Home Blog Page 143

Bollywood : નસીબના બળિયા ટાઈગરને ધૂમ-થ્રીના ડાયરેક્ટરની ફિલ્મ મળી

0

બોલિવુડમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહેલા ટાઈગર શ્રોફને વધુ એક એકશન ફિલ્મ હાથ લાગી છે. ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટર વિજય કૃષ્ણા આચાર્ય એક એક્શન ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમાં ટાઈગરને મુખ્ય ભૂમિકા મળી છે.

ટાઈગર શ્રોફ પોતાની કારકિર્દીને પાટે ચઢાવવા માટે વલખાં મારી રહ્યો છે. તેની મર્યાદા એ છે કે તે બહુ સ્ટન્ટ સીન હોય એવી એક્શન ફિલ્મ સિવાય ચાલતો નથી. બીજી તરફ બોલિવુડમાં હવે તમામ મોટા હિરો એકશન રોલ તરફ વળી ગયા હોવાથી ટાઈગરનો ગજ વાગતો નથી.

આ સંજોગોમાં તેણે ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટરનો સહારો મેળવ્યો છે.

આ ફિલ્મનું અત્યારે પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. મોટાભાગે આગામી ઓગસ્ટમાં શૂટિંગ શરુ થશે. ફિલ્મના અન્ય કલાકારોની વિગતો હજુ બહાર આવી નથી.

National : આવા લોકોને મળશે વોટનો અધિકાર, SIR મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

0

પશ્ચિમ બંગાળમાં SIR વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે કલમ 142 નો ઉપયોગ કરીને એક મોટો હસ્તક્ષેપ કર્યો છે. ૩૪ લાખથી વધુની પેન્ડિંગ અપીલોને ધ્યાનમાં રાખીને, કોર્ટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે કે કોઈ પણ લાયક મતદાતા મતદાનના અધિકારથી વંચિત ન રહે.

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ ૧૪૨નો ઉપયોગ કર્યો હતો. મતદાર યાદીમાંથી કાઢી નાખવા અને વાંધાઓ અંગે ૩૪ લાખથી વધુ અપીલો પેન્ડિંગ હોવાથી, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે કે કોઈ પણ લાયક મતદાર તેમના લોકશાહી અધિકારથી વંચિત ન રહે.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, જે વ્યક્તિઓની અપીલોનો નિર્ણય 21 એપ્રિલ સુધીમાં 19 સ્પેશિયલ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે, તેઓ 23 એપ્રિલે યોજાનારી પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરી શકશે. તેવી જ રીતે, જેમની અપીલોનો નિર્ણય 27 એપ્રિલ સુધીમાં અપીલ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે, તેઓ 29 એપ્રિલે યોજાનારી બીજા તબક્કામાં મતદાન કરી શકશે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આવા વ્યક્તિઓ માટે પૂરક મતદાર યાદી જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. તે મુજબ, જ્યાં અપીલ ટ્રિબ્યુનલ 21 એપ્રિલ સુધીમાં તેમની અપીલ પર નિર્ણય લેશે, ત્યાં તેમના નામો ધરાવતી પૂરક મતદાર યાદી બહાર પાડવામાં આવશે. જેમના નામ આ યાદીમાં આવશે તેઓ 23 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન કરવા માટે પાત્ર બનશે. તેવી જ રીતે, 27 એપ્રિલ સુધીમાં જેમના નામ નક્કી થશે તેમના નામો ધરાવતી પૂરક મતદાર યાદી બહાર પાડવામાં આવશે, જેનાથી તેઓ 29 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન કરવા માટે પાત્ર બનશે.

મને ન્યાયતંત્ર પર ગર્વ છે: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, “હું બધાને ધીરજ રાખવા માટે કહી રહી હતી. આજે નહીં તો કાલે બધાના નામ જાહેર થશે. આજે, સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ જારી કર્યો છે. ટ્રિબ્યુનલ 21મી તારીખે દાખલ કરાયેલી અપીલો પર નિર્ણય લેશે, અને 23મી એપ્રિલે મતદાનના પહેલા તબક્કા પહેલા પૂરક મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. 29મી તારીખે મતદાનના બીજા તબક્કા માટે પણ આ જ પ્રક્રિયા અનુસરવામાં આવશે. હું તમામ સંબંધિત પક્ષોને વિનંતી કરું છું કે તે જ રાત સુધીમાં મતદાર યાદી મોકલવામાં આવે. હું ખુશ છું. મને ન્યાયતંત્ર પર ગર્વ છે. મેં આ કેસ દાખલ કર્યો છે; નિર્ણય મારી અરજી પર આધારિત છે. આજે મારાથી વધુ ખુશ કોઈ નથી.”

National : કરી રહ્યા છો ચારધામ યાત્રાનું પ્લાનિંગ? નકલી બુકિંગ સ્કેમથી રહો સાવધાન, અપનાવો આ ટિપ્સ

0

Chardham Yatra Booking Scam : દર વર્ષે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર જાય છે. આ વર્ષે ૧૯ એપ્રિલથી ચારધામ યાત્રા ૨૦૨૬ ની શરૂઆત થવા જઈ રહી છે. આ જ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ પણ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. ચારધામ યાત્રા દરમિયાન જ્યાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે, ત્યાં આ તકે સ્કેમર્સ અને ઠગ પણ ખૂબ સક્રિય થઈ જાય છે.અવારનવાર નકલી રજીસ્ટ્રેશન, નકલી હોટલ બુકિંગ અને જૂઠી હેલિકોપ્ટર ટિકિટ દ્વારા લોકો સાથે છેતરપિંડીના સમાચાર સામે આવે છે. એવામાં શ્રદ્ધાળુઓ સાથે ઠગીનો ખતરો પણ ઘણો વધી જાય છે. જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે તમે સ્કેમથી કેવી રીતે બચી શકો છો અને બુકિંગ દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ આનાથી જોડાયેલી જરૂરી ટિપ્સ અને ટ્રિક્સ. આની જાણકારી ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટરે હાલમાં જ X પર પોસ્ટ દ્વારા આપી છે.

લોકોને કેવી રીતે ફસાવે છે સ્કેમર્સ?

ચારધામ યાત્રા દરમિયાન ફેક હેલિકોપ્ટર બુકિંગ અને હોટલ બુકિંગ સ્કેમ ખૂબ જ વધી જાય છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન, હોટલ અને હેલિકોપ્ટર બુકિંગના નામે સ્કેમર્સ ફેક વેબસાઇટ્સ અને એડ્સ (જાહેરાતો) દ્વારા લોકોને ટાર્ગેટ કરે છે. આ વેબસાઇટ એકદમ સત્તાવાર વેબસાઇટની જેમ અસલી દેખાય છે, જેના કારણે સામાન્ય લોકો અસલીની ઓળખ કરી શકતા નથી. ત્યારબાદ ફેક એજન્ટ્સ કોલ કે વોટ્સએપ પર સંપર્ક કરે છે અને ‘લિમિટેડ સીટ્સ’, VIP બુકિંગનું પ્રેશર લોકો પર નાખવામાં આવે છે જેમાં લોકો સરળતાથી ફસાઈ જાય છે.

ત્યારબાદ સ્કેમર્સ આધાર અને ટ્રાવેલ સહિત પર્સનલ ડિટેલ્સ લે છે. પછી લોકો પર UPI થી પેમેન્ટ કરવા માટે પ્રેશર બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે લોકો પેમેન્ટ કરી દે છે તો ના કોઈ બુકિંગ કન્ફર્મ થાય છે અને ના કોઈ સર્વિસ મળે છે. આ સાથે જ પર્સનલ ડિટેલ્સ પણ સ્કેમર્સ સાથે શેર થઈ જાય છે.

સ્કેમર્સથી બચવા માટે અપનાવો આ ટિપ્સ અને ટ્રિક્સ

કોઈપણ પ્રકારના સ્કેમ અને છેતરપિંડીથી બચવા માટે તમે નીચે આપેલી ટિપ્સ અને ટ્રિક્સ જરૂર ફોલો કરો.

બુકિંગ માત્ર ઓફિશિયલ સરકારી વેબસાઇટ કે ઓથોરાઇઝ્ડ પ્લેટફોર્મ પરથી કરો.

વેબસાઇટના URL માં .gov જરૂર ચેક કરો.

WhatsApp કે ઇન્સ્ટાગ્રામ સહિત કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે અજાણી લિંક પર ભરોસો ન કરો.

કોઈપણ એજન્ટને વેરિફિકેશન વગર પેમેન્ટ ન કરો.

આ ઉપરાંત જો તમે ફ્રોડનો શિકાર બની જાવ છો તો તરત જ ૧૯૩૦ પર કોલ કરો અથવા cybercrime.gov.in પર રિપોર્ટ (report) કરો.

Bollywood : જુનિયર એનટીઆર, શાહિદની ડ્રેગનમાં આલિયાની પણ એન્ટ્રી

0

જુનિયર એનટીઆર તથા શાહિદ કપૂરની ફિલ્મ ‘ડ્રેગન’માં હવે આલિયા ભટ્ટની પણ એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. ‘આરઆરઆર’ પછી આલિયા તથા જુનિયર એનટીઆરનું આ બીજું કોલબરેશન હશે. આ ફિલ્મ પ્રશાંત નીલ બનાવી રહ્યો છે. 

પ્રશાંત નીલે આલિયાને ઓફર કરેલો રોલ તેને પસંદ પડયો હોવાનું કહેવાય છે. જોકે, આલિયાની એન્ટ્રી અંગે સત્તાવાર જાહેરાત હવે પછી થશે. 

ફિલ્મમાં શાહિદ કપૂર નેગેટિવ રોલમાં છે. આ પહેલા ટોવિનો થોમસ ખલનાયકની ભૂમિકા કરવાનો હતો. જોકે, તેણે ફિલ્મ છોડી દેતાં તેના સ્થાને શાહિદ ગોઠવાયો હતો. 

Vadodara : યાકુતપુરા વિસ્તારમાં બે ભાઇઓ પર હુમલાના બનાવમાં બિચ્છુ ગેંગનો અશફાક પકડાયો

0

વડોદરાઃ યાકુતપુરા વિસ્તારમાં  બે ભાઇઓ પર થયેલા સશસ્ત્ર હુમલાના બનાવમાં પોલીસે બિચ્છુ ગેંગના અશફાકને ઝડપી પાડયો છે.

પંદર દિવસ પહેલાં યાકુતપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી હુમલાનો બનાવ બન્યો હતો.જેમાં હુમલાખોરોએ આ જ હતો..મારો આને.તેવી બૂમો પાડી એક ભાઇના માથામાં કોઇ હથિયાર વડે ગંભીર ઇજા કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં બિચ્છુ ગેંગના જેલમાંથી છૂટેલા અશફાક ઉર્ફે બાબા ઇકબાલ ભાઇ શેખ(યાકુતપુરા)ને સ્ટેશન પાછળથી ઝડપી પાડયો છે.અશફાક સામે અગાઉ મર્ડર, ખંડણી,આર્મ્સ,ધમકી અને ગુજસીટોક જેવા ૨૬ ગુના નોંધાયેલા હતા.

National : ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ, ટ્રમ્પે કરી જાહેરાત; 34 વર્ષ બાદ આમને-સામને વાતચીત

0

મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. લેબેનોન અને ઈઝરાયલે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. અમેરિકન પ્રમુખે આ યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું છે કે, ‘હમણાં જ મારી લેબેનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂની સાથે ખુબ જ સારી વાતચીત થઈ. આ બંને નેતાઓએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે પોતાના દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસના યુદ્ધવિરામની શરૂઆત કરશે. અમેરિકન સમય અનુસાર, યુદ્ધવિરામ સાંજે 5 વાગ્યાથી (ભારતમાં 17 એપ્રિલના રોજ 2:30 વાગ્યે) લાગુ થઈ જશે

.’આ યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામનારા લેબેનોન નાગરિકોની સંખ્યા 2196 થઈ ગઈ છે.

ટ્રમ્પે કહ્યું છે કે, ‘મંગળવારે 34 વર્ષોમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ અહીં વોશિંગ્ટન ડીસીમાં અમારા વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મળ્યા. મેં જેડી વેન્સ અને રૂબિયોને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચેરમેન સાથે મળીને ઈઝરાયલ અને લેબેનોનની સાથે કામ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી એક કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય.

ટ્રમ્પે નેતન્યાહૂ અને જોસેફને વ્હાઈટ હાઉસ આવવાનું આપ્યું આમંત્રણ

હું ઈઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરીશ. આ 1983 બાદથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પહેલી સાર્થક વાતચીત થશે. બંને પક્ષ શાંતિ ઈચ્છે છે અને મારું માનવું છે કે એવું થશે અને તે પણ ખુબ જલ્દી.’

શરત બાદ સધાઈ સહમતી

એવું જણાવવામાં આવી રહ્યું છે કે લેબેનોન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી જમીની સ્તરે યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સીધી વાતચીત શક્ય નથી. આ વલણ બાદ રાજદ્વારી પ્રયાસો તેજ થયા અને અંતે બંને દેશો સીઝફાયર પર સહમત થયા.

વહેલી તકે સંઘર્ષ અટકાવવામાં આવે: લેબેનોન

બીજી તરફ, લેબેનોનના પ્રમુખ જોસેફ આઉનના કાર્યાલયે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, આજે બપોરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને લેબેનોનના પ્રમુખ જોસેફ આઉન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન પ્રમુખ આઉને લેબનાનમાં યુદ્ધવિરામ કરાવવા અને કાયમી શાંતિ તથા સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો બદલ ફરી એકવાર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો; આ પ્રયાસોએ આ ક્ષેત્રમાં શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ પ્રયાસો ચાલુ રાખવામાં આવે જેથી વહેલી તકે સંઘર્ષને રોકી શકાય. ટ્રમ્પે પ્રમુખ આઉન અને લેબેનોન પ્રત્યે પોતાનું સમર્થન દોહરાવ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ લેબેનોનની આ માંગને વહેલી તકે પૂરી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં ભારે તબાહી

આ દરમિયાન, ઈઝરાયેલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓને કારણે લેબનાનમાં ભારે જાન-માલનું નુકસાન થયું છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા લેબનાની નાગરિકોની કુલ સંખ્યા વધીને 2,196 થઈ ગઈ છે.

34 વર્ષ બાદ સામસામે થઈ વાતચીત

રિપોર્ટ અનુસાર, બંને દેશોના પ્રતિનિધિઓ 34 વર્ષમાં પ્રથમ વખત વોશિંગ્ટન ડીસીમાં સામસામે મળ્યા હતા. આ બેઠકમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ અને સૈન્ય અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ આ કામચલાઉ સીઝફાયરને કાયમી શાંતિમાં ફેરવવા માટે બંને દેશો સાથે મળીને કામ કરે. આ અગાઉ મંગળવારે અમેરિકાએ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠકની યજમાની કરી, જે 1993 બાદ પહેલી ઉચ્ચસ્તરીય પહેલ હતી.

Rashi : 18 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને રૂકાવટ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી આપને રાહત થતી જાય.

વૃષભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી ઠીક.

મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી દોડધામ-શ્રમ ઘટે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામકાજ અંગે ખર્ચ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી રાહત જણાય.

કન્યા : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા જણાય.

તુલા : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. સાસરીપક્ષ-મોસાળપક્ષે દોડધામ-શ્રમ રહે.

વૃશ્ચિક : આપના કામમાં સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી કામ અંગે વ્યસ્તતા જણાય.

ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે. બપોર પછી શાંતિ જણાય.

મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાતા આનંદ જણાય.

કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.

Sports : IPL 2026 માં પંજાબે પોતાનો ચોથો વિજય નોંધાવ્યો, , મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું; પ્રભસિમરન ઐયર અને ઐયરે અડધી સદી ફટકારી

0

IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ મેદાનમાં એકતરફી હરાવ્યું હતું. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહ પંજાબની જીતના હીરો રહ્યા. શ્રેયસ અય્યરે કેપ્ટન ઈનિંગ રમી ટીમની જીત કન્ફર્મ કરી. મુંબઈનો IPL 2026 માં સતત ચોથો પરાજય થયો હતો

મુંબઈ ઈન્ડિયન્સનો હારનો સિલસિલો સતત ચાલુ છે, અને પંજાબ જીતવા માટે ટેવાઈ ગયું હોય તેવું લાગે છે. IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. મુંબઈએ 195 રનનો વિશાળ સ્કોર કર્યો હોવા છતાં મેચ હારી ગઈ.

ક્વિન્ટન ડી કોકની સદી

શ્રેયસ અય્યરે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ટીમની શરૂઆત ખરાબ રહી. રાયન રિકલ્ટન 2 રન બનાવીને અને સૂર્યકુમાર યાદવ ગોલ્ડન 0 પર આઉટ થયા. અર્શદીપ સિંહે બંને વિકેટ લીધી. જોકે, ત્યારબાદ ક્વિન્ટન ડી કોક અને નમન ધીરે સદીની ભાગીદારી સાથે પંજાબને જવાબ આપ્યો.

પંજાબ પોઈન્ટ ટેબલમાં નંબર 1

મુંબઈ પર શાનદાર વિજય સાથે પંજાબ નંબર 1 પર પહોંચી ગયું છે. તેમણે પાંચમાંથી ચાર મેચ જીતી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. હાલમાં પંજાબ નવ પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. દરમિયાન, બીજી તરફ, મુંબઈએ પોતાની પહેલી મેચ જીતી હતી પરંતુ હવે સતત ચાર મેચ હાર્યું છે.

મુંબઈનો મિડલ ઓર્ડર નિષ્ફળ

નમન ધીરે 31 બોલમાં 50 રન બનાવ્યા, જ્યારે ક્વિન્ટન ડી કોકે પણ શાનદાર સદી ફટકારી, 60 બોલમાં 112 રન બનાવ્યા. જોકે, મુંબઈનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. કેપ્ટન પંડ્યા 12 બોલમાં ફક્ત 14 રન બનાવી શક્યો. રુધરફોર્ડે 1 રન બનાવ્યો. તિલક વર્મા 8 રન બનાવીને આઉટ થયો. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ 215 રન સુધી પહોંચશે, પરંતુ તેમનો સ્કોર 195 પર અટકી ગયો.

પંજાબની યાદગાર જીત

પંજાબ સામે 196 રનનો મોટો લક્ષ્યાંક હતો અને ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. પ્રિયાંશ આર્ય 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ પ્રભસિમરને 39 બોલમાં અણનમ 80 રન બનાવીને મુંબઈને રમતમાંથી બહાર કરી દીધું. કેપ્ટન શ્રેયસ અય્યરે તેની સાથે મળીને 35 બોલમાં 66 રન બનાવીને સદીની ભાગીદારી નોંધાવી. મુંબઈના બોલરો સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા. દીપક ચહર, બુમરાહ અને પંડ્યા એક પણ વિકેટ મેળવી શક્યા નહીં. ગઝનફરે 2 વિકેટ જ્યારે શાર્દુલે 1 વિકેટ લીધી.

National : ઓનલાઈન ઓર્ડરમા છેતરપિંડી! ગ્રાહકને તેલને બદલે પાણી મળતા ગ્રાહક કોર્ટમાં અપીલ

0

તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહકે ક્વિક-કોમર્સ એપ દ્વારા ખાવાનું તેલ મંગાવ્યું હતું પરંતુ તેને સીલબંધ ડબ્બામાં તેલને બદલે પાણી મળ્યું હતું.


ઘટનાની વિગતો:
શું બન્યું: હૈદરાબાદના મેડચલ વિસ્તારમાં રહેતા શરથ યાદવ નામના ગ્રાહકે Zepto એપ દ્વારા 5 લિટરનો ‘ફ્રીડમ’ કુકિંગ ઓઈલનો ડબ્બો ઓર્ડર કર્યો હતો.
છેતરપિંડી: જ્યારે તેમણે સીલબંધ ડબ્બો ખોલ્યો, ત્યારે તેમાં ખાદ્ય તેલને બદલે માત્ર પાણી ભરેલું હતું.
કંપનીનો પ્રતિસાદ: ગ્રાહકે એપ પર ફરિયાદ કરી હોવા છતાં, કંપની તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી.
કાનૂની કાર્યવાહી: આ છેતરપિંડીથી પરેશાન થઈને ગ્રાહકે હવે ગ્રાહક અદાલત (Consumer Court) માં જવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે

આ કેસ ઓનલાઈન શોપિંગની ગુણવત્તા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હાલમાં, ગ્રાહક અદાલતમાં સુનાવણી શરૂ થવાની છે…

National : દિલ્હી વિધાનસભા અધ્યક્ષને Z-સુરક્ષા કવચ મળ્યું; છ બોમ્બ ધમકીઓ બાદ CRPF એ સુરક્ષા સંભાળી

0

દિલ્હી વિધાનસભા સચિવાલયે જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ લક્ષ્યાંકિત બોમ્બ વિસ્ફોટો અને તાજેતરમાં થયેલી ઉચ્ચ-પ્રોફાઇલ સુરક્ષા ખામીઓને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. 23 માર્ચે બજેટ સત્ર શરૂ થયા પછી સચિવાલય અને સ્પીકરના કાર્યાલયને લગભગ છ થી સાત ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા છે..


૬ એપ્રિલના રોજ એક તાજેતરની ઘટના બની હતી, જ્યારે એક વ્યક્તિ પોતાનું વાહન વિધાનસભા પરિસરમાં ઘૂસી ગયો હતો, બાઉન્ડ્રી વોલ ગેટ તોડીને, અને સ્પીકરના કાર્યાલય પાસે ગુલદસ્તો અને માળા છોડીને પાછો ફર્યો હતોનવી Z-શ્રેણી સુરક્ષા વ્યવસ્થા હેઠળ, સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને એક ખાસ ટીમ દ્વારા ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ઉન્નત સુરક્ષા પગલાંમાં એક સમર્પિત એસ્કોર્ટ કારનો પણ સમાવેશ થાય છે જે હંમેશા તેમની સાથે રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે…Z-કેટેગરી સુરક્ષામાં આશરે 22 કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (PSO), એસ્કોર્ટ્સ, સર્વેલન્સ સ્ટાફ અને લગભગ આઠ કાયમી સશસ્ત્ર રક્ષકોનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે આ વધેલી સુરક્ષા સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાના રાજકીય વ્યક્તિઓને પૂરી પાડવામાં આવે છે.નિવેદન અનુસાર, વિધાનસભા પરિસરમાં સતત પેટ્રોલિંગ જાળવવા અને કોઈપણ સંભવિત ખતરાને તાત્કાલિક નિષ્ક્રિય કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની ઝડપી પ્રતિભાવ ટીમને વાહન સાથે સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.