સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલની સામે આવેલા ગાર્ડન કોર્મશિયલ કોમ્પલેક્ષનાં બીજા માળે આવેલી ઓફિસમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ત્રીજા અને ચોથા માળે ફસાયેલા આઠેક લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા.
બીજા માળે પરિશ્રમ અર્થ મુવર્સ નામની જેસીબી અને ક્રેઈન ભાડે આપતી ઓફીસ છે. જયાં બપોરે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ચારેક ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. ચાલીસેક મિનિટ પાણીનો મારો ચલાવાયા બાદ આગ કાબુમાં આવી હતી. ત્રીજા અને ચોથા માળે આઠેક જણા ફસાઈ ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તમામને સલામત રીતે બહાર કાઢયા હતા.
જાણ થતાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે બીજા માળે આવેલી લોબીમાં એસીના યુનિટમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં આગ લાગી તે ઓફિસનું ફર્નિચર, ડોકયુમેન્ટસ, દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા છે.
સંભવતઃ ગમે તે કારણસર એસીના યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેણે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જયાં આગ લાગી તે માળની લોબીમાં આવેલા ચારેક એસી યુનિટ પણ સળગી ગયા હતા.
ગોરવા વિસ્તારમાં રહેતા બે મિત્રો ગઇ કાલે એસી રિપેર કરવા નીકળ્યા બાદ અંકોડિયા કેનાલ પાસેથી ભેદી રીતે ગૂમ થતાં બંનેની શોધખોળ કરવામાં આવી હતી.જે પૈકી એક સગીરનો કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારજનો આઘાત જનક સ્થિતિમાં મુકાઇ ગયા છે.
બનાવની વિગતો મુજબ,ગોરવા વિસ્તારના અણમોલ પાર્કમાં રહેતો ૧૭ વર્ષીય જય પાટીલ કેટલાક સમયથી વિશ્વાસ નામના મિત્રની સાથે એસી રિપેરિંગનું કામ કરવા જતો હતો.
ગઇકાલે બંને મિત્રો સ્કૂટર પર નીકળ્યા બાદ તેમનો પત્તો નહિ મળતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.જે દરમિયાન અંકોડિયા કેનાલ પાસેથી સ્કૂટર તેમજ વિશ્વાસના બે મોબાઇલ મળી આવતાં પરિવારજનો ગભરાયા હતા.પોલીસને જાણ કરાતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
જે દરમિયાન જયનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે વિશ્વાસનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.જેથી ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે કહ્યું હતું કે,અમે બંનેના મોબાઇલના ડેટા અને સીસીટીવી ફૂટેજ મારફતે બનાવ કેવી રીતે બન્યો છે તે જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
કઠવાડામાં ધાક જમાવવા નિર્દોષ યુવક પર હુમલો કર્યો હતો. જેમાં દસક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં કઠવાડામાં રહેતા મોનુંભાઇ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મોડી રાતે તે તેમના મિત્રો સાથે કઠવાડા ખાતે કરિયાણાની દુકને સિંગ અને અગરબત્તીની ખરીદી કરવા માટે ગયા હતા.
નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી
જ્યાં આરોપીએ આવીને ફરિયાદીના મિત્રને સાઇડમાં ઉભા રહેવાનું કહીને તકરાર કરી મારા મારી કરી હતી ગાળો બોલવાની ના પાડતાં અન્ય શખ્સાને બોલાવીને યુવકને માથા તથા હાથ અને પીઠમાં લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે યુવકને સિંગરવા ખાતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : તુ મારી સામે કેમ જુવે છે તેમ જણાવી ઝઘડો કર્યા બાદ ગુપ્તીના ઘા મારી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિજયવાડી રેલ્વે કોલોની પાછળ તા. ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ રાત્રિના સમયે લોહીયાળ જંગ ખેલાયો હતો. પ્રકાશભાઇ શિર્કે પોતાની બાઇક લઇને ઘરે આવ્યા ત્યારે ત્યાં બેસેલા રવિન્દ્રકુમાર ઉર્ફે નન્નુ અને તેના સાથીદારો સામે જોતા તકરાર થઈ હતી. આરોપી રવિન્દ્રકુમારે તું મારી સામે કેમ જોવે છે? તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ જઇ તેણે ગુપ્તી જેવા હથિયારથી પ્રકાશભાઇ પર હુમલો કરતા તેમનું મોત થયું હતું.
આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી રવિન્દ્રકુમાર ઉર્ફે નન્નુ મહેશભાઇ વસાવાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, જો આરોપીને જામીન આપવામાં આવે તો તે સ્થાનિક વિસ્તારનો હોવાથી સાક્ષીઓને ધાક-ધમકી આપી ફોડી શકે છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.
રાજકોટ નજીક ભાવનગર હાઇ-વે પર આવેલા ગઢકા ગામેથી ગત તા. 8ના રોજ 700થી 800 પરિવારોનો સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા મેરા ગામે જવા ઉપડયો હતો. મુંધવા પરિવાર દ્વારા તા. 18થી 24 સુધી મેરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. શ્રધ્ધાપૂર્વક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઇ ભગવાન ભોળાનાથના મંદિરે ધજા ચડાવવાના હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતર નજીક અકસ્માતે ડમ્પરની હડફેટે આવી જતાં 6 પદયાત્રિકો સહિત 7ના કરૂણ મોત નિપજ્યા હોવાનું ગઢકા ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નજીક મેરા ગામે જવા માટે મુંધવા પરિવારના શ્રધ્ધાળુ લોકો એકત્ર થઇને ધર્મોત્સવમાં સંકલ્પ સાથેની મનોકામના સિધ્ધ થાય તેવા સંકલ્પ સાથે નીકળ્યા હતાં. જેમાં ગઢકા ગામે સમગ્ર વિસ્તારના મુંધવા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. ઘટનાની વિગતોના સંદર્ભે ગઢકા ગામના મેહુલભાઇએ જણાવ્યું હતું કે તા. 9ને બુધવારે સંઘ અહીંથી રવાના થયો ત્યારે પરિવારના ભાઈઓ-બહેનો સહિત 700થી 800 લોકો સાથે જ હતા. પદયાત્રાના રૂટ ઉપર આવેલા તમામ દેવસ્થાનોમાં પૂજા-અર્ચન બાદ ધ્વજારોહણનો ઉપક્રમ હોવાથી રાત્રિ દરમિયાન યાત્રિકો પગપાળા ચાલતા હતા અને સવારે ઉતારે પહોંચીને ધ્વજારોહણ કરતા હતા તેમ જણાવી મૃતકના પરિવારજન મસાભાઈ મુંધવાએ કહ્યું હતું કે પદયાત્રિકોનો તા. ૧૪ના મંગળવારે વિરમગામમાં આવેલા રાજબાઇ માતાજીના મંદિરે મુકામ હતો. ત્યાં મંદિરે ધજા ચડાવવાનાં હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતરથી હાઇ-વે ઉપર આગળ રસ્તો ક્રોસ કરવા જતાં કાળમુખા ડમ્પરે હડફેટે લેતાંગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે છ પદયાત્રિકો સહિત 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતાં.
યાત્રાળુઓના સંઘના આયોજન વિશે વધુમાં જણાવાયું હતું કે તા. 16ના દેત્રોજ તાલુકાના શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવવાનું આયોજન હતું. તા. 17નાં પાટેશ્વર મહાદેવ મંદિર જે મેરા ગામે આવેલું છે. પાટડી તાલુકાના આ ગામે ભગવાન ભોળાનાથના મંદિરે ધ્વજારોહણ બાદ તા. ૧૮થી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મુંધવા પરિવારના અનેક લોકો ભાગ લેવાના હતા પરંતુ ગમખ્વાર દુર્ઘટનાને પગલે આ વિસ્તારના ગામો સહિત અનેક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પોરબંદર સ્થિત વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે યોજાનાર અખાત્રીજ ચરણ સ્પર્શ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહંત પરિવાર દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તા. 19, રવિવારના રોજ અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે 6 વાગ્યાથી નિજ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. વર્ષમાં માત્ર એક જ વખત મળતા આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાંથી આવનારા હજારો સુદામાભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના અખંડ મિત્ર શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો દિવ્ય લ્હાવો મળશે.
વડોદરા જિલ્લા પંચાયતમાં હાઇ પ્રોફાઇલ બનેલી પોર બેઠક પર ભાજપમાંથી બળવો કરનાર મહિલા ઉમેદવારનું ફોર્મ મંજૂર થતાં તેમને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
પોર બેઠક પર ભાજપે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ,યુવા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને રીલ સ્ટાર તરીકે જાણીતા બનેલા અંકિતા પરમારને ટિકિટ આપતાં તેની સામે ભાજપના જ મહિલા કાર્યકર નયના પરમારે ઉમેદવારી કરી હતી.
જેનું આજે ફોર્મ મંજૂર થતાં અને તેમને સમાધાનનો ઇનકાર કરતાં ચૂંટણી લગભગ નક્કી થઇ છે.અપક્ષ ઉમેદવારે પ્રતિક્રિયા આપી હતી કે,યુધ્ધના મેદાનમાં ઉતરી ગયા પછી પાછું ના જવાય.આ જંગ રીલ સામે રીયાલિટીનો છે.
અમેરિકન લશ્કરે જાહેરાત કરી છે કે તે સોમવારથી બધા ઇરાનીયન બંદરો અને દરિયાઈ વિસ્તારોની ઘેરાબંધી કરવાનો પ્રારંભ કર્યો છે. ઇરાન પર દબાણ લાવવાના ટ્રમ્પના આ પગલાંના કારણે ઓઇલના ભાવ ઊંચે ગયા છે અને યુદ્ધ ફરીથી ભડકવાની સંભાવના વધી ગઈ છે. ઇરાને પણ વળતી ધમકી આપતા જણાવ્યું છે કે અમેરિકાએ ઘેરાબંધી કરી તો ખાડીમાં એકપણ બંદર સલામત નહીં રહે.
ઇરાનમાં સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર
ઇરાનમાં સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. અમેરિકા-ઇઝરાયેલ સાથે વધતા તનાવ વચ્ચે સામાન્ય લોકો ફરીથી રસ્તા પર ઉતર્યા હતા. લોકોએ મોટાપાયા પર લશ્કરના સમર્થનમાં પ્રદર્શન કર્યુ હતુ. તેમણે અમેરિકાના હુમલા સામે વર્તમાન તંત્રને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. રાજધાની સહિત કેટલાય શહેરોમાં લોકોએ કૂચ કરી હતી અને સુરક્ષા દળો સાથે હોવાનો સંદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમને વર્તમાન શાસન વ્યવસ્થાને લોકોના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ટ્રમ્પ બદલવા માંગે છે.
યુદ્ધવિરામ લાગુ થયા પછી ખાડીમાંથી 40થી વધુ જહાજ પસાર થયા
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ ઘેરાબંધીનો પ્રારંભ ઘેરાબંધીનો પ્રારંભ સોમવારે સવારે દસ વાગે અથવા તો ઇરાનના સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. તેના કારણે હોર્મુઝની ખાડીમાં કોઈપણ જહાજ પ્રવેશી નહીં શકે અને બહાર નીકળી નહીં શકે. યુદ્ધવિરામ શરૂ થયું તેના પછી ૪૦થી વધુ કોમર્સિયલ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ ચૂક્યા છે. આ ઘેરાબંધીની જાહેરાતના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૪ ડોલરને વટાવી ગયો છે.
હોર્મુઝની ઘેરાબંધીમાં બ્રિટન અમેરિકાની સાથે નથી: સ્ટારર્મર
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર્મરે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા દ્વારા ઇરાનની ઘેરાબંધી કરવામાં આવી રહી છે તેની સાથે જોડાયેલા નથી. યુકેના પ્રયત્નો હોર્મુઝની ખાડી ખોલાવવા પર કેન્દ્રિત છે.
ફ્રાન્સ યુકે સાથે મળીને મોટા શાંતિ મિશનની તૈયારીમાં : મૈક્રોફ્રાન્સના પ્રમુખ મેક્રોએ વૈશ્વિક તનાવ વચ્ચે જણાવ્યું છે કે ફ્રાન્સ હોર્મુઝની ખાડીમાં આવનજાવન સુરક્ષિત કરવા અને નેવિગેશનની સ્થિતિ પૂર્વવત્ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ક્ષેત્ર વૈશ્વિક વ્યાપાર માટે ખાસ છે. અહીંની અસ્થિરતા આખા વિશ્વને હચમચાવી શકે છે. ફક્ત એટલું જ નહીં ફ્રાન્સ અને યુકે એક મોટા શાંતિ મિશનની તૈયારીમાં છે. બંને દેશ મળીને એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ લાવવા જઈ રહ્યા છે જેનો હેતુ વિશ્વના આ અશાંત ક્ષેત્રમાં ફરીથી શાંતિ અને સ્થિરતા લાવવાનો છે.
ઇરાનની નાકાબંધીની કોઈ દરખાસ્ત અમને મળી નથી: ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બાનીઝે જણાવ્યું હતું કે તેમને અમેરિકાની નાકાબંધીમાં સામેલ થવાનો કોઈ અનુરોધ મળ્યો નથી. તે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાના સન્માનની તરફેણમાં છે. તુર્કીના વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે હોર્મુઝ સમુદ્રી માર્ગનો મુદ્દો ભવિષ્યમાં કૂટનીતિક રસ્તાઓ દ્વારા ઉકેલવામાં આવશે.
જાપાન હોર્મુઝની ખાડીમાથી માઇન્સ દૂર કરવા માઇનસ્વીપર જહાજ નહીં મોકલે
જાપાને હોર્મુઝની ખાડીમાંથી સુરંગો દૂર કરવા તેના માઇનસ્વીપર જહાજ મોકલવાની તૈયારી બતાવી હતી, પરંતુ ટ્રમ્પની જાહેરાતના પગલે હવે જાપાને તેના પગલાં પરત ખેંચ્યા છે. ચીફ કેબિનેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે જાપાને હોર્મુઝની ખાડીમાં માઇન દૂર કરવાના અભિયાન માટે તેના જહાજો ગોઠવવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેણે સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે અને આગળનો નિર્ણય પરિસ્થિતિ મુજબ લેવામાં આવશે.
રશિયાની યુદ્ધ રોકવા માટે ચોંકાવનારી દરખાસ્ત
મધ્યપૂર્વના આ યુદ્ધ વચ્ચે રશિયાએ ચોંકાવનારી જાહેરાત કરી છે. રશિયાની આ જાહેરાતે આખા વિશ્વને વિચારતુ કરી દીધું છે. ક્રેમલિને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે અમેરિકા અને બીજા દેશો સાથેના સંભવિત શાંતિ કરાર હેઠળ ઇરાનનું સંવર્ધિત યુરેનિયમ પોતાની પાસે રાખવા સંપૂર્ણપણે તૈયાર છે. રશિયાના પ્રવક્તા પેસ્કોવે સ્પષ્ટ કર્યુ કે પુતિનનો આ પ્રસ્તાવ ઘણા સમયથી મેજ પર છે, પરંતુ હજી સુધી તેના પર કોઈ પગલાં લેવાયા નથી. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ શાંત પાડવા આ પ્રસ્તાવ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
21 એપ્રિલના રોજ ફરીથી શાંતિમંત્રણા યોજવા પાક, તુર્કી, ઇજિપ્ત સક્રિય
અમેરિકા-ઇરાન વચ્ચેની તાજેતરની શાંતિ મંત્રણા ભલે નિષ્ફળ ગઈ હોય, પરંતુ ૨૧ એપ્રિલના રોજ ફરીથી વાતચીત થઈ શકે છે. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો વાટાઘાટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થયા છે. આ દેશોને ડર છે કે જો મંત્રણા નિષ્ફળ ગઈ તો મધ્યપૂર્વમાં શરૂ થયેલા યુદ્ધની આગ તેમના ઘરો સુધી પહોંચી જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ એક બજાર જેવી છે, જેમા બંને પક્ષ બૂમો પાડી રહ્યા છે, ભાવતાલ કરી રહ્યા છે, પરંતુ કોઈપણ દુકાન છોડીને ગયું નથી.
ઇરાનની નાકાબંધીના લીધે રોજ 31 કરોડ લિટર ક્રૂડ ઓઇલ બજારમાં નહીં આવે
તહેરાન : અમેરિકન લશ્કરે સોમવારથી ઇરાનના બધા જ બંદરો અને કિનારાના વિસ્તારોની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે ઇરાનના સમય મુજબ સાંજે સાડા છ વાગ્યાથી બધા દેશો માટે ઘેરાબંધી લાગુ કરી દેવામાં આવી છે. આ નાકાબંધીનો અર્થ એમ થાય છે કે દરરોજે ૨૦ લાખ બેરલ ઇરાનીયન ઓઇલ બજારમાં નહીં આવે. ૨૦ લાખ બેરલ ઓઇલ એટલે ૩૧ કરોડ લિટર ઓઇલ થાય છે. આટલું ક્રૂડ ઓઇલ બજારમાં નહીં આવે. કેપલર ડેટા મુજબ ઇરાને માર્ચમાં દરરોજે ૧૮.૪ લાખ બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી અને એપ્રિલમાં અત્યાર સુધી પ્રતિ દિન ૧૭.૧ લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રતિ દિન મોકલ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ જહાજ નાકાબંધી તોડવાનો પ્રયત્ન કરશે તે જહાજને ઉડાવી દેવામાં આવશે, તેને એવી રીતે ઉડાવવામાં આવશે જે રીતે ડ્રગ તસ્કરોનું જહાજ ઉડાવવામાં આવી રહ્યું છે.
ટેક કંપની મેટા એક નવો અને અનોખો પ્રયોગ કરી રહી છે. કંપની પોતાના સીઈઓ માર્ક ઝકરબર્ગનું એઆઈ આધારિત ૩ડી ડિજિટલ ક્લોન બનાવી રહી છે. આ ક્લોન કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી શકશે.
રિપોર્ટ મુજબ, આ એઆઈ વર્ઝન કર્મચારીઓના પ્રશ્નોના જવાબ આપશે, તેમને સલાહ આપશે અને સીઈઓ સાથે વાતચીત કરવાનો અનુભવ આપશે. તેનો મુખ્ય હેતુ છે કે, મોટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ટોચના નેતૃત્વ સાથે વધુ જોડાયેલા અનુભવે.આ માત્ર સામાન્ય ચેટબોટ નહીં હોય.
આ એઆઈને ઝકરબર્ગના અવાજ, બોલવાની સ્ટાઇલ, વિચારવાની રીત અને નિર્ણય લેવાની સ્ટાઈલ પ્રમાણે ટ્રેઈન કરવામાં આવી રહ્યું છે.
ઝકરબર્ગ પોતે પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે.
આ પ્રોજેક્ટ મેટાની નવી એઆઈ પોલિસીનો ભાગ છે. કંપની ઈચ્છે છે કે તેના કર્મચારીઓ રોજિંદા કામમાં એઆઈનો વધુ ઉપયોગ કરે. જે માટે તેઓ નવી ટૂલ્સ પણ બનાવી રહ્યા છે.જો આ પ્રયોગ સફળ થશે, તો ભવિષ્યમાં કર્મચારીઓ માટે સીઈઓ સુધી પહોંચવું ખૂબ સરળ બની જશે. તેઓ કોઈ પણ સમયે એઆઈ મારફતે સીઈઓ સાથે વાતચીત કરી શકશે.
શાંતિ અને સુલેહ માટેની અપીલ તથા યુધ્ધ માટે ટ્રમ્પની ટીકા કરવાથી અમે જરાં પણ ડરતા નથી. અમારી અપીલને રાજકારણથી પ્રેરિત થઇને જોવીએ ખોટું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોપ લિયો અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બયાનબાજી ચાલી હતી . પોપે ઇરાન યુધ્ધ માટે ટ્રમ્પની ટીકા કરતા કહયું હતું કે જેના હાથ લોહીથી રંગાયેલા હોય તેની પ્રાર્થના ભગવાન સ્વીકારતો નથી. ટ્રમ્પે આની પ્રતિક્રિયા આપી હતી કે જે ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો હોય એને યોગ્ય માનતા હોય એવા પોપ જ અમારે જોઇતા નથી.
એસોસિએટેડ પ્રેસ સાથે વાતચીત કરતા પોપ લિયોએ કહયું હતું કે મારા સંદેશાને અમેરિકાની રાજનીતિ સાથે જોડવોએ ગોસ્પેલની ભાવનાને સમજવામાં નિષ્ફળતા છે. મારા સંદેશાને રાષ્ટ્રપતિ (ટ્રમ્પ)ના રાજકિય પ્રયાસો સાથે જોડવોએ ગોસ્પેલના સંદેશના નહી સમજવા બરાબર છે. અમે કોઇ પણ પ્રકારની ચર્ચામાં પડવા માંગતા નથી અને ચર્ચ પોતાના મિશન પર કાયમ રહેશે. પોપનું માનવું હતું કે ઇરાન યુધ્ધ સહિત દુનિયા ભરના સંઘર્ષોમાં સર્વશકિતમાન હોવાના ભ્રમની ટીકા કોઇ વ્યકિત કે સરકાર પરનો હુમલો નથ।ી. ગોસ્પેલનો સંદેશો સ્પષ્ટ છે કે તે શાંતિ સ્થાપિત થવા માટે છે. પોપે દોહરાવ્યું હતું કે શાંતિ અને સુલેહ માટે અવાજ બુલંદ કરતા રહીશું. યુધ્ધથી બચવા માટેના દરેક સંભવિત રસ્તાની વકાલત કરીશું અને કોઇથી ડરતા નથી.