Home Blog Page 154

Top News : દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ

0

ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ₹12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.

ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે. સવારે 11.40 વાગ્યે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. બપોરે 12.30 વાગ્યે દેહરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કરશે.

આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર 2.5 કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ (ROB), 4 મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે.

આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળોએ પહોંચવું સરળ બનશે. તે માત્ર મુસાફરી જ નહીં, પણ સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસના નવા દ્વાર ખોલશે. પીએમઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ વડાપ્રધાનના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

Bihar : કોણ છે સમ્રાટ ચૌધરી? BJPના કેવી રીતે બન્યા ફેવરીટ ? જાણો રાજકીય ઇતિહાસ

0

સમ્રાટ ચૌધરી RJD અને JDUમાં સેવા આપી ચૂક્યા છે. તેમણે 2025ની ચૂંટણીમાં તારાપુરથી જંગી જીત મેળવી હતી. તેમના પિતા શકુની ચૌધરી પણ રાજકારણમાં સક્રિય હતા. ચૌધરીની રાજકીય કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે.

બિહારમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની છે. નીતિશ કુમાર બાદ કોણ બિહારનું સુકાન સંભાળશે તે નામને લઇને ચર્ચાઓ તેજ બની છે. આ ચર્ચામાં હાલના બિહારના ડે.સીએમ સમ્રાટ ચૌધરીનું નામ મોખરે છે. ત્યારે આવો જાણીએ કોણ છે સમ્રાટ ચૌધરી અને શું છેતેમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ.

કોઈરી (કુશવાહ) સમુદાયના ચૌધરી, નીતિશ કુમારની આગેવાની હેઠળની NDA સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ માટે એક મજબૂત દાવેદાર છે. ભાજપની OBC છબીને મજબૂત બનાવનારા આ ગતિશીલ નેતાએ ઉથલપાથલભરી રાજકીય સફર કરી છે.

ચૌધરીએ 1990 માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી.
1999માં તેઓ રાબડી દેવી સરકારમાં કૃષિ મંત્રી બન્યા, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના વિવાદને કારણે નવેમ્બર 1999માં તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા.
તેઓ 2000 અને 2010માં પરબટ્ટા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, અને 2010માં વિરોધ પક્ષના મુખ્ય દંડક બન્યા હતા.
2014માં, તેઓ જનતા દળ (યુનાઇટેડ) માં જોડાયા હતા અને જીતન રામ માંઝી સરકારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તરીકે સેવા આપી હતી.
2017 પછી ભાજપમાં ઉદય
સમ્રાટ ચૌધરી 2017-18માં ભાજપમાં જોડાયા અને ઝડપથી પદોન્નતિ પામ્યા.
તેઓ બિહાર ભાજપના ઉપપ્રમુખ અને પ્રમુખ બંને બન્યા.
તેઓ 2020માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.
મંત્રી પદો: તેમણે 2021-2022માં પંચાયતી રાજ મંત્રીનું પદ સંભાળ્યું હતું.

વિપક્ષનું નેતૃત્વ: ઓગસ્ટ 2022 થી ઓગસ્ટ 2023 સુધી, તેઓ બિહાર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા.

પ્રદેશ પ્રમુખ: તેમણે માર્ચ 2023 થી જુલાઈ 2024 સુધી બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ભાજપ સત્તામાં પાછી ન આવે ત્યાં સુધી પાઘડી પહેરવાની અને તેને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી.

જાન્યુઆરી 2024 માં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી, તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા.
તેમણે નાણાં, આરોગ્ય અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા.
2025 ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે તેમની પૈતૃક બેઠક તારાપુર પરથી 122,480 મતોથી જંગી વિજય મેળવ્યો, જેમાં RJD ના અરુણ કુમારને 45,843 મતોના મોટા માર્જિનથી હરાવ્યા.
તેમના પિતા, શકુની, પણ દાયકાઓ સુધી ધારાસભ્ય હતા.

સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર, 1968 ના રોજ મુંગેર જિલ્લાના લખનપુર ગામમાં થયો હતો. તેઓ કોઈરી જાતિના છે.
તેમનો પરિવાર દાયકાઓથી બિહારના રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે. તેમના પિતા, શકુની ચૌધરી, સાત વખત ધારાસભ્ય અને સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમની માતા, પાર્વતી દેવી, 1995 માં તારાપુરથી ધારાસભ્ય હતા.
કેટલુ ભણેલા છે સમ્રાટ ચૌધરી

ચૌધરીએ તેમનું શાળાકીય શિક્ષણ તેમના વતનમાં પૂર્ણ કર્યું. ભલે તેઓ મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ લિટરેચર (ડી. લિટ.) ની ડિગ્રીને તેમના ઉચ્ચ શિક્ષણ તરીકે દર્શાવે છે, તેમનું શિક્ષણ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે, તેમણે 2010 ના ચૂંટણી સોગંદનામામાં ફક્ત 7 મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને પ્રશાંત કિશોરે 2025 માં તેમની ડિગ્રીની અધિકૃતતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમની પત્ની, મમતા કુમારી, એક વકીલ છે, અને તેમને બે બાળકો છે.

National : નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા

0

ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ અત્યંત હિંસક રહ્યું છે. સોમવારે 80થી વધુ સ્થળોએ 40 હજારથી વધુ ફેક્ટરી કર્મચારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હિંસાના મામલે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

આ હિંસામાં હવે એક નવો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભરે દાવો કર્યો છે કે આ હિંસા ભડકાવવા પાછળ વિદેશી તાકાતો અથવા ‘પાકિસ્તાની લિંક’ હોઈ શકે છે. હાલમાં જ પકડાયેલા કેટલાક આતંકવાદીઓના સંદર્ભમાં પોલીસ આ એન્ગલથી તપાસ કરી રહી છે કે શું શ્રમિકોને ઉશ્કેરવા પાછળ કોઈ ષડયંત્ર છે.

સરકારે વેતન વધાર્યું પણ શ્રમિકો સંતુષ્ટ નહીં

હિંસક દેખાવોને જોતા ઉત્તર પ્રદેશ સરકારે તાત્કાલિક અસરથી લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.

અકુશળ શ્રમિકો: રૂ. 11,313 થી વધારીને 13,690

અર્ધ-કુશળ શ્રમિકો: રૂ. 15059

કુશળ શ્રમિકો: રૂ. 16868

શ્રમિકોની માંગ- 20થી 25 હજાર હોવો જોઈએ પગાર

આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ ગણવામાં આવશે. તેમ છતાં, શ્રમિકોની માંગ છે કે મોંઘવારીને જોતા પગાર ઓછામાં ઓછો 20થી 25 હજાર હોવો જોઈએ. કેટલાક અફવાખોરોએ શ્રમિકોને એવી ખોટી માહિતી આપી છે કે સરકારે 20 હજાર પગાર નક્કી કર્યો છે પણ માલિકો આપતા નથી, જેના કારણે રોષ વધ્યો છે.

માત્ર ફેક્ટરી જ નહીં, પણ હવે સેક્ટર 121 જેવી સોસાયટીઓમાં કામ કરતી મેડ (ઘરકામ કરતી મહિલાઓ) અને સફાઈ કામદારોએ પણ પગાર વધારાની માંગ સાથે પથ્થરમારો શરૂ કર્યો છે. નોઈડાના સેક્ટર 70 અને 80માં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે અને ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

National : દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ

0

ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ₹12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.

ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે. સવારે 11.40 વાગ્યે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. બપોરે 12.30 વાગ્યે દેહરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કરશે.

આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર 2.5 કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ (ROB), 4 મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે. દાત કાલી મંદિર પાસે 370 મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.

આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળોએ પહોંચવું સરળ બનશે. તે માત્ર મુસાફરી જ નહીં, પણ સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસના નવા દ્વાર ખોલશે. પીએમઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ વડાપ્રધાનના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

Gujarat : ભાવનગર ટ્રેનોમાં મફતની મુસાફરી ભારે પડી, રૃા.૦૭.૧૫ કરોડના દંડની વસૂલાત

0

 ભાવનગર રેલવે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફે ગત વર્ષ દરમિયાન રેલવેમાં મફતની મુસાફરી કરતા એક લાખથી વધુ લોકોને પકડયા હતા. જેમના થકી રેલવેને ૭.૧૫ કરોડની રેકોર્ડબ્રેક આવક થવા પામી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટ્રેનોમાં બિનટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા મુસાફરો સામે ભાવનગર રેલવેના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગ અભિયાન ચલાવાયું હતું. જેના પરિણામ સ્વરૃપ ગત નાણાંકીય વર્ષ દરમિયાન ૧,૦૫,૯૨૮ કેસોમાંથી ૭.૧૫ કરોડની આવક થઈ હતી. જે ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષના ૭૨,૬૫૭ કેસમાંથી પ્રાપ્ત થયેલ ૪.૮૧ કરોડની રકમની સરખામણીએ ૪૮.૮ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. 

વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી વ્યક્તિગત લક્ષ્યથી દંડની રકમ વધુ વસૂલ કરનાર પાંચ ટિકિટ ચેકીંગ સ્ટાફ એમ.ડી. મકવાણા (મુખ્ય વાણિજ્ય લિપિક-ગોંડલ), રાહુલ શર્મા (સીસીટીસી-વેરાવળ), પી.આર. ત્રિપાઠી (સીસીટીસી-બોટાદ), અશોક મુરાની (વાણિજ્ય અધિક્ષક-જૂનાગઢ) અને આર.એન. ગોહિલ (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક-ભાવનગર)ને અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીઆરએમ દિનેશ વર્માના હસ્તે પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા.

National : દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ

0

હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિન્દ મહાસાગરમાં વાતાવરણની સિસ્ટમ આ વર્ષે જુદી હોવાથી તેની અસર દેશના અનેક રાજ્યોમાં પડશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદ થશે એ ૯૨ ટકા થશે. દેશમાં સરાસરીથી થોડો ઓછો વરસાદ થશે. એમાંય વળી અમુક રાજ્યોમાં અતિવૃષ્ટિ તો અમુકમાં ઘણો ઓછો વરસાદ થાય એવી સંભાવના છે.

હવામાન વિભાગે ૧૯૭૧થી ૨૦૨૦ની અવધિના ૮૭ સેન્ટીમીટરના આધારે ચાલુ વર્ષના ચોમાસાની શક્યતા વ્યક્ત કરી છે. હજુ આ લાંબી અવધિનું પૂર્વાનુમાન છે એટલે કદાચ આગામી દિવસોમાં જો વાતાવરણ પલટાય તો તેની અસર પડવાની શક્યતા ખરી, છતાં સરેરાશ આ વર્ષે ૯૨ ટકા વરસાદની શક્યતા છે. ચોમાસું ધારણાંથી થોડું નબળું રહેશે. જો એવું થશે તો ખેતી, પશુપાલન અને જળસંસાધનમાં અસર થશે.

પૂર્વાનુમાનોમાં અલ નીનોની અસર વિશે કહેવાયું છે. અલ નીનોના કારણે દેશમાં આ વર્ષે ગરમી પણ વધારે પડવાની શક્યતા છે અને વરસાદનું સાતત્ય પણ ખોરવાશે. પૂર્વોત્તરના રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણના રાજ્યોમાં સરેરાશ જેટલો વરસાદ થાય છે એટલો જ થશે. અમુક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ શકે છે. સૌથી વધુ અસર ઉત્તર અને મધ્યભારતના રાજ્યોમાં થવાની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યોમાં દૂકાળ કે પછી ઘણો ઓછો વરસાદ થશે. દક્ષિણ-પશ્વિમના ચોમાસા વખતે અલ નીનોની તીવ્ર અસર રહેશે. તેના કારણે ચોમાસું નબળું રહી શકે છે. જૂન સુધી તો દેશમાં લગભગ વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી વાતાવરણ પલટાશે. ઈન્ડિયન ઓસન ડિપોલની અસર રહેવાની હોવાથી દેશના વાતાવરણમાં વારંવાર પરિવર્તન જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે. હવામાન વિભાગે દૂકાળ ક્યા રાજ્યોમાં પડી શકે તે બાબતે હજુ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ઉત્તર ભારત, ખાસ તો ગંગા નદીના કિનારે તેની વધારે અસર થઈ શકે છે.

National : નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા

0

વધી રહેલી મોંઘવારી વચ્ચે ખાનગી કંપનીના કર્મચારીઓ ઓછા પગાર મુદ્દે આંદોલન પર ઉતરી આવ્યા છે. નોઇડામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ આંદોલન હિંસામાં ફેરવાઇ ગયું છે, કર્મચારીઓએ કંપનીઓ પર ઓછો પગાર આપીને વધુ કામ કરાવવા સહિતના આરોપો લગાવ્યા છે અને અનેક વાહનોને આગ લગાવી દીધી છે. ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જ્યારે વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. 

મહિને માત્ર ૧૫ હજાર રૂપિયાનો પગાર, બદલામાં આઠ કલાકથી વધુની કાળી મજૂરી કરાવતી કંપનીઓ પ્રત્યે અંતે આ મજૂરો કે કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. વધેલી મોંઘવારીમાં મહિનાનો ખર્ચો કાઢવો મુશ્કેલ થઇ જતા અકળાયેલા નોઇડાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક મજૂરોનો દાવો છે કે માત્ર ૧૫ હજાર પગાર અપાય છે પરંતુ બદલામાં ૧૨ કલાક સુધી કામ લેવામાં આવે છે. માત્ર આઠ કલાક સુધીની શિફ્ટ હોવી જોઇએ. ધરણા પ્રદર્શનમાં સામેલ લક્ષ્મીએ કહ્યું હતું કે અમારી માગણી માત્ર એટલી જ છે કે જો આઠ કલાકથી વધુ કામ કરાવો તો ઓવર ટાઇમના રૂપિયા આપો, મહિનાનો લઘુતમ પગાર ૨૦ હજાર રૂપિયા હોવો જોઇએ. કંપનીઓ અમારુ શોષણ કરી રહી છે. યોગ્ય સમયે અમે લોકો ભોજન પણ નથી કરી શકતા. સુરક્ષાની પણ કોઇ જ વ્યવસ્થા નથી. 

અન્ય એક પ્રદર્શન કરી રહેલ કર્મચારીએ કહ્યું હતું કે કૂકિંગ ગેસથી લઇને રૂમનુ ભાડુ, સ્કૂલ ફી બધુ જ વધી રહ્યું છે પરંતુ અમારો પગાર નથી વધી રહ્યો. મહિનાના માત્ર ૧૩ હજાર રૂપિયામાં અમે ઘરનો ખર્ચો કેવી રીતે ચલાવીએ. પ્રદર્શનમાં સામેલ રાજેશે કહ્યું હતું કે અમારા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો? કર્મચારીઓનો એવો પણ આરોપ છે કે કંપનીઓ તેમની સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે કોઇ ઓડિટ કે તપાસ માટે આવે ત્યારે કંપનીઓ ઓન રેકોર્ડ કર્મચારીઓનો પગાલ ૨૫ હજાર રૂપિયા દર્શાવે છે પરંતુ આપે છે માત્ર ૧૫ હજાર કે તેથી ઓછા. નોઇડામાં આ વિરોધ પ્રદર્શનો એવા સમયે શરૂ થયા છે જ્યારે હરિયાણામાં સરકારે લઘુતમ વેતન ૩૫ ટકા વધારી દીધુ છે. 

જેને પગલે હવે અન્ય રાજ્યોમાં પણ લઘુતમ વેતન વધારવાની માગણી થવા લાગી છે. નોઇડામાં મોટાભાગની પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓ એક સાથે હડતાળ પર ઉતરી આવ્યા છે. જેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે. રોષે ભરાયેલા કર્મચારીઓએ કંપનીઓની ઇમારતો, વાહનો પર પથ્થરમારો કર્યો હતો, અનેક કારોને સળગાવી દેવાઇ છે જેમાં પોલીસ વેનનો પણ સમાવેશ થાય છે. ભારે રોષ વચ્ચે કંપનીઓએ કર્મચારીઓને લેખિતમાં ખાતરી આપી હતી જોકે તેમ છતા કર્મચારીઓ કામ પર પરત ફરવા તૈયાર નથી, તેમનો આરોપ છે કે આવા અનેક વખત વચનો અપાઇ ચુક્યા છે જે માત્ર કાગળ પર છે. 

કર્મચારીઓએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર કાયદાનો યોગ્ય રીતે અમલ કરાવવા પણ દબાણ વધાર્યું છે. જ્યારે સરકારે સમગ્ર મામલે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે અને કંપનીઓને શ્રમ કાયદાનું પાલન કરવા આદેશ આપ્યો છે.   

Bollywood : કરીનાએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ

0

કરીના કપૂર એરપોર્ટ પર લાઈનને અવગણીને આગળ વધી બાદ તેને ભારે ટ્રોલ કરાઈ હતી. 

કરીના એરપોર્ટમાં  લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી  અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું. ત્યારબાદ લોકોએ આ વિડીયો પર જાત ભાતની ટિપ્પણી કરી હતી. 

લોકોએ કહ્યું હતું કે સિનિયર સિટિઝન પણ લાઈનમાં ઊભા હોય છે. અનેક બીમાર તથા દિવ્યાંગ લોકો પણ લાઈનમાં હોય છે ત્યારે કરીનાનું આ વલણ વખોડવા  લાયક છે. તેને બહુ મોડું થઈ ગયું હોય તો કમસેકમ તે અન્ય લોકોને વિનંતી પણ કરી શકી હોત. 

જોકે, આ વિડીયો અંગે કરીનાનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી. 

Vadodara : ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી

0

વડોદરા,પ્રતાપનગર રોડ ઓ.એન.જી.સી.માં ગવેશના ભવનની ઓફિસના ત્રીજા માળેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઓ.એન.જી.સી. ના ગવેશના ભવનમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આજે સવારે ૧૦ વાગ્યે મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રીજા માળે બાથરૃમની નજીકથી એક તાજી જન્મેલી બાળકી મળી હતી. બાથરૃમમાં પણ લોહીના ડાઘા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકી તાજી જન્મેલી તેમજ બિનવારસી હાલતમાં હોઇ તેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કોણ બિલ્ડિંગમાં આવ્યું અને ગયું, તે અંગે તપાસ શરૃ કરી છે. દરમિયાન એવી વિગતો ચર્ચામાં આવી છે કે, શ્રમજીવી પરિવારની સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો છે. પોલીસ કહે છે કે, અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

Vadodara : શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો

0

વડોદરાઃ એક તરફ પોલીસ ભારદારી અને ખાનગી વાહનો તથા રીક્ષા ચાલકો સામે આંખ આડા કાન કરે છે તો બીજી તરફ શહેરના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની જાગૃતિ અને ઈચ્છા શક્તિ બતાવી રહ્યા નથી.

વડોદરામાં લોકોની ટ્રાફિક સેન્સ પર ટ્રાફિક પોલીસના આંકડા સવાલો ઉઠાવી રહ્યા છે.એક વર્ષમાં ટ્રાફિકના નિયમો તોડવાના મામલામાં ભારે ઉછાળો આવ્યો છે.ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ બદલ લોકોને અપાતા ચલણની સંખ્યા બે વર્ષમાં જ ત્રણ ગણી થઈ ગઈ છે.ટ્રાફિક પોલીસના આંકડા અનુસાર ૨૦૨૪માં ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ લોકોને ૧.૭૮ લાખ ચલણ આપવામાં આવ્યા હતા.જ્યારે ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૬.૫૩ લાખ પર પહોંચી ચૂકી છે.

પોલીસનું કહેવું છે કે, ટ્રાફિકના નિયમોના પાલન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પણ તેની લોકો પર મર્યાદિત અસર પડી છે.ખાસ કરીને પીક અવર્સમાં લોકો ટ્રાફિકના નિયમોનો સૌથી વધારે ભંગ કરે છે.જેમાં ઓવર સ્પિડિંગ, સિગ્નલ તોડવાનો અને રોંગ સાઈડ પર વાહન ચલાવવાનો સમાવેશ થાય છે.જે અકસ્માતો માટે પણ કારણભૂત બને છે.પોલીસના મતે ટુ વ્હીલર ચાલકો દ્વારા હેલમેટ નહીં પહેરવાના અને કાર ચાલકો દ્વારા સીટ બેલ્ટ નહીં પહેરવાના ચલણ સૌથી વધારે હોય છે.

કયા પ્રકારના ગુનામાં કેટલા ચલણ અપાયા

ગુનો ૨૦૨૪ ૨૦૨૫ કેટલો વધારો

ત્રણ સવારી ૨૪૫૨૪ ૧.૧૮ લાખ ૩૮૧ ટકા

હેલમેટ વગર ડ્રાઈવિંગ ૧૮૦૯૩ ૧.૮૧ લાખ ૯૦૫ ટકા

સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ ૫૯૭૨૬ ૯૭૧૮૨ ૬૨ ટકા

ડ્રાઈવિંગ વખતે ફોન પર વાત ૧૩૫૯૮ ૨૪૬૨૦ ૮૧ ટકા

ડોક્યુમેન્ટનો અભાવ ૫૬૮૦ ૨૪૬૨૨ ૩૩૩ ટકા

જોખમી ડ્રાઈવિંગ ૧૬૨૫૩ ૫૦૬૯૫ ૨૧૧ ટકા

સિગ્નલ તોડવો ૩૪૫૬ ૧૩૨૬૬ ૨૮૩ ટકા

૧૫૦ લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવા ભલામણ

૨૦૨૫માં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો છાશવારે ભંગ કરનારા ૧૫૦ લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ આરટીઓને કરી હતી.આ પૈકી ૧૦૬ લોકો ગુજરાતના હતા અને બાકીના અન્ય રાજ્યોના હતા.

નિયમો અંગે તો જાગૃતિ છે પણ પોતાની સુરક્ષા માટે નથી

એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના અધ્યાપક અને ટ્રાફિક એક્સપર્ટ ઉમંગ મોદીનું કહેવું છે કે, સોશ્યલ મીડિયાના યુગમાં લોકોની ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ તો વધી છે.લોકોને ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી ચલણ મળશે તે પણ ખબર પડે છે પણ લોકો પોતાની સુરક્ષા માટે જાગૃત નહીં હોવાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી.ઉપરાંત આપણી સિસ્ટમ પ્રો એક્ટિવ નથી પણ રિએકટિવ છે.જેના કારણે ટ્રાફિકને લગતા ગુના વધી રહ્યા છે.

નિયમોનો અસરકારક અમલ કરવાથી ચલણની સંખ્યા વધી

ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવવામાં આવી રહ્યું છે.સીસીટીવી કેમેરાના નેટવર્કનો વ્યાપ વધ્યો હોવાથી હવે ટ્રાફિક નિયમો તોડનારા લોકો પર વધારે અસરકારક રીતે નજર રાખી શકાય છે.જેના કારણે ચલની સંખ્યા વધી છે.