Home Blog Page 156

Bollywood : શાહિદનું સાઉથમાં ડેબ્યુ, વિલનનો રોલ કરે તેવી શક્યતા

0

ઓ રોમિયો’ ફિલ્મમાં એક ગેંગસ્ટરનું પાત્ર ભજવનારા શાહિદ કપૂરને હવે સાઉથની એક ફિલ્મ ‘ડ્રેગન’માં વિલનનો રોલ ઓફર થયો છે.

પ્રશાંત નીલ આ ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. નેગેટિવ રોલ ટોવિનો થોમસ કરવાનો હતો. જોકે, તારીખોના અભાવે તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો છે. તે પછી તેની જગ્યાએ શાહિદને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.

હજુ નિર્માતાઓ તથા શાહિદની વાત ચાલી રહી છે. શાહિદ કન્ફર્મ કરશે તો આ સાઉથની તેની પહેલી ફિલ્મ હશે. ફિલ્મમાં ઋકમણિ વસંત તથા અનિલ કપૂરની પણ ભૂમિકાઓ હોવાનું કહેવાય છે.

Bollywood : બ્રિટની સ્પીયર્સ નશાની આદત છોડાવવા હોસ્પિટલમાં દાખલ

0

હોલવુડ ગાયિકા બ્રિટની સ્પીર્યસ નશામાં કાર ચલાવતા પકડાઇ  ગયા બાદ હવે પોતાની આદત છોડાવવા માટે એક ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ થઈ છે. 

ગઈ  ચોથી માર્ચના રોજ બ્રિટની સ્પીયર્સને કૈલિફોર્નિયા હાઇવે પેટ્રોલના અધિકારીઓએ નશો કરી ગાડી ચલાવતી હોવાની શંકાએ પકડી હતી. જોકે, તેને તે જ દિવસે મુક્ત કરાયા બાદ   મે મહિનામાં  કોર્ટમાં ફરી હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. કેસમાં વહેલો છૂટકારો મેળવવા ન્યાયધીશ પર પોઝિટિવ છાપ પડે તે માટે તેણે પોતાનો ઈલાજ કરાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.  હાલ આ ઇલાજ ૩૦ દિવસ સુધી ચાલશે પરંતુ પછી તેની પ્રગતિના આધાર પર આગળનો નિર્ણય લેવામાં આવશે.

Vadodara : ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ

0

અત્રે નંદેસરી જીઆઈડીસીમાં જોખમી કેમિકલના ગેરકાયદે નિકાલ મામલે જીપીસીબીએ આણંદ જિલ્લાની સોજિત્રા જીઆઈડીસીની ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવાનો હુકમ કર્યો છે.

શનિવારે રાત્રે પોલીસે નંદેસરી જીઆઈડીસીમાં આવેલ ગુજરાત ચોકડી પાસે ટેન્કરમાંનુ હેઝાર્ડસ મટિરિયલ ગેરકાયદે નિકાલ કરવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. કેમિકલ માફિયાઓ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે વરસાદી ગટરમાં કેમિકલનો નિકાલ કરતા હોવાની વિગતો સપાટી પર આવી હતી.પોલીસે ૨૦ હજાર લીટર એસિડિક વેસ્ટ વોટર કબજે કરી બનાવ અંગે ટેન્કર ચાલક અને સ્થાનિકોના નિવેદન નોંધ્યા છે.

બીજીતરફ, જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) વડોદરાની ટીમ દ્વારા મટિરિયલના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ ટેન્કર સોજિત્રા જીઆઈડીસીની ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની ખાતેથી આવ્યા હોવાની માહિતી મળતા આણંદ જીપીસીબીની ટીમે ઈન્ફિનિયમ કંપનીમાં ઈન્સ્પેકશન કરી મટિરિયલના સેમ્પલ તપાસના કામે લીધા હતા.

એસિડિક વેસ્ટ વોટરના બંને સ્થળેથી મેળવેલા સેમ્પલોના વિશ્લેષણના રિપોર્ટ મેચ થતા ટેન્કરો ઈન્ફિનિયમ કંપનીથી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા અને આણંદ જીપીસીબી દ્વારા સેમ્પલના રિપોર્ટ ગાંધીનગર સબમિટ કરાયા હતા. જેના આધારે ક્લોઝર ડાયરેક્શન ઈશ્યુ થતા કંપની સામે કડક પગલાં ભરી સેક્શન ૩૩-એ મુજબ ઉદ્યોગને તાત્કાલિક ધોરણે ઉત્પાદન બંધ કરવાનો હુકમ કરાયો છે.

આ ઉપરાંત ઝડપાયેલા બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન રદ કરાવવા આરટીઓ કચેરીને અહેવાલ મોકલી અપાયો છે. પોલીસ ચાર્જશીટ કરવા માટે જીપીસીબી,વડોદરાના અભિપ્રાય બાદ પ્રવૃત્તિમાં સંડોવાયેલ કંપની સંચાલકો સહિતના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરશે.

Rashi : 14 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જતા આવક થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ મહત્વના નિર્ણય મુલતવી રાખવા.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.

મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેની તકેદારી રાખવી. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

સિંહ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.

તુલા : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. કુટુંબ-પરિવારના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મીન : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે.

Weather : ચોમાસાની અલવીદા, હવે ગરમીથી શેકાવા રહેજો તૈયાર, IMDનું એલર્ટ

0

એપ્રિલ મહિનામાં હજી સુધી કેટલાક વિસ્તારોમાં હળવી ઠંડક અને સુહાવનુ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે, પરંતુ હવે તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું અથવા સામાન્યની આસપાસ રહી શકે છે. તેથી લોકો હજી પણ ખાસ કરીને સવારે અને રાત્રે હળવી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ આ રાહત હવે વધુ સમય ટકવાની નથી

IMDના અનુમાન પ્રમાણે, આ સમયગાળા પછી તાપમાન ધીમે ધીમે વધવાનું શરૂ થશે અને આવતા 7 દિવસમાં તે સામાન્યથી ઉપર પહોંચી શકે છે। ઉત્તર ભારતના દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં ગરમી ઝડપથી વધશે. મધ્ય ભારતના મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ તાપમાન વધવાના સંકેત છે.

દક્ષિણ ભારત માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પહેલેથી જ ગરમીનો અસર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને ભેજ લોકોને પરેશાન કરી શકે છે.હવામાન વૈજ્ઞાનિકો જણાવે છે કે પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ હવે નબળો પડી ગયો છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ ઘટી રહી છે. પરિણામે હવામાન શુષ્ક બનતું જાય છે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે.

વિશેષજ્ઞો લોકોએ સલાહ આપી છે કે તેઓ ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લે. પૂરતું પાણી પીવું, તીવ્ર ધુપમાં બહાર જવાથી બચવું ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે વધારે સાવચેતી જરૂરી છે.હાલ અનુભવાતી ઠંડક તાત્કાલિક છે. આવતા થોડા દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી સ્પષ્ટ રીતે અનુભવાશે. તેથી લોકો હવે થીજ સજાગ રહેવું જરૂરી છે, કારણ કે રાહતના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે.

Surat : સુરત કોંગ્રેસમાં મેન્ડેટનો મોટો છબરડો, નવાગામ બેઠક પર ઉમેદવારનું ફોર્મ રદ્દ, જેણે ફોર્મ જ નથી ભર્યું તેના નામે મેન્ડેટ

0

ચોંકાવનારી વિગત એ છે કે, નવાગામ બેઠક પરથી મનીષાબેન દિનેશભાઈ રામોલિયાએ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મ ચકાસણી સમયે જાણવા મળ્યું કે, પક્ષ તરફથી મનીષાબેનના બદલે હેતલ સોલંકીના નામનું મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, હેતલ સોલંકીએ આ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ જ ભર્યું ન હતું. આ ટેકનિકલ ખામીને કારણે મનીષાબેન રામોલિયાનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

આ સમગ્ર વિવાદ પાછળ પક્ષનો પરિવારવાદ જવાબદાર હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જેમના નામનું મેન્ડેટ આવ્યું છે તે હેતલ સોલંકીના પતિ તેજસસિંહ સોલંકીએ કામરેજ તાલુકા પંચાયતની સેવણી બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પતિ-પત્ની બંનેને અલગ-અલગ બેઠકો પર સેટ કરવાના પ્રયાસમાં નવાગામ બેઠક પર ખોટા ઉમેદવારના નામે મેન્ડેટ પહોંચી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવાગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે અહીં ત્રિપાંખિયા જંગના બદલે દ્વિપાંખિયો જંગ જોવા મળશે. મેદાનમાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. કોંગ્રેસના ગઢ ગણાતી બેઠકો પર આ પ્રકારની ભૂલ પક્ષને ભારે પડી શકે તેમ છે.

National : દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત

0

દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ 2026-30નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, 1 જાન્યુઆરી 2027થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 1 એપ્રિલ 2028થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં.

પ્રદૂષણમાં વાહનોના 23 ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા 30,000 અને ઈ-ઓટો પર રૂપિયા 50,000 સુધીની સબસિડી પ્રસ્તાવિત છે. જૂના BS-IV વાહનોને સ્ક્રેપ કરીને EV ખરીદવા પર વધારાનું બોનસ અને રૂપિયા 30 લાખ સુધીની કાર પર રોડ ટેક્સમાં 100 ટકા મુક્તિ મળશે. આ સાથે જ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર અને બેટરી રિસાયકલિંગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

દિલ્હી સરકારની નવી EV પોલિસીએ એગ્રીગેટર્સ અને સરકારી વિભાગો માટે કડક ધોરણો નક્કી કર્યા છે. આ નીતિ હેઠળ, 1 જાન્યુઆરી 2026થી ઓલા, ઉબર અને ઝોમેટો જેવા એગ્રીગેટર્સ તેમના કાફલામાં કોઈ પણ નવા પેટ્રોલ કે ડીઝલ વાહનોનો સમાવેશ કરી શકશે નહીં. તેમને માત્ર ઇલેક્ટ્રિક વાહનો (EV) ઉમેરવાની જ મંજૂરી આપવામાં આવશે.

આ જ નિયમ સરકારી વિભાગોને પણ લાગુ પડશે જ્યાં ભવિષ્યની તમામ નવી ખરીદી માત્ર EV સુધી સીમિત રહેશે. આ ઉપરાંત, સ્કૂલ બસો માટે પણ તબક્કાવાર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જે હેઠળ 2030 સુધીમાં 30 ટકા બસો ઇલેક્ટ્રિક કરવી અનિવાર્ય રહેશે. આ પગલું માત્ર ‘ગ્રીન ટ્રાન્ઝિશન’ માટે જવાબદાર બનાવતું નથી, પરંતુ EV ઇકોસિસ્ટમમાં રોકાણ અને માળખાગત સુવિધાઓને ગતિ આપવા માટે મજબૂત આધાર પણ તૈયાર કરે છે.

National : 3 જુલાઈથી અમરનાથ યાત્રા: RFID કાર્ડથી લઈને વીમા સુધી અનેક બદલાવ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

0

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી બોર્ડની બેઠકમાં અમરનાથ યાત્રાને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 57 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ થશે. વહીવટીતંત્ર મુજબ આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગભગ 25 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

યાત્રાનો લાભ લેવા શ્રદ્ધાળુઓની લઘુત્તમ વય 13 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ નક્કી કરવામાં આવી છે. યાત્રીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. PNB, SBI, યસ બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની દેશભરમાં આવેલી 554 શાખાઓ પર ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત, ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ રહેશે.

યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે આ વખતે RFID કાર્ડ જેવી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે સામૂહિક અકસ્માત વીમો 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સાથે જ, ઘોડા માલિકોને મોટી રાહત આપતા, ઘોડાના મૃત્યુના કિસ્સામાં 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. યાત્રાના રસ્તાઓને સુગમ બનાવવા માટે બંને મુખ્ય રસ્તાઓનું પહોળીકરણ કરવામાં આવ્યું છે.

બાલટાલમાં નવું ‘યાત્રી નિવાસ’ કાર્યરત કરી દેવામાં આવ્યું છે, જ્યારે શ્રીનગરમાં પણ એક યાત્રી નિવાસ કાર્યરત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના અને અન્ય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. હવામાનની ચોક્કસ માહિતી માટે ડોપ્લર રડાર પણ લગાવવામાં આવ્યું છે. સાથે જ, શ્રદ્ધાળુઓની આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખીને 200 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વર્ષની અમરનાથ યાત્રાને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનાવવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે.

1: ઓનલાઈન રજીસ્ટ્રેશન

વેબસાઇટ: શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ jksasb.nic.in પર જાઓ.

વિગતો ભરો: ‘Online Services’ વિભાગમાં જઈને ‘Register’ પર ક્લિક કરો અને તમારી વ્યક્તિગત વિગતો ભરો.

દસ્તાવેજો અપલોડ કરો: તમારે તમારો ફોટો અને ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ (CHC) સ્કેન કરીને અપલોડ કરવું પડશે.

ફી ચૂકવો: રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરો. સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તમે તમારું યાત્રા પરમિટ (Yatra Permit) ડાઉનલોડ કરી શકશો.

2: ઓફલાઈન રજીસ્ટ્રેશન

જો તમે રૂબરૂ જઈને નોંધણી કરાવવા માંગતા હોવ, તો નિયુક્ત બેંકોની શાખાઓ દ્વારા કરી શકો છો:

નિયુક્ત બેંકો: સામાન્ય રીતે PNB, જમ્મુ-કાશ્મીર બેંક, SBI અને યસ બેંકની અમુક શાખાઓમાં આ સુવિધા હોય છે.

ફોર્મ: બેંકમાંથી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવો અથવા વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો.

દસ્તાવેજો: ફોર્મની સાથે આધાર કાર્ડ, ફોટોગ્રાફ્સ અને અધિકૃત ડોક્ટર દ્વારા આપેલું હેલ્થ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.

અન્ય જરૂરી બાબતો

ફરજિયાત સ્વાસ્થ્ય પ્રમાણપત્ર (CHC): અમરનાથ યાત્રા માટે શ્રાઈન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડોક્ટર પાસેથી જ હેલ્થ સર્ટિફિકેટ લેવું પડે છે. માન્ય હોસ્પિટલોની યાદી પણ વેબસાઇટ પર જોવા મળશે.

વય મર્યાદા: 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. ઉપરાંત, 6 અઠવાડિયા કે તેથી વધુ સમયની ગર્ભવતી મહિલાઓને પણ મંજૂરી નથી.

રૂટની પસંદગી: તમારે નોંધણી વખતે જ નક્કી કરવું પડશે કે તમે પહલગામ રૂટથી જવા માંગો છો કે બાલટાલ રૂટથી.

SRH Vs RR Live: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

0

IPL 2026માં સતત 4 મેચ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સ આત્મવિશ્વાસથી ભરપૂર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી ફક્ત 1 જ જીત મેળવી શક્યું છે. તેથી બંને ટીમો મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. હૈદરાબાદની IPL 2026 ની શરૂઆત નિરાશાજનક રહી છે, 4 માંથી ફક્ત 1 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાન અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. રાજસ્થાને અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને બધી જ મેચ જીતી છે. તેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. હૈદરાબાદની બોલિંગ એક મોટી ચિંતાનો વિષય છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. ટોસ અડધો કલાક વહેલા, સાંજે 7 વાગ્યે થશે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાશે, જ્યાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ જોઈ શકાશે.

હવામાનની વાત કરીએ તો આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે, અને તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની અપેક્ષા છે. આ મેદાન પર બીજું એક મુખ્ય પરિબળ ઝાકળ છે, જે સામાન્ય રીતે બીજી ઈનિંગ દરમિયાન થાય છે. આનાથી સ્કોરનો બચાવ કરવો મુશ્કેલ બને છે અને ઘણીવાર મેચનો પીછો કરતી ટીમની તરફેણમાં ઝુકાવ થાય છે; આ જ કારણ છે કે અહીં ટોસ જીતવો એ એક મોટો ફાયદો માનવામાં આવે છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની સપાટી બેટિંગ માટે સ્વર્ગ હોવાની અપેક્ષા છે. સપાટ પિચ, સતત ઉછાળો અને ઝડપી આઉટફિલ્ડ બેટ્સમેનોને મુક્તપણે રમવાની મંજૂરી આપે છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ સામાન્ય છે. અહીંની પીચો સામાન્ય રીતે બેટ્સમેનોને અનુકૂળ હોય છે, પરંતુ ઝડપી બોલરો હજુ પણ શરૂઆતમાં નવા બોલથી થોડો સ્વિંગ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે પાવરપ્લેનો સમયગાળો મહત્વપૂર્ણ બને છે. જેમ જેમ રમત આગળ વધે છે, સ્પિન બોલરો રન રેટને નિયંત્રિત કરીને અને મહત્વપૂર્ણ વિકેટો લઈને મિડલ ઓવરોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદને હેડ ટુ હેડ મેચોમાં થોડો ફાયદો છે. તેઓએ 21 મેચમાંથી 12 જીત મેળવી છે, જ્યારે રાજસ્થાને 9 મેચ જીતી છે. વધુ મહત્ત્વની વાત એ છે કે હૈદરાબાદ તાજેતરના મેચોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, છેલ્લા 5 માંથી 4 મેચ જીતી છે. આ પરિણામોમાં SRHનો 44 રન (2025), 36 રન અને 1 રન (2024) થી વિજય અને 2023 માં લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન RRની એકમાત્ર જીત 2023 માં 72 રનના માર્જિનથી હતી. જ્યારે વર્તમાન ફોર્મ રાજસ્થાનની તરફેણ કરે છે, ત્યારે ઈતિહાસ હૈદરાબાદની તરફેણ કરે છે.

વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ.

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન/વિકેટકીપર), સલિલ અરોરા, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હર્ષ દુબે, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, હર્ષલ પટે

રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ IPL 2026માં ખૂબ જ ખતરનાક દેખાઈ રહી છે. ટીમે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 4 મેચ રમી છે, જે બધી જીતી છે. 8 પોઈન્ટ સાથે તેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

રિયાન પરાગ (કેપ્ટન), શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, અમન રાવ પેરાલા, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, યુદ્ધવીર સિંહ ચરક, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્વેના મફાકા, રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને, કુલદીપ સેન, સંદીપ શર્મા, નંદ્રે બર્ગર, દાસુન શનાકા.

ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, આર સ્મરણ, સલિલ અરોરા, બ્રાઈડન કાર્સ, હર્ષ દુબે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, નીતીશ કુમાર રેડ્ડી, કામિન્દુ મેન્ડિસ, હર્ષદ પટેલ, જયદેવ ઉનડકટ, શિવમ માવી, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, જીશાન અંસારી, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, અમિત કુમાર, ઓમકાર તરમાલે, ડેવિડ પેન.

World : ઇરાન સાથે યુદ્ધમાં સોદો કર્યા વિના બહાર નીકળવાની અમેરિકાની તૈયારી, જાણો શું છે મામલો?

0

પાકિસ્તાનમાં શાંતિ બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું. પણ તેણે ચોક્કસપણે અમેરિકાને યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો છે. આ બેઠક પછી વોશિંગ્ટનથી મળેલા સંકેતો સૂચવે છે કે અમેરિકા કોઈ નક્કર કરાર વિના યુદ્ધમાંથી બહાર નીકળી શકે છે. આ પટકથા મધ્ય પૂર્વમાં પણ લખાઈ રહી છે. આની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુદ્ધના મૂડમાં નથી. અમેરિકાને ખ્યાલ આવ્યો છે કે, હુમલો તેમને ફાયદો કરી શકે છે કે નહીં, પરંતુ તે ચોક્કસપણે નુકસાન પહોંચાડી શકે છે.

  1. ઇસ્લામાબાદ મંત્રણા પહેલાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો કરાર નિષ્ફળ જાય, તો તેઓ તેહરાનને વધુ નુકસાન કરશે. બંને દેશો વચ્ચેનો કરાર નિષ્ફળ ગયો છે. આમ છતાં, અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો ન હતો. તેના બદલે, ટ્રમ્પે ઈરાનને બદલે હોર્મુઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે હોર્મુઝના ઈરાનને ટોલ ચૂકવ્યા પછી ઓમાનના અખાતમાં પ્રવેશનાર કોઈપણ જહાજનો નાશ કરવામાં આવશે.
  2. શાંતિ કરાર સુધી પહોંચવું સરળ નથી. કારણ કે ઈરાન ઢીલું મૂકવાના મૂડમાં નથી. ઈરાને તેના સમૃદ્ધ યુરેનિયમને સ્થાનાંતરિત કરવાનો ઇનકાર કર્યો છે. તે કહે છે કે તેઓ ઈરાનમાં જ યુરેનિયમ રિફાઇન કરશે. ઈરાને હોર્મુઝ પર ટોલ માંગ્યો છે. ટ્રમ્પ 2015માં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર જેવો કોઈ કરાર કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો ટ્રમ્પ 2015ના કરાર કરતાં હલકી ગુણવત્તાવાળા નવા કરારને અંતિમ સ્વરૂપ આપે છે, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
  3. યુદ્ધમાં પહેલીવાર, પાકિસ્તાની સૈનિકોને સાઉદી અરેબિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. ખરેખર, ગલ્ફ દેશોને લાગે છે કે ટ્રમ્પ તેમને એકલા છોડી શકે છે. તેથી, ગલ્ફ દેશોએ પોતાની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સાઉદી અરેબિયાએ પોતાની સુરક્ષા માટે 13,000 પાકિસ્તાની સૈનિકોને રિયાધ બોલાવ્યા છે. તેવી જ રીતે, કુવૈત, યુએઈ અને કતારએ પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
  4. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ઈરાન યુદ્ધમાં આગળ વધવાનો અર્થ હવે સૈનિકો તૈનાત કરવાનો છે. રાષ્ટ્રપતિ સમજે છે કે આનાથી કોઈ ફાયદો થઈ શકે છે કે નહીં, પરંતુ તે ચોક્કસપણે નુકસાનમાં પરિણમી શકે છે. તેથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જોખમ લેવા માટે અનિચ્છા ધરાવે છે. આ જ કારણ છે કે, પાકિસ્તાનની મદદથી, ટ્રમ્પે પોતાને યુદ્ધમાંથી બહાર કાઢ્યા છે. હવે, ટ્રમ્પ ઇચ્છે છે કે જે પણ પ્રક્રિયા થાય તે સરળ અને સરળ બને. તેમને કોઈ ઉતાવળ નથી.