સૈયારની ટીમ એકવાર ફરી સાથે આવી ગઈ છે! મોહિત સૂરી, અક્ષય વિધાની (CEO, યશરાજ ફિલ્મ્સ) અને જેન-ઝી સ્ટાર્સ અહાન પાંડે અને અનીત પડ્ડા એકવાર ફરી એક ઇન્ટેન્સ રોમાન્સ ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. સૈયારાની જબરદસ્ત સફળતા બાદ, જે ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનારી લવ સ્ટોરી બની, આ ટીમ પોતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ સાથે પરત ફરી રહી છે, જે દિલ જીતી લે તેવી સ્ટોરી અને યાદગાર સંગીતનું શાનદાર મિશ્રણ રજૂ કરશે.
રિલીઝ પછી દર્શકો અને વિવેચકોની જબરદસ્ત પ્રશંસા મેળવનારી યશરાજ ફિલ્મ્સની સૈયારા પોતાના સમયની સૌથી મોટી મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બનીને ઉભરી. આ ફિલ્મે ભારતમાં 338 કરોડ રૂપિયા નેટ અને વિશ્વભરમાં અંદાજે 580 કરોડ રૂપિયા ગ્રોસની શાનદાર કમાણી કરી જે સંપૂર્ણપણે નવા કલાકારો સાથે બનેલી રોમેન્ટિક મ્યુઝિકલ માટે ખૂબ મોટી સિદ્ધિ છે. તેનું સંગીત લાંબા સમય સુધી સ્ટ્રીમિંગ ચાર્ટ્સ પર છવાયેલું રહ્યું અને રિલીઝ પછી પણ તેની લોકપ્રિયતા યથાવત રહી, જેનાથી આ ફિલ્મ ભારત અને વિશ્વભરમાં, ખાસ કરીને યુવાનોમાં, એક પોપ કલ્ચર ફેનોમેનન બની ગઈ.

અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી સૈયારા પછી જેન-ઝેડની ફેવરિટ બની ગઈ. ફેન્સ જેમને પ્રેમથી અહનીત કહે છે, તેઓ હવે આ નવી ફિલ્મમાં ફરી સાથે જોવા મળશે અને પોતાની એ જ આકર્ષક કેમેસ્ટ્રી, સહજ અભિનય અને દિલકશ સ્ક્રીન પ્રેઝન્સ લઈને પરત ફરશે, જેણે સૈયારામાં તેમના પ્રદર્શનને યાદગાર બનાવી દીધું હતું.
મોહિત સૂરી કહે છે, મારા માટે હંમેશાથી લવ સ્ટોરીઝ જ મહત્વની રહી છે… જ્યારે લાગણીઓ એટલી ઊંડી, બેકાબૂ અને પોતાને સંપૂર્ણ રીતે ઘેરી લેનારી બની જાય છે કે તેમને અવગણવી મુશ્કેલ બની જાય છે. પ્રેમને પૂરી તીવ્રતાથી અનુભવવો જોઈએ અને આ જ કારણે હું એક સ્ટોરી રાઈટર તરીકે આ જોનર તરફ ખેંચાઉં છું. આ ફિલ્મ પણ તે જ લાગણીને ખુલીને એક્સપ્લોર કરે છે. સૈયારાની ટીમ સાથે ફરીથી કામ કરવું ખૂબ જ ખાસ છે, જાણે આ પહેલેથી નક્કી હતું. આ એક રીતે ઘર વાપસી છે, પરંતુ નવી ક્રિએટિવ ભૂખ સાથે. આ વખતે હું મારી જાતને એક નવા કલાકારની જેમ અનુભવી રહ્યો છું , ઉત્સાહિત, થોડો નર્વસ, અને આશા રાખું છું કે મારું સંગીત એકવાર ફરી લોકોના દિલને સ્પર્શશે.
અક્ષય વિધાની કહે છે, મોહિત સાથે અમારું સહયોગ એક સમાન ક્રિએટિવ વિચાર અને દિલને સ્પર્શી જાય તેવી સ્ટોરીઓ કહેવાની મહત્વાકાંક્ષા પર આધારિત છે. તેમની સાથે ફિલ્મ બનાવવી એ માત્ર એક પ્રોજેક્ટ નથી હોતો, પરંતુ એક અહેસાસ, એક ધૂન અને એક એવી પળ શોધવાની હોય છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ દર્શકો સાથે જોડાયેલી રહે. સૈયારા એવો જ એક અનુભવ હતો જેને અમે હંમેશા સાચવી રાખીશું. હવે જ્યારે અમે ફરી સાથે આવી રહ્યા છીએ, ત્યારે અમે કંઈક વધુ સાચું, વધુ સંવેદનશીલ અને લાંબા સમય સુધી યાદ રહે તેવું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે અહાન અને અનીત અમારી સાથે ફરી જોડાઈ રહ્યા છે, કારણ કે જેન-ઝેડની સૌથી લોકપ્રિય જોડી એકવાર ફરી મોહિત સૂરીની રોમેન્ટિક દુનિયામાં જોવા મળશે.
અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર આ યશરાજ ફિલ્મ્સની ફિલ્મ આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે અને 2027માં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે.


