Home Blog Page 180

Gujarat : વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ

વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા નાકાબંધી અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા જેવા પગલાં લેવાની શરૃઆત કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે ગઇકાલે તમામ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી નાકાબંધી,વાહન ચેકિંગ,ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ માટે સૂચનાઓ આપી હતી. પોલીસે આચાર સંહિતા બાદ વિવિધ કલમો હેઠળ ૩૩૧ તત્વોને રાઉન્ડઅપ કર્યા છે. જ્યારે,૯ જણાની પાસા હેઠળ અટકાયત કરી છે.

આચાર સંહિતાના અમલ બાદ પોલીસે દારૃના કુલ ૧૯૭ કેસ કરી ૪૨ લાખનો દારૃ પકડયો છે.જ્યારે,કુલ ૩૪૬૨ વાહનોનું ચેકિંગ કરાયું હતું.જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૨૭ કેસ કરવામાં આવ્યા છે અને ૯૮વાહનો કબજે લેવામાં આવ્યા છે.

Rajkot : વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ

0

રાજકોટ, : જૂનાગઢ જિલ્લાની જીવાદોરી સમાન ઓઝત નદી ઘણા સમયથી ખનીજ માફિયાઓના લાલચુ પંજામાં ફસાઈ છે. વંથલી પંથકમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની બાતમી પરથી રાજકોટ સ્થિત ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડની ટીમે ત્રાટકીને ઓઝત નદીમાં પાણી હોવા છતાં વેક્યુમ સિસ્ટમથી ડ્રેજીંગ કરીને પેટાળમાંથી રેતી ઉલેચતા 8 મોટા બાર્જ અને 4 હોડી ઉપરાંત 2 ટ્રક સહિતના રૂા. 1.28 કરોડના સાધનો ઉપરાંત 2000 ટન રેતીનો જથ્થો ઝડપી લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. અહીંથી 6 શખ્સોને સકંજામાં લઈને મુખ્ય ખનીજમાફિયાની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામકની ટીમે બાતમીના આધારે કણજડીથી વંથલી વચ્ચેના ઓઝત નદીના પટ્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલ્યું કે, કોઈપણ સિંચાઈ પ્રોજેક્ટ કે નદી પરના પુલથી 500 મીટરની ત્રિજ્યામાં રેતી ખનન પર પ્રતિબંધ હોવા છતાં વંથલી પાસે નેશનલ હાઈવેના પુલથી માત્ર 350 મીટરના અંતરે માફિયાઓ નિર્ભય બનીને રેતી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂા. 40 લાખના 8 મોટા બાર્જ (મશીનરી સજ્જ બોટ), રૂા. 8 લાખની 4 નાની નાવડી ઉપરાંત રૂા. 80 લાખની કિંમતના રેતી ભરેલા 2 ટ્રક-ડમ્પર મળીને કુલ અંદાજે રૂા. 1.28 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થળ પરથી છ શખ્સોને સકંજામાં લેવાયા હતા, જ્યારે અન્ય ઈસમો નાસી છૂટયા હતા. જેથી તમામ મશીનરી અને વાહનો સીઝ કરાયા હતા. આ ઉપરાંત 2000 ટન રેતીનો જથ્થો મળ્યો હતો, જેની માપણી ચાલુ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ખનીજ ચોરોએ નદીમાં પાણી ભરેલું હોવાથી ખાસ પ્રકારના ‘બાર્જ’ (મોટી બોટ) ઉતાર્યા હતા. જેમાં હાઈ-પાવર વેક્યુમ મશીનરી ફીટ કરવામાં આવી હતી, જે નદીના તળિયેથી રેતી ઉલેચીને બહાર કાઢે છે. આ હાઈટેક ખનીજચોરીમાં નદીના એક છેડાથી બીજા છેડા સુધી ચેનલ બનાવીને ઊંડા ખાડા પણ પાડી દેવામાં આવતા હોય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે નદીમાં રહેલા જળચર જીવોના રહેઠાણો નાશ પામે છે અને માછલીઓ સહિતના જીવો પર અસ્તિત્વનું જોખમ ઊભું થાય છે.

એક બોટ વડે 25 ટનથી વધુ રેતી ઉલેચાતી હતી!

રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની તપાસ દરમિયાન અંદાજે 2000 ટન સાદી રેતીનો જથ્થો પકડાયો હતો. એક બોટ દ્વારા દરરોજ 25 ટન જેટલી રેતી કાઢવામાં આવતી હોવાનું પ્રાથમિક રોજકામમાં બહાર આવ્યું છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે દરરોજ લાખો રૂપિયાની સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવતી હતી.

Gujarat : આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર

0

ભાવનગર: મ્યૂલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના નાણાં વિદેશી મોકલતી આંતરરાજ્ય સિન્ડિકેટનો ભાવનગર પોલીસ પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે ૯ આરોપીઓને ઝડપી લઈ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તેમના ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના તા.૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કમિશનની લાલચે સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના પૈસા જે-તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આ પૈસા આંગડિયા અને હવાલા મારફતે વિદેશમાં મોકલી દેતી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો ભાવનનગર પોલીસે પર્દાફાશ કરી આ સિન્ડિકેટ સાથે જોડાયેલા આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ, શાફીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ પાંચાભાઈ સરવૈયા, અમન ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથા, હર્ષદસિંહ અનકુભા સરવૈયા અને દિપક વિઠ્ઠલભાઈ ગોહિલની ધરપકડ કરી છે. જ્યારે માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજૂ ફરાર છે, જે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આ સમગ્ર સિન્ડિકેટના મુળ સુધી અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ભાવનગર પોલીસે ઝડપાયેલા ૯ આરોપીઓના ફરધર રિમાન્ડની માંગણી સાથે ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓના આગામી તા.૨૦ સુધીના રિમાન્ડ મજૂર કર્યાં છે.

Gujarat : અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

0

સૌરાષ્ટ્રના અમરેલીથી 42 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશાએ એક જ સ્થળે માત્ર 8 દિવસમાં ફરી આજે પરોઢીયે 3.58  વાગ્યે 3.3 મેગ્નિટયુડનો તીવ્ર ભૂકંપથી વિસ્તારમાં વધુ એક વાર ભયનું મોજુ પ્રસર્યું હતું. સવારે માત્ર 5 કલાકના સમયમાં એક જ કેન્દ્રબિંદુન આસપાસ ઉપરાઉપરી 8 ધરતીકંપનો નોંધાયા છે. 

આશ્ચર્યની વાત એ છે કે મિતિયાળા અભ્યારણ્ય પાસે  સકરપરા અને વાંકિયા ગામ વચ્ચે 21.119 અક્ષાંસ અને 71.266 રેખાંશ ઉપર જમીનમાં 9.6 કિ.મી. ઉંડાઈએ ભૂકંપ ઉદ્ભવ્યો તે જ કેન્દ્રબિંદુએ રેખાંશ( લોન્ગિટયુડ)માં નગણ્ય ફેરફાર સાથે એ જ સ્થળે ગત તા. 30 માર્ચે  6.1 કિ.મી. ઉંડાઈએ 2.6ની તીવ્રતાનો અને તા. 29 માર્ચે 11.6 કિ.મી. ઉંડાઈએ 3.1ની તીવ્રતાનો ભૂકંપ ઉદ્ભવ્યો હતો. તેના પહેલા તા. 22 માર્ચે પણ ઉપરોક્ત સ્થળની નજીકમાં 8.6 કિ.મી. ઉંડાઈએ 2.9નો ધરતીકંપ નોંધાયો છે. આમ, ભૂકંપીય ગતિવિધિ એક જ કેન્દ્રની આસપાસ થઈ રહી છે.અમરેલીથી વિશેષ અહેવાલ મૂજબ આજે સવારે ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ઉપરાઉપરી 8 ભૂકંપો આવ્યા હતા જેનાથી ખાંભા ગીર, નાના વિસાવદર, ઈંગોરાળા, નાની ધારી, અનિડા સહિત અનેક ગામોમાં લોકોએ ધરતીમાં તીવ્ર ધ્રુજારી અનુભવી હતી અને ભયનો માહૌલ જોવા મળ્યો હતો. ધરતી કંપવાની સાથે ભૂગર્ભમાંથી અવાજો પણ આવતા હતા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ સિસ્મોલોજી કેન્દ્ર દ્વારા ઉપરાઉપરી આંચકા અંગે સર્વે પણ કરાયો છે. 

Gujarat : રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત

0

ભાવનગર જિલ્લાના રાજગઢ ગામે આજની તારીખે એકપણ એસ.ટી.બસની સગવડ ન હોય સ્થાનિક ગ્રામજનોને દૂર દૂર સુધી જવાનો વખત આવ્યો છે. આ બાબતે રહિશોની રજુઆત પ્રત્યે તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. 

બોટાદ એસ.ટી.ડેપોની એક બસ બોટાદથી પાટણા રૃટ પર ચાલે છે. તે બસ ભાવનગર તાલુકાના રાજગઢ ગામ સુધી લંબાવવામાં આવે તો એસ.ટી. તંત્રવાહકોએ ખાસ જરૃરીયાતમંદ વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરોને ખુબ સારી સેવા પુુરી પાડી ગણાશે. બીજુ પાટણાથી રાજગઢ ગામ સુધીનું અંતર પાંચ કિ.મી. થાય છે.તેમ છતા રાજગઢ ગામને અત્યાર સુધી એક પણ બસની સેવા મળતી નથી. આથી જો આ બસ પાટણાથી રાજગઢ સુધી લંબાવવામાં આવે તો બોટાદની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થાય તેમ છે. આ બસ કેરીયાના ઢાળ સુધીના વિસ્તારમાં રહેતા ૨૦ થી વધુ વિદ્યાર્થીઓને અને બોટાદમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની ખરીદી માટે જતા ખેડૂતોને ઉપરાંત બરવાળા, વલ્લભીપુર, ભાવનગર અને અમદાવાદ તરફ જવા માટે ખુબ જ ઉપયોગી થાય તેમ છે. આ અંગે સમાજ સુરક્ષા ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના પૂર્વ મેમ્બર જયાબેન બી.પનારાએ બોટાદના એસ.ટી.ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે. 

Rajkot : જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે

0

જેતપુરનાં ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખેતલીયા ટેક્સટાઇલમાં સંગ્રહ કરાયેલા એલપીજી સિલિન્ડર મળી આવ્યા બાદ પોલીસે મહાદેવ ગેસ એજન્સીનાં ગોડાઉનને સીઝ કરી દીધું છે. 2 આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે.

ચોક્કસ બાતમીના આધારે SOGના પીએસઆઇ જી.જે. ઝાલાએ ખેતલીયા ટેક્સટાઇલમાં દરોડો પાડયો હતો. તે વખતે ત્યાંથી 69 ભરેલા અને 24 ખાલી LPG સિલિન્ડર મળી આવ્યા હતા. જેનો ઉપયોગ સાડી પ્રિન્ટીંગના હેતું માટે કરાતો હતો. આજ કારણથી એલપીજી સિલિન્ડરનો ગેરકાયદે રીતે સંગ્રહ કરાયો હતો. તમામ એલપીજી સિલિન્ડર મહાદેવ ગેસ એજન્સીમાંથી આવ્યાનું ખુલતાં એસઓજીએ તેનું ગોડાઉન સીઝ કરી દીધું હતું. આ અંગે ખેતલીયા ટેક્સટાઇલનાં માલિક ફેનીલ જીતેન્દ્રભાઇ પાદરીયા (રહે. જૂનાગઢ રોડ, જેતપુર) અને મહાદેવ ગેસ એજન્સીનાં સંચાલક રાજ ભાવેશભાઇ સાકરીયા (રહે. ગંગા-જમુના રેસિડેન્સી, જેતપુર) વિરૂદ્ધ એલપીજી ગેસ સિલિન્ડરની ગેરકાયદે રીતે સંગ્રહખોરી કરવાની, ફાયર સેફ્ટીની જોગવાઇઓનો ભંગ કરવાની, સંગ્રહ અને વપરાશ ક્ષમતા કરતા વધુ માત્રામાં ગેસ સિલિન્ડરનું વેંચાણ કરવાની અને ગેસ સિલિન્ડર રૂલ્સની જોગવાઇઓનો ભંગ કરવા સહિતની બાબતોએ કાર્યવાહી કરી હતી.

એસઓજીએ એલપીજીના ખાલી અને ભરેલા સિલિન્ડર ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સામે આવશ્યક ચીજવસ્તુધારા, એક્સપ્લોઝીવ એક્ટ અને બીએનએસની જુદી-જુદી કલમો હેઠલ ગુનો દાખલ કર્યો હતો. 

Bollywood : તેરે ઈશ્ક મેં પછી ક્રિતી અને ધનુષની જોડી રીપિટ થશે

0

નિર્માતા આનંદ એલ રાય ‘તેરે ઈશ્ક મેં ‘ પછી ફરી ધનુષ અને ક્રિતી સેનનની જોડી રીપિટ કરવાના છે. તેઓ આ બંને કલાકારો સાથે એક રોમાન્ટિક  ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. 

કહેવાય છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પરની લવ સ્ટોરી હશે. ધનુષ અને ક્રિતી બંને સ્ક્રિપ્ટ વાંચી ચૂક્યાં છે અને બંનેને તે પસંદ પડી છે. પ્રિ પ્રોડક્શન બાદ આ વર્ષનના અંતથી શૂટિંગ શરુ  થવાની શક્યતા છે. 

ક્રિતી અને ધનુષની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ બોક્સ ઓફિસ પર સફળ ગણાવાઈ હતી. જોકે, તેમાં આનંદ એલ રાય ‘રાંઝણા’ કે ‘તનુ વેડ્સ મનુ’  જેવો ચમત્કાર સર્જી શક્યા ન હતા. 

Bollywood : આયુષમાન, શર્વરીની યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણતાને આરે

0

આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ હવે  પૂર્ણતાના આરે છે. ફિલ્મનું માંડ એકાદ સપ્તાહ ચાલે તેટલું શૂટિંગ બાકી  રહ્યું છે. 

મોટાભાગે આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે. બાદમાં પોસ્ટ પ્રોડક્શન શરુ કરાશે. 

સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું. 

આમ છ જ માસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. સૂરજની સ્ટાઈલ પ્રમાણે આ ફિલ્મ એક  ફેમિલી ડ્રામા હશે જેમાં આયુષમાનને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે.  ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક સહિતના કેટલાક સિનિયર  કલાકારો પણ કામ કરી રહ્યા છે. 

Gujarat : વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ

વડોદરા શહેર પોલીસમાં તાજેતરમાં ૨૫ પીઆઇનું પોસ્ટિંગ થયા બાદ વધુ ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટરોને જુદીજુદી જગ્યાએ ફાળવવામાં આવ્યા છે.જેની યાદી આ મુજબ છે.

પીઆઇનું નામ નિમણૂકની જગ્યા

કેજી લિમ્ચાચિયા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

કે જે પટેલ ઇકોનોમિક સેલ

એમ આર ચાવડા સાયબર સેલ સેકન્ડ પીઆઇ

ડીડી લાડુમોર બાપોદ ફર્સ્ટ

એનએન રબારી રીડર ટુ એડિ.સીપી-૧

એચ એન બારીયા જેપી રોડ ફર્સ્ટ

બીસી સોલંકી ટ્રાફિક(ઇસ્ટ)

એચબી ચાવડા ગોત્રી પોલીસ સ્ટેશન

પીસી દેસાઇ જવાહરનગર પોલીસ

કે એસ ચૌધરી ટ્રાફિક (વેસ્ટ)

માધુરી એસ ગોહેલ સ્પે.બ્રાન્ચ-સેકન્ડ

મહેશ એમ જુજા રાવપુરા પોલીસ-સેકન્ડ

Rajkot : યુવાનને નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી 5 લાખની માગણી

0

રાજુલા પંથકમાં હનીટ્રેપ અને ખંડણીની ઘટના સામે આવી છે. વારાહ સ્વરૂપ ગામે રહેતા યુવાનને જાળમાં ફસાવી હીંડોરણા ગામે રહેતા મિત્રએ રાજુલાની સ્ત્રી મીત્ર સહિત પાંચ સાથે મળી તેને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂા.5 લાખની માગણી કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વારાહ સ્વરૂપ ગામમાં રહેતા રોનકદાસ નામના યુવાને રાજુલા પોલીસ મથકમાં હીંડોરણા ગામનો મિત્ર કરણ દંતુભાઇ પટાટ, રાજુલાની સમીના સેલોત, જીતુ રાઘવભાઇ ચૌહાણ તથા બે અજાણ્યા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. રોનકદાસે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે તે તેના મિત્રો સાથે રાજુલા મામલતદાર કચેરી ખાતે ગયો હતો. ત્યાં કામ પુરૂ કરી કચેરીએથી નીકળીને હીંડોરણા ગામ ચોકડી પાસે રસ પીવા માટે ઉભા હતા ત્યારે તેના મોબાઇલમાં હીંડોરણા ગામે રહેતો મિત્ર કરણ દંતુભાઇ પટાટનો ફોન આવ્યો હતો અને ક્યાં છો પૂછતા તેણે ગામની ચોકડી પાસે હોવાનું કહ્યું હતું. થોડીવાર બાદ કરણ ત્યાં બાઇક લઇને આવ્યો હતો અને કામ છે કહીં પોતાનું બાઇક ત્યાં મુકી દીધું હતું અને તેના બાઇક પર ક્રિષ્ના સોસાયટી પાસે બાવળની જાળીમાં લઇ ગયો હતો.

 ત્યારબાદ આરોપીઓએ યુવક પર હુમલો કરી ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ યુવકને ડરાવી-ધમકાવી તેની સાથે રહેલી એક મહિલા સાથે ખરાબ કામ કરવાનું કહીં તેનો વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ યુવકને નિર્વસ્ત્ર કરી લાકડીઓ વડે માર માર્યો હતો. આ ક્રૂરતાનો વીડિયો પણ આરોપીઓએ મોબાઇલમાં કેદ કર્યો હતો. એટલું જ નહીં યુવકના ખિસ્સામાંથી રૂા. 1,950 રોકડા બળજબરીથી કાઢી લીધા હતા અને તેનો નવો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. ત્યારબાદ યુવકને ધમકી આપી હતી કે, જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો તેનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે