સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે .
ગોવામાં કેટલીક ફાઈટ સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં સની સાથે જ્યોતિકા છે. આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે. સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે.
ખાડી યુદ્ધને છ અઠવાડિયા વીતી ગયા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એક પછી એક અલ્ટીમેટમ આપતા રહ્યા છે અને હવે ૪૮ કલાકનું આખરીનામુ ઇરાનને તેમના તુમાખીભર્યા અંદાજમાં આપતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક પૂરેપૂરી સભ્યતા ખતમ થઈ જશે. તેની સામે ઇરાને પણ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે કે જો ભીષણ હુમલો કર્યો છે તો એવો જવાબ આપીશું કે અમેરિકાની આવતી પેઢીઓ યાદ રાખશે.
ટ્રમ્પે ઇરાનને ધમકાવતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, તેને પાછી લાવી નહીં શકાય. હું આવું ઇચ્છતો નથી, પરંતુ આવું થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અમે હવે ઇરાનમાં સત્તા બદલી દીધી છે.
હવે ત્યાં પહેલાની તુલનાએ સ્માર્ટ અને ઓછા કટ્ટર લોકો છે. અમને આજે રાત્રે ખબર પડશે કે ઇરાન કયા પગલાં લઈ રહ્યું છે. આ વિશ્વના ઇતિહાસની સૌથી મહત્ત્વની પળ છે.
ટ્રમ્પના નિવેદન સામે ઇરાનનો વળતો પ્રહાર
ટ્રમ્પના નિવેદનનો વળતો જવાબ આપતા હોય તેમ ઇરાને અમેરિકા સાથે બધા રાજકીય અને પરોક્ષ કમ્યુનિકેશન ચેનલ બંધ કરી દીધી છે. અમેરિકા સાથે કોઈપણ પ્રકારના સંદેશાનું આદાનપ્રદાન બંધ કરી દીધું છે. બીજી બાજુએ અમેરિકાના એક અધિકારીનો દાવો છે કે અમે ઇરાનના સંપર્કમાં છીએ. ઇરાન સાથે અમારી વાતચીત સકારાત્મક રહી. આજનો દિવસ પૂરો થતાં-થતાં કોઈને કોઈ પરિણામ આવશે.
ટ્રમ્પની ધમકી પર દક્ષિણ આફ્રિકા સ્થિત ઇરાની રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગીઓને ઇરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે કે તે ક્યારેય ભૂલી નહીં શકે. તુર્કીમાં ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે સિકંદરે સળગાવી દીધા, મંગોલોએ બરબાદ કરી દીધા, આમ ઇતિહાસે કઠોર પરીક્ષા લીધી, આમ છતાં ઇરાનનું અસ્તિત્વ બનેલું છે. હવે જેને સમય ખતમ ન કરી શક્યો તે દેશ એક માનસિક રીતે દેવાળું ફૂંકનારા શખ્સની ધમકીથી ખતમ ન થાય.
અમેરિકાએ ખાર્ગ પર હુમલો કર્યો- ઇઝરાયેલના હુમલામાં ૧૮ના મોત
અમેરિકાએ ધમકીના કલાકો પૂરા થયા પહેલા જ ઇરાન પર હુમલો કરી દીધો અને તેણે ઇરાનના ખાર્ગ ટાપુઓને લક્ષ્યાંક બનાવ્યા જ્યાંથી ઇરાન ૯૦ ટકા ઓઇલ સપ્લાય કરે છે. બીજી બાજુએ ઇઝરાયેલે ઇરાનની દસ રેલ્વે લાઇનો પર હુમલો કર્યો હતો. ઇરાનમાં તહેરાનથી ઉત્તરપશ્ચિમે આવેલા અલબોર્ઝ પ્રાંતમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૮ના મોત થયા છે અને ૨૪ને ઇજા થઈ છે. ઇરાનમાં તહેેરાન અને તેની આસપાસના પર્વતમાળામાં શસ્ત્રોના પુરવઠાને ખતમ કરવા ઇઝરાયેલ હવાઈ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલે ઇરાનના શિરાઝમાં આવેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલા કર્યા હતા.
ઇરાને વીજમથકોનું રક્ષણ કરવા ૧.૪ કરોડની માનવ સાંકળ રચવા માંડી
ઇરાનના પ્રમુખે જણાવ્યું હતું કે મારા સહિત ૧.૪ કરોડ લોકો વીજમથકોનું રક્ષણ કરવા માટે માનવ સાંકળ રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટ્રમ્પના હુમલાએ ઇરાનમાં પાછો રાષ્ટ્રવાદ જગાવ્યો છે અને લોકો દેશ માટે કંઇપણ કરી છૂટવા માટે લાગી ગયા છે. આમ ટ્રમ્પની ઇરાનમાં સત્તા પલટો કરવાની ઇચ્છા બર આવી નથી.
ઇરાને પણ અમેરિકા-ઇઝરાયેલના હુમલાના જવાબમાં વળતો પ્રહાર કરતાં ઇઝરાયેલમાં તેલ અવીવ અને સાઉદી અરેબિયામાં હુમલો કર્યો હતો. તેના કારણે તેલઅવીવમાં સાઇરનો વાગી હતી. સાઉદી અરેબિયા પર આઠ મિસાઇલ ત્રાટકી હતી, જેને આંતરી લેવામાં આવી હતી. વિશ્વના નેતાઓએ પણ ચેતવણી આપી હતી કે ટ્રમ્પના પગલાંને વોર ક્રાઇમ કહી શકાય. યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ યુદ્ધ વખતે કોઈપણ વીજમથક અને નાગરિક માળખાને નિશાન બનાવી શકાતા નથી, જો કે યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ આ નિયમ જળવાયો નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇનના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રૅકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ ક્રૂડ 300 રૂપિયાથી વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલ રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો
ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 3 ટકા અથવા 4.15 ડૉલરથી વધીને 116.56 ડૉલર પર પહોંચી ગયું છે. બીજી તરફ સવારે 9:57 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.69 ટકા અથવા 1.86 ડૉલરના વધારા સાથે 111.63 ડૉલરના ઈન્ટ્રાડે ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડે આ સંઘર્ષની શરૂઆતથી 60 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 27 ફેબ્રુઆરીના 72.48 ડૉલરના સ્તરથી ઉછાળા સાથે 9 માર્ચ સુધીમાં 119.50 ડૉલર પર પહોંચી ગયું હતું.
મંગળવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 300 રૂપિયા વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલના રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ વધારો સતત પુરવઠા સબંધિત ચિંતાઓ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક ઊર્જા માપદંડો અનુરુપ રહ્યો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલના ભાવમાં 300 રૂપિયા અથવા 2.83 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 10,888 પ્રતિ બેરલની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. તેવી જ રીતે મે મહિનાના કોન્ટ્રેક્ટમાં પણ 170 રૂપિયા અથવા 1.82 ટકાનો વધારો થયો અને તે MCX પર 9,485 પ્રતિ બેરલના નવા સ્તરે પહોંચી ગયો છે.
અમેરિકન પ્રમુખનું આક્રમક વલણ અને ગંભીર ધમકીઓ
ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઉછાળો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન પ્રત્યે દેખાડવામાં આવેલ આક્રમક વલણ બાદ નોંધાયો છે. પ્રમુખ ટ્રમ્પે કડક ચેતવણી આપતા6 કહ્યું છે કે, જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર રાત્રિની ડેડલાઇનનું પાલન નહીં કરે, તો તેના પર વિનાશ વેરવામાં આવશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય છે. ટ્રમ્પના મતે જો કોઈ કરાર નહીં થાય તો ઈરાનમાં દરેક પુલ નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાંનો દરેક પાવર પ્લાન્ટ હંમેશા માટે તબાહ કરી દેવામાં આવશે.
ઈરાને યુદ્ધવિરામની યોજના ફગાવી
બીજી તરફ આ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાને યુદ્ધવિરામની યોજનાને ફગાવી દીધી છે અને અમેરિકા સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જીઓ-પોલિટિકલ કટોકટીની સૌથી વધુ અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી રહી છે, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વની છે.
વિશ્વના કુલ તેલ પરિવહનનો લગભગ પાંચમો ભાગ (20%) આ જળમાર્ગ દ્વારા પસાર થાય છે.
28 ફેબ્રુઆરીના રોજ સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સતત અવરોધાયેલો છે.
આ જ ગતિરોધને કારણે ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજે 90 ટકાનો વધારો થયો છે, જે સરેરાશ100 ડૉલરની આસપાસ જળવાયેલી છે.ઊર્જા બજારની આ અસ્થિરતાની મિશ્ર અસર શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાનું વોલ સ્ટ્રીટ મામૂલી સુધારા સાથે બંધ થયું હતું, જ્યારે એશિયન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ભારતીય શેરબજારમાં મંગળવારે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો 1 ટકા સુધીના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી ‘એની બડી કેન ડાન્સ ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે, રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જોકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૩ અને બીજો ભાગ ૨૦૧૫માં રીલિઝ થયો હતો.
રેમો જાણે છે કે હવે જનરેશન બદલાઈ ચૂકી છે. આથી તે આ ડાન્સ આધારિત ફિલ્મની સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો કરી રહ્યો છે.
પહેલા બે ભાગમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. ત્રીજા ભાગમાં રેમો નવી પેઢીના કલાકારોને પસંદ કરે તેવી સંભાવના છે.
આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય સંકટમાં ઘેરાયા છે. વર્ષ 2020ના એક જૂના કેસમાં મહેસાણાની કોર્ટે કડક વલણ અપનાવતા તેમની વિરુદ્ધ નોન-બેઇલેબલ (બિનજામીનપાત્ર) વોરંટ જાહેર કર્યું છે. આ આદેશને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે.
સુનાવણી દરમિયાન હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ
સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે. મહેસાણા સિટી ‘A’ ડિવિઝન પોલીસ મથકે તે સમયે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલ આ મામલો મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન-બેઇલેબલ વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે.
પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો
કોર્ટના આદેશનું પાલન કરવા માટે , 7 એપ્રિલ 2026ના રોજ પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો. એક હેડ કોન્સ્ટેબલે રૂબરૂ જઈને વોરંટ બજવણીની કામગીરી હાથ ધરી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ ફોજદારી કેસમાં અચાનક આવેલો આ વળાંક રાજકીય બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પુરાવા તરીકે ઘરના ફોટા પાડીને એપ્લિકેશન પર અપલોડ કર્યા
મહત્વનું છે કે પોલીસ હવે આધુનિક ‘ઇ-સમન્સ એપ્લિકેશન’ દ્વારા વોરંટની બજવણી કરી રહી છે. આ સિસ્ટમ અંતર્ગત જો આરોપી પોતાના ઘરે હાજર ન મળી આવે, તો પોલીસ કર્મચારીએ પુરાવા તરીકે ઘરના ફોટા પાડીને એપ્લિકેશન પર અપલોડ કરવાના હોય છે. આજે ઇટાલિયાના ઘરે પણ આ જ ડિજિટલ પ્રોટોકોલ સાથે વોરંટ બજવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ
આ નોન-બેઇલેબલ વોરંટ બાદ હવે ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ તોળાઈ રહ્યું છે. કાયદાના નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં તેમણે કાં તો કોર્ટ સમક્ષ હાજર થવું પડશે અથવા તો વોરંટ રદ કરાવવા માટે કાયદાકીય રાહ લેવી પડશે. આગામી દિવસોમાં આ કેસમાં શું વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
છાણી વિસ્તારના મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર એક સગીર સહિત બે ચોર અને દાગીના ખરીદનારને પોલીસે ઝડપી પાડયા છે.
છાણી જકાતનાકા ખાતે ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલમાં આવેલા મેલડી માતાના મંદિરનો દરવાજો ખોલી કોઇ ચોર ચાંદીની મૂર્તિ અને દાગીના મળી કુલ રૃ. પોણો લાખની મતા ચોરી જતાં છાણી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર એક સગીર તેમજ તેના સાગરીત જય હસમુખભાઇ ભીમાણી(ભગવતનગર સોસાયટી,અભિલાષા,સમા)ને ઝડપી પાડયા હતા.પૂછપરછ દરમિયાન સગીરના મિત્ર જય ભીમાણીએ ચોરીનો માલ પાદરાના આશિક રહેમત મલિક (ક્રિષ્નાવાટિકા ફ્લેટ,મધર્સ સ્કૂલ રોડ, પાદરા)ને વેચી દીધો હોવાથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.પોલીસે મૂર્તિ ઓગાળી બનાવેલી ચાંદીની લગડી અને આભુષણો,સ્કૂટર, મોબાઇલ મળી રૃ.૧.૪૨ લાખની મતા કબજે કરી હતી.
ગીતાનો બીજો અધ્યાય એ માત્ર જ્ઞાનનો સંગ્રહ નથી, પણ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) નો સૌથી મોટો ગ્રંથ છે. પ્રથમ અધ્યાયના અંતે અર્જુન જે સ્થિતિમાં હતો, તેને આજની ભાષામાં આપણે ‘ગંભીર ડિપ્રેશન’ કે ‘પેનિક એટેક’ કહી શકીએ. હાથ ધ્રૂજવા, પરસેવો છૂટવો અને લડવાનો વિચાર સુધ્ધાં છોડી દેવો આ એક એવા માણસના લક્ષણો હતા જે પોતાની લડાઈ લડતા પહેલા જ હારી ગયો હતો. અહીં ભગવાન શ્રીકૃષ્ણ વિશ્વના પ્રથમ અને સર્વશ્રેષ્ઠ ‘કાઉન્સેલર’ તરીકે પ્રગટ થાય છે. કૃષ્ણ જાણે છે કે અર્જુનને માત્ર મીઠી વાતોની નહીં, પણ સત્યના ઝટકાની જરૂર છે. કૃષ્ણ અર્જુનને સીધો સવાલ કરે છે – “ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ” (હે પાર્થ, આ નપુંસકતા તને શોભતી નથી). કૃષ્ણની કાઉન્સેલિંગ શૈલી અજોડ છે. તેઓ પહેલા અર્જુનને પૂરતો સાંભળે છે અને પછી તેની નબળાઈ પર પ્રહાર કરે છે જેથી તેનું આત્મસન્માન જાગે. જીવન પાઠજેમ એક સર્જન ડોક્ટરપોતાના જ સંતાનનું ઓપરેશન કરતી વખતે ઈમોશનલ થઈને ધ્રૂજવા લાગે છે, તેમ અર્જુન પણ ઈમોશનલ બ્લેકમેલિંગનો શિકાર બન્યો હતો. કૃષ્ણ આપણને શીખવે છે કે ‘ડિપ્રેશન’ માંથી બહાર આવવાનો એક જ રસ્તો છે વાસ્તવિકતાનો સ્વીકાર અને કર્તવ્ય તરફનું પહેલું ડગલું. હાર સ્વીકારી લેવી એ જ ખરી હાર છે, બાકી મેદાનમાં પછડાયા પછી ઊભા થવું એ જ વીરતા છે. મૃત્યુનો ડર કે જીવનનો મોહ? કૃષ્ણએ તોડેલો અર્જુનનો ભ્રમ.
અર્જુન જે દલીલો કરતો હતો કે “હું મારા ગુરુઓ અને પિતામહને કેવી રીતે મારી શકું?”, તેની પાછળ હકીકતમાં અહિંસા નહોતી, પણ ‘મોહ’ હતો. આપણે જેને પ્રેમ સમજીએ છીએ તે ઘણીવાર આપણી આસક્તિ (Attachment) હોય છે. કૃષ્ણ અહીં આત્માની અમરતાનું ગૂઢ જ્ઞાન આપે છે. તે સમજાવે છે કે મૃત્યુ એ અંત નથી, માત્ર પરિવર્તન છે. “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણી…” એટલે કે આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી. તું જેનો શોક કરે છે તે શરીર તો જવાનું જ છે, પણ જે અંદરનું તત્વ છે તે સનાતન છે. જેમ આપણો ફોન બગડી જાય ત્યારે આપણે નવો ફોન લઈએ છીએ, પણ જૂના ફોનનો બધો ડેટા (Cloud) માં સચવાયેલો હોય છે અને તે નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જાય છે, તેમ શરીર બદલાય છે પણ આત્મા અવિનાશી છે. અર્જુનનો ભ્રમ એ હતો કે ‘તે’ કોઈને મારી રહ્યો છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જે અનિવાર્ય છે તેનો શોક શા માટે? કૃષ્ણ આપણને શરીરના મોહથી ઉપર ઉઠીને આત્માના ગૌરવને ઓળખતા શીખવે છે.
શૂન્યમાંથી સર્જન: જ્યારે હારેલો યોદ્ધા ફરી ગાંડીવ ઉઠાવે છે. બીજા અધ્યાયના અંત સુધીમાં અર્જુનની મનઃસ્થિતિ બદલાવા લાગે છે. કૃષ્ણ તેને ‘સ્થિતપ્રજ્ઞ’ ના લક્ષણો સમજાવે છે એવો માણસ જે સફળતામાં છકી જતો નથી અને નિષ્ફળતામાં તૂટી જતો નથી.ગીતાનો સૌથી મોટો મંત્ર છે “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”. અર્જુન પરિણામના ડરથી (શૂન્ય પર) બેસી ગયો હતો. કૃષ્ણ તેને સમજાવે છે કે જો તું પરિણામનો મોહ છોડીને માત્ર તારી ફરજ બજાવીશ, તો તારી શક્તિ અનેકાગણી વધી જશે. જો બેટ્સમેન પીચ પર ઉભો રહીને સતત સ્કોરબોર્ડ જોયા કરે, તો તે આવતો બોલ ચૂકી જશે અને આઉટ થઈ જશે. તેણે માત્ર આવનારા ‘બોલ’ (વર્તમાન કર્મ) પર જ ધ્યાન આપવું જોઈએ.જે રીતે કાચબો પોતાની ઇન્દ્રિયોને જરૂર પડ્યે સંકેલી લે છે, તેમ જે માણસ સુખ-દુઃખમાં સમાન રહે છે તે જ સાચો વિજેતા છે. સોશિયલ મીડિયા પર કોઈ ‘લાઇક’ કરે તો બહુ ખુશ થવું અને કોઈ ‘ટીકા’ કરે તો ડિપ્રેશનમાં આવી જવું આ અસ્થિર મન છે.
ગાંડીવનો પુનઃસ્વીકાર: અર્જુનને સમજાય છે કે યુદ્ધ મેદાનમાં નથી, પણ મન અંદર છે. ‘ગાંડીવ’ ઉઠાવવું એ માત્ર લડાઈનું પ્રતીક નથી, પણ પોતાની જવાબદારીઓનો હિંમતપૂર્વક સ્વીકાર કરવાનું પ્રતીક છે. વિષાદમાંથી યોગ તરફ અધ્યાય ૨ (સાંખ્ય યોગ) એ સાબિત કરે છે કે જો તમારી પાસે સાચું જ્ઞાન અને કૃષ્ણ જેવી સ્થિર બુદ્ધિ હોય, તો તમે કોઈ પણ માનસિક ગૂંચવણમાંથી બહાર આવી શકો છો. અર્જુન હવે લડવા માટે તૈયાર થવાની શરૂઆત કરે છે. જે ક્ષણે અર્જુને પોતાનો અહંકાર છોડીને કૃષ્ણને કહ્યું”શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્” (હું તમારો શિષ્ય છું, મને શરણે લો), તે ક્ષણે તેના વિજયનો પાયો નખાઈ ગયો. શું તમે પણ તમારા જીવનના ‘યુદ્ધ’ થી ભાગી રહ્યા છો? યાદ રાખજો, કૃષ્ણ આજે પણ તમારી બુદ્ધિના રથ પર બેસીને કહી રહ્યા છે “ઊઠ, ધનુષ ઉઠાવ અને તારું કર્મ કર. બાકીનું હું જોઈ લઈશ!”
(ક્રમશ: આગામી અધ્યાય ૩ માં આપણે સમજીશું ‘કર્મયોગ’. માત્ર જ્ઞાન મેળવવાથી શું કામ પૂરું થઈ જાય છે? કૃષ્ણ આપણને શીખવશે કામ કરવાની સાચી અને શ્રેષ્ઠ રીત!)
મેષ આજનો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે અને નવા અવસર મળી શકે છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ અનાવશ્યક ખર્ચથી બચવું પડશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ થાક અનુભવાઈ શકે છે.
વૃષભ આજે આર્થિક બાબતોમાં લાભ મળવાની સંભાવના છે. રોકાણ માટે દિવસ શુભ છે, પરંતુ વિચાર કરીને નિર્ણય લો. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. પરિવારિક જીવનમાં સુમેળ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખોરાકનું ધ્યાન રાખો.
મિથુન આજનો દિવસ મિશ્ર પરિણામ આપનાર રહેશે. કાર્યક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક બની શકે છે. આર્થિક બાબતોમાં સાવચેત રહો. પરિવારનો સહયોગ મળશે. માનસિક તણાવથી બચવા માટે ધ્યાન અને યોગનો સહારો લો.
કર્ક આજે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. ઘરમાં શાંતિ અને સુખ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધે શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
સિંહ આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ કામથી બચો.
કન્યા આજે તમને તમારા કામમાં સાવધાની રાખવી પડશે. નાની ભૂલો મોટી સમસ્યા બની શકે છે. આર્થિક બાબતોમાં વિચાર કરીને નિર્ણય લો. પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય અંગે સચેત રહો.
તુલા આજનો દિવસ સંતુલન જાળવવાનો છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સંબંધોમાં સુધારો આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે પરિવર્તન લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે. આર્થિક લાભ મળવાની શક્યતા છે. સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
ધનુ આજનો દિવસ સકારાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ આજનો દિવસ નવા વિચારો અને યોજનાઓ માટે સારો છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા ગૌહરબાગ વિસ્તારમાં આવેલી ‘ચંચળ જ્વેલર્સ’ નામની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા બદમાશોએ જ્વેલર્સ માલિક પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, બીલીમોરાના ગૌહરબાગ સ્થિત ચંચળ જ્વેલર્સમાં ત્રણ શખ્સો ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. આ ટોળકીએ જ્વેલર્સના માલિકને બંદૂકની અણીએ ડરાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવા છતાં દુકાનદારની અદમ્ય હિંમત જોઈ લૂંટારુઓ ગભરાઈ ગયા હતા. માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓએ કંઈ પણ લીધા વિના ત્યાંથી ભાગવું પડ્યું હતું.
આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે. ધોળા દિવસે થયેલા આ ફાયરિંગથી બીલીમોરાના વેપારી આલમમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ SIR હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ 60 લાખ મતદારોના નામ પર વિચારણા ચાલી રહી હોવાનો ડેટા જાહેર થયો છે. ચૂંટણી પંચે આજે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માં વિચારાધીન 60 લાખ મતદારોના નામનો ડેટા જાહેર કર્યો છે.
ચૂંટણી પંચે પહેલીવાર જિલ્લા મુજબ નામ દાખલ કરવાની અને હટાવવાની માહિતી શેર કરી છે. પંચના જણાવ્યા મુજબ, બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા હેટળ અત્યાર સુધીમાં કુલ 90.66 મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. પંચે 2025માં પ્રથમ તબક્કા હેઠળ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 58.2 લાખ મતદારોના નામ હટાવાયા હતા, ત્યારપછી ફેબ્રુઆરી-2026માં અંતિમ યાદી જાહેર કરાઈ હતી અને આમાં વધુ 5.46 લાખ મતદારો નામ કપાયા છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે, ડેટામાં ટેકનિકલ સમસ્યાના કારણે 60 લાખથી વધુ મતદારોની ઊંડાઈપૂર્વક તપાસ કરીને ખાતરી કરાઈ રહી છે. અધિકારીઓ સંપૂર્ણ ચોક્સાઈથી તપાસ કરી શકે તે માટે આ મતદારોના નામ ન્યાયિક પ્રક્રિયા હેઠળની રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 59.84 લાખ મતદારોની ખાતરી કરી લેવાઈ છે, જેમાં સંપૂર્ણ તપાસ બાદ લગભગ 32.68 લાખ યોગ્ય મતદારોના નામ યાદીમાં નોંધવામાં આવ્યા છે, જ્યારે પાત્રકા વિનાના 27.16 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા બાદ જિલ્લા મુજબ નામ જોડવાની અને હટાવવાનો ડેટા જાહેર કરાયો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય, SIRની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો અને મતદાર યાદીની વિશ્વસનિયતા વધારવાનો છે. અત્રે એ જણાવી દઈએ કે, આ ડેટા હવે જાહેરમાં ઉપલબ્ધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.