Home Blog Page 206

National : ‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી

0

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ વચ્ચે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશની સુરક્ષાને લઈને અત્યંત કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વર્તમાન સુરક્ષા સ્થિતિને જોતાં ભારતનો પડોશી દેશ કોઈપણ પ્રકારનું ‘દુ:સાહસ’ કે ‘ખોટી હરકત’ કરી શકે છે, પરંતુ જો એવું થયું તો ભારતનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે. રાજનાથ સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘દેશની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.’ આ નિવેદન માત્ર પડોશી દેશો માટે ચેતવણી નથી, પરંતુ એ સંકેત પણ છે કે ભારત હવે દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

ગંભીર સ્થિતિ પર સરકારની ઝીણવટભરી નજર

દેશવાસીઓને ભરોસો આપતાં રાજનાથ સિંહે કહ્યું કે, ‘આપણે આપણા નાગરિકોની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા સક્ષમ પણ છીએ અને તૈયાર પણ છીએ.’ આ સાથે તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, ‘ગભરાવાની જરૂર નથી. સ્થિતિ ગંભીર ચોક્કસ છે પરંતુ સરકાર દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સરકાર કડક વલણ અપનાવવાની સાથે જ જનતાનો વિશ્વાસ પણ જાળવી રાખવા માંગે છે.  જો કોઈ દુ:સાહસ કરશે તો ભારત આ વખતે તેને છોડશે નહીં. સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાંને સહન કરવામાં આવશે નહીં

અફવાઓથી દૂર રહેવા અને પુરવઠો સામાન્ય હોવાની ખાતરી

આ દરમિયાન દેશમાં ઊર્જા સંકટની ફેલાઈ રહેલી અફવાઓ પર પણ સંરક્ષણમંત્રીએ પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે ઊર્જા સંકટની આશંકાઓને ફગાવતાં કહ્યું કે, ‘કેટલાક લોકો યુદ્ધના બહાને ખોટી માહિતી ફેલાવીને ડરનો માહોલ બનાવી રહ્યા છે, પરંતુ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસની કોઈ જ અછત નથી.’ તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી અને ખાતરી આપી કે જરૂરી સંસાધનોનો પુરવઠો સામાન્ય છે. વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા પણ સરકારની મોટી જવાબદારી છે અને તે માટે જરૂરી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.કટોકટીનો સામનો કરવા વ્યૂહનીતિ તૈયાર

અંતે પીએમ મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘સરકાર ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વ્યૂહનીતિ તૈયાર છે.’ તેમણે દેશના હિતમાં સૌને રાજનીતિથી ઉપર ઉઠીને એકજૂથ રહેવા અપીલ કરી હતી. રાજનાથ સિંહનો આ સંદેશ સ્પષ્ટ છે કે ભારત હવે કોઈ પણ ખતરાને હળવાશથી લેશે નહીં અને દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

Ahmedabad : ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ટોળકીનો સાબરમતી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 24મીથી 31મી માર્ચ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે.

ફેસબુકથી જાળ બિછાવી, ડમી કંપનીઓ દ્વારા ખેલ ખેલાયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ‘ક્રિસ્ટલ ઈન્ટીરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ’ નામની ડમી કંપનીના બેન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ડમી કંપનીના ડિરેક્ટરો અને બેન્ક ખાતા તેમજ ઓફિસની વ્યવસ્થા કરી આપનારા શખસોનો સમાવેશ થાય છે.

કૌભાંડનું ‘દુબઈ કનેક્શન’ અને માસ્ટરમાઈન્ડ મયુર સાવલિયા

આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મૂળ સુરતનો મયુર સાવલિયા હોવાનું ખૂલ્યું છે. મયુર સાવલિયા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વિદેશમાં છે. તે અગાઉ લાઓસ અને કંબોડિયામાં ચાઈનીઝ ગેંગના કોલ સેન્ટરોમાં કામ કરી ચૂક્યો છે અને હાલ દુબઈથી આ નેટવર્ક ચલાવે છે.

પકડાયેલા આરોપીઓ ઓમકાર ભારતી ગોસ્વામી અને સની મગો તેના સતત સંપર્કમાં હતા. આ ટોળકી ભારતના લોકો પાસેથી ડમી બેન્ક એકાઉન્ટ્સ મેળવી, એકાઉન્ટ હોલ્ડરોને દિલ્હીની હોટલોમાં રોકતી હતી અને ટ્રાન્જેક્શન પર 5થી 10 ટકા કમિશન મેળવતી હતી.

પકડાયેલા આરોપીના નામ

•42 વર્ષીય તાહીર ફૈઝમોહમદ બેલીમ 

•28 વર્ષીય અદનાન લીયાકત શેખ

•34 વર્ષીય એઝાઝ જીલાની શેખ 

•28 વર્ષીય ઓમકારભારતી મહેશભારતી ગોસ્વામી

•39 વર્ષીય મકસૂદ રફીક મિર્ઝા

•38 વર્ષીય સન્ની અશોકકુમાર મગ્ગો

તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા 

પોલીસને તપાસ દરમિયાન આ ટોળકીના વ્યવહારોમાં અનેક ચોંકાવનારી વિગતો મળી છે. ડમી કંપનીઓના ખાતામાંથી 3 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો મળી આવ્યા છે, જેમાં માત્ર એક જ ખાતામાં 93 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. આ ટોળકી દ્વારા વપરાતા માત્ર 4 બેન્ક ખાતા સામે સમગ્ર ભારતમાં અલગ-અલગ સ્થળોએ 41 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જે ફેસબુક આઈડીથી ફરિયાદીને લલચાવવામાં આવ્યા હતા, તે પણ કંબોડિયાથી ઓપરેટ થતું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

Gujarat : રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું

0

ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ તક છોડતા નથી, પરંતુ આ વખતે તો હદ જ વટાવી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. શહેરમાં રામ નવમી અને હનુમાન જયંતિ જેવા પવિત્ર તહેવારોને પણ રાજકીય પ્રચાર મંચમાં ફેરવી દેતા ધર્મ અને રાજકારણના ભેળસેળ પર તીવ્ર સવાલો ઊભા થયા છે.

 સુરતના અનેક વિસ્તારોમાં ફરતી રીક્ષાઓ પર હનુમાન જયંતિના શુભેચ્છા સંદેશાઓ સાથે રાજકીય પક્ષોના ખેસ અને ચિન્હો ખુલ્લેઆમ પ્રદર્શિત થયા હતા. ભગવાનના નામે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ખુલ્લેઆમ જોવા મળ્યો હતો, જેનાથી ધાર્મિક લાગણીઓનો રાજકીય લાભ લેવા માટે દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

 માત્ર એટલું જ નહીં, શહેરમાં યોજાયેલા ભંડારાઓ પણ હવે નિષ્પક્ષ ધાર્મિક કાર્યક્રમ ન રહી રાજકીય પ્રદર્શન બની રહ્યા છે. ભંડારાના બેનરો પર પક્ષોના નામ અને ચિન્હો ઝળહળતા દેખાયા હતા, જાણે ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ પ્રચાર સભા ચાલી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. કેટલાક સ્થળોએ તો કાર્યકરો ખેસ પહેરીને ભંડારા વહેંચતા જોવા મળ્યા, જેનાથી આ કાર્યક્રમોની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે.

Bollywood : કાર પર પોલીસ લખેલાં સ્ટીકર માટે રોહિત શેટ્ટી વિવાદમાં

0

ફિલ્મ સર્જક  રોહિત શેટ્ટીએ પોતાની બે એસયુવી કારને કસ્ટમાઇઝ કરીને તેના  પર પોલીસના સ્ટ્કિર લગાડતાં વિવાદ સર્જાયો છે. હવે રોહિત શેટ્ટીએ સ્પષ્ટતા આપી છે કે તેનાં ઘર પર ફાયરિંગ થયા બાદ પોલીસ રક્ષણ મેળવ્યા પછી ઓળખ માટે આ સ્ટીકર લગાડાયાં હતાં. હવે આ સ્ટીકર કાઢી નાખવામાં આવ્યાં છે. 

 મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ની ૧૭૭ના ધારા અનુસાર,  આ બન્ને કામ ગેરકાયદેસર છે. પોલીસ સિવાય કોઇ પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે નહીં. જોકે, ફાયરિંગ થયા બાદ સતત પોલીસ રક્ષણ હેઠળ જ ફરી રહેલા રોહિત શેટ્ટીએ પોતાની કાર પર પણ પોલીસ વાહન તરીકેનાં સ્ટીકર લગાડી દેતાં વિવાદ થયો હતો. રોહિત શેટ્ટીના પ્રવક્તાએ બચાવ કર્યો હતો કે તેની સાથે હજુ પણ બે પોલીસ કર્મીઓ સતત સુરક્ષા માટે સાથે જ હોય છે. પરંતુ, વધુ વિવાદ ન થાય તે માટે તેમણે આ સ્ટીકર્સ હવે  કાઢી નાખ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીનાં મુંબઈનાં જુહૂ ખાતેના બંગલા પર લોરેન્સ  બિશ્નોઈ ગેંગ દ્વારા ગોળીબાર કરાયો હતો. આ કેસના મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. 

Gujarat : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર

0

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંંટણી યોજવાનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ૧લી એપ્રિલથી જ જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી શરૃ થઈ જતાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ અને રજા ઉપર રોક લાગી છે. જાહેર થયેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર છઠ્ઠી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૃ થશે અને ૧૫મી એપ્રિલે નામાકંનપત્રો પરત ખેંચી શકાશે. તા.૨૬-૪-૨૦૨૬ના રોજ મતદાન બાદ ૨૮મી એપ્રિલે મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લામાં સ્થાનિક  સ્વરાજની ચૂંટણીઓની વૈતરણી પાર કરવા માટે રાજકીય ધમધમાટ શરૃ થઈ ચુક્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૨૬મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય ચૂંંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો ઉપરાંત (૧) દસાડા (૨) ધ્રાંગધ્રા (૩) ચુડા (૪) લખતર (૫) લીંબડી (૬) વઢવાણ (૭) ચોટીલા (૮) સાયલા (૯) મુળી (૧૦) થાનગઢ તાલુકા પંચાયત તેમજ (૧) લીંબડી – બી વર્ગ (૨) ધ્રાંગધ્રા – અ વર્ગ (૩) પાટડી – ડી વર્ગ (૪) ચોટીલા બી વર્ગની  નગરપાલિકાની સામાન્ય ચૂંંટણીની સાથે થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-૪માં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી ઉપરાંત નવરચિત સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૩ વોર્ડની બાવન બેઠકો માટેની પ્રથમ ચૂંંટણી આગામી તા.૨૬-૪-૨૦૨૬ના રોજ યોજાશે.

ચૂંંટણી પંચ દ્વારા જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વરાજયની ચૂંટણી અંગે આજથી આચારસંહિતાનો અમલ શરૃ થયો છે. છઠ્ઠી એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયતો, થાનગઢ પાલિકાની પેટાચૂંટણી સહિત ૬ નગરપાલિકાઓમાચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧-૪-૨૦૨૬ સુધી પોતાના નામાકંન ભરી શકશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા પછી નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ તા.૧૫-૪-૨૦૨૬ નક્કી કરાઈ છે. જયારે તા.૨૬મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે અને તા.૨૮મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લામાં સ્થાનિક  સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુકોએ પોતાના પક્ષની ટિકીટ મેળવવા ગોડફાધરો થકી લોબીંગ શરૃ કરી દીધું છે. જયારે, સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને તટસ્થ ચૂંટણી સંપન્ન થાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી છે.

ચૂંંટણીનો જાહેર કરાયેલો કાર્યક્રમ

ચુંટણી જાહેર           તા.૦૧-૦૪-૨૦૨૬

જાહેરનામું પ્રસિધ્ધ થશે તા.૦૬-૦૪-૨૦૨૬

ઉમેદવારીની છેલ્લી તારીખ     તા.૧૧-૦૪-૨૦૨૬

નામાંકન પત્રોની ચકાસણી      તા.૧૩-૦૪-૨૦૨૬

ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ       તા.૧૫-૦૪-૨૦૨૬

મતદાન                        તા.૨૬-૦૪-૨૦૨૬

મતગણતરી            તા.૨૮-૦૪-૨૦૨૬

Technolgy : સાઈલેન્ટ કોલથી કેવી રીતે થઈ શકે છે AI સ્કેમ? જાણો માહિતી…

0

શું તમને ક્યારેય સાઈલેન્ટ કોલ આવ્યો છે? એટલે કે ફોન વાગે પરંતુ સામે કોઈ બોલતું નથી. સામાન્ય રીતે આને નેટવર્કની સમસ્યા માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં આવા કોલ્સ નવા પ્રકારના સ્કેમનો ભાગ હોઈ શકે છે. આ રીતમાં સ્કેમર્સ અજાણ્યા નંબર પરથી કોલ કરે છે અને જાણજોઈને શાંતિ રાખે છે. તેમનો હેતુ એ હોય છે કે તમે પહેલા બોલો, જેથી તેઓ તમારા અવાજનો ડેટા મેળવી શકે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી શકે.

સાઈલેન્ટ કોલ દરમિયાન સ્કેમર્સ કેવી રીતે ડેટા ભેગા કરે છે?

સ્કેમર સાઈલેન્ટ કોલ કરે છે, ત્યારે તે સામાન્ય રીતે સામેની વ્યક્તિના બોલવાની રાહ જુએ છે. મોટા ભાગના લોકો સ્વાભાવિક રીતે “હેલો” કહે છે અથવા કોલ કનેક્ટ થયો છે કે નહીં તે ચેક કરે છે, અને આ બધું રેકોર્ડ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ થોડા સેકન્ડના અવાજના સેમ્પલથી પણ અવાજને પ્રોસેસ કરીને નકલ કરી શકે છે. એટલું જ નહીં, સ્કેમર્સ યુઝર્સના બોલવાના અંદાજ, અવાજનો ટોન, આત્મવિશ્વાસ અને સંકોચ જેવા પાસાઓને પણ એનાલાઇઝ કરે છે. આથી તેઓ આગામી પરિસ્થિતિમાં યુઝરની પ્રતિક્રિયા કેવી રહેશે તે જાણી શકે છે.

સ્કેમર્સ યુઝરની કોલ રિસ્પોન્સ આદતોને ટ્રેક કરી શકે છે

સમય જતાં સ્કેમર્સ યુઝરની કોલ ઉઠાવવાની આદતો અને પ્રતિભાવનો સમય ટ્રેક કરી શકે છે. આ માહિતીના આધારે તેઓ વધુ ટાર્ગેટેડ સ્કેમ તૈયાર કરે છે, જેમ કે કોઈની નકલ કરીને કોલ કરવો અથવા તાત્કાલિક છેતરપિંડીના પ્રયાસો વગેરે દ્વારા કરવામાં આવી શકે છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારના કોલનો શિકાર બની શકે છે, પરંતુ કેટલાક લોકો વધુ સંવેદનશીલ હોય છે. વૃદ્ધ લોકો શું ચાલી રહ્યું છે તે સમજવા માટે વધુ સમય સુધી કોલ પર રહે છે, જ્યારે માતા-પિતા કોઈ અજીબ લાગણી થાય તો તરત પ્રતિક્રિયા આપે છે. આથી યુઝરના અવાજનો ઉપયોગ કરીને તેમની ફેમિલીને પણ ટાર્ગેટ કરી શકાય છે.

સાઈલેન્ટ કોલ આવે તો શું કરવું?

પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સ પણ આ સ્કેમના મુખ્ય ટાર્ગેટ હોય છે, કારણ કે તેઓ અજાણ્યા નંબર પરથી આવેલા કોલને મહત્ત્વપૂર્ણ માનીને ઉઠાવે છે. જો તમને સાઈલેન્ટ કોલ આવે, તો સૌથી યોગ્ય પગલું શાંતિ રાખવાનું છે. “હેલો” ન કહો, કોઈ પ્રશ્ન ન પૂછો અને વાત આગળ વધારવાનો પ્રયત્ન ન કરો, કારણ કે થોડા સેકન્ડનું બોલવું પણ સ્કેમર્સ માટે ઉપયોગી ડેટા આપી શકે છે.

National : પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે

0

જમ્મુ-કાશ્મીર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લેતા 120 વર્ષ જૂના મોહરા પાવર પ્રોજેક્ટને ફરીથી કાર્યરત કરવાની જાહેરાત કરી છે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. જેના પગલે હવે કાશ્મીરમાં પડતર રહેલા હાઈડ્રો પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની જાહેરાત

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભામાં જણાવ્યું કે, 1990 ના દાયકાથી બંધ પડેલા 1.5 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નવીનીકરણ અને આધુનિકીકરણ જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો

બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં જેલમ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ ભારતનો સૌથી જૂનો હાઈડ્રો પાવર સ્ટેશન છે. જેની સ્થાપના: 1905 માં થઇ હતી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત 10 કિલોમીટર લાંબી લાકડાની નહેર છે. જે પહાડોના કિનારે બનાવવામાં આવી હતી. તે સમયે ઓછા ખર્ચે પાણીને રામપુરથી મોહરા સુધી પહોંચાડવાનો આ એક અદભૂત કીમિયો હતો. તે સમયે આ પ્લાન્ટ માટે ખાસ ટર્બાઈન ચેકોસ્લોવાકિયાથી મંગાવવામાં આવ્યા હતા. 1992 માં આવેલા વિનાશક પૂરને કારણે આ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું હતું અને ત્યારબાદ તેનું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.

પાકિસ્તાન માટે કેમ છે મોટો ઝટકો?

ભારત સરકાર હવે જેલમ અને અન્ય નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી જેલમ નદીના પાણીનો ઉપયોગ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કરશે. જે પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહ પર અસર કરશે. જમ્મુ-કાશ્મીર સરકારે 2035 સુધીમાં વીજ ઉત્પાદન 3540 મેગાવોટથી વધારીને 11,000 મેગાવોટ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પાકિસ્તાન હંમેશા ભારતના કિશનગંગા જેવા પ્રોજેક્ટ્સમાં અડંગા નાખતું આવ્યું છે, પરંતુ હવે ભારતે પોતાની નદીઓના 100% પાણીનો ઉપયોગ કરવાની મક્કમતા દર્શાવી છે.

વારસા અને સંસ્કૃતિનું જતન

નિષ્ણાતો માને છે કે 10.5 મેગાવોટની ક્ષમતા ભલે ઓછી હોય, પરંતુ આ ઐતિહાસિક પ્રોજેક્ટનું પુનરુત્થાન સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આ પ્રોજેક્ટને અગાઉ હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ હતો.

National : “જનતા મોંઘવારીમાં શેકાય છે અને શાસકો ચૂંટણીના ગુલાલ ઉડાડે છે!”ઈરાન-અમેરિકા યુદ્ધની જ્વાળામાં ભારતનું ભાવિ હોમાશે? | ‘દેશપ્રેમ’ ના નામે અમેરિકાની ગુલામી અને જનતાના ખિસ્સા પર ખાતર!

0

[ચીફ એડિટર રિપોર્ટ, પાક્કો ગુજરાત]
આજે દેશ એક એવા વળાંક પર ઉભો છે જ્યાં સામાન્ય માણસને સમજાતું નથી કે તે રસોડાનો ગેસ બચાવે કે લોકશાહી બચાવે. એક તરફ દુનિયા ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના ભણકારે થથરી રહી છે, ત્યારે ભારત સરકાર પોતાની તમામ જવાબદારીઓ નેવે મૂકીને માત્ર અને માત્ર ‘ચૂંટણીના અખાડા’ માં વ્યસ્ત છે.


૧. તેલની ધાર અને સરકારની હાર
પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવા પાછળ વૈશ્વિક કારણોનું બહાનું ધરવામાં આવે છે, પણ હકીકત એ છે કે જનતાની પીડા સાંભળવા માટે સરકાર પાસે સમય જ નથી. મધ્યમ વર્ગનો માણસ આજે સ્કૂટરની ટાંકી ફૂલ કરાવતા પહેલા દસ વાર વિચારે છે અને ગૃહિણીઓ ગેસના બાટલાના વધતા ભાવ જોઈને હાયકારા નાખે છે.

‘પાક્કો ગુજરાત’ નો દાવો: આ મોંઘવારી અત્યારે જે દેખાય છે એ તો માત્ર ટ્રેલર છે. જેવો બંગાળ અને આસામમાં સત્તાનો ખેલ પૂરો થશે, કે તરત જ જનતા પર ભાવવધારાનો ‘પરમાણુ બોમ્બ’ ફોડવાની તૈયારીઓ સરકારે કરી લીધી છે.

૨. વિદેશ નીતિ: રણનીતિ કે લાચારી?
ભારતની વર્ષો જૂની છાપ એક સ્વતંત્ર અને સક્ષમ રાષ્ટ્રની રહી છે, પણ વર્તમાન સ્થિતિમાં એવું લાગે છે કે આપણે આપણું રિમોટ કંટ્રોલ અમેરિકાના હાથમાં આપી દીધું છે.

  • ઈરાન સાથે છેડો: જે ઈરાન આપણું જૂનું સાથી છે, તેની સાથેના સંબંધો બગાડીને ભારત કોને રાજી કરવા માંગે છે?
  • ટ્રમ્પનો સકંજો: પાગલ ટ્રમ્પના ઇશારે ઇઝરાઇલને ‘ફાધરલેન્ડ’ ગણાવીને આપણે આખા મધ્ય-પૂર્વ એશિયાને નારાજ કરી રહ્યા છીએ.
  • પરિણામ: આ વિદેશી ખટપટની કિંમત વોશિંગ્ટન કે તેલ અવીવ નહીં, પણ ભારતના ગામડાનો ખેડૂત અને શહેરનો નોકરિયાત વર્ગ મોંઘા તેલ સ્વરૂપે ચૂકવશે.
    ૩. “મોદી-શાહ” જોડી: દેશની ચિંતા કે વોટની ખેતી?
    જ્યારે દેશમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં બેસીને રણનીતિ ઘડવાને બદલે બંગાળ અને આસામની સભાઓમાં હજારોની મેદની સંબોધવામાં મગ્ન છે.
  • નિશ્ચિંત શાસક: સરહદો પર શું થશે? તેલના ભાવ ક્યાં જશે? તેની ચિંતા છોડીને આ જોડી માત્ર કેસેટ વગાડી રહી છે: “પરિવર્તન થશે”.
  • ચિંતિત જનતા: જનતા ચિંતિત છે કે જો યુદ્ધ વધશે તો શું ભારત પાસે કોઈ ‘પ્લાન-બી’ છે? અત્યાર સુધી તો માત્ર અમેરિકાની હા માં હા મેળવવા સિવાય કોઈ સ્ટેન્ડ દેખાયું નથી.
    નિષ્કર્ષ: જનતાએ જાગવું પડશે!
    ભારતીય જનતાએ હવે સમજવું પડશે કે ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે, પણ જે રીતે દેશના હિતોને અમેરિકાના ચરણે ધરી દેવાયા છે અને જે રીતે મોંઘવારીનો માર આપણા પર લાદવામાં આવ્યો છે, તે આવનારી પેઢીઓ માટે ખતરો છે.
    ‘પાક્કો ગુજરાત’ ની કલમથી: સાહેબ, ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે રાજા પ્રજાના દુઃખ ભૂલીને ઉત્સવોમાં અને વિજયયાત્રાઓમાં વ્યસ્ત થયો છે, ત્યારે ત્યારે પતન નિશ્ચિત બન્યું છે. ચૂંટણી પ્રચારમાં મળેલી તાળીઓ મોંઘવારીની ચીસોને લાંબો સમય દબાવી નહીં શકે!

National : બંગાળમાં શાહની ગર્જના અને કેરળમાં ‘પૈસાની’ વર્ષા: પરિવર્તન Vs વચનોનો જંગ!શાહના રોડ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ: બંગાળમાં પરિવર્તનનો શંખનાદ | કેરળમાં UDF નો માસ્ટરસ્ટ્રોક: વિદ્યાર્થિનીઓને મળશે દર મહિને ₹1000!

0

દેશના રાજકારણમાં અત્યારે બે ખૂણેથી પવન ફૂંકાયો છે. એક બાજુ પૂર્વમાં બંગાળની ધરતી પર અમિત શાહનું ‘બુલડોઝર’ જેવું નેતૃત્વ પરિવર્તનના નારા લગાવી રહ્યું છે, તો બીજી બાજુ દક્ષિણમાં કેરળની ગલીઓમાં UDF (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) મતદારોને રીઝવવા વચનોની લ્હાણી કરી રહ્યું છે.


બંગાળમાં અમિત શાહનો કેસરિયો મિજાજ: “પરિવર્તન નક્કી છે!”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બંગાળમાં ભવ્ય રોડ શો યોજીને મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવાની જાહેરાત કરી દીધી છે. રોડ શો દરમિયાન જ્યાં જુઓ ત્યાં માત્ર ભગવો રંગ અને ‘જય શ્રી રામ’ના નારા સંભળાતા હતા.

  • ગર્જના: શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “બંગાળની જનતા હવે તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે. આ વખતે પરિવર્તન માત્ર બેઠકોનું નહીં, પણ બંગાળની સ્થિતિનું થશે.”
  • લોકજુવાળ: રોડ શોમાં ઉમટેલી ભીડને જોતા શાહે દાવો કર્યો કે ભાજપ આ વખતે બહુમતી સાથે સરકાર બનાવશે.
  • નિશાન: મમતા સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ઘૂસણખોરી અને હિંસાનો અંત હવે નજીક છે.
    કેરળમાં UDF નો ‘મેનિફેસ્ટો’ ધડાકો: વિદ્યાર્થિનીઓ માટે લોટરી!
    બંગાળમાં જ્યારે પરિવર્તનની વાતો ચાલે છે, ત્યારે કેરળમાં ચૂંટણી પ્રચાર હવે ‘વચનોની જંગ’ બની ગયો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને મોટો દાવ ખેલ્યો છે.
  • માસ્ટરસ્ટ્રોક: UDF એ વચન આપ્યું છે કે જો તેઓ સત્તા પર આવશે, તો રાજ્યની વિદ્યાર્થિનીઓને દર મહિને ₹1000 નું ભથ્થું આપવામાં આવશે.
  • ન્યાય યોજના: ઢંઢેરામાં ગરીબ પરિવારોને દર મહિને ચોક્કસ રકમ આપવાની ‘ન્યાય’ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • યુવા મતદારો: શિક્ષણ અને રોજગારના મુદ્દે અનેક આકર્ષક વાયદાઓ કરીને UDF એ યુવા અને મહિલા મતદારોને પોતાના પક્ષમાં ખેંચવા માટે પૂરું જોર લગાવી દીધું છે.
    ‘પાક્કો ગુજરાત’ વિશ્લેષણ: કોણ મારશે બાજી?
    એક બાજુ અમિત શાહની રણનીતિ અને જનમેદની છે, જે સાબિત કરે છે કે બંગાળમાં ‘ખેલા હોબે’ નહીં પણ ‘પરિવર્તન હોબે’. બીજી બાજુ કેરળમાં આર્થિક મદદના વચનો આપીને UDF એ ડાબેરીઓના કિલ્લાને હચમચાવવાનો પ્રયાસ કર્યો છે.
    ખાસ નોંધ: પૂર્વમાં સંઘર્ષ છે અને દક્ષિણમાં લ્હાણી! હવે જોવાનું એ રહેશે કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે – શાહના ‘પરિવર્તન’ પર કે UDF ના ‘હજાર રૂપિયા’ પર?

National : ટ્રમ્પની ‘પાષાણયુગ’ વાળી ધમકી પર ઈરાનનો પલટવાર: દિલ્હી સ્થિત દૂતાવાસે આપ્યો જડબાતોડ જવાબ!”અમે ઈતિહાસ ભૂલ્યા નથી!” – ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે ઈરાની દૂતાવાસનો હુંકાર: સોશિયલ મીડિયા પર ખરાખરીનો જંગ!

0

[ઇન્ટરનેશનલ ડેસ્ક, પાક્કો ગુજરાત]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે, પણ આ વખતે તેમણે ઈરાનને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી વિશ્વસ્તરે ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપતા કહ્યું કે, જો ઈરાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો અમેરિકા તેને ‘પાષાણયુગ’ (Stone Age) માં ધકેલી દેશે. ટ્રમ્પના આ નિવેદન બાદ ભારત સ્થિત ઈરાની દૂતાવાસે જે રીતે પ્રતિક્રિયા આપી છે, તેણે મુત્સદ્દીગીરીના મેદાનમાં નવી ચર્ચા છેડી દીધી છે.


ટ્રમ્પની એ ધમકી જેણે દુનિયા ધ્રુજાવી દીધી
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના એક સંબોધનમાં આડકતરી રીતે ઈરાનની સૈન્ય તાકાત અને અર્થતંત્રને નેસ્તનાબૂદ કરવાની વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની મિસાઈલો અને ટેકનોલોજી ઈરાનને દાયકાઓ પાછળ ધકેલી દેવા સક્ષમ છે. ટ્રમ્પનો ઈશારો સાફ હતો: શરણે આવો અથવા વિનાશ માટે તૈયાર રહો.
ભારત સ્થિત ઈરાની દૂતાવાસનો તીખો વળતો પ્રહાર
ટ્રમ્પના આ નિવેદન બાદ નવી દિલ્હીમાં આવેલા ઈરાની દૂતાવાસે મૌન તોડ્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદન દ્વારા ટ્રમ્પને આઈનો બતાવતા કંઈક આવો જવાબ આપ્યો:

  • સભ્યતાનો પાઠ: ઈરાની દૂતાવાસે જણાવ્યું કે, “જ્યારે અમેરિકાનો નકશા પર પત્તો પણ નહોતો, ત્યારે ઈરાન (પર્શિયા) વિશ્વને સભ્યતા અને સંસ્કૃતિ શીખવતું હતું. અમને પાષાણયુગની ધમકી આપનારાઓ કદાચ ઈતિહાસ વાંચવાનું ભૂલી ગયા છે.”
  • ધમકીઓથી નહીં ડરીએ: નિવેદનમાં વધુમાં કહેવાયું કે, ઈરાન કોઈની ધમકીઓથી ઝૂકશે નહીં. ભૂતકાળમાં પણ અનેક સામ્રાજ્યોએ ઈરાનને મિટાવવાની કોશિશ કરી છે, પણ ઈરાન આજે પણ અડીખમ છે.
  • ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ: દૂતાવાસે ભારતની ધરતી પરથી આ નિવેદન આપીને એ પણ સાબિત કર્યું છે કે એશિયાઈ દેશો સાથે તેમના સંબંધો મજબૂત છે અને તેઓ એકલા નથી.
    શું યુદ્ધના નગારા વાગી રહ્યા છે?
    નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની આ ધમકી માત્ર શબ્દો નથી, પણ આવનારા સમયમાં ઈરાન પર લાદવામાં આવનારા કડક આર્થિક પ્રતિબંધો અને સૈન્ય દબાણનો સંકેત છે. બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે.
    ‘પાક્કો ગુજરાત’ વિશ્લેષણ: એક બાજુ ટ્રમ્પનું ‘સુપરપાવર’ અભિમાન છે અને બીજી બાજુ ઈરાનનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ. આ લડાઈ હવે માત્ર બે દેશો વચ્ચેની નથી રહી, પણ ‘ઈગો’ અને ‘અસ્તિત્વ’ની જંગ બની ગઈ છે. ભારત આ મામલે મધ્યસ્થી કરે છે કે તટસ્થ રહે છે, તેના પર આખા વિશ્વની મીટ મંડાણી છે.