ ભક્તોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ ભક્તો દર્શન માટે નલખેડા આવ્યા હતા.

Madhya Pradesh Accident :  ભારે વરસાદે સર્જી તારાજી

મળતી માહિતી અનુસાર રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો હતો. આ દરમિયાન ભક્તોની કાર પાણીના તેજ પ્રવાહ (Car Swept Away in Rain) ની ચપેટમાં આવી ગઈ અને તણાઈ ગઈ હતી. અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા જ આસપાસના વિસ્તારમાં ગભરાટ અને શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

મા બગલામુખી મંદિર પાસે બનેલી આ ઘટનાની માહિતી મળતાં જ વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી, નાળામાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. નાળામાં પાણીનો પ્રવાહ જોરદાર હોવાને કારણે બચાવ ટીમોને પણ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

હજુ સુધી મૃતકોની ઓળખ બાકી

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની હજુ સુધી સત્તાવાર ઓળખ થઈ શકી નથી. વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમના પરિવારો સુધી આ દુખદ સમાચાર પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રારંભિક માહિતી અનુસાર રાતોરાત થયેલા ભારે વરસાદને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments