Home Blog Page 179

Vadodara : વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામાન કબજે

વડોદરા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા દાંડિયા બજાર અકોટા બ્રિજથી મુંજ મહુડા જતા રસ્તાની સાફ સફાઈ દરમિયાન દબાણ શાખાએ 7 જેટલા ઓટલાના સહિત ગેરકાયદે બનાવેલા ચારેક શેડ તોડી પાડ્યા હતા. જ્યારે દુકાનો અને ગલ્લાઓ આગળ લગાવેલા 20 જેટલા બોર્ડ ઉતારી ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના રોડ રસ્તાની સફાઈ દરમિયાન નડતરરૂપ હંગામી ગેરકાયદે દબાણો હટાવીને વધુ બે-ટ્રક સામાન કબજે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા વચ્ચેના ડિવાઇડરોની પ્રતિદિન થતી સાફ-સફાઈમાં રોજે રોજ જુદા જુદા રોડ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે દાંડિયા બજાર અકોટા બ્રિજ પૂરો થતા જ મુંજ મહુડા સુધીના રસ્તાને ડિવાઇડરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. દરમિયાન રસ્તાની બંને બાજુએ થયેલા હંગામી દબાણો સહિત દુકાનો અને લારી ગલ્લા આગળ લગાવવામાં આવેલા 20 બોર્ડ ઉપરાંત માર્જિનની જગ્યામાંથી 7 ઓટલા બુલડોઝરથી તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.

Jamnagar : પરણિતાનો પીછો કરી છેડતી કરનાર શખ્સના ત્રાસથી કંટાળી મહિલાએ વિષપાન કર્યું, સારવાર હેઠળ

0

જામનગરના શાંત ગણાતા વિસ્તારોમાં હવે અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે. શહેરના કાલાવાડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટીમાં એક ઘૃણાસ્પદ અને આક્રોશ જન્માવતી ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનાથી સતત છેડતીનો શિકાર બની રહેલી 31 વર્ષીય પરિણીતાએ આખરે લુખ્ખા તત્વના ત્રાસ અને પરિવાર પર થયેલા હુમલાથી કંટાળી જઈને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિક વિસ્તારની ત્રણ સંતાનોની માતા એવી એક પરણિતાને તેની જ સોસાયટીમાં રહેતો શબીર પઠાણ નામનો શખ્સ છેલ્લા એક મહિનાથી સતત પરેશાન કરી રહ્યો હતો. આરોપી મહિલાનો પીછો કરતો, તેની પાછળ જઈ બિભત્સ ઇશારાઓ કરતો અને અવારનવાર હાથ પકડી અડપલાં કરતો હતો. ભોગ બનનાર મહિલાએ સંયમ જાળવ્યો હોવા છતાં આરોપીની હિંમત વધતી ગઈ હતી અને તેની છેડતીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જતી હતી. ઘટનાએ ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મહિલાના પતિએ પોતાની પત્નીની સુરક્ષા કાજે આરોપીને ઠપકો આપ્યો. આરોપી શબીર પઠાણ અવારનવાર ફરિયાદીના ઘરની સામે મોટરસાયકલ પાર્ક કરતો હતો. જ્યારે પતિએ તેને ત્યાં વાહન રાખવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ મર્યાદા ઓળંગી દીધી હતી. આરોપીએ મહિલાના પતિને જાહેરમાં ગાળો આપી, ઝાપટો મારી અને ઢીકાપાટ્ટુનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે પરિવાર ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યો હતો.

તાજેતરમાં 07 એપ્રિલના રોજ રાત્રિના સમયે જ્યારે ફરિયાદી મહિલા ઘરની બહાર દુકાને વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે પણ આરોપીએ તેની પાછળ જઈ ખરાબ ઇશારા કરી તેનો હાથ પકડ્યો હતો. આ સતત થઈ રહેલી માનસિક અને શારીરિક સતામણીથી કંટાળીને અને પોતાના પતિ પર થયેલા હુમલાથી વ્યથિત થઈને, યુવતીએ બીજા દિવસે સવારે પોતાના ઘરે ફીનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલા જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Bihar : પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો

0

બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજ વિસ્તારની સબ્જી મંડીમાં આજે સવારે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં બે લોકોના મોત થયા છે. આ હિંસક ઘટનામાં પહેલા એક સત્તુ વેચનારા શખ્સે પિકઅપ ડ્રાઈવરની નિર્મમ હત્યા કરી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારાને પણ ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી માહિતી મુજબ, પિકઅપ ડ્રાઈવર નબી હુસૈન સબ્જી મંડીમાં માલ લેવા માટે આવ્યો હતો. ગાડી ઉભી રાખવા બાબતે તેનો વિવાદ ત્યાં સત્તુ વેચતા રાહુલ ચૌહાણ સાથે થયો હતો. વિવાદ એટલો વકર્યો કે રાહુલ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે નબી હુસૈનનું ગળું કાપી નાખ્યું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ડ્રાઈવરનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મૃતક નબી હુસૈન નજીકના ગામનો રહેવાસી હતો અને તેને ત્રણ સંતાનો છે.

આ ખૌફનાક મંજર જોઈને મંડીમાં હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જ્યારે પોલીસ આરોપી રાહુલ ચૌહાણને ધરપકડ કરીને લઈ જઈ રહી હતી, ત્યારે સેંકડો લોકોના ટોળાએ તેને પોલીસ કસ્ટડીમાંથી બહાર ખેંચી લીધો હતો. પોલીસની નજર સામે જ ભીડે રાહુલને બેરહેમીથી ફટકારીને ઓન ધ સ્પોટ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભીડ એટલી મોટી હતી કે પોલીસ લાચાર બની ગઈ હત

મૃતક ડ્રાઈવરના ભાઈએ જણાવ્યું કે, તેના ભાઈની કોઈની સાથે દુશ્મની નહોતી, તે માત્ર રોજીરોટી માટે મંડીમાં આવતો હતો. આ ડબલ મર્ડરની ઘટના બાદ ફારબિસગંજ વિસ્તારમાં ભયનો માહોલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંને શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

World : War ની વચ્ચે હથિયારોના વેચાણમાં વધારો! 100 દેશોએ પોતાનું સંરક્ષણ બજેટ વધાર્યુ, જાણો કેમ?

0

વર્તમાન સમયમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન જેવા ગંભીર સંઘર્ષોને કારણે સમગ્ર વિશ્વમાં અસલામતીનું વાતાવરણ સર્જાયું છે. આ વધતા ભૂ-રાજકીય તણાવને પગલે દુનિયાના લગભગ 100 દેશોએ પોતાના સંરક્ષણ બજેટમાં મોટો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના એપ્રિલ 2026 ના તાજેતરના અહેવાલ મુજબ, શસ્ત્રોના આ વધતા વેચાણનો સૌથી મોટો ફાયદો અમેરિકન કંપનીઓને થઈ રહ્યો છે.

IMF ના “વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક” રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના 50 ટકા દેશોએ સંરક્ષણ પાછળનો ખર્ચ વધાર્યો છે. વર્ષ 2024 માં, લગભગ 40 ટકા દેશોએ તેમના જીડીપીના 2% થી વધુ રકમ સૈન્ય શક્તિ વધારવા પાછળ ખર્ચ કરી છે, જે વર્ષ 2018 માં માત્ર 27% હતી. IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી છે કે સંરક્ષણ પાછળનો આ આંધળો ખર્ચ ટૂંકા ગાળામાં ફુગાવો (Inflation) વધારશે અને લાંબા ગાળે વૈશ્વિક અર્થતંત્ર સામે અનેક પડકારો ઉભા કરશે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના ડેટા મુજબ, છેલ્લા બે દાયકામાં વિશ્વના 100 સૌથી મોટા શસ્ત્ર ઉત્પાદકોનું વેચાણ બમણું થઈ ગયું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ કુલ વેચાણની આવકનો અડધો હિસ્સો (લગભગ 50%) એકલું યુનાઇટેડ સ્ટેટ્સ મેળવે છે. તેની સરખામણીમાં યુરોપનો હિસ્સો 14 ટકા અને ચીનનો હિસ્સો 12 ટકા જેટલો છે. સ્પષ્ટ છે કે વૈશ્વિક યુદ્ધોનો આર્થિક લાભ અમેરિકન શસ્ત્ર ઉત્પાદકોને સૌથી વધુ મળી રહ્યો છે.

આવનારા વર્ષોમાં સૈન્ય ખર્ચ હજુ વધવાની શક્યતા છે. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના સભ્ય દેશોએ વર્ષ 2035 સુધીમાં તેમનું સંરક્ષણ બજેટ બમણું કરવાનું વચન આપ્યું છે. જ્યારે દેશો શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોને બદલે હથિયારો પાછળ નાણાં ખર્ચે છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા અને દેશના આર્થિક વિકાસ પર પડે છે. સરકારો હવે સુરક્ષાના નામે જે રીતે સંરક્ષણ બજેટનું પુનર્મૂલ્યાંકન કરી રહી છે, તેનાથી મેક્રોઇકોનોમિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર આવવાની સંભાવના છે.

Bihar : નીતિશ કુમાર ક્યારે છોડશે CM પદ? ડેટ થઇ ગઇ ફાઇનલ !

0

બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો ફેરફાર થવાની તૈયારીમાં છે. રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આ પરિવર્તનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

બે દાયકા સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ નીતિશ કુમાર હવે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માટે તૈયાર છે. તેઓ ગુરુવારે બપોરે પટનાથી દિલ્હી જવા રવાના થશે અને 10 એપ્રિલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવાના છે.

સૂત્રો અનુસાર નીતિશ કુમાર 14 એપ્રિલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. તે જ દિવસે 14 એપ્રિલે પટનામાં NDA વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન નીતિશ મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય જાહેર કરી શકે છે.

બિહારમાં સત્તા પરિવર્તનની વાર્તા લગભગ 2005 થી ખુલી રહી છે. નીતિશ કુમાર લગભગ બે દાયકા સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, અને હવે, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા પછી તેમણે મુખ્યમંત્રી પદ છોડવાની તૈયારી કરી છે. JDU નેતા વિજય કુમાર ચૌધરી – જેમને નીતિશ કુમારના જમણા હાથ માનવામાં આવે છે. તેમણે પહેલી વાર પાર્ટી વતી સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભાજપ આગળ જતાં બિહારમાં સરકારનું નેતૃત્વ કરશે.

10 એપ્રિલે દિલ્હીમાં બિહાર ભાજપના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જે દિવસે નીતિશ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. આ બેઠકમાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સત્ર દરમિયાન સરકાર રચનાની પ્રક્રિયા અંગે ચર્ચા થવાની સંભાવના છે.

મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે દિલ્હી પહોંચશે અને તે જ દિવસે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. બીજા દિવસે – શનિવાર, ૧૧ એપ્રિલે – તેઓ પટના પાછા ફરશે, ત્યારબાદ સરકાર રચનાની પ્રક્રિયા શરૂ થશે. એવી અપેક્ષા છે કે નીતિશ ૧૪ એપ્રિલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને ૧૫ એપ્રિલે નવી સરકારની રચના થઈ શકે છે.

નીતીશ કુમાર દિલ્હીથી બિહાર પરત ફર્યા બાદ મુખ્યમંત્રી પદ છોડી દેશે. ત્યારબાદ, NDA વિધાનસભા પક્ષની બેઠક યોજાવાની અપેક્ષા છે, અને આ બેઠક દરમિયાન તેઓ ઔપચારિક રીતે પદ છોડવાનો નિર્ણય જાહેર કરશે. ત્યારબાદ, નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.

દિલ્હીમાં 10 એપ્રિલે યોજાનારી ભાજપ નેતાઓની બેઠક દરમિયાન બિહારના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થવાની શક્યતા છે. મુખ્યમંત્રીની પસંદગી અંગે સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવશે. બિહારમાંથી, PM મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત બિહાર પ્રદેશ પ્રમુખ સંજય સરાઓગી, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

Kanpur : કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ, નોટોની પથારી પર સુનાર પરવેઝ સૈફીની ધરપકડ

0

કાનપુર પોલીસે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટના મુખ્ય આરોપી ડૉ. અફઝલના ડ્રાઈવર અને નજીકના સાથી પરવેજ સૈફીને મંગળવારે રાત્રે રાવતપુર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

પોલીસે સૈફી પાસેથી એક ઝોળામાંથી 10 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા, જે કિડની તસ્કરીમાંથી મળેલી રકમ હોવાનું માનવામાં આવે છે. આ ધરપકડનું મુખ્ય આધાર એક વાયરલ વીડિયો બન્યો, જેમાં સૈફી અને ડૉ. અફઝલ 500 રૂપિયાના નોટોના ઢગલા વચ્ચે બેઠેલા દેખાતા હતા. ડીસીપી એસએમ કાસિમ આબિદીના નેતૃત્વમાં પોલીસ ટીમે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ફરાર આરોપીને ઝડપ્યો.

આ ધરપકડમાં સૌથી મહત્વપૂર્ણ કડી તે વીડિયો હતો, જે કલ્યાણપુરના એક હોટેલમાં બનાવાયો હતો. વીડિયોમાં પરવેજ સૈફી અને ડૉ. અફઝલ મોટી માત્રામાં રોકડ સાથે દેખાતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ પૈસા ગેરકાયદેસર કિડની ઓપરેશનના બદલામાં મળ્યા હતા. ડૉ. અફઝલને કુલ 22 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી લગભગ 10 લાખ રૂપિયા તેણે સૈફીને આપ્યા હતા. એ જ રકમ પોલીસને આરોપીના ઝોળામાંથી મળી આવી છે.

આહૂજા હોસ્પિટલમાં દરોડા બાદ સૈફી સતત પોલીસને ચકમો આપી રહ્યો હતો. તે કાનૂની મદદ માટે વકીલો સાથે સંપર્કમાં હતો. પરંતુ જેમ જ તેણે પોતાનો મોબાઈલ ફોન ચાલુ કર્યો, સર્વેલન્સ ટીમે તેની લોકેશન રાવતપુરમાં ટ્રેસ કરી. પોલીસએ તરત જ ઘેરાબંધી કરી અને માત્ર 15 મિનિટમાં તેને ઝડપી લીધો. સૈફી સામે પહેલાથી જ અડધા ડઝનથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે.

તપાસમાં સામે આવ્યું કે પરવેજ સૈફી માત્ર એક ડ્રાઈવર નહીં, પરંતુ ડૉ. અફઝલનો સૌથી વિશ્વસનીય સાથી હતો. તે ડૉક્ટરને અલગ-અલગ શહેરોમાં લઈ જવાનું, સોદા કરવાનું અને પૈસાની હેરફેર સંભાળવાનું કામ કરતો હતો. બુધવારે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાનું છે. તપાસ દરમિયાન આ રેકેટ સાથે જોડાયેલા ઘણા અન્ય સફેદપોશ લોકોના નામ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat : અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે

0

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ગરમી તોબા પોકારાવી રહી છે. રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. 14થી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા ઉકળાટની અસર વર્તાશે.

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ઉકળાટની અસર વર્તાશે. ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 36.3, સુરેન્દ્રનગર 35.8, અમદાવાદ 35.8, ભુજ 35.6, ગાંધીનગર 35.2 ,કંડલા 35.6 વડોદરા 34.6 અને સુરત 32.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

National : 48 વર્ષ પછી ખુલ્યો પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર, 78 સોના અને 33 ચાંદીના દાગીનાનું થશે ડિજિટલ ડોક્યુમેન્ટેશન

0

પુરી જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 48 વર્ષ બાદ ફરી ખુલ્યો! જાણો 12મી સદીના સોના-ચાંદીના ખજાનાનું રહસ્ય, 3D મેપિંગ પ્રક્રિયા અને 1978 પછી પહેલીવાર થઈ રહી છે આ ઐતિહાસિક ગણતરી.

ઓડિશાના પુરીમાં સમુદ્રના મોજાંનો પગરવ અને ‘જય જગન્નાથ’ના નાદ વચ્ચે એક ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ થયો છે. વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ (તિજોરી) લગભગ અડધી સદી બાદ ફરીથી ખોલવામાં આવ્યો છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને રાજાઓના અઢળક દાનથી ભરેલા આ ખજાનાની ગણતરીની પ્રક્રિયા હવે આધુનિક ટેકનોલોજીના સથવારે શરૂ થઈ છે.

પુરીનું જગન્નાથ મંદિર ભારતમાં જ નહીં વિશ્વમાં પ્રખ્યાત છે. 48 વર્ષ પછી પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડારમાં અમૂલ્ય ખજાનો છે. ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે ફરી ખુલી રહ્યો છે. આ તે સ્થાન છે જ્યાં સદીઓથી, ભગવાનના રત્નો, રાજાઓના દાન અને અસંખ્ય ભક્તોની શ્રદ્ધા સાચવવામાં આવી છે. આ ખજાનાની છેલ્લી ગણતરી 1978 માં કરવામાં આવી હતી. ત્યારથી, સમય વીતી ગયો છે, પેઢીઓ બદલાઈ ગઈ છે, પરંતુ રત્ન ભંડાર, તેના રહસ્યો સાથે, સીલબંધ રહ્યો છે.

મંદિર વહીવટીતંત્ર (SJTA) ના જણાવ્યા અનુસાર, રત્ન ભંડારની યાદી તૈયાર કરવાનો બીજો તબક્કો બુધવારથી શરૂ થયો છે, જે 11 એપ્રિલ 2026 સુધી ચાલશે. આ પ્રક્રિયા માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. ન્યાયાધીશ વિશ્વનાથ રથ અને મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીના નેતૃત્વમાં એક ટીમ કાર્યરત છે. આગામી દિવસોમાં 9, 10, 11 એપ્રિલ તેમજ 13 એપ્રિલ અને ત્યારબાદ 16 થી 18 એપ્રિલ દરમિયાન વિવિધ સત્રોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

છેલ્લે વર્ષ 1978માં આ ખજાનાની ગણતરી કરવામાં આવી હતી. તે સમયની યાદી મુજબ રત્ન ભંડારમાં કુલ 111 કિંમતી દાગીના છે, જેમાં 78 સોનાના આભૂષણો, 33 ચાંદીના પ્રાચીન દાગીના છે. દરેક દાગીના પાછળ એક ભવ્ય ઇતિહાસ અને ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. 12મી સદીથી સચવાયેલો આ વારસો આજે પણ એટલો જ સુરક્ષિત છે.

2026ના આધુનિક યુગમાં આ ખજાનાને માત્ર ગણવામાં જ નથી આવી રહ્યો, પરંતુ તેને ડિજિટલી સાચવવાની તૈયારી પણ છે. આ વખતે દરેક ઘરેણાંની હાઈ-ડેફિનેશન ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. વારસાને સુરક્ષિત રાખવા માટે 3D મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 2026ના આધુનિક યુગમાં આ ખજાનાને માત્ર ગણવામાં જ નથી આવી રહ્યો, પરંતુ તેને ડિજિટલી સાચવવાની તૈયારી પણ છે.

જગન્નાથ મંદિરનો આ અમૂલ્ય ખજાનો મુખ્ય ત્રણ શ્રેણીઓમાં વિભાજિત છે. એક આંતરિક ખંડ છે. જેમાં અહીં સદીઓ જૂના અત્યંત મૂલ્યવાન ઘરેણાં રાખવામાં આવે છે, જે ભાગ્યે જ બહાર કઢાય છે. બીજો બાહ્ય ખંડ છે. આ ખંડમાં એવા આભૂષણો છે જેનો ઉપયોગ ખાસ તહેવારો કે ઉત્સવો દરમિયાન થાય છે. અને ત્રીજો દૈનિક શણગાર છે. આમાં એવી વસ્તુઓ છે જે ભગવાનના રોજિંદા શણગાર માટે વપરાય છે.

પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ પણ આ ઐતિહાસિક કાર્યમાં હાજર રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયામાં ઉતાવળ કરવાને બદલે ચોકસાઈ અને પારદર્શિતા જાળવવી વધુ મહત્વની છે. 48 વર્ષ બાદ તિજોરી ખોલવાનો મુખ્ય હેતુ આ અમૂલ્ય સંપત્તિની યોગ્ય જાળવણી અને ભવિષ્યની પેઢીઓ માટે તેનું દસ્તાવેજીકરણ કરવાનો છે. નોંધનીય છે કે આ પ્રક્રિયા દરમિયાન ભક્તો માટે મંદિરની અન્ય તમામ વિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જોકે સુરક્ષાના કારણોસર દર્શન માટે અમુક મર્યાદાઓ લાદવામાં આવી છે.

Ahmedabad : બે બાળકીઓના માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના માતા અને પિતાના બ્લડ સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી આ કેસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું માનવામાં આવતું હતું હવે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના વાલીના બ્લડ સેમ્પલની તપાસમાં ઊંઘની દવાના અવશેષો મળ્યા છે. આ રિપોર્ટ બાદ પોલીસની તપાસ વધુ સઘન બની રહી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી છે. આ મામલે હવે ચાંદખેડા પોલીસે ગંભીરતા દાખવીને ફૂડ પોઈઝનિંગના કારણો શોધવા માટે મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બાળકીના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. જોકે, મોત પાછળ ઝેરી ખોરાક જવાબદાર હોવાની શંકા દ્રઢ થતા પોલીસે આજે સવારે સ્મશાનમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને પેનલ ડોક્ટરોની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો હતો.

ચાંદખેડા પોલીસે આ તપાસમાં FSLની ટીમને પણ સાથે રાખી હતી. તપાસનીશ ટીમોએ જે ડેરીમાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું ત્યાં અને મૃતક બાળકીના ઘરે જઈને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતાં. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકીના માતા પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવાયા હતાં. જેની તપાસમાં આ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા છે.

Bollywood : અલ્લુ અર્જુન અને દીપિકાની ફિલ્મનું ટાઈટલ રાકા જાહેર થયુંં

0

અલ્લુ અર્જુન તથા દીપિકા પદુકોણની ફિલ્મને અત્યાર સુધી ‘એએ૨૨એક્સ એસિક્સ’ એવું કામચલાઉ ટાઈટલ અપાયું હતું. પરંતુ, હવે ફિલ્મ સર્જક એટલીએ રીલિઝ કરેલાં પોસ્ટર અનુસાર ફિલ્મ માટે ‘રાકા’ ટાઈટલ નક્કી કરાયું છે.

અલ્લુ અર્જુનના જન્મદિવસે એટલીએ તેને ભેડિયાના લૂકમાં દર્શાવતું પોસ્ટર રીલિઝ કર્યું હતું.

આ ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં હોવાનું કહેવાય છે.

એટલીએ દાવો કર્યો હતો કે તે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માટે ૧૮ વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. હવે આટલાં વર્ષે તેનું શમણું સાકાર થયું છે.