Home Blog Page 148

Bollywood : મનોજ વાજપેયીની ફિલ્મમાં દિવ્યા દત્તા નેગેટિવ રોલમાં

0

 મુંબઈનાં એક બિલ્ડિંગનાં રિડેવલપમેન્ટમાં થતી તકરારો પરથી બની  રહેલી મનોજ વાજપેયીની એક ફિલ્મમાં દિવ્યા દત્તાની નેગેટિવ રોલમાં એન્ટ્રી થઈ છે. ‘લાસ્ટ મેન ઈન ટાવર’  નામની નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે.

તેનું હાલ પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યુું છે. શૂટિંગ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શરુ કરાશે. બેન રેખી આ  ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ઉપરાંત રાણા દગ્ગુબાટી પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યો છે. 

National : સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા

0

લોકસભામાં ગુરુવારથી વિશેષ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન સરકાર દ્વારા મહિલા અનામત અને સીમાંકનનું બિલ રજુ કરવામાં આવશે, જેને પગલે વિપક્ષ આક્રમક રીતે આ બિલનો વિરોધ કરવાની તૈયારીમાં છે. બુધવારે જ વિરોધનો સુર શરૂ થઇ ગયો હતો. નવા સીમાંકનમાં અનેક રાજ્યો સાથે અન્યાય થશેના આરોપો લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી હતી જેમાં વિરોધ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખડગે ઉપરાંત રાહુલ ગાંધી, ડીએમકેના ટી આર બાલુ, આરજેડીના તેજસ્વી યાદવ, સપાના અખિલેશ યાદવ, આપના સંજયસિંહ,  ટીએમસીના સાગરીકા ઘોષ, શિવસેના ઉદ્ધવના નેતા સંજય રાઉત, એનસીપીના સુપ્રીયા સુલે, સાંસદ કપિલ સિબલ સહિતના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. બેઠક બાદ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે સીમાંકન માટેની બિલમાં જે જોગવાઇ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં મતદાન કરવાનું વિપક્ષે નક્કી કર્યું છે. વિપક્ષ મહિલા અનામત વિરુદ્ધ નથી પરંતુ રાજકીય હેતુ માટે જે રીતે બિલ રજુ કરાયું છે તેની સામે વિરોધ છે. મહિલા અનામત માટે લોકસભાની બેઠકો વધારવાની જરૂર નથી, સરકાર હાલમાં લોકસભાની જે ૫૪૩ બેઠકો છે તેમાં જ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જાહેર કરે. એક્સ (ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર નવા સીમાંકન દ્વારા દક્ષિણ, પૂર્વોત્તર સહિતના નાના રાજ્યો સાથે અન્યાય કરવા જઇ રહી છે તેને વિપક્ષ નહીં ચલાવે. પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની કુલ બેઠકો હાલ ૫૪૩ છે તે વધીને ૮૫૦ કરવામાં આવશે. વસતી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવશે, જે રાજ્યોએ વસતી વધારા પર કન્ટ્રોલ રાખ્યો અને વસતી ઓછી રાખી તેનું પ્રતિનિધિત્વ ઘટી જશે તેવા આરોપ સાથે વિપક્ષ આ બિલનો વિરોધ કરવા જઇ રહ્યું છે. હાલમાં લોકસભામાં એનડીએની કુલ હેઠકો ૨૯૨ છે જ્યારે વિપક્ષની બેઠકો ૨૩૩ છે. એવામાં આ બિલ લોકસભામાં પસાર થઇ જશે. જોકે રાજ્યો દ્વારા તેનો વિરોધ શરૂ થઇ ગયો છે.

National : ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત

0

ભારત હવે દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ યુઝ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સાથે જ ભારતે એઆઈનો ઉપયોગ કરતા ટોપ-૫ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ, દેશમાં એઆઈનો વપરાશ મોટા શહેરોમાં કેન્દ્રિત છે. આ માહિતી ઓપનએઆઈના રિપોર્ટમાં સામે આવી છે.

રિપોર્ટ મુજબ, ભારતના યુઝર્સ હવે માત્ર એઆઈનો સામાન્ય ઉપયોગ નથી કરતા. તેઓ તેને હાઈ-સ્કિલ કામો માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. ચેટજીપીટી જેવી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને તેઓ કોડિંગ , ડેટા એનાલિસિસ અને જટિલ સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. આ વૃદ્ધિ વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ૫૦ ટકા એડવાન્સ્ડ એઆઈ યુઝર્સ માત્ર ૧૦ શહેરોમાં જ રહે છે.

જેમાં બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને પુણે મુખ્ય શહેરો છે. આ શહેરોમાં આઈટી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી એઆઈનો ઉપયોગ વધુ થાય છે.મેટ્રો શહેરોમાં યુઝર્સ એપ્સ બનાવી રહ્યા છે. તેઓ પોતાના કામને ઓટોમેટ કરી રહ્યા છે અને કોડિંગ તથા રિસર્ચમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે, અન્ય શહેરોમાં તેનો ઉપયોગ સામાન્ય પ્રશ્નો સુધી મર્યાદત રહ્યો છે. ભારતમાં ડેવલોપર્સ એઆઈ ટૂલ્સને ઝડપથી સ્વીકારી રહ્યા છે. વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ અભ્યાસ અને સ્કિલ્સ માટે કરી રહ્યા છે.

અંગ્રેજી જાણતા યુઝર્સમાં એઆઈનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે.

Gandhinagar : सांतेज पुलिस का बड़ा एक्शन: पत्रकार बनकर ‘उगाही’ करने वाली गैंग का भंडाफोड़, एक गिरफ्तार

महानगर मेट्रो सर्विस, सांतेज
पत्रकारिता के पवित्र पेशे को कलंकित करने वाले एक गिरोह का सांतेज पुलिस ने पर्दाफाश किया है। खुद को न्यूज़ चैनल का पत्रकार बताकर लोगों को डराने और अवैध वसूली करने वाली इस गैंग के एक सदस्य को पुलिस ने चंद घंटों में दबोच लिया। पकड़े गए आरोपी ने अपने साथियों के साथ मिलकर एक व्यक्ति से सवा लाख रुपये की फिरौती वसूली थी।


धमकी का खौफनाक खेल
मामले की जानकारी के अनुसार, आरोपियों ने शिकायतकर्ता के घर जाकर उसे धमकाया कि “तुम अवैध शराब का धंधा करते हो।” आरोपियों ने जबरन उसका वीडियो बनाया और धमकी दी कि यदि पैसे नहीं दिए गए तो इस वीडियो को न्यूज़ चैनल और सोशल मीडिया पर वायरल कर बदनाम कर दिया जाएगा। बदनामी और पुलिस के डर से शिकायतकर्ता ने किस्तों में कुल 1,05,000 रुपये आरोपियों को दे दिए। लेकिन जब आरोपियों की लालच बढ़ती गई, तो पीड़ित ने हिम्मत जुटाकर सांतेज पुलिस स्टेशन में शिकायत दर्ज कराई।
शातिर अपराधी निकला ‘कथित’ पत्रकार
गांधीनगर रेंज आईजी वीरेंद्र यादव और एसपी रवि तेजा वासमशेट्टी के मार्गदर्शन में सांतेज पुलिस सब-इंस्पेक्टर ए.सी. सरवैया ने जाल बिछाकर निकोल (अहमदाबाद) निवासी अंकित महेशकुमार व्यास को गिरफ्तार कर लिया। जांच में चौंकाने वाला खुलासा हुआ कि पकड़ा गया आरोपी अंकित व्यास कोई पत्रकार नहीं बल्कि एक शातिर अपराधी है। उसके खिलाफ पहले से ही अहमदाबाद के आनंदनगर, सैटेलाइट और कृष्णनगर पुलिस स्टेशनों में चोरी (धारा 379) के कई मामले दर्ज हैं।
इनकी तलाश में दबिश जारी
पुलिस ने इस मामले में कुल 5 लोगों के खिलाफ केस दर्ज किया है। गिरफ्तार अंकित के अलावा मुख्य आरोपी संजय पांडे, मिताशु दरजी और अन्य दो अज्ञात कथित पत्रकार फिलहाल फरार हैं। पुलिस की अलग-अलग टीमें इन आरोपियों की गिरफ्तारी के लिए संभावित ठिकानों पर छापेमारी कर रही हैं।
पुलिस की अपील: डरें नहीं, सूचना दें
“यदि कोई भी व्यक्ति पत्रकार या अधिकारी बनकर आपको डराता है या पैसों की मांग करता है, तो तुरंत पुलिस को सूचित करें। फर्जी पहचान बताकर कानून हाथ में लेने वालों को बख्शा नहीं जाएगा।”
— सांतेज पुलिस
दर्ज मामला: भारतीय न्याय संहिता (BNS) 2023 की धारा 308(6), 308(2) और 54 के तहत मामला दर्ज।

Gandhinagar : પત્રકારના સ્વાંગમાં ‘તોડબાજી’ કરતી ગેંગનો પર્દાફાશ: સાંતેજ પોલીસે એક નકલી પત્રકારને દબોચ્યો

સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકારની ખોટી ઓળખ આપી ધાક-ધમકી દ્વારા નાણાં પડાવતી ટોળકીના એક સાગરીતને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. વિડિયો વાયરલ કરવાની ધમકી આપી ૧.૦૫ લાખ રૂપિયાની ખંડણી વસૂલનાર આ ટોળકી સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેવું કહી ડરાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીનો વિડિયો ઉતારી લીધો હતો અને ધમકી આપી હતી કે જો તેઓ પૈસા નહીં આપે તો આ વિડિયો ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે. બદનામીના ડરથી ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ રૂ. ૧,૦૫,૦૦૦/- આરોપીઓને આપી દીધા હતા. જોકે, સતત વધતી ઉઘરાણીથી કંટાળી ફરિયાદીએ સાંતેજ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના હેઠળ સાંતેજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.સી. સરવૈયાની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અંકિત મહેશકુમાર વ્યાસ નામના આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલ આરોપી અંકિત વ્યાસ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ અમદાવાદના આણંદનગર, સેટેલાઈટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી (કલમ ૩૭૯) સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
વોન્ટેડ આરોપીઓ
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ (૧) સંજય પાંડે, (૨) મીતાશુ દરજી અને અન્ય બે કથિત પત્રકારો હાલ ફરાર છે. પોલીસે આ ચારેય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે નોંધેલ ગુનો:
સાંતેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૬), ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રનો સંદેશ:
“કોઈપણ વ્યક્તિ પત્રકાર કે અન્ય કોઈ હોદ્દાની ઓળખ આપી નાણાંની માંગણી કરે તો ડર્યા વગર તુરંત પોલીસને જાણ કરવી. નકલી ઓળખ ધારણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” – સાંતેજ પોલીસ

Gujarat : ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝડપાયું

0

મહારાષ્ટ્રથી ગુજરાતમાં ચૂંટણી ટાણે ઠલવાતો દારૂનો મોટો જેથ્થો જિલ્લા એલસીબીએ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. ભારતમાલા હાઇવે પરથી પસાર થતાં કન્ટેનરમાં ઘોડાના ઘાસનું ભૂસું ભરેલ બેગોની આડમાં દારૂનો જથ્થો લઈ જતા બે શખ્સોની ધરપકડ કરી પોલીસે કુલ 64.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસની ટીમ ગઈ રાત્રે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેના મુંબઈથી દિલ્હી તરફ જતા ટ્રેક ઉપર કરજણ તાલુકાના સાપા ગામના ઓવર બ્રિજ પાસે હતી ત્યારે મળેલી માહિતીના આધારે એક કન્ટેનર મહારાષ્ટ્ર પાસીગનું કન્ટેનર દારૂ ભરેલું છે અને તે ભરૂચ પસાર થઈ કરજણ તરફ આવે છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસીંગનું કન્ટેનર આવતા તેને રોકી કન્ટેનરમાં તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં શરૂઆતમાં ઘાસનું ભૂસું ભરેલી પ્લાસ્ટિકની બેગો જણાઈ હતી આ બેગો હટાવીને જોતા દારૂની 6,300 નંગ બોટલ ભરેલ 54.58 લાખ કિંમતની દારૂની 525 પેટીઓ મળી હતી.

પોલીસે દારૂનો જથ્થો લઈને જતા મહેશસિંહ જીલુભા સોલંકી (રહે-ઇન્દ્રણજ, તાલુકો-તારાપુર, જિલ્લો-આણંદ) અને ભરત પોપટ પરસોડ (રહે-વલ્લભપુર બસ સ્ટેન્ડ પાસે, તાલુકો-રાપર, જિલ્લો કચ્છ, ભુજ) ને ઝડપી પાડ્યા હતા અને કુલ 64.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મલકાપુર ખાતે રહેતા જમીર હારુન હસન પટેલે દારૂ ભરેલું કન્ટેનર મોકલ્યું હતું અને આ કન્ટેનર ભરૂચ અમને સોંપ્યું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Rashi : 16 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલીનો સામનો કરવો પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-મુશ્કેલી ઓછી થાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

કર્ક : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.

સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે.

કન્યા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.

તુલા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર – દોડધામ વધે.

વૃશ્રિક : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.

ધન: નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

મકર : આપના કામમાં ભાઈભાંડુ વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ થાય.

Entertainment : Saiyara ટીમ ફરી સાથે આવી! અહાન પાંડે અને અનીત પડ્ડા ફરી એકસાથે, બોલીવુડને મળશે નવી રોમેન્ટિક ફિલ્મ!

0

સૈયારની ટીમ એકવાર ફરી સાથે આવી ગઈ છે! મોહિત સૂરી, અક્ષય વિધાની (CEO, યશરાજ ફિલ્મ્સ) અને જેન-ઝી સ્ટાર્સ અહાન પાંડે અને અનીત પડ્ડા એકવાર ફરી એક ઇન્ટેન્સ રોમાન્સ ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. સૈયારાની જબરદસ્ત સફળતા બાદ, જે ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનારી લવ સ્ટોરી બની, આ ટીમ પોતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ સાથે પરત ફરી રહી છે, જે દિલ જીતી લે તેવી સ્ટોરી અને યાદગાર સંગીતનું શાનદાર મિશ્રણ રજૂ કરશે.

રિલીઝ પછી દર્શકો અને વિવેચકોની જબરદસ્ત પ્રશંસા મેળવનારી યશરાજ ફિલ્મ્સની સૈયારા પોતાના સમયની સૌથી મોટી મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બનીને ઉભરી. આ ફિલ્મે ભારતમાં 338 કરોડ રૂપિયા નેટ અને વિશ્વભરમાં અંદાજે 580 કરોડ રૂપિયા ગ્રોસની શાનદાર કમાણી કરી જે સંપૂર્ણપણે નવા કલાકારો સાથે બનેલી રોમેન્ટિક મ્યુઝિકલ માટે ખૂબ મોટી સિદ્ધિ છે. તેનું સંગીત લાંબા સમય સુધી સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર છવાયેલું રહ્યું અને રિલીઝ પછી પણ તેની લોકપ્રિયતા યથાવત રહી, જેનાથી આ ફિલ્મ ભારત અને વિશ્વભરમાં, ખાસ કરીને યુવાનોમાં, એક પોપ કલ્ચર ફેનોમેનન બની ગઈ.

અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી સૈયારા પછી જેન-ઝેડની ફેવરિટ બની ગઈ. ફેન્સ જેમને પ્રેમથી અહનીત કહે છે, તેઓ હવે આ નવી ફિલ્મમાં ફરી સાથે જોવા મળશે અને પોતાની એ જ આકર્ષક કેમેસ્ટ્રી, સહજ અભિનય અને દિલકશ સ્ક્રીન પ્રેઝન્સ લઈને પરત ફરશે, જેણે સૈયારામાં તેમના પ્રદર્શનને યાદગાર બનાવી દીધું હતું.

મોહિત સૂરી કહે છે, મારા માટે હંમેશાથી લવ સ્ટોરીઝ જ મહત્વની રહી છે… જ્યારે લાગણીઓ એટલી ઊંડી, બેકાબૂ અને પોતાને સંપૂર્ણ રીતે ઘેરી લેનારી બની જાય છે કે તેમને અવગણવી મુશ્કેલ બની જાય છે. પ્રેમને પૂરી તીવ્રતાથી અનુભવવો જોઈએ અને આ જ કારણે હું એક સ્ટોરી રાઈટર તરીકે આ જોનર તરફ ખેંચાઉં છું. આ ફિલ્મ પણ તે જ લાગણીને ખુલીને એક્સપ્લોર કરે છે. સૈયારાની ટીમ સાથે ફરીથી કામ કરવું ખૂબ જ ખાસ છે, જાણે આ પહેલેથી નક્કી હતું. આ એક રીતે ઘર વાપસી છે, પરંતુ નવી ક્રિએટિવ ભૂખ સાથે. આ વખતે હું મારી જાતને એક નવા કલાકારની જેમ અનુભવી રહ્યો છું , ઉત્સાહિત, થોડો નર્વસ, અને આશા રાખું છું કે મારું સંગીત એકવાર ફરી લોકોના દિલને સ્પર્શશે.

અક્ષય વિધાની કહે છે, મોહિત સાથે અમારું સહયોગ એક સમાન ક્રિએટિવ વિચાર અને દિલને સ્પર્શી જાય તેવી સ્ટોરીઓ કહેવાની મહત્વાકાંક્ષા પર આધારિત છે. તેમની સાથે ફિલ્મ બનાવવી એ માત્ર એક પ્રોજેક્ટ નથી હોતો, પરંતુ એક અહેસાસ, એક ધૂન અને એક એવી પળ શોધવાની હોય છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ દર્શકો સાથે જોડાયેલી રહે. સૈયારા એવો જ એક અનુભવ હતો જેને અમે હંમેશા સાચવી રાખીશું. હવે જ્યારે અમે ફરી સાથે આવી રહ્યા છીએ, ત્યારે અમે કંઈક વધુ સાચું, વધુ સંવેદનશીલ અને લાંબા સમય સુધી યાદ રહે તેવું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે અહાન અને અનીત અમારી સાથે ફરી જોડાઈ રહ્યા છે, કારણ કે જેન-ઝેડની સૌથી લોકપ્રિય જોડી એકવાર ફરી મોહિત સૂરીની રોમેન્ટિક દુનિયામાં જોવા મળશે.

અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર આ યશરાજ ફિલ્મ્સની ફિલ્મ આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે અને 2027માં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે.

Entertainment : 4000 કરોડની રામાયણ પર મોટો ખતરો! દિવાળી પર આ હોલીવુડ ફિલ્મ સાથે થશે મહામુકાબલો?

0

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક, રણબીર કપૂરની રામાયણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. નમિત મલ્હોત્રા ₹4000 કરોડના જંગી બજેટ સાથે બનેલી આ ફિલ્મનું વૈશ્વિક સ્તરે પ્રમોશન કરી રહ્યા છે.

બોલીવુડ માટે 2026ની શરૂઆત એકદમ જબરદસ્ત રહી છે. ધુરંધર 2 પહેલાથી જ ઘણા મોટા-મોટા રેકોર્ડ તોડી ચૂકી છે. પરંતુ આ વર્ષે હજુ પણ ઘણી મોટી ફિલ્મો આવવાની છે, જેમાંથી એક છે રણબીર કપૂરની રામાયણ. જે ફિલ્મને 4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટથી તૈયાર કરવામાં આવી છે. આ ઇન્ડિયન સિનેમા ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે.

જ્યાં રણબીર કપૂરની રામાયણનો પાર્ટ 1 દિવાળી 2026માં આવશે, તો વળી પાર્ટ 2 માટે 2027ની દિવાળી સુધીની રાહ જોવી પડશે. નમિત મલ્હોત્રા આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર પ્રમોટ કરી રહ્યા છે, સાથે જ IMAX ફોર્મેટમાં જ તેને બનાવવામાં આવી છે. પરંતુ શું રણબીર કપૂર અને યશની ફિલ્મની રાહ આટલી સરળ હોવાની છે? કદાચ નહીં, કઈ હોલીવુડ ફિલ્મના કારણે ટેન્શન વધી શકે છે.

દિવાળી 2026 સિનેમા પ્રેમીઓ માટે સૌથી મોટા ફેસ્ટિવ વીકેન્ડમાંથી એક રહેવાનું છે. જ્યારે બે-બે જબરદસ્ત ફિલ્મો સિનેમાઘરોમાં સામસામે આવી રહી છે. એક તરફ છે નિતેશ તિવારીની રામાયણ: પાર્ટ 1 અને બીજી ફિલ્મ- જાપાની મોન્સ્ટર ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો. બંને ફિલ્મોએ દિવાળીના ફેસ્ટિવ ટાઈમિંગ પર રિલીઝ થવાની તૈયારી કરી લીધી છે. કેમ તેને એક મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો છે.

દુનિયાભરમાં ફિલ્મ ગોડઝિલા માઈનસ વનના સીક્વલને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે તે જ પિક્ચરની સીક્વલ ગોડઝિલા માઈનસ ઝીરો આવી રહી છે. હાલમાં જ ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર સામે આવ્યું, જેમાં રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે, જે 6 નવેમ્બર, 2026 છે. તેની અગાઉની ફિલ્મમાં જે દુનિયા બતાવવામાં આવી હતી, દુનિયાભરમાં તેના ખૂબ વખાણ થયા હતા. હવે આગામી ફિલ્મને લઈને પણ લોકોમાં ભારે એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે.

જોકે રામાયણ ભારત ઉપરાંત દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે અને ગ્લોબલ લેવલ પર જ આ હોલીવુડ ફિલ્મ રામાયણને ટક્કર આપશે. આ ક્લેશ અસલમાં પ્રીમિયમ સ્ક્રીન માટે થવાનો છે. અહેવાલો મુજબ, બંને ફિલ્મો વચ્ચે IMAX અને બીજા મોટા ફોર્મેટવાળી સ્ક્રીન માટે જબરદસ્ત મુકાબલો થશે. આ સ્ક્રીન તે બ્લોકબસ્ટર ફિલ્મો માટે ખૂબ મહત્વની હોય છે, જે શાનદાર વિઝ્યુઅલ્સ માટે જાણીતી હોય છે અને બંને ફિલ્મોમાં આ પહેલો મહત્વનો પોઈન્ટ છે. બંને અલગ-અલગ જોનરની ફિલ્મો છે. એક જ સમયે રિલીઝ થવા છતાં આ બે અલગ-અલગ પ્રકારના ઓડિયન્સને આકર્ષશે. પરંતુ ગોડઝિલા ફ્રેન્ચાઈઝીના પહેલાથી જ ખૂબ મોટા ઇન્ટરનેશનલ વ્યુઅર્સ છે, જેની સીધી અસર રામાયણ પર પડી શકે છે.

National : મહિલાઓ અને યુવાનોને બાકી રહેલા ડીએ, 3000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા… ભાજપે બંગાળ માટે ‘ખાતરી પત્ર’ જારી કર્યો

0

ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પાર્ટીએ તેને “વિશ્વાસ પત્ર” નામ આપ્યું છે. આ ઢંઢેરો સરકારી કર્મચારીઓ, મહિલાઓ અને યુવાનો પર કેન્દ્રિત છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આજે ​​પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે પોતાના ચૂંટણી વચનો જાહેર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે બંગાળની ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો. ભાજપ લાંબા સમયથી પોતાના ઢંઢેરાનું નામ “સંકલ્પ પત્ર” રાખતું આવ્યું છે, પરંતુ આ વખતે પાર્ટીએ આ વલણ બદલી નાખ્યું છે. ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે પોતાના ઢંઢેરાનું નામ “વિશ્વાસ પત્ર” રાખ્યું છે.

ચૂંટણી ઢંઢેરાના નામ, “વિશ્વાસ પત્ર” ને બંગાળ ચૂંટણી જંગમાં ભય વિરુદ્ધ વિશ્વાસ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપનો વિશ્વાસ પત્ર ત્રણ મુખ્ય મત બેંકોની આસપાસ રચાયેલ છે. ભાજપે તેના ઢંઢેરામાં મહિલા મત બેંક, સરકારી કર્મચારીઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપે સરકારી કર્મચારીઓને બાકી રહેલા DA ચૂકવણી ચૂકવવાનું અને સરકાર બનાવ્યાના 45 દિવસની અંદર સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવાનું વચન આપ્યું છે.

ભાજપે પોતાના ખાતરી પત્રમાં સરકાર બનાવ્યાના 45 દિવસની અંદર મોંઘવારી ભથ્થાના તમામ બાકી પૈસા ચૂકવવાનું વચન આપ્યું છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકારની મહિલાઓ માટે લક્ષ્મી ભંડાર યોજનાનો સામનો કરવા માટે, ભાજપે 3,000 રૂપિયા માસિક સબસિડી આપવાનું વચન આપ્યું છે. પાર્ટીએ યુવાનો માટે યુવા સાથી યોજનાનું પણ વચન આપ્યું છે. જો પાર્ટી સરકાર બનાવે છે, તો ભાજપે યુવાનોને 3,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ આપવાનું વચન આપ્યું છે.

નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે એક અઠવાડિયા પહેલા જ પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જારી કરી હતી. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાર્યકાળને ભયનો સમયગાળો ગણાવ્યો હતો. એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ચૂંટણી રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છ ગેરંટી આપી હતી. વડા પ્રધાનની પહેલી ગેરંટી પશ્ચિમ બંગાળમાં કાયદાના શાસનમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની હતી.