HomeIndiaNational : મહારાષ્ટ્ર FDAએ શિશુઓ માટેના દૂધ અંગેના નિયમો કડક બનાવ્યા, આ...

National : મહારાષ્ટ્ર FDAએ શિશુઓ માટેના દૂધ અંગેના નિયમો કડક બનાવ્યા, આ અંતર્ગત પેકેજિંગ પર “માતાનું દૂધ શ્રેષ્ઠ છાપવું ફરજિયાત અને શિશુઓના ફોટો લગાવવાની પણ મનાઈ,ઉલ્લંઘન પર ₹10 લાખનો દંડ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શિશુઓ માટે વપરાતા ફોર્મ્યુલા મિલ્ક અને અન્ય બેબી ફૂડને લઈને નવા કડક નિયમો જાહેર કર્યા છે. તેમાં પેકેટ પર ‘બાળક માટે માતાનું દૂધ શ્રેષ્ઠ આહાર છે’ લખવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા અનુસાર ફોર્મ્યુલા મિલ્ક અને શિશુ આહારની જાહેરાતો, મફત સેમ્પલ, ભેટ, કૂપન, કેશબેક, ઇન્ફ્લુએન્સર પ્રમોશન અને સોશિયલ મીડિયા પ્રમોશન પર પ્રતિબંધ રહેશે. આ નિયમો ઉત્પાદકોથી લઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સુધી લાગુ પડશે.

આ ઉપરાંત પેકેટ પર બાળક અથવા માતાની તસવીર પણ લગાવી શકાશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.

બેબી ફૂડમાં આ વસ્તુઓ પર પણ પ્રતિબંધ

બેબી ફૂડમાં પ્રિઝર્વેટિવ, વધારાના રંગો અને ફ્લેવરિંગ પદાર્થો પર પ્રતિબંધ રહેશે. વધારાનું સુક્રોઝ માત્ર જરૂરિયાત હોય ત્યારે અને કુલ કાર્બોહાઇડ્રેટના 20% સુધી જ વાપરી શકાશે. ખોટી રીતે ‘નો ઍડેડ શુગર’નો દાવો કરવા પર પણ પ્રતિબંધ રહેશે.

હોસ્પિટલો અને બાળરોગ નિષ્ણાતોએ ફોર્મ્યુલા મિલ્ક લેતાં બાળકોમાં શંકાસ્પદ પ્રતિકૂળ અસરોની જાણ કરવી પડશે. ઉત્પાદકે ગંભીર ઘટનાઓનો અહેવાલ 48 કલાકની અંદર આપવો પડશે.

ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકોએ દરેક બેચની ટ્રેસેબિલિટી, ફરિયાદ અને ઘટનાની વ્યવસ્થા તેમજ જરૂર પડ્યે ઉત્પાદન પાછું ખેંચવાની ક્ષમતા જાળવી રાખવી પડશે.

ફોર્મ્યુલા મિલ્ક શું હોય છે, કેટલું યોગ્ય છે; તેનાથી સંબંધિત 3 સવાલ-જવાબ…

ફોર્મ્યુલા મિલ્ક શું હોય છે?

ફોર્મ્યુલા મિલ્ક શિશુઓ માટે બનાવવામાં આવેલું દૂધનો વિકલ્પ છે. સામાન્ય રીતે તેને પાઉડરના રૂપમાં પાણીમાં ભેળવીને આપવામાં આવે છે. તેમાં બાળકની પોષણ જરૂરિયાતો અનુસાર પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનિજો વગેરે સામેલ કરવામાં આવે છે.

શું તે ફાયદાકારક છે?

WHO અનુસાર, સ્વસ્થ શિશુઓને પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. 6 મહિના પછી પૂરક આહાર શરૂ કરીને સ્તનપાન ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં જ્યારે સ્તનપાન શક્ય ન હોય અથવા ડૉક્ટર કોઈ ખાસ ફોર્મ્યુલાની સલાહ આપે, ત્યારે ફોર્મ્યુલા મિલ્ક ઉપયોગી વિકલ્પ બની શકે છે. આવા કિસ્સાઓમાં બાળકની જરૂરિયાત અનુસાર બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

ભારતમાં કેટલું મોટું બજાર છે?

ભારતમાં ફોર્મ્યુલા મિલ્કનું વાર્ષિક બજાર આશરે ₹27 હજાર કરોડનું છે. ઘણી કંપનીઓ અને બ્રાન્ડ્સ છે. મુખ્ય કંપનીઓમાં Nestlé, Abbott, Danone/Nutricia, Mead Johnson અને FrieslandCampinaનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments