Home Blog Page 182

Ahmedabad : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મણિનગરમાં લોન્ચ કરાયો 1360 મેટ્રિક ટનનો અત્યાર સુધીનો સૌથી ભારે ગર્ડર

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હવે પૂરજોશમાં અને અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. આ કડીમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક એવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જેણે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. મણિનગરમાં બુલેટ ટ્રેન માટે અત્યાર સુધીનો સૌથી વજનદાર અને વિશાળ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.

આ કોઈ સામાન્ય ગર્ડર નથી, પરંતુ તેનું વજન અધધ… 1360 મેટ્રિક ટન છે. આટલા વિશાળ ગર્ડરને સુરક્ષિત રીતે તેના સ્થાને ગોઠવવા માટે રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્જિનિયરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયામાં કુલ 3 કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. પ્રોજેક્ટની જટિલતાને જોતા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણવામાં આવી રહ્યો છે.

મણિનગર વિસ્તારમાં ટ્રેકના નિર્માણ માટે આવા કુલ 5 ગતિશીલ ગર્ડર લોન્ચ કરવામાં આવનાર છે, જેમાંથી આ પ્રથમ અને સૌથી પડકારજનક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સફળતા બાદ હવે અમદાવાદમાં બુલેટ ટ્રેનના ટ્રેક અને પ્લેટફોર્મની કામગીરીમાં વધુ ગતિ આવશે તેવી શક્યતા છે..

National : ‘Sir, मैं सब सच बताऊंगी’, 9 पुलिसकर्मियों को फांसी दिलाने वाली हेड कांस्टेबल रेवती की कहानी

तमिलनाडु के सथानकुलम कस्टोडियल मौत मामले में पांच साल बाद 9 पुलिसकर्मियों को फांसी की सजा सुनाई गई. इस केस में हेड कांस्टेबल रेवती की साहसिक गवाही सबसे अहम साबित हुई. धमकियों और दबाव के बावजूद उन्होंने सच सामने रखा. उनकी गवाही ने दोषियों की पहचान और अपराध साबित करने में निर्णायक भूमिका निभाई.

तमिलनाडु के सथानकुलम कस्टोडियल मौत मामले में छह साल बाद अदालत ने बड़ा फैसला सुनाते हुए 9 पुलिसकर्मियों को दोषी ठहराया और उन्हें फांसी की सजा सुनाई. यह फैसला न्याय व्यवस्था के लिए एक महत्वपूर्ण पड़ाव माना जा रहा है. लेकिन इस पूरे मामले में एक नाम सबसे ज्यादा चर्चा में रहा. वह नाम है हेड कांस्टेबल रेवती. हेड कांस्टेबल रेवती की बहादुरी और सच्चाई के प्रति उनकी प्रतिबद्धता ने इस केस को मुकाम तक पहुंचाने में निर्णायक भूमिका निभाई. अगर उन्होंने साहस नहीं दिखाया होता. तो संभव है यह मामला कभी भी इस अंजाम तक नहीं पहुंच पाता.

यह घटना साल 2020 की है, जब कोविड नियमों के उल्लंघन के आरोप में पी जयाराज और उनके बेटे जे बेन्निक्स को तूतीकोरिन जिले के सथानकुलम पुलिस स्टेशन में हिरासत में लिया गया था. आरोप था कि उन्होंने अपनी मोबाइल की दुकान तय समय से ज्यादा देर तक खुली रखी थी. लेकिन पुलिस स्टेशन के अंदर जो हुआ. उसने पूरे देश को झकझोर कर रख दिया. आरोप है कि पिता और बेटे को थाने में बुरी तरह पीटा गया. उन्हें घंटों तक यातनाएं दी गईं. उनके शरीर पर गंभीर चोटें आईं और कुछ ही दिनों के भीतर दोनों की मौत हो गई.

इस घटना के बाद पूरे देश में गुस्सा फैल गया. लोगों ने न्याय की मांग की और मामला धीरे धीरे अदालत तक पहुंचा. लेकिन इस केस को मजबूत बनाने में सबसे बड़ी भूमिका निभाई हेड कांस्टेबल रेवती ने. वो उस समय सथानकुलम पुलिस स्टेशन में ड्यूटी पर तैनात थीं. उन्होंने अपनी आंखों से उस रात की पूरी घटना देखी थी कि किस तरह पिता-पुत्र को बेरहमी से पीटा जा रहा था.

जब न्यायिक मजिस्ट्रेट एमएस भारथिदासन मामले की जांच के लिए पहुंचे. तब रेवती ने उनके सामने सच बताने का फैसला किया. लेकिन यह फैसला आसान नहीं था. उन्होंने मजिस्ट्रेट से कहा कि सर मैं आपको सब कुछ बताऊंगी. हर वह सच जो छिपाया जा रहा है. लेकिन मैं दो छोटी बच्चियों की मां हूं, क्या आप मेरे बच्चों और मेरी नौकरी की सुरक्षा की गारंटी दे सकते हैं.

रेवती जानती थीं कि जिन पुलिसकर्मियों के खिलाफ वह गवाही देने जा रही हैं. वो उनसे वरिष्ठ और प्रभावशाली हैं, बावजूद उन्होंने सच बोलने का फैसला किया. उन्होंने मजिस्ट्रेट को मिनट दर मिनट उस रात की पूरी घटना बताई. रेवती ने बताया कि किस तरह दोनों लोगों को लगातार पीटा गया. उन्हें गंभीर चोटें आईं और बाद में उन्हें न्यायिक हिरासत में भेज दिया गया.

रेवती ने अपनी गवाही में बताया कि पुलिसकर्मियों को उस समय जो भी हाथ लगा वो उससे मारते रहे. यहां तक कि उनके प्राइवेट पार्ट पर भी जूते से मारा गया. बीच बीच में पुलिसकर्मी शराब पीने के लिए रुकते थे. उन्होंने बताया कि जब वह रात करीब 8.50 बजे स्टेशन पहुंचीं . तब अंदर से चीखने और रोने की आवाजें आ रही थीं, कोई चिल्ला रहा था. अम्मा, दर्द हो रहा है, मुझे छोड़ दो मैंने गलती की है.

उन्होंने यह भी बताया कि सब इंस्पेक्टर बालकृष्णन की आवाज सुनाई दे रही थी. जो चिल्ला रहे थे. तुम पुलिस स्टेशन में हंगामा करोगे. क्या तुम बहुत बड़े आदमी हो. रेवती ने कहा कि जब वह अंदर पहुंचीं. तब पीड़ित को बुरी तरह पीटा जा रहा था. उसके शरीर से खून बह रहा था और कुछ समय बाद जब मारपीट खत्म हुई. तो उसी घायल शख्स से फर्श पर गिरे खून को साफ करवाया गया.

उन्होंने यह भी बताया कि जब दोनों पीड़ित अर्ध बेहोशी की हालत में थे. तब उन्होंने जयाराज से पूछा कि क्या उन्हें कुछ चाहिए. उन्होंने उन्हें कॉफी देने की कोशिश की. लेकिन वहां मौजूद पुलिसकर्मियों ने उसे भी गिरा दिया. एक समय ऐसा भी आया जब दोनों को नग्न कर दिया गया और उनके हाथ बांध दिए गए. उस दृश्य को देखकर रेवती खुद को रोक नहीं पाईं और कमरे से बाहर चली गईं.

रेवती की गवाही सिर्फ बयान तक सीमित नहीं रही. उन्होंने सीसीटीवी फुटेज में दिखाई दे रहे पुलिसकर्मियों की पहचान भी की. इससे यह साबित करने में मदद मिली कि घटना के समय कौन कौन मौजूद था. यह केस में एक अहम कड़ी साबित हुई. जिसने दोषियों की भूमिका तय करने में मदद की. रेवती को इस दौरान कई तरह की धमकियों और दबाव का सामना करना पड़ा. उनके ही साथी पुलिसकर्मियों ने उन्हें चुप रहने की सलाह दी. लेकिन उन्होंने हार नहीं मानी. स्थिति इतनी तनावपूर्ण हो गई थी कि मजिस्ट्रेट को उनकी सुरक्षा के लिए जांच कक्ष के बाहर गार्ड तैनात करना पड़ा.

इसके बावजूद पुलिसकर्मी स्टेशन के बाहर जमा होकर माहौल बिगाड़ने की कोशिश कर रहे थे. वो टिप्पणी कर रहे थे और कार्यवाही में बाधा डालने की कोशिश कर रहे थे. रेवती शुरू में अपने बयान पर हस्ताक्षर करने से भी हिचकिचा रही थीं. लेकिन बार बार सुरक्षा का आश्वासन मिलने के बाद उन्होंने दसखत कर दिए.

मजिस्ट्रेट ने अपनी रिपोर्ट में भी इस बात का जिक्र किया कि स्टेशन का माहौल बेहद तनावपूर्ण था और पुलिसकर्मी कोर्ट स्टाफ को भी धमका रहे थे. रेवती की गवाही को शुरुआती दौर में काफी समर्थन मिला. लेकिन इसके बावजूद वह खुद को सुरक्षित महसूस नहीं कर रही थीं. उन्होंने एक इंटरव्यू में कहा था कि मैं नहीं चाहती कि मेरे बयान की जानकारी सार्वजनिक हो. मुझे डर है कि वरिष्ठ अधिकारी मुझे परेशान कर सकते हैं.

बाद में मद्रास हाईकोर्ट के निर्देश पर जिला प्रशासन ने उन्हें सुरक्षा प्रदान की. उनकी और उनके पति की सुरक्षा के लिए दो पुलिसकर्मियों को तैनात किया गया. साल 2020 में सुनवाई के दौरान हाई कोर्ट की एक बेंच ने उन्हें फोन पर बात कर आश्वस्त भी किया कि उनकी सुरक्षा का पूरा ध्यान रखा जाएगा.

रेवती का यह कदम पुलिस व्यवस्था के भीतर एक दुर्लभ उदाहरण माना जा रहा है. जहां एक जूनियर अधिकारी ने अपने ही साथियों के खिलाफ जाकर सच बोलने का साहस दिखाया. उनकी गवाही ने न सिर्फ इस केस को मजबूत बनाया. बल्कि यह भी दिखाया कि सच्चाई और साहस के बल पर न्याय हासिल किया जा सकता है. छह साल बाद आया यह फैसला न सिर्फ पीड़ित परिवार के लिए न्याय लेकर आया. बल्कि यह भी संदेश देता है कि कानून से ऊपर कोई नहीं है. इस पूरे मामले में हेड कांस्टेबल रेवती की भूमिका को हमेशा याद रखा जाएगा. जिन्होंने डर और दबाव के बावजूद सच का साथ दिया और न्याय की राह को संभव बनाया.

Surendranagar : લીંબડીમાં કોળી સમાજના આગેવાન સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણીઓ આવતા પક્ષપલટો જોવા મળ્યો

0

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લીંબડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. અહીં ભાજપના પૂર્વ સદસ્ય અને કોળી સમાજના કદાવર આગેવાન સહિત 50થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.

લીંબડી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સદસ્ય અને મોટા ટીબલા ગામના જાણીતા આગેવાન તેજાભાઇ મેટાલીયાએ પોતાના 50થી વધુ સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં જોડાતા સમયે તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને સામાન્ય જનતાના કોઈ કામ થતા નથી. સંગઠનમાં વારંવાર રજૂઆત કરવા છતાં લોકપ્રશ્નો ઉકેલાતા ન હોવાથી તેમણે પક્ષ બદલવાનો નિર્ણય કર્યો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રમુખે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી પહેલા થયેલા આ ભંગાણથી લીંબડી પંથકમાં કોંગ્રેસ ફરી મજબૂત બનતી દેખાઈ રહી છે..

Ahmedabad : મેમ્કોમાં પોલીસ કોન્સ્ટેબલ પર લાકડીથી જીવલેણ હુમલો, એટ્રોસિટી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો હવે પોલીસ પર પણ હાથ ઉઠાવતા અચકાતા નથી તેવી ગંભીર ઘટના મેમ્કો વિસ્તારમાં બની છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેશ વસાવા પર જૂની અદાવતમાં જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે લાકડી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, 6 એપ્રિલના રોજ મેઘાણીનગરના મંગલ પાંડે હોલ પાસેના ગાર્ડનમાં અસામાજિક તત્વોના ત્રાસની ફરિયાદ મળતા કોન્સ્ટેબલ જયેશ વસાવા ત્યાં તપાસમાં ગયા હતા. ગાર્ડનમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજાની પૂછપરછ કરતા તેણે પોલીસ સાથે દાદાગીરી કરી હતી. જોકે, તે સમયે માફી માંગીને છૂટેલા આરોપીના મનમાં પોલીસ પ્રત્યે નફરત અકબંધ હતી.

ગઈકાલે 7 એપ્રિલે રાત્રે જ્યારે કોન્સ્ટેબલ જયેશ વસાવા નોકરી પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા અને મેમ્કો પાસે જમવાનું પાર્સલ લેવા ઉભા રહ્યા, ત્યારે જ આરોપી જીતેન્દ્રસિંહ લાકડી લઈને ત્રાટક્યો હતો. “કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તને પતાવી દેવો છે” તેમ કહી આરોપીએ જાતિવાચક શબ્દો બોલી કોન્સ્ટેબલને માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા.

પોલીસ પર હુમલાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. શહેરકોટડા પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપી જીતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ આઈપીસીની કલમ 307 (હત્યાની કોશિશ) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ આ કેસની વધુ તપાસ એસસી-એસટી (SC/ST) સેલને સોંપવામાં આવી છે.

Vastu Tips : આ રીતે જાણીલો ઘરમાં નેગેટિવ ઉર્જા છે કે નહી, વાસ્તુ ઉપાય અજમાવવાથી થશે લાભ

0

આ તરંગો વાતાવરણમાં એકત્રિત થાય છે અને જ્યારે તેમની માત્રા વધે છે, ત્યારે તે ખાસ પ્રકારની ઊર્જામાં પરિવર્તિત થાય છે. આ ઊર્જા સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે મંદિરમા શુદ્ધ ભાવથી જાઓ તો સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે ગુસ્સો અથવા નકારાત્મક ભાવ સાથે જવાથી નકારાત્મક ઊર્જા વધે છે.

જ્યાં સકારાત્મક ઊર્જા જીવનમાં ખુશીઓ લાવે છે, ત્યાં નકારાત્મક ઊર્જા પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. જો ઘરમાં નકારાત્મક ઊર્જા હોય, તો આરોગ્ય, પ્રગતિ અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. ઘરમાં ઉદાસીનતા છવાઈ જાય છે અને સભ્યો કોઈને કોઈ કારણસર પરેશાન રહે છે.

ઘરમાં નકારાત્મક ઊર્જાના સંકેતો:

તુલસીનો છોડ સૂકાવું:

યોગ્ય સંભાળ છતાં તુલસી વારંવાર સૂકાઈ જાય તો તે નકારાત્મક ઊર્જાનું સંકેત હોય શકે છે.

ઘરેમાં કલેશ:

પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થવા.

દરેક કામમાં અડચણ:

કામ સમયસર પૂર્ણ ન થવું અથવા વારંવાર વિઘ્ન આવવું.

વારંવાર બીમારી:

ઘરમાં લોકો સતત બીમાર રહેતા હોય.

અનાવશ્યક ખર્ચ:

પૈસા બિનજરૂરી ખર્ચમાં વધુ જતા હોય.

નકારાત્મક ઊર્જા દૂર કરવાના ઉપાયો:
ઘરમાં સૂર્યપ્રકાશ પૂરતો આવવા દો.

ઈન્ડોર પ્લાન્ટ લગાવો – તુલસી (ઉત્તર/પૂર્વ), મની પ્લાન્ટ (દક્ષિણ-પૂર્વ), લકી બાંબુ (પૂર્વ), સ્નેક પ્લાન્ટ (દક્ષિણ-પૂર્વ), પીસ લિલી (બેડરૂમ).

પોતાના પાણીમાં એક ચમચી મીઠું નાખીને સફાઈ કરો.

દર અમાસે ઘરની ખાસ સફાઈ કરો અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરો.

સવારે મંત્ર જાપ કરો.

હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા સાંભળો.

ઘરમાં ગુગળ અથવા ચંદનની સુગંધવાળી અગરબત્તી પ્રગટાવો.

કાચ અને ક્રિસ્ટલની વસ્તુઓ રાખો, જે ઊર્જા સંતુલિત કરે છે.

તિજોરી અથવા અલમારી ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ રાખો.

કાંટાવાળા છોડ (જેમ કે કેક્ટસ) મુખ્ય દરવાજા નજીક ન રાખો.

મુખ્ય દરવાજા અથવા લિવિંગ રૂમમાં ક્રિસ્ટલ હેંગિંગ લગાવો, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.

આ પણ વાંચો: Grah Gochar: શુક્ર રચશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, સિંહ, કન્યા, વૃષભ રાશિ પર થશે અસર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Meerut : 48 બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી, બાળકોને થઇ નાની મોટી ઇજા

0

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં સેન્ટ મેરી સ્કૂલના માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો છે. દૌરાલા લવાડ રોડ પર ૪૮ બાળકોથી ભરેલી સ્કૂલ બસ અચાનક કાબુ ગુમાવી બેસતા રસ્તાની બાજુના ઊંડા ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો બસ એક મોટા ઝાડ સાથે ન અથડાઈ હોત, તો કદાચ કોઈ મોટી જાનહાનિ થઈ શકી હોત.

સેન્ટ મેરી સ્કૂલ, ખેડીની આ બસ રોજની જેમ બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી. અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તા નીચે ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ. બસ પલટી જતાં જ અંદર સવાર બાળકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને આખો વિસ્તાર બાળકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. બસ પલટી ખાઈને સીધી એક ઘટાદાર ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ હતી, જેના કારણે તે વધુ ગબડતા કે સંપૂર્ણપણે ચગદાઈ જતા બચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને રસ્તે પસાર થતા લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ બસના કાચ તોડીને અને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા બાળકોને એકપછી એક બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની ત્વરિત કામગીરીને કારણે બાળકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા.

આ અકસ્માતમાં ઘણા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સદનસીબે, કોઈ બાળક ગંભીર રીતે ઘાયલ થયું નથી. અકસ્માતની જાણ થતા જ બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાળકોને સામાન્ય ઈજા હતી, તેમને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા.

પોલીસે આ મામલે ડ્રાઈવરની બેદરકારી છે કે વાહનમાં કોઈ ટેકનિકલ ખામી હતી, તે દિશામાં તપાસ હાથ ધરી છે. બસને ક્રેઈન દ્વારા ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ બસોની સુરક્ષા અને ડ્રાઈવરોની સતર્કતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

Surendranagar : ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ આમનેસામને, બે જૂથો વચ્ચે સામસામે વાહનો અથડાવી હથિયારોથી હુમલો, 4 ઈજાગ્રસ્ત

0

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં ખારાઘોઢા રોડ પર ભૂંડ (ડુક્કર) પકડવાની બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. ભૂંડ પકડવાની હદ નક્કી કરવાના વિવાદમાં બંને પક્ષોએ સામસામે વાહનો અથડાવી હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક જૂથના લોકો પીકઅપ વાહનમાં ભૂંડ પકડીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખારાઘોઢા રોડ પર બીજા જૂથના લોકોએ પોતાના વાહનો તેમની સાથે અથડાવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી તેમજ અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા.

પાટડી પંથકમાં ભૂંડ પકડવાની હદને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. કયા વિસ્તારમાં કોણે ભૂંડ પકડવા તે બાબતે બંને જૂથો વચ્ચે અગાઉ પણ અનેકવાર બોલાચાલી અને ઘર્ષણ થઈ ચૂક્યું છે. આજે આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ અથડામણમાં બંને જૂથના મળી કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી પાટડીની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને ઘટના સ્થળે પંચનામું કરી વધુ તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર થયેલી આ મારામારીને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.

National : દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત

0

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલના જામીન મંજૂર કર્યા છે. રામપાલને લગભગ 11 વર્ષ પછી મળેલી આ રાહતથી રામપાલના સમર્થકો ખૂબ જ ખુશ છે. સંત રામપાલ હાલમાં હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. 2014માં હરિયાણાના બરવાલામાં સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી મોટી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણ દરમિયાન 6 લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસ સાથે જોડાયેલા વિવિધ આરોપોમાં રામપાલ વિરુદ્ધ અનેક કેસ નોંધાયા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ સામેલ હતો.

હાઈકોર્ટમાંથી જામીન મળવા છતાં સંત રામપાલની જેલમાંથી મુક્તિ અન્ય કેસોની કાનૂની સ્થિતિ પર નિર્ભર કરશે, કારણ કે તેમની સામે વિવિધ અદાલતોમાં અનેક કેસ પેન્ડિંગ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જામીનની શરતોનું પાલન કરવું તેમના માટે અનિવાર્ય હશે. સંત રામપાલ સતલોક આશ્રમના પ્રમુખ છે અને તેમના અનુયાયીઓ અનેક રાજ્યોમાં ફેલાયેલા છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ વહીવટી સ્તર પર આગળની કાનૂની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.

રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સતલોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ 1951માં ભારતના હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલા તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેમણે ભગવદ ગીતા, કબીર સાગર અને અન્ય ધર્મગ્રંથોની વ્યાખ્યાઓના આધારે આધ્યાત્મિક ઉપદેશોનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેઓ 15મી સદીના સંત કબીરના ઉપદેશોનું પાલન અને પ્રચાર કરવાનો દાવો કરે છે. તેમના અનુયાયીઓ તેમને એક સંત (આધ્યાત્મિક ગુરુ) માને છે અને ભક્તિ અને મોક્ષ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખે છે.

2006માં હરિયાણામાં રામપાલના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, આ ઘટના બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ 2014માં હિસાર સ્થિત તેમના આશ્રમમાં પોલીસ સાથે હિંસક અથડામણમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસને ત્યારે રામપાલને પકડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. રામપાલ પર ગેરકાયદેસર કારાવાસ બનાવવો અને લોકો પર અત્યાચાર ગુજારવા જેવા અનેક ગંભીર આરોપો લાગ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં અદાલતોએ તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. વિવાદો છતાં સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તરીય રાજ્યોમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. તેમનું સંગઠન આશ્રમ ચલાવે છે અને પુસ્તકો, ટીવી ચેનલો અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઉપદેશોનો પ્રસાર કરે છે.

Rajkot : મહિલા આરોગ્યકર્મીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ, ડોક્ટર અને મહિલા અધિકારીના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ

0

રાજકોટમાં સરકારી તંત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતી આરતી પરમાર નામની મહિલા કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આરતી પરમારે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી અને કિરણબેન નામની મહિલા અધિકારી દ્વારા તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. આરતીએ જણાવ્યું કે, “હું છેલ્લા ત્રણ વર્ષથી ઈમાનદારીથી નોકરી કરું છું, તેમ છતાં મને સતત હેરાન કરવામાં આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે મારો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો.”

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસ માત્ર તેની અરજી સ્વીકારી રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ લેવામાં આનાકાની કરી રહી છે. પગાર ન મળવાને કારણે અને સતત મળતા ત્રાસને કારણે આખરે કંટાળીને તેણે મોતનું વળગણ પકડ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં આરતી પરમારની હાલત સ્થિર છે.

National : ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ

0

મધ્ય પૂર્વમાં સીઝફાયર અને વૈશ્વિક સપ્લાય સંકટ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે સાત વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલનો સપ્લાય ફરી શરૂ થવા જઈ રહ્યો છે, અને આ વખતે વાર્તામાં એક રસપ્રદ વળાંક પણ છે. જે ક્રૂડ પહેલા ચીન જઈ રહ્યું હતું, તે જ હવે ભારત તરફ વળ્યું છે.

જાણકારી મુજબ, ક્યુરેકો ફ્લેગવાળું એક મોટું ક્રૂડ ટેન્કર ‘જયા’ હવે ભારતના પૂર્વી તટ તરફ આગળ વધી રહ્યું છે. આ એ જ જહાજ છે, જે પહેલા દક્ષિણ-પૂર્વ એશિયાના રસ્તે ચીન તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. શિપિંગ ડેટાથી સ્પષ્ટ છે કે આ ફેરફાર કોઈ સામાન્ય વેપારી નિર્ણય કરતા વધારે, બદલાતા વૈશ્વિક સંજોગોનો સંકેત છે

આ ક્રૂડની ખરીદી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા કરવામાં આવી છે, જે દેશની સૌથી મોટી સરકારી ક્રૂડ કંપની છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સંકેતો સ્પષ્ટ છે કે ભારતે ફરીથી ઈરાની ક્રૂડને પોતાના ઈમ્પોર્ટ પોર્ટફોલિયોમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું છે.

માત્ર એક જ નહીં, પરંતુ ‘જોર્ડન’ નામનું વધુ એક ટેન્કર પણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ એક વખતની ડીલ નથી, પરંતુ એક ટ્રેન્ડની શરૂઆત હોઈ શકે છે. હકીકતમાં, ભારતે છેલ્લે મે 2019માં ઈરાન પાસેથી ક્રૂડ ખરીદ્યું હતું. તે સમયે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ આ આયાત રોકવી પડી હતી. ત્યારબાદ ભારતે પોતાની જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા, ઈરાક અને અમેરિકા જેવા દેશો પર નિર્ભરતા વધારી દીધી હતી.

પરંતુ હવે સંજોગો બદલાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર દબાણને કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાય પ્રભાવિત થયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કામચલાઉ ધોરણે ઈરાની ક્રૂડ પર લાગેલા કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપી છે, જેથી બજારમાં સ્થિરતા લાવી શકાય.

આ નિર્ણયનો સીધો ફાયદો ભારતને મળ્યો છે. ભારતીય રિફાઇનર્સ લાંબા સમયથી સસ્તા અને સ્થિર સપ્લાયની શોધમાં હતા, અને ઈરાન હંમેશા તેમને વધુ સારી શરતો પર ક્રૂડ આપતું રહ્યું છે. એવામાં આ વાપસી ભારતીય બજાર માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે ઘરેલુ રિફાઇનર્સ હવે ઈરાનથી ક્રૂડ ખરીદવા લાગ્યા છે. ખાસ વાત એ છે કે પેમેન્ટ સિસ્ટમમાં પણ હાલમાં કોઈ મોટો અવરોધ નથી, જે પહેલા સૌથી મોટી સમસ્યા ગણાતી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે ઈરાની ક્રૂડની વાપસીથી ભારતને બે મોટા ફાયદા થશે. પહેલો, ક્રૂડની કિંમતોમાં સ્થિરતા આવશે, અને બીજો, સપ્લાયનું જોખમ ઘટશે. વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા બનેલી છે, ત્યારે આ પગલું ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરી શકે છે.