Home Blog Page 17

National : અમરિંદર સિંહ રાજા વડિંગે પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું

0

પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જોકે, તે પહેલાં રાજ્ય કોંગ્રેસ સંગઠનમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રો સૂચવે છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ પંજાબ કોંગ્રેસ પ્રમુખના પદમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. પાર્ટી અમરિંદર સિંહ રાજા વડિંગના સ્થાને વિજય ઇન્દર સિંગલાને પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરી શકે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ કોંગ્રેસમાં સતત ઝઘડો ચાલી રહ્યો છે. સૂત્રોએ હવે ખુલાસો કર્યો છે કે અમરિંદર સિંહ રાજા વડિંગે પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે.

આંતરિક ઝઘડા વચ્ચે વડિંગનું રાજીનામું

અહેવાલો અનુસાર, અમરિંદર સિંહ રાજા વડિંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું હાઇકમાન્ડને મોકલી આપ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ તેમને પંજાબ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ફોન કર્યો હતો. અહેવાલો અનુસાર પંજાબ કોંગ્રેસ એકમમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે વારિંગે બુધવારે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે અમરિંદર સિંહ રાજા વડિંગના રાજીનામા બાદ ઘણી રાજ્ય કોંગ્રેસ સમિતિઓમાં પણ ઉથલપાથલનો સામનો કરવો પડી શકે છે.

રાજા વડિંગે શું કહ્યું?

પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વડિંગે જણાવ્યું હતું કે તેઓ આ સમયે આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. “સમય આવશે ત્યારે હું તમને જણાવીશ,” વડિંગે સંકેત આપ્યો હતો કે કેટલીક બાબતો પાર્ટીની આંતરિક છે. વડિંગે જણાવ્યું હતું કે તેઓ હમણાં જ એક પ્રવાસ પરથી પાછા ફર્યા છે અને યોગ્ય સમયે સંપૂર્ણ વિગતો આપશે.

નવા પ્રમુખની રેસમાં કયા નેતાઓ છે?

માહિતી અનુસાર, કોંગ્રેસ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે તેના પંજાબ એકમના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી શકે છે. આ વખતે કોંગ્રેસ હિન્દુ ચહેરો રજૂ કરી શકે છે. આ રેસમાં એક મુખ્ય નામ ઓલ ઈન્ડિયા કોંગ્રેસના સહ-કોષાધ્યક્ષ વિજય ઈન્દર સિંગલાનું છે, જે પ્રમુખ પદની રેસમાં આગળ છે. પીટીઆઈ અનુસાર, કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય સિંગલાને 1 જુલાઈના રોજ પાર્ટીની ચૂંટણી વ્યવસ્થાપન અને સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ રાણા કેપી, ગુરદાસપુરના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા, પ્રગટ સિંહ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ રેસમાં છે

Bollywood : 17 વર્ષે વિદ્યા બાલન અને બાલ્કિ તમિલ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે

0

અભિનેત્રી વિદ્યા બાલને ઇન્સ્ટા સ્ટોરીમાં જાહેરાત કરી કે, તેઓ ડિરેક્ટર આર. બાલ્કિ સાથે ૧૭ વર્ષ પછી એક તમિલ ફિલ્મમાં ફરી કામ કરી રહ્યા છે. આ અગાઉ તેમણે ૨૦૦૯માં ‘પા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. વિદ્યા બાલનની રજનીકાન્ત સાથેની ‘જેલર ટુ’ ૧૫ ઓક્ટોબરે અને અક્ષય કુમાર સાથેની કોમેડી ફિલ્મ ૪ ડિસેમ્બરે રિલીઝ થશે

૨૦૦૯માં રજૂ થયેલી ‘પા’ ફિલ્મ બાદ ફરી એકવાર નિર્દેશક આર, બાલ્કિ એક તમિલ ફિલ્મમાં સાથે કામ કરી રહી હોવાની જાહેરાત એક્ટ્રેસ વિદ્યા બાલને એક ઇન્સ્ટા સ્ટોરીમાં કરી હતી. વિદ્યા અને બાલ્કિ ૧૭ વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. વિદ્યા બાલનની રજનીકાન્ત સાથેની બીગ સ્ક્રિન એન્ટરટેઇનર ફિલ્મ ‘જેલર ટુ’ પણ પંદરમી ઓક્ટોબરે રિલિઝ થવા જઇ રહી છે. રજનીકાન્તની આ ફિલ્મમાં પણ વિદ્યા બાલને મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત અનીસ બાઝમીની એક કોમેડી ફિલ્મમાં પણ વિદ્યા બાલન અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે જે ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલિઝ થઇ રહી છે. વિદ્યા બાલનની બે ફિલ્મો ૨૦૨૪માં રજૂ થઇ હતી.

Business : ક્રૂડ આંચકા પચાવી ફરી ઉંચકાયું: સોનાના ભાવ વધ્યા: ચાંદીમાં ઘટાડા તરફી વલણ

0

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. પ્લેટીનમના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાઈ ઔંસના ૪૨૦૦ ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આ જે સોનાના ભાવ ધીમી ગતિએ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ ફરી વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.


દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૨૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૬૦.૮૬થી ૬૦.૮૭ વાળા ઘટી નીચામાં ભાવ ૬૦.૫૬ થઈ ૬૦.૬૮થી ૬૦.૬૯ ડોલર રહ્યા હતા. સોનાના વૈશ્વિક ભાવ આજે ૪૧૫૨થી ૪૧૫૩ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૦૨થી ૪૨૦૩ થઈ ૪૧૮૭થી ૪૧૮૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી બજારમાં દાખલ થયાના વાવડ મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સ ોનાના ભાવ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૭૨૯૬ તથા ૯૯૯ના રૂ.૧૪૭૮૮૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૨૦૦ ઘટી રૂ.૨૨૦૪૩૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પેલેડીયમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૫૭૯૫૦ વાળા રૂ.૫૮૧૯૨ રહ્યા હતા.


વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસદીઠ ૧૭૦૧થી ૧૭૦૨ વાળા વધી ૧૭૨૭ થઈ ૧૭૧૩થી ૧૭૧૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જોકે ૧૨૩૩થી ૧૨૩૪ વાળા ઘટી ૧૨૧૩થી ૧૨૧૭થી ૧૨૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૩ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઘટયા પછી ફરી વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૪.૩૬ વાળા નીચામાં ભાવ ૧૦૧.૯૨ થઈ ૧૦૩.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૮.૫૮ થઈ ૯૦.૮૦ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કર તથા એલએનજી ટેન્કરો પર ફરી હુમલાઓ થયાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર પોતાની હસ્તક રહેલા ક્રૂડતેલના વ્યુહાત્મક સ્ટોકમાંથી આશરે ૪૦૦ લાખ બેરલ્સ ક્રૂડતેલનો જથ્થો બજારમાં છૂટ્ટો કરનાર હોવાના સમાચાર પણ મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૧૭થી ૧૮ લાખ બેરલ્સ વધ્યાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

World : ટ્રમ્પે એઆઈનું નામ બદલ્યું, હવે ‘સુપર ઇન્ટેલિજન્સ’ના નામે ઓળખાશે

0

નામ બદલવાનો ઇજારો ફક્ત ભારતીયોનો જ નથી, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ તેમાથી જરા પણ પાછા પડે તેમ નથી. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની બધે બોલબાલા છે, પરંતુ ટ્રમ્પ તંત્રએ એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. તેથી અમેરિકા સરકારી કામકાજમાં હવે એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ સંદર્ભમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે. તેના પછી અમેરિકન એજન્સીઓને હવે એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે એઆઈ ટેકનોલોજી ઘણી ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. આજના એઆઈ મોડેલ ફક્ત સવાલોના જવાબ આપવા કે ટેક્સ્ટ લખવા સુધી સીમિત નથી. તે કોડિંગ, રિસર્ચ એનાલિસ્ટ અને ઘણા બીજા કામ કરી શકે છે. આ જ કારણે અમેરિકા પોતાની સરકારી ભાષામાં એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.


જો કે આનો અર્થ ેએવો ન કરી શકાય કે જૂના બધા સરકારી દસ્તાવેજોને બદલવામાં આવશે. જૂના રેકોર્ડ પહેલા જારી નિયમ અને જૂના કોન્ટ્રાક્ટને બદલવાની જરૂર નહીં પડે. સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ટેકનોલોજીના વિશ્વમાં એવો અર્થ થાય છે કે તે માનવીય બુદ્ધિમતાથી આગળ નીકળી જાય. અમેરિકાના એક આદેશમાં તેનો ઉપયોગ હાલમાં એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે એક સરકારી શબ્દ તરીકે કરવામાં આવી રહ્યો છે.


અમેરિકા આ આદેશનો ઉપયોગ વર્તમાન એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે સરકારી શબ્દ તરીકે કરવા માંડયું છે. સરકાર આગળ ચાલીને સુપર ઇન્ટેલિજન્સની સત્તાવાર વ્યાખ્યા સુનિશ્ચિત કરશે. આના લીધે વર્તમાન એઆઈ ટૂલ્સ જેવા કે ચેટજીપીટી કે બીજા એઆઈ પ્લેટફોર્મના નામ બદલાયા નથી. આ પરિવર્તન મુખ્ય રીતે સરકારી ભાષા અને સરકારી કમ્યુનિકેશનમાં કરવામાં આવ્યું છે.


ટ્રમ્પે ટેક ઇન્ડસ્ટ્રીના ટોચના વડાઓ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કર્યા પછી આ નિર્ણય લીધો. આ બેઠકમાં સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, મેટાના માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સુંદર વિચાઈ અને એનવિડીયાના જેન્સેન હુઆંગ સહિત કેટલીય અગ્રણી કંપનીઓના સીઇઓ હાજર હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે અને અમેરિકાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગુ્રપની મોટી કંપનીઓએ કરાર કર્યો છે, તેના અન્વયે આ કંપનીઓના આગેવાનોએ વ્હાઇટ હાઉસ સાથે કરાર કર્યા છે કે તે સેલ્ફ પોલિસિંગ કરશે. એટલે કે એઆઈના વિકાસ પર તે સ્વનિયંત્રણ રાખશે. એક રીતે આ તેઓનું સેલ્ફ ડેકલેરેશન છે.

National : દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે નો-યુપીઆઈ-ડે મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

0

કેન્દ્ર સરકારના યુપીઆઈના વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો વિરોધ દેશવ્યાપી ધોરણે વેપારી વર્ગમાં વધ્યો છે. આ પગલાના વિરોધમાં વેપારીઓએ બીજી ઓકટોબરે સમગ્ર ભારતમાં નો-યુપીઆઈ-ડે (યુપીઆઈ વગરનો દિવસ) તરીકે મનાવવાનું નક્કી કર્યું હોવાનું ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.


આ ઉદ્યોગ વ્યાપાર મંડળના વડપણ હેઠળ દેશભરના આગેવાન વિવિધ વેપારી સંગઠનોને સામિલ કરતી વિડીયો કોન્ફરન્સ મિટિંગ યોજવામાં આવી હતી તથા દેશભરના આશરે ૧૭ રાજ્યોના વેપારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના આ પગલાંનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તથા બીજી ઓકટોબરે નો-યુપીઆઈ-ડે તરીકકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું વેપારી સંગઠનોના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી ઓકટોબરે વેપારી સંગઠનો મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સરકાર વિરુદ્ધ ઝુંબેશનો આરંભ કરનાર છે.
આ ઉપરાંત દરેક રાજ્યોના વેપારી સંગઠનો પોતાના વિસ્તારમાં સંસદ સભ્યોને આવેદન પત્ર આપી વેપારીઓની નારાજગી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરશે.


દરમિયાન, ૧૦મી ઓકટોબરે દેશવ્યાપી ધોરણે વેપારીઓ પોતાના રાજ્યોમાં તથા શહેરોમાં ધરણાઓ યોજીને સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરશે તથા ૧૫મી ઓકટોબરે કાળા દિવસ તરીકે વેપારીઓ ફરી નો-યુપીઆઈ-દિવસ તરીકે મનાવી એમડીઆર ચાર્જ સામે જોરદાર વિરોધ નોંધાવશે એવું વિવિધ વેપારી સંગઠનોના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે મોબાઈલ રિટેઈલર્સ એસોસિએશન જેવા એકાદ બે સંગઠનોએ આ વિરોધમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.

Sports : એશિયન ગેમ્સ 2026: 11મા દિવસે 2 ગોલ્ડ સાથે મેડલની સંખ્યા 52 એ પહોંચી

0

જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલા એશિયન ગેમ્સ 2026 માં 11મો દિવસ ભારત માટે ખૂબ જ સુવર્ણ સાબિત થયો છે. આ મલ્ટી-સ્પોર્ટસ ઈવેન્ટના 11મા દિવસે ભારતીય રમતવીરોએ અદ્ભુત રમત બતાવીને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત અનેક મહત્વપૂર્ણ સફળતાઓ મેળવી હતી. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 52 પર પહોંચી ગઈ છે, જેમાં 6 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત હવે મેડલ તાલિકામાં 10મા ક્રમે આવી ગયું છે.

શૂટિંગમાં નીરુ ઢાંડાનો ઐતિહાસિક ગોલ્ડ:

11મા દિવસની સૌથી મોટી સફળતા શૂટિંગમાં મળી હતી, જ્યાં નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરુ એશિયન ગેમ્સની આ સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. ફાઈનલમાં તેણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ચીનની સુન યુનોંગને પછાડીને ટોપ પોઝિશન હાંસલ કરી હતી. 30 શૂટ્સ બાદ નીરુ 28 હિટ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. આ સિવાય નીરુ ઢાંડા, આશીમા અહલાવત અને મનીષા કીરની મહિલા ટ્રેપ ટીમે 328 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.

એથ્લેટિક્સમાં મહિલા રિલે ટીમે અપાવ્યો પ્રથમ ગોલ્ડ:

ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મહિલા 4x400m રિલે ટીમે અપાવ્યો હતો. કિરણ, પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ચોકડીએ 3:29.69 ના સમય સાથે પ્રથમ સ્થાન મેળવીને સુવર્ણ પદક જીત્યો હતો. આ ગોલ્ડ સાથે જ વિથ્યા રામરાજે ચાલુ એશિયન ગેમ્સમાં પોતાની મેડલ હેટ્રિક (1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ) પૂરી કરી હતી.

ગુલવીર સિંહનો 40 વર્ષ જૂનો રેકોર્ડ અને મેડલ હેટ્રિક:

ગુલવીર સિંહે પુરુષોની 5000m દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એક જ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીતનાર તે 40 વર્ષ પહેલા પીટી ઉષા બાદ પ્રથમ ભારતીય બન્યો છે.

11મા દિવસે મળેલા અન્ય મહત્વના મેડલ્સ:

મહિલા હાઈ જમ્પ: પૂજા સિંહે 1.84m નો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ પક્કો કર્યો.

મૂવિંગ રિલે ઈવેન્ટ્સ: મિક્સ્ડ 4x100m રિલે ટીમે 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. આ જ રીતે પુરુષોની 4x400m રિલે ટીમે (ધર્મવીર, મનુ, જય, વિશાલ) 3:01.61 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

બોક્સિંગ: નરેન્દ્ર બેરવાલે 90kg સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

બોક્સિંગમાં ફાઈનલ તરફ પ્રયાણ:
ભારતીય મહિલા બોક્સર પરવીન હુડ્ડા (65kg) અને અંકુશ પંઘાલ (80kg) એ પોતપોતાની સેમિફાઈનલ બાઉટ જીતીને ગોલ્ડ મેડલની મેચમાં પ્રવેશ કરી લીધો છે. પરવીન એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચનારી મેરી કોમ અને લવલીના બોરગોહેન બાદ ત્રીજી ભારતીય મહિલા બોક્સર બની છે.

National : UPI ચાર્જિસ અંગે કેન્દ્ર સરકારને મોટી રાહત; સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે આ બાબત કાનૂની કરતાં તકનીકી વધુ

0

સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. 15 ઓક્ટોબરથી આ ચાર્જ 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર લાગુ થશે. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે કે આ નવા નિયમને લાગુ કરવાનો આધાર શું છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની બેન્ચે વકીલ અંજન દત્તાની જનહિત અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો.

સલાહ અને નક્કર કાયદા વિના ફી વસૂલવાનો આરોપ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જનતા સાથે ચર્ચા કર્યા વિના અને કોઈ નક્કર નિયમ બનાવ્યા વિના જ આ ફી નક્કી કરી દીધી. આ ઉપરાંત, ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’ની એક જોગવાઈ (કલમ 10A)ને પણ કોર્ટમાં પડકારવામાં આવી છે. આરોપ છે કે આ જોગવાઈ સરકારને પોતાની મરજીથી એ નક્કી કરવાની છૂટ આપે છે કે કઈ ડિજિટલ પેમેન્ટ સેવા મફત રહેશે અને કઈ સેવા પર ચાર્જ લાગશે.સરકાર તરફથી ASG એન. વેંકટરમણે કહ્યું કે સામાન્ય લોકો એકબીજાને પૈસા મોકલે ત્યારે કોઈ ચાર્જ લાગશે નહીં. દેશભરની આશરે 96% નાની-મોટી દુકાનોમાં થતા વ્યવહારો પર પણ તેની કોઈ અસર નહીં પડે.

UPI ચાર્જના નવા નિયમો: વેપારીઓ પર શું અસર પડશે?

મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: જે વેપારીઓનું માસિક UPI કલેક્શન ₹1 લાખથી વધુ છે, તેમને ₹2,000થી મોટી દરેક ચુકવણી પર 0.4% MDR અને GST ચૂકવવો પડશે.
નાના વેપારીઓને છૂટ: જે દુકાનદારોની માસિક UPIથી થતી કુલ આવક ₹1 લાખ સુધી છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, ભલે ચુકવણી ₹2,000થી વધુ હોય.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુની UPI ચુકવણીઓ સ્વીકારે છે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરશે અને ત્યારથી તેના પર પણ ચાર્જ લાગુ થશે.
₹2,000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2,000 અથવા તેનાથી ઓછી રકમની નાની ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
મહત્તમ ફી નક્કી: ₹75,000 અથવા તેનાથી વધુના પેમેન્ટ પર વેપારી પાસેથી વધુમાં વધુ ₹300 અને GST જ લેવામાં આવશે.
મર્યાદા દરેક પેમેન્ટ પર લાગુ: ₹2,000ની મર્યાદા દિવસભરના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક પેમેન્ટ (બિલ) માટે અલગથી લાગુ પડશે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે?

MDR એ એવી ફી છે, જે કોઈ દુકાનદાર અથવા વેપારી કાર્ડ અથવા UPIથી પેમેન્ટ સ્વીકારવાની સુવિધાનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ કંપનીઓને આપે છે.

આ ચાર્જ પેમેન્ટ સિસ્ટમ અને મશીનોને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચ માટે લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ફી વેપારીએ ચૂકવવાની હોય છે, ગ્રાહક પાસેથી લેવામાં આવતી નથી.

National : TMC સુપ્રીમો પર સુવેન્દુ અધિકારીનો પ્રહાર: મમતા બેનર્જીના ‘એક હાથમાં જમાત અને બીજા હાથમાં અર્બન નક્સલ’

0

સીએમ અધિકારીએ આરોપ લગાવ્યો કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સીપીઆઈ(એમ) નેતાઓ સાથે મળીને “નવું કાવતરું” રચવા માટે દિલ્હી જઈ રહ્યા છે અને દિલ્હી પોલીસ અને ગુપ્તચર બ્યુરોને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા વિનંતી કરી.

દિલ્હી પહોંચ્યા પછી, ભૂતપૂર્વ સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “મારે જે કંઈ કહેવું છે, તે હું આવતીકાલની બેઠકમાં કહીશ. તમે જાણો છો, અમારું લક્ષ્ય ચૂંટણી પંચ છે. આ બેઠક સમગ્ર સોફ્ટવેર ટીમ વિરુદ્ધ છે જેણે લોકોને છેતર્યા અને દગો આપ્યો. મારે જે કંઈ કહેવું છે, તે હું કાલે કહીશ.” સીઈસી જ્ઞાનેશ કુમાર વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “વનિશજી, વનિશજી. તમે જાણો છો, હું તેમને શરૂઆતથી જ ‘વનિશ’ કહી રહી છું.”

ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યું, “મમતા બેનર્જીએ જ્ઞાનેશ કુમારને દૂર કરવા માટે વિપક્ષને એક કરવા માટે પહેલ કરી છે. કોંગ્રેસે 30મી તારીખે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં ઘણા વિપક્ષી પક્ષો હાજરી આપશે. જે પક્ષો 30મી તારીખે બેઠકમાં હાજર રહ્યા ન હતા તેઓ પણ પછીથી જોડાશે.”

અગાઉના દિવસે, મુખ્યમંત્રીએ સોલ્ટ લેકમાં એક જનસંપર્ક કાર્યક્રમ (જનતા દરબાર) માં હાજરી આપી હતી. કાર્યક્રમ પછી, તેમણે પત્રકારો સાથે વાત કરી અને તેમને ભારત જોડાણ બેઠક વિશે પૂછવામાં આવ્યું. સુવેન્દુએ જોડાણની મજાક ઉડાવતા કહ્યું, “ભારત જોડાણ ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયું છે.”

ત્યારબાદ તેમણે મમતા બેનર્જીની બેઠકમાં ભાગ લેવા પર કટાક્ષ કરતા કહ્યું, “તે (મમતા બેનર્જી) બૌદ્ધિક નક્સલવાદીઓ સાથે યોજનાઓ બનાવવા જઈ રહી છે. બધા જાણે છે કે ‘આઝાદી’ ના નારા લગાવનાર વ્યક્તિ શું કરી શકે છે. હું દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને વિનંતી કરીશ કે તેઓ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે કોઈ બેઠક ન થાય તેની ખાતરી કરવા માટે નજીકથી નજર રાખે. તે હવે આ બૌદ્ધિક નક્સલવાદીઓની મુખ્ય સલાહકાર બની ગઈ છે. એક હાથમાં જમાત અને બીજા હાથમાં બૌદ્ધિક નક્સલવાદીઓ સાથે, તે બંને સાથે આગળ વધી રહી છે.” અધિકારીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને સીપીએમ સહિત વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહીની માંગણીમાં તેમના સંકલનને વધુ તીવ્ર બનાવ્યું છે. ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીના “વિશેષ સઘન સુધારણા” પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આ બધું થઈ રહ્યું છે.

બેનર્જીએ સીપીએમના મહાસચિવ એમ.એ. બેબી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ડાબેરી પક્ષો સુધી પહોંચવા પર કટાક્ષ કરતા, અધિકારીએ આરોપ લગાવ્યો કે તેમની દિલ્હી મુલાકાતનો હેતુ સીપીએમ નેતાઓ સાથે “નવું કાવતરું” ઘડવાનો હતો.

બેબીએ ચૂંટણી પંચના મામલામાં વધુ વિપક્ષી સમર્થન મેળવવા માટે બિન-એનડીએ પક્ષોનો સંપર્ક કર્યો છે, અને બેનર્જીએ તેમની સાથે ફોન પર વાત કરીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. દિલ્હીમાં પ્રસ્તાવિત બેઠકમાં જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવાની વિપક્ષની માંગ અને એસઆઈઆર પ્રક્રિયા પ્રત્યેના તેના વ્યાપક પ્રતિભાવ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

આ પ્રક્રિયા અંગે ચૂંટણી પંચમાં મતભેદોના અહેવાલો બાદ, વિપક્ષી પક્ષો ચૂંટણી પ્રક્રિયાની વધુ સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે. પ્રસ્તાવિત વિપક્ષી એકતા પર ચાલી રહેલ રાજકીય ઝઘડો 6 ઓક્ટોબરે નંદીગ્રામ અને રાજનગરમાં પેટાચૂંટણીઓ યોજાનારી છે તેના થોડા દિવસો પહેલા જ થયો છે, જે બંગાળના પહેલાથી જ ગરમાયેલા રાજકીય વાતાવરણમાં એક નવું પરિમાણ ઉમેરે છે.

સુવેન્દુએ નંદીગ્રામ પેટાચૂંટણી વિશે પણ વાત કરી. પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હસીરાણી રથ છે, જે સુવેન્દુના અંગત સહાયક ચંદ્રનાથ રથની માતા છે, જેમની હત્યા કરવામાં આવી હતી. તેમના સોગંદનામામાં ડેટા હેરાફેરીનો આરોપ સામે આવ્યો, જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ કલકત્તા હાઈકોર્ટમાં ભાજપના ઉમેદવારનું નામાંકન રદ કરવાની માંગણી સાથે કેસ દાખલ કર્યો. મંગળવારે, કલકત્તા હાઈકોર્ટે કેસ ફગાવી દીધો.

National : યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતના 5 નવા સ્થળોને સામેલ કરાયાં

0

ભારતના 5 નવા સ્થળોનો 29-30 સપ્ટેમ્બર 2026ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આ સાથે, ભારતની કુલ 78 સાઇટ્સ આ કામચલાઉ યાદીમાં જોડાઈ છે. મધ્યપ્રદેશના 4 સ્થળો – બાઘની ગુફાઓ, ચંબલ ઘાટીના મંદિરો, ઉદયગિરી ગુફાઓ અને ગિન્નોરગઢનો આદિવાસી વારસો – ઉપરાંત ગાંધીજી સાથે સંકળાયેલા ‘સત્યાગ્રહના સ્થળો’નો પણ સમાવેશ થયો છે.

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની પાંચ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી જેમાં શ્રેણી અને આંતરરાષ્ટ્રીય દરખાસ્તનો સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં સમાવિષ્ટ  યુનેસ્કો સ્થળોની સંખ્યા 78 થઈ છે.

નવા ઉમેરાયેલા સ્થળોમાં બાગ ગુફા ચિત્રોના બૌદ્ધ ભીંતચિત્રો, ચંબલ ખીણ મંદિર જૂથો, ગુપ્ત કાળના ઉદયગીરી ગુફાઓ અને ગિનોરગઢનો આદિવાસી વારસો શામેલ છે. આમાં સત્યાગ્રહ સ્થળનો પણ સમાવેશ થાય છે, જે ભારત અને દક્ષિણ આફ્રિકાને જોડતી શ્રેણી અને આંતરરાષ્ટ્રીય દરખાસ્ત છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ નવી જગ્યાઓ ભારતના વારસાની અસાધારણ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.

National : NIAએ આસામના બારપેટામાંથી 6 લોકોની કરી ધરપકડ

0

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આસામના બારપેટાથી છ લોકોની ધરપકડ કરી છે. તેમના પર જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો અને યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો અને તેમને ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનોમાં ભરતી કરવાનો આરોપ છે.

એજન્સીએ સોમવારે રાત્રે હાવલી, બારપેટા રોડ અને સોરભોગ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

દરોડા દરમિયાન, NIA એ સોરભોગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ, બારપેટા રોડથી બે અને હાવલીમાંથી એકની ધરપકડ કરી.

આ લોકોની ઓળખ ફારુક અબ્દુલ્લા, ઝાકિર હુસૈન અને સોરભોગના ચાંદબાર અલી; બારપેટા રોડના મુસ્તફિઝુર રહેમાન; નિશુખાના યાકુબ અલી; અને હાવલીના જશીહાટીપારા ગામના રકીબુલ ઇસ્લામ તરીકે કરવામાં આવી છે.