Home Blog Page 175

Ahmedabad : બાપુનગરમાં સત્તાની રમતમાં શહીદ કાર્યકર્તાનું અપમાન? હત્યારાને મળ્યો ભાજપનો કેસરીયો ખેસ

અમદાવાદ (બાપુનગર):*
રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી, પરંતુ બાપુનગરમાં જે બન્યું તેણે નૈતિકતાના તમામ સીમાડા ઓળંગી દીધા છે. વર્ષો પહેલા જેણે ભાજપના જ એક વફાદાર કાર્યકર્તાની કરપીણ હત્યા કરી હોવાનો આક્ષેપ છે, તે જ આરોપી આજે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ‘કમળ’ પકડી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને પાયાના કાર્યકર્તાઓમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે: “શું પક્ષ માટે જીવ આપનારની કિંમત શૂન્ય છે?”

📍 ઘટનાનો વળાંક: લોહીના ડાઘા પર સત્તાનો રંગ?

બાપુનગર વિસ્તારમાં ભાજપના એક કાર્યક્રમમાં જ્યારે વિવાદિત આરોપીને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો, ત્યારે ત્યાં હાજર અનેક લોકો સ્તબ્ધ રહી ગયા હતા.

  • ભૂતકાળની કડવી યાદ: વર્ષો પહેલા ભાજપના જ એક સનિષ્ઠ કાર્યકર્તાની હત્યા થઈ હતી, જે તે સમયે ભારે ચર્ચાનો વિષય બની હતી.
  • આજનો વિરોધાભાસ: જે વ્યક્તિ સામે એ હત્યાનો આક્ષેપ હતો, તેને જ પક્ષના નેતાઓએ હસતા મુખે આવકાર્યો.

🔥 કાર્યકર્તાઓમાં ભારે રોષ: “સંગઠન મોટું કે સત્તા?”

આ ઘટના બાદ સોશિયલ મીડિયાથી લઈને બાપુનગરની ગલીઓ સુધી કાર્યકર્તાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. એક સ્થાનિક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “અમે રાત-દિવસ પક્ષ માટે લોહી પરસેવો પાડીએ છીએ, પણ જ્યારે અમારા સાથીના હત્યારાને જ પક્ષમાં સ્થાન મળે, ત્યારે લાગે છે કે પક્ષને હવે કાર્યકર્તાઓની નહીં, માત્ર માથાઓની જરૂર છે.”

❓ ઉઠતા સવાલો:

  1. શું ભાજપના સ્થાનિક નેતાઓ આ ઈતિહાસ ભૂલી ગયા છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કર્યા છે?
  2. જે પરિવારનો ચિરાગ બુઝાયો, તે પરિવાર ભાજપના આ પગલાં બાદ ક્યા મોઢે પક્ષ પર ભરોસો રાખશે?
  3. ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને પક્ષમાં એન્ટ્રી આપીને ભાજપ કયો સંદેશ આપવા માંગે છે?

“પાક્કો ગુજરાતનો સવાલ:”
સત્તાના સમીકરણો બેસાડવા માટે શું નૈતિકતાની બલિ ચડાવવી અનિવાર્ય છે? જો ગુનેગારો જ પક્ષ ચલાવશે, તો સામાન્ય કાર્યકર્તા ક્યાં જશે?

અહેવાલ: ન્યૂઝ ડેસ્ક, પાક્કો ગુજરાત

Vadodara : શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ

0

કરજણ નવાબજાર વિસ્તારના શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે જતી એક મહિલાને વાતોમાં ફોસલાવી વેપારીને ત્યાં કામ કરતો ૫૫ વર્ષનો એક વિધમી ઓરડીમાં લઇ જઇ બે માસ સુધી દુષ્કર્મ આચરતા આધેડ વિધર્મીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જલારામનગરમાં સંતોષનગર ખાતે રહેતો શરીફ ઇબ્રાહિમ પટેલ શાકમાર્કેટમાં એક વેપારીને ત્યાં નોકરી કરે છે. શાકભાજીની દુકાનમાં આશરે ૩૫ વર્ષની એક મહિલા શાકભાજી લેવા માટે આવે ત્યારે શરીફ પટેલ મહિલાને પોતાની વાતમાં ફોસલાવતો હતો. આ મહિલા થોડી માનસિક અસ્વસ્થ હતી જેથી તેનું લગ્ન પણ થયું ન હતું તેનો લાભ ઉઠાવી આધેડ શરીફ પટેલ મહિલાને શાકમાર્કેટ પાછળની એક ઓરડીમાં લઇ જતો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારતો હતો.

બે મહિના સુધી વારંવાર દુષ્કર્મ ગુજારતા મહિલા ગર્ભવતી થઇ હતી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન શાકભાજીના વેપારીને ત્યાં કામ કરતા શરીફનું નામ ખુલતા આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ૫૫ વર્ષનો શરીફ પરિણીત અને બે સંતાનોનો પિતા છે.

Vadodara : અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ

0

એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ મોટાભાગની ફેકલ્ટીઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે તો બીજી તરફ યુનિવર્સિટીના સેંકડો કર્મચારીઓ અને શિક્ષકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફરજ સોંપવામાં આવી છે.જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશો અને ડીન મૂંઝવણમા મૂકાયા છે.

મળતી વિગતો પ્રમાણે ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શુક્રવારે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.બીજી તરફ ૭ એપ્રિલથી ફેકલ્ટીઓમાં પરીક્ષા ચાલી રહી હોવાથી ચૂંટણી તાલીમમાં જનારા અધ્યાપકો અને કર્મચારીઓ પરીક્ષાની ફરજ બજાવવા હાજર નહીં રહી શકે.છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી શકાય તેમ પણ નથી.જેના કારણે  ફેકલ્ટી ડીનોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.આ મુદ્દે ફેકલ્ટીઓમાંથી યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ રજૂઆતો થઈ હતી.જેના કારણે સત્તાધીશોએ જિલ્લા ચૂંટણી તંત્રને પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધ્યાપકો અને કર્મચારીઓને ચૂંટણીની ફરજ નહીં સોપવા માટે પણ અપીલ કરી છે.જોકે જિલ્લા તંત્ર આ અપીલ માન્ય રાખે તેવી શક્યતાઓ ઓછી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું કહેવું છે કે, ચૂંટણીની તાલીમ હોવા છતા ફેકલ્ટીઓને પરીક્ષા લેવામાં વાંધો નહીં આવે.કોઈ ફેકલ્ટી તરફથી પરીક્ષા રદ કરવા માટે ભલામણ થઈ નથી.

મેનેજમેન્ટ ફેકલ્ટીને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પસંદ થયેલા

વિદ્યાર્થીઓ માટે તા.૧ મે પહેલા પરીક્ષા પૂરી કરવી પડે તેમ છે

યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીની હાલત કફોડી છે.મેનેજમેન્ટ ફેકલ્ટીમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે અને લગભગ તમામ કર્મચારીઓ અને અધ્યાપકોને ચૂંટણીની ફરજ સોંપાઈ છે.તેમને તાલીમ માટે પણ જવાનું છે.બીજી તરફ સત્તાધીશોને પરીક્ષા તા.૧ મે પહેલા પૂરી કરવી પડે તેમ છે.કારણકે પરીક્ષા આપી રહેલા ૪૫ જેટલા વિદ્યાર્થીઓની કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ નોકરી માટે પસંદગી થઈ ચૂકી છે.આ વિદ્યાર્થીઓને તા.૧ મેના રોજ નોકરી પર હાજર થવાનું છે.આમ સત્તાધીશોને આ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા લેવી પડે તેમ છે.મેનેજમેન્ટ ફેકલ્ટી ડીને આ મુદ્દે ચૂંટણી તંત્રના એક અધિકારીને રજૂઆત પણ કરી હતી.જોકે જિલ્લા ચૂંટણી તંત્ર આ મુદ્દે અધ્યાપકો અને કર્મચારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી.

Vadodara : વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ

0

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ પોલીસતંત્ર પણ એલર્ટ બન્યું છે અને દારૃના જથ્થાની હેરાફેરી ઝડપી પાડવા માટે દોડાદોડી કરી રહ્યું છે. વાઘોડિયામાં બીયરનો જથ્થો લઇને જતા બે શખ્સોને ઝડપી પાડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ભાનપુરાથી રુસ્તમપુરા તરફ એક ટુ વ્હિલર પર દારૃનો જથ્થો લઇને બે શખ્સો પસાર થવાના છે તેવી માહિતીના આધારે વાઘોડિયા પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું વાહન આવતા તેને રોકી તેમની પાસેનો સામાન ચેક કરતાં રૃા.૧.૧૮ લાખ કિંમતના ૫૯૩ નંગ બીયરના ટીન મળ્યા  હતાં. પોલીસે બીયરનો જથ્થો, મોબાઇલ તેમજ ટુ વ્હિલર સહિત કુલ રૃા.૧.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા બે શખ્સો મોન્ટુ અમરસિંગ રાઠવા (રહે.નાની સઢલી, હોળી ફળિયું, રંગપુર) અને મસ્તાભાઇ સેગજીભાઇ વસાવા (રહે.રુસ્તમપુરા વસાહત)ની પોલીસે દારૃના જથ્થા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Gujarat : શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો

0

શહેરના અલગ અલગ પોલીસ મથકના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૫ દિવસ દરમિયાન ચોરીના ૩૩ બનાવો નોંધાયા છે, આ બનાવોમાં લોકો લાખો રૂપિયાની મત્તા ગુમાવી બેઠા છે.

ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં અજાણ્યા તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી દાગીના, રોકડ, કિંમતી સામાન ચોરી ગયા છે. ઉપરાંત મંદિરોમાં પણ તસ્કરો હાથ સાફ કરી જતા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે, શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હજુ પણ તસ્કરો નવી-નવી રીતો અપનાવીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

તો બીજી તરફ, અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનેગારોને રોકવામાં સફળતા મળી રહી નથી. કેટલાક કિસ્સામાં કેમેરામાં ચહેરા કે વાહનની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકતી નથી. કેમેરા હોવા છતાં ઉપયોગી પુરાવા મળતા નથી. અનેક સ્થળોએ કેમેરા નોન-ફંક્શનલ હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક કેસોમાં તો ઘટના બાદ જાણવા મળે છે કે, કેમેરા બંધ હતા, જેના કારણે તપાસમાં મુશ્કેલી થાય છે. તસ્કર ચહેરો ઢાંકી કે હેલ્મેટ પહેરીને ગુનાઓ અંજામ આપે છે, જેથી ઓળખ શક્ય નબને.

સીસીટીવીના અમલમાં ઢીલાશ

રહેણાંક સોસાયટીઓ, બિલ્ડીંગો અને કોમર્શિયલ સેન્ટરોમાં સુરક્ષા વધારવા હાઈ ડેફિનેશન – નાઈટ વિઝન ધરાવતા સીસીટીવી કેમેરા ફરજિયાત છે. સમગ્ર વિસ્તાર આવરી લે તેવી વ્યવસ્થા ઉભી કરવાની અને જરૂરી સમયે અધિકૃત અધિકારીઓ સરળતાથી ફૂટેજ ચેક કરી શકે તેવો નિર્દેશ છે. છતા આ જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હજુ પણ ઘણી સોસાયટીઓમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ નથી.

અલગ અલગ પોલીસ સ્ટેશને કેસોની સંખ્યા

-ઘરફોડચોરી-6

-મંદિરમાં ચોરી – ૪

-ચોરીનો પ્રયાસ – ૨

– ગોડાઉન/ખુલ્લી જગ્યા/કંપનીમાં ચોરી – ૪

-વાહન ચોરી – ૧૨

-મોબાઈલ ચોરી -૩

– મોબાઇલ સ્નેચિંગ – ૧

-ડિકી તોડી ચોરી – ૧

Business : યુદ્વના ફરી ટેન્શને સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટી 76632

0

વેસ્ટ એશીયામાં વકરતાં યુદ્વને વિરામ આપવા ગઈકાલે ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયા માટે થયેલી યુદ્વ વિરામની સમજૂતી ક્ષણિક નીવડી આ વિરામનો ભાગ લેબનોન નહીં હોવાનું કહી ઈઝરાયેલ દ્વારા લેબનોન પર વિનાશક હુમલાઓ કરાતાં ઈરાન ગિન્નાઈને અમેરિકાને આ યુદ્વ વિરામને તોડવાની ચીમકી આપતાં યુદ્વ ફરી વકરવાના ટેન્શને આજે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યાના અહેવાલ છતાં દરિયાઈ સુરંગો બિછાવી હોઈ ઈરાને નવો જળમાર્ગ ખોલ્યાના અહેવાલ અને એ પણ ટેન્શન વચ્ચે બંધ કર્યાના રિપોર્ટ સાથે ક્રુડ ઓઈલના ભાવ ફરી ભડકતાં ફંડો આજે ફરી તેજીનો વેપાર ખંખેરવા લાગી સાવચેત બની ગયા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં મજબૂત ખરીદી અને મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા ખરીદી સામે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણે બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૯૩૧.૨૫ પોઈન્ટ તૂટીને ૭૬૬૩૧.૬૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૨.૨૫ પોઈન્ટ ગબડીને ૨૩૭૭૫.૧૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૩૬ પોઈન્ટ ઉછળ્યો : ડાટા પેટર્નસ રૂ.૧૦૭, કોચીન શીપ રૂ.૨૩ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ સતત આક્રમક ખરીદી કરી હતી. ડાટા પેટર્ન રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શીપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજી રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કેઈન્સ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૩૯૫૧, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૪૧૯.૨૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૯.૮૫ વધીને રૂ.૪૯૫૮.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૧૭૪.૬૫ વધીને રૂ.૨૫૧૭૦.૩૦, સિમેન્સ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૩૩૭૦.૧૦  રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં વેચવાલીએ બેંકેક્સ ૯૯૦ પોઈન્ટ તૂટયો : ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ સાવચેતીમાં ફરી ઓફલોડિંગ કર્યું હતું. ખાનગી બેંક શેરોમાં આજે વેચવાલી થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૮૧૪.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૭૯૭.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૧૨૮૦.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૦૫ ઘટીને રૂ.૩૭૧.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૧૦૪૦.૯૦, એક્સિસ બેંક રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૩૧૮.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૯૦.૭૬ પોઈન્ટ તૂટીને ૬૧૭૧૦.૯૨ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું : હિન્દાલ્કો રૂ.૩૪ વધ્યો : નાલ્કો, વેદાન્તામાં તેજી

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે આગામી દિવસોમાં મિડલ ઈસ્ટ દેશોની સ્ટીલ, સિમેન્ટ સહિતની માંગ વધવાની અપેક્ષાએ  ફંડોની આજે સતત મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. હિન્દાલ્કો રૂ.૩૩.૭૫ વધીને રૂ.૯૮૫.૬૫, નાલ્કો રૂ.૧૨.૩૫ વધીને રૂ.૪૧૨.૪૦, વેદાન્તા રૂ.૧૬.૦૫ વધીને રૂ.૭૩૭.૨૦, એનએમડીસી રૂ.૧.૪૭ વધીને રૂ.૮૪.૪૧, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૧૨૦૯.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૧૭.૦૬ પોઈન્ટ વધીને ૪૦૩૫૬.૬૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું આકર્ષણ : રૂબીકોન, સન ફાર્મા એડવાન્સ, કોપરાન, ન્યુલેન્ડ લેબ., શિલ્પા મેડી વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. રૂબીકોન રૂ.૫૭.૮૦ વધીને રૂ.૮૫૬.૩૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૯.૮૦ વધીને રૂ.૧૪૬, કોપરાન રૂ.૧૦.૦૫ વધીને રૂ.૧૫૬.૨૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૮૨.૯૦ વધીને રૂ.૧૪,૭૩૩.૫૦, શિલ્પા મેડી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૪૧૯.૧૫, એન્થેમ રૂ.૩૦.૬૫ વધીને રૂ.૭૨૦.૫૦,  કોહાન્સ રૂ.૮.૬૫ વધીને રૂ.૩૧૮,  એમ્કયોર રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૬૦૧.૯૦, એલ્કેમ રૂ.૧૨૨.૪૫ વધીને રૂ.૫૩૬૯.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૨.૬૮ પોઈન્ટ વધીને ૪૨૪૦૯.૬૨ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ વધતાં ઓટો શેરોમાં ફરી તેજીને બ્રેક : ઉનો મિન્ડા, ભારત ફોર્જ, મહિન્દ્રા, હ્યુન્ડાઈઘટયા

ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ટેન્શન અને ઈઝરાયેલના લેબનોન પર હુમલાને લઈ મામલો બિચકતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટયામથાળેથી વધી આવતાં ફંડોની ઓટો શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઉનો મિન્ડા રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૧૦૫૪.૧૫, ભારત ફોર્જ રૂ.૪૦.૭૦ ઘટીને રૂ.૧૭૩૯.૯૦, સોના રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૫૨૨.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૪૦ ઘટીને રૂ.૩૧૬૭.૩૦, એક્સાઈડ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૩૧૧.૧૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૧૭૬૯.૨૦, અશોક લેલેન્ડ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૭૦.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૧.૭૧ પોઈન્ટ ઘટીને ૫૭૧૪૩.૭૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ક્રોમ્પ્ટન, ટાઈટન, એશીયન પેઈન્ટ, અંબર એન્ટર. ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. બીએસઈ ક્રોમ્પ્ટન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૨૩૭.૮૦, ટાઈટન કંપની રૂ.૫૫.૪૦ ઘટીને રૂ.૪૪૩૬.૯૦, એશીયન પેઈન્ટ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૨૨૬૯.૩૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૬.૫૫ ઘટીને રૂ.૬૮૯૪.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૧ ઘટીને રૂ.૪૩૫.૨૫ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૦૬.૦૯ પોઈન્ટ ઘટીને ૫૬૯૫૧.૬૯ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૧૨૧ શેરો પોઝિટીવ, ૨૧૮૦ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે આકર્ષણ આરંભિક ટ્રેડિંગ કલાકોમાં જળવાયું હતું. અલબત ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં છેલ્લે માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૨૧ અને ઘટનારની ૨૧૮૦ રહી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૧૭૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૫૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭૧૧.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૭૪૬.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૪૫૭.૫૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૯૫૫.૯૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૫,૯૬૮.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૧૨.૩૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૨ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ રહ્યું

શેરોમાં આજે ઉછાળે  પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭૨ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

World : ઝકરબર્ગની મેટાએ નવું એઆઈ મોડલ ‘મ્યૂઝ સ્પાર્ક’ લોન્ચ કર્યું

0

માર્ક ઝકરબર્ગના મેટા પ્લેટફોર્મ્સે નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ મ્યૂઝ સ્પાર્ક લોન્ચ કર્યું છે. આ નવા મોડલને નવી ટીમ મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટીમનું નેતૃત્વ એઆઈ એક્સપર્ટ એલેક્ઝાન્ડર વેંગ કરી રહ્યાં છે. જેમને ટીમમાં લાવવા માટે કંપનીએ અબજો ડોલરનું રોકાણ કર્યું હતું.

રિપોર્ટ મુજબ, મ્યૂઝ સ્પાર્ક હવે મેટા પ્લેટફોર્મ્સના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરમાં એઆઈ આસિસ્ટન્ટ તરીકે જોવા મળશે. આ પહેલા મેટાના લામા મોડલ્સ ઓપન-સોર્સ હતા. જ્યારે, મ્યૂઝ સ્પાર્ક એક ક્લોઝડ મોડલ છે. જે સાબિત કરે છે કે, કંપની પોતાની એઆઈ ટેકનોલોજી પર વધુ નિયંત્રણ રાખવા માંગે છે.

આ મોડલ ટેક્સ્ટ અને ઈમેજ બંને સમજવા સક્ષમ છે. તે વિજ્ઞાાન, ગણિત અને સ્વાસ્થ્ય જેવા વિષયોના પ્રશ્નોનો જવાબ આપી શકે છે . તે એક સાથે અનેક એઆઈ એજન્ટ્સ દ્વારા કામ કરી શકે છે . તે સાઈઝમાં નાનું હોવા છતાં ઝડપથી કામ કરે છે મેટા હવે પર્સનલ સુપરઇન્ટેલિજન્સ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ એઆઈ લોકોને રોજિંદા જીવનમાં મદદ કરશે. તે માહિતી આપવાની સાથે નિર્ણય લેવામાં મદદ કરીને કામ સરળ કરે છે. કંપની હવે એઆઈથી કમાણી કેવી રીતે કરવી તે પણ શોધી રહી છે એટલે તેમાં, શોપિંગ ફીચર્સ ઉમેરવામાં આવશે અને સમય જતા તેનું પેઈડ વર્ઝન બહાર પાડવામાં આવશે.

National : આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન

0

ચૂંટણી પંચનાં આંકડા અનુસાર ગુરૃવારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં આસામમાં ૮૫ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. જ્યારે કેરળમાં ૭૮ ટકાથી વધારે મતદાન થયું હતું. આ બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ સતત ત્રીજી વખત સત્તામાં આવવાની આશા રાખી રહ્યાં છે.

આ ભારે મતદાનને ઐતિહાસિક ગણાવતા આસામનાં મુખ્યપ્રધાન હિમંત સરમાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ અગાઉથી જ દેખાઇ રહ્યું છે. અમારા લોકોનાં ચહેરા પર જોવા મળી રહેલી આશા, ગૌરવ અને આશામાં.

જો કે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભારે મતદાન એક નવા અને સારા આસામ તથા એક નવા નેતૃત્ત્વ માટે હતું.

ગોગોઇએ વધુમાં જણાવ્યું હતું કે હવે ચૂંટણી પંચની જવાબદારી છે કે તે ઇવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરે અને મતોની ગણતરી યોગ્ય રીતે કરે.સરમા અને ગોગોઇ બંને આ ચૂંટણીમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર લડી રહેલા કુલ ૭૨૨ ઉમેદવારોમાં સામેલ છે. કુલ મતદારોની સંખ્યા ૨.૫ કરોડ હતી. ૨૦૨૧ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ૮૨.૦૪ ટકા મતદાન થયું હતું.

૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં કેરળમાં ૭૪.૦૬ ટકા મતદાન થયું હતું. કેરળની ૧૪૦ વિધાનસભા બેઠકો પર કુલ ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. કેરળની ચૂંટણી નક્કી કરશે કે એલડીએફ(લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)ને સતત ત્રીજી વખત સત્તા મળશે કે નહીં.

કેરળ અને આસામની સાથે ગુરૃવારે ૩૦ સભ્યોવાળી પુડુચેરી વિધાનસભા માટે પણ આજે મતદાન થયું હતું. પુડુચેરીમાં ૮૬ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. પુડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્ત્વવાળુ ગઠબંધન એઆઇએનઆરસીનાં નેતૃત્ત્વવાળા મોરચા પાસેથી સત્તા છીનવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

હવે ૨૩ એપ્રિલે તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ વિધાનસભા માટે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલ એમ બે તબક્કામાં વિધાનસભા માટે મતદાન થશે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચોથી મેનાં રોજ મત ગણતરી થશે.

Bollywood : હવે સારા અર્જુન મધુબાલાનો રોલ કરશે તેવી અટકળો

0

બોલિવુડ વર્તુળોમાં મધુબાલાની બાયોપિકમાં કઈ હિરોઈન મુખ્ય ભૂમિકા ભજવશે તે અંગે  સમયાંતરે નવી ને નવી હિરોઈનોનાં નામની અફવા  ઉડાડાય છે. હવે ‘ધુરંધર ‘ સફળ થતાં તેની હિરોઈન સારા અર્જુનના નામે આ અફવા ચાલુ થઈ છે. 

એવું કહેવાય છે કે સંજય લીલા ભણશાળીના પ્રોડક્શન હેઠળ બનનારી  મધુબાલાની બાયોપિક માટે સારા અર્જુનને ઓફર કરાઈ છે. જોકે, આ અંગે  કોઈ સત્તાવાર  કન્ફર્મેશન અપાયું નથી. 

આ પહેલાં આ રોલ માટે અનીત પડ્ડા,  ક્રિતી સેનોન, તૃપ્તિ ડિમરી, કિયારા અડવાણી, સાઈ પલ્લવી  સહિતના હિરોઈનોનાં નામમ ચર્ચાઈ ચૂક્યાં છે. 

Gujarat : છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત

0

શહેરમાં છેલ્લા ૨પ દિવસ દરમિયાન માર્ગ અકસ્માતોની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. પોલીસ મથકના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ કુલ ૩૨ અકસ્માતના બનાવો નોંધાયા છે, જેમાં ૯લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૯ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રોજબરોજ થતા નાના-મોટા અકસ્માતોના બનાવો નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ખાસ કરીને ઓવર સ્પીડ મોટાભાગના અકસ્માતો પાછળનું મુખ્ય કારણ બની રહ્યું છે, જેના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકો ઝડપની મર્યાદાનો ભંગ કરી રહ્યા છે.

બીજી તરફ, શહેરમાં રખડતા પશુઓની સમસ્યા પણ ગંભીર બની રહી છે. રસ્તા વચ્ચે અચાનક પશુઓ આવી જતા વાહનચાલકો નિયંત્રણ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં જોખમી ડીવાઈડર કટ્સ હજુ પણ ખુલ્લા હોવાથી અકસ્માતનો ખતરો વધે છે. ચાલુ વાહને મોબાઇલફોન પર વાતો કરવી અને સતત લોકેશન નિહાળતા વાહન હંકારવું પણ અકસ્માતને નોતરું આપે છે. સાથે જ નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો પણ ચિંતા વધારે છે.

આડેધડ પાર્કિંગ -દબાણોથી માર્ગ સાંકડા થયા

શહેરમાં ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે માર્ગો દિવસેને દિવસે સાંકડા બની રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને રાહદારીઓ માટે ચાલવા યોગ્ય જગ્યા ન મળતા તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર બને છે, આથી અકસ્માતનું જોખમ વધે છે.

પાર્કિંગની સુવિધામાં તંત્ર નિષ્ફળ

મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની બંને તરફ વાહનોના પાર્કિંગના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. માર્ગ સાંકડા થવાથી ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની રહી છે, સાથે જ નાના-મોટા અકસ્માતોના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. પાર્કિંગ સ્પેસ વગરના બાંધકામો શહેરમાં વધી રહ્યા છે, જૈના કારણે લોકો રસ્તા ૫૨જ વાહનો પાર્ક કરે છે. પરિણામે પિકઅવર્સ દરમિયાન માર્ગો પર સતત ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓ ઊભી થાય છે.

ઓવર સ્પીડ અને બેદરકારીથી અક્સમાતો વધુ

નશાની હાલતમાં અકસ્માત – ૧

-રાહદારીઓને ટક્કર મારવાના બનાવો – ૭

-ઓવર સ્પીડના કારણે અકસ્માત – ૮

-બેદરકારીના કારણે અકસ્માત – ૭

(સ્લીપ થવું, વાહન પાછળ ઘૂસી જવું વગેરે)