યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે માનવ કીડીયારૂ ઉભરાયું હતું. મા ચામુંડાના દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સેંકડો ભક્તો ઉમટી પડયા હતા. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વહીવટી તંત્રની પોકળ તૈયારીઓ અને આયોજનના અભાવે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાંચ લાખથી વધુ મેદની સામે સરકારી વ્યવસ્થાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોવા મળી હતી. એક સમયે તો ભારે અફરાં-તફરી મચતા જીવલેણ ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ડુંગર પર જવાનાં દરવાજા બંધ કરવા પડયા હતા.ચોટીલામાં ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તોની એવી પ્રચંડ ભીડ હતી કે ડુંગર પર ચડવા માટેના પથ્થરના પગથિયાં પણ ટૂંકા પડયા હતા. દર્શનની આતુરતા એટલી હતી કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે અનેક ભાવિકોએ ડુંગરની આડશ અને પથરાળ રસ્તેથી જોખમી રીતે ચઢાણ શરૃ કર્યું હતું. હાલમાં જ્યાં ફ્યુનિક્યુલર રોપવે સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે, તે નિર્માણધીન રસ્તે પણ લોકો જીવના જોખમે ચઢી રહ્યા હતા. આ દ્રશ્યો તંત્ર માટે ‘લાલબત્તી’ સમાન છે, કારણ કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની ? એવો સવાલ ઉઠયો છે.
નોંધનીય છે કે, ચોટીલામાં પાર્કિંગની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ ચૈત્રી પૂનમે આ સમસ્યા વિકરાળ બની હતી. તળેટીના બંને પાકગ અને હોટલોના ગ્રાઉન્ડ વહેલી સવારથી જ ભરાઈ ગયા હતા. પરિણામે, લોકોએ મજબૂરીવશ પોતાના ખાનગી વાહનો સરકારી હોસ્પિટલ અને પીક-અપ બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યા હતા, જેનાથી દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. અમદાવાદ-રાજકોટ હાઈવે પર દોઢ કિલોમીટરનું અંતર કાપતા વાહનોને 40 મિનિટથી વધુ સમય લાગ્યો હતો.
દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામમાં આવેલી સોસાયટીમાં ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. સોસાયટીમાં રહેતી યુવતી જ્યારે રાત્રિના સમયે ચાલવા નીકળી હતી, ત્યારે પાડોશમાં રહેતા શખ્સોએ તેની સાથે ઝઘડો કરી લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે લીલાપુર ગામમાં આવેલી સોસાયટીમાં રહેતી યુવતી ગત રાત્રે સોસાયટીમાં ચાલતા-ચાલતા તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી આ દરમિયાન બંગલા નંબર ૨૫માં રહેતા હિરેનભાઈ સવજીભાઈ ચૌધરીએ તેને અટકાવી બિભત્સ ગાળો બોલવાનું શરૃ કર્યું હતું. ઉશ્કેરાયેલા હિરેને હાથમાં લોખંડની પાઇપ લઈ યુવતી પર એટલું જ નહીં યુવતીનું મોઢું પકડી, દુષ્કર્મ કરવાના ઈરાદે તેને ધસડી હતી અને ગળાના ભાગેથી તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન લોખંડની પાઇપથી યુવતી ઉપર હુમલો કર્યો હતો. યુવતીની બૂમો સાંભળીને સોસાયટીના અન્ય શખ્સો તુલસીભાઈ, શોભનાબેન અને જશુભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે યુવતીના માતા અને ભાઈ તેને બચાવવા આવ્યા ત્યારે એક અજાણ્યા શખ્સે યુવતીને લાફો માર્યો હતો અને હિરેને તેના ભાઈને પણ લોખંડની પાઇપ વડે ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં યુવતીના ચશ્મા અને ફોન તૂટી ગયા હતા, તેમજ તેની માતાનો સોનાનો દોરો પણ ક્યાંક પડી ગયો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત ભાઈ-બહેનને ૧૦૮ મારફતે સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અડાલજ પોલીસે આ મામલે હિરેનભાઈ ચૌધરી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરને અડીને આવેલા ભાયલીના કેટલાક વિસ્તારોનો પણ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીપી ૩ અને ૪ વિસ્તારમાં આવતી મિલકતોના વેચાણ અથવા ભાડે આપવા માટે હવે અશાંતધારાની મંજૂરી લેવી ફરજિયાત થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંદલજા વિસ્તારનો જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો તમામ વિસ્તાર ૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરાયો હતો. આ નિર્ણય બાદ ભાયલીમાં પણ મિલકતોને વિધર્મીઓને વેચાણ મુદ્દે ભારે હોબાળો થયો હતો જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર સમક્ષ આ વિસ્તારમાં અશાંતધારાને લાગુ કરવા માટે અનેક વખત રજૂઆતો સાથે નાગરિકો દ્વારા આવેદનપત્રો પણ અપાયા હતાં.દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા તા.૩૦ માર્ચના રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને જે.પી. રોડ પોલીસ સ્ટેશન હદમાં આવતા જે વિસ્તારોનો અશાંતધારામાં પાંચ વર્ષ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો તે વિસ્તારના અડધો કિલોમીટરમાં સમાવેશ થતાં ભાયલી ટીપી ૩ અને ૪ના સમગ્ર વિસ્તારનો પણ અશાંતધારામાં સમાવેશ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.
કોર્પોરેશનની ચૂંટણી પહેલા સરકારના આ નિર્ણયને પગલે હવે આ વિસ્તારોમાં મિલકતોની થનારી તબદિલી અંગે જિલ્લા કલેક્ટર પાસેથી અશાંતધારાની મંજૂરી મેળવી તેનું સર્ટિફિકેટ લેવું ફરજિયાત થઇ ગયું છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓ પણ હવે અશાંતધારાના સર્ટિફિકેટ વગર દસ્તાવેજોની નોંધણી કરી શકે નહી.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ફાઇનલ વોર્નિંગનો ઇરોને વિસ્ફોટક પ્રહાર કરીને જવાબ આપ્યો છે. તેણે ટ્રમ્પની ધમકી સામે સીધો મિસાઇલ હુમલો કર્યો છે. તેના કારણે મધ્યપૂર્વમાં સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. ઇરાને ગુરુવારે ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ટ્રમ્પે તેના સંબોધનમાં ઇરાનને ચેતવણી આપી હતી કે તે તરત સમાધાન કરીને યુદ્ધ રોકે તેનો જવાબ ઇરાને મિસાઇલથી આપ્યો હતો. ઇઝરાયેલ પર ઇરાનના ત્રણ કલાકમાં ત્રણ મિસાઇલ હુમલા
ઇઝરાયેલના જણાવ્યા મુજબ ત્રણ કલાકમાં તેના પર આ ત્રીજી વખત મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના લીધે ઇઝરાયેલના ઉત્તરના વિસ્તારોમાં સાઇરન વાગવા લાગી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે ટ્રમ્પે ઇરાનને પાષાણયુગમાં ધકેલવાની ધમકી આપી હતી. જો કોઈ સમાધાન ન થયું તો અમેરિકા મોટી કાર્યવાહી કરશે.
ઇરાનમાં મધ્યપૂર્વનો સૌથી મોટો પુલ ઉડાવાયો
આ સિવાય અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર કરેલા સંયુક્ત હુમલામાં એક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ બી-૧ને નુકસાન પહોંચ્યું હતું. આ હુમલા પછી કેટલાય વિસ્તારોમાં અંધારુ છવાઈ ગયું હતું. વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજ પુરવઠો પર વિપરીત અસર થઈ હતી. તેના કારણે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર વિપરીત અસર પડી છે. આ બી-વન બ્રિજ ઇરાનના ઉત્તરી કરજમાં આવેલો છે. આ પુલ મધ્યપૂર્વનો સૌથી મોટો પુલ માનવામાં આવે છે. આ પુલ ૪૦ કરોડ ડોલર એટલે કે ૩૭ હજાર કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલ ૧,૦૫૦ મીટર લાંબો છે. ઇરાને સોશિયલ મીડિયા પર આ પુલ પર થયેલા હુમલાને અને તેનાથી થયેનું નુકસાન બતાવ્યું હતું. આ બતાવે છે કે આ યુદ્ધ ફક્ત લશ્કરી સંઘર્ષ પૂરતુ મર્યાદિત રહ્યુ નથી. હવે તે રસ્તાઓ, વીજળીઘર, પુલ અને સુધી લંબાયું છે. તેને ઇન્ફ્રાસ્ટ્રકચર વોરફેર પણ કહેવાય છે.
હોર્મુઝની ખાડી ખોલવા માટે ૩૫ દેશોની બેઠક મળવાની છે. તેમા યુકેએ ભારતને આમંત્રણ આપ્યું છે. હોર્મુઝની ખાડી બંધ હોવાના લીધે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગુરુવારે યોજાનારી આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી ભાગ લેશે. અમે આ મુદ્દે ઇરાન અને બીજા દેશો સાથે સંપર્કમાં છીએ. હોર્મુઝની ખાડીમાં ભારતના ૧૮ ટેન્કરો હજી પણ ફસાયેલા છે.
હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો સલામત પસાર થશે: ઇરાનનું આશ્વાસન
પશ્ચિમ એશિયામાં ભારે તનાવ વચ્ચે ઇરાને ભારતને મોટી રાહત આપતા હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા ભારતીય જહાજોને સલામત રસ્તો આપવાનું આશ્વાસન આપ્યું છે. ઇરાને ભારતને મિત્ર દેશ ગણાવતા જણાવ્યું હતું કે ભારતીય ધ્વજવાળા જહાજ અને નાવિક સલામત છે. ઇરાને જણાવ્યું હતું કે ભારતીય મિત્રોએ હોર્મુઝને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇરાનના ભારત સ્થિત દૂતાવાસે જણાવ્યું હતું કે અમારા ભારતીય મિત્રો સલામત હાથોમાં છે, ચિંતાની કોઈ જરૂર નથી. અત્યાર સુધીમાં ભારતના આઠ જહાજ હોર્મુઝમાંથી નીકળી ચૂક્યા છે. હજી ૧૯ વીસેક જહાજ બાકી છે. જ્યારે કુલ ૫૦૦ જહાજ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે.
અમારા શસ્ત્રોના જથ્થાને અમેરિકા સ્પર્શી પણ નથી શક્યુ: ઇરાન
અમેરિકા-ઇઝરાયેલ એકબાજુએ ઇરાનના શસ્ત્રોના નોંધપાત્ર જથ્થાને ખતમ કરી નાખ્યાનો દાવો કરે છે. તેની સામે ઇરાનના લશ્કરના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાગીરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેરાન પાસે મહિનાઓ સુધી યુદ્ધ કરી શકાય તેટલો શસ્ત્રોનો જથ્થો છે. અમેરિકા અને ઇઝરાયેલ અમારા શસ્ત્રોના જથ્થાને સ્પર્શી પણ શક્યા નથી. તેમણે અમારા જે જથ્થા ઉડાવ્યા છે તેને એકદમ નગણ્ય કહી શકાય. આ દરમિયાન ઇરાને ખાડી દેશો પર હુમલા કર્યા હતા.
અમેરિકન લશ્કર સામે લડવા ૭૦ લાખ લોકો તૈયાર: ઇરાનના સ્પીકરનો દાવો
ઇરાનની સંસદના ૭૦ લાખ લોકોએ દાવો કર્યો છે કે અમેરિકાએ જો ઇરાન પર જમીન આક્રમણ કર્યુ તો ૭૦ લાખ લડવૈયા તેની સામે લડવા માટે તૈયાર છે. આ ૭૦ લાખ લડવૈયા ઇરાનના હાલના લશ્કર ઉપરાંતના છે. તેઓએ સ્વૈચ્છિક રીતે અમેરિકા સામે લડવા માટે તૈયારી બતાવી છે. સરકારે આ ઉપરાંત નિવૃત્ત જવાનોને પણ યુદ્ધ માટે બોલાવ્યા છે. તેમા ૧૨-૧૨ વર્ષના બાળકોેને પણ સૈનિક બનાવાયા હોવાના ફોટા વાઇરલ થયા છે.
કેન્દ્ર સરકારે અગાઉ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો કે દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના ચાર્જ (Seat Selection Fee) વગર મુસાફરોને ઉપલબ્ધ કરાવવી પડશે. જોકે, એરલાઈન્સ કંપનીઓના ભારે વિરોધ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિર્ણયને હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ આદેશ 20 એપ્રિલથી લાગુ થવાનો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે જણાવ્યું છે કે આ નિયમનો સંપૂર્ણ પ્રભાવ આકલન ન થાય ત્યાં સુધી અમલ કરવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, મુસાફરોએ પહેલાની જેમ સીટ પસંદગી માટે ફી ચૂકવવી પડશે.
એરલાઈન્સ કંપનીઓનો વિરોધ
ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી મોટી કંપનીઓએ ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ’ (FIA) દ્વારા સરકારને પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી. • જો 60% સીટો મફત કરી દેવામાં આવશે, તો તેમની આવક પર સીધી અસર પડશે.
• સીટ સિલેક્શન ચાર્જ એ તેમની આવકનો એક મહત્વનો ભાગ છે, જેનાથી તેઓ ઓપરેશનલ ખર્ચ પૂરો કરે છે.
• આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમણે ટિકિટના મૂળ ભાવમાં વધારો કરવો પડી શકે છે, જે અંતે મુસાફરોને જ ભારે પડશે.
સીટ પ્રેફરન્સના નામે વધારાનો ચાર્જ
ખરેખર તો વિમાન કંપનીઓ સીટ પ્રેફરન્સ (પસંદગીની સીટ) માટે અલગથી ચાર્જ વસૂલે છે. આ આગળની સીટ, એક્સ્ટ્રા લેગ રૂમ જેવી સુવિધાઓ પર નિર્ભર કરે છે. આ માટે 200 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી અલગથી લેવામાં આવે છે.
આ નિર્ણય પરત લેવા મુખ્ય કારણ એરલાઇન કંપનીઓની આર્થિક સ્થિતિ અને ઓપરેશનલ ખર્ચ હોવાનું મનાય છે. જો સરકાર આ નિયમ લાગુ કરે, તો એરલાઇન્સ પર મોટો આર્થિક બોજ આવી શકે તેમ હતો. એવિએશન સેક્ટરના નિયમનકારો અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે આ યોજના વ્યવહારુ નથી.
જે મુસાફરો રાહત દરની આશા રાખી રહ્યા હતા, તેમને હજુ થોડો સમય રાહ જોવી પડશે. જોકે, સરકાર ભવિષ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ નવી સબસિડી યોજના લાવશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલમાં ધાર્મિક વિધિના બહાને ઠગ વ્યક્તિઓ નિર્દોેષ લોકોને છેતરી લાખો રૃપિયા પડાવી રહ્યા છે ત્યારે કલોલ શહેરમાં ધાર્મિક વિધિના નામે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓને વિશ્વાસમાં લઈ ઠગ ટોળકી ૨૭ લાખની કિંમતના સોનાના દાગીના તફડાવીને ફરાર થઈ ગઈ છે. જે મામલે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં રહેતા જશીબેન પટેલના પુત્રવધૂને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હતી. આ બીમારી દૂર કરવા માટે તેમણે મહેસાણાના જોટાણાના દેવીનાપુરા ગામના ભીખાભાઈ સેનમાનો સંપર્ક કર્યો હતો. ભીખાભાઈએ વિધિ કરવાના નામે અગાઉ હજારો રૃપિયા પડાવ્યા હતા અને બાદમાં વધુ સારી વિધિ કરાવવા માટે મહેસાણાની સુસિલાબેન રાજુભાઈ સેનમાની ઓળખાણ કરાવી હતી. સુસિલાબેને જશીબેન અને તેમના પાડોશી સવિતાબેનને વિશ્વાસમાં લઈ ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવવાનું કાવતરું રચ્યું હતું. આ બંને મહિલાઓને સોનાના દાગીના કાપડની પોટલીઓમાં અનાજ સાથે મૂકવા જણાવ્યું હતું. વિધિ દરમિયાન મહિલાઓને રસોડામાં હળદર-કંકુ લેવા મોકલી, પાછું વળીને ન જોવાની શરત મૂકી સુસિલાબેને પોટલીમાંથી અસલી દાગીના કાઢી લીધા હતા. ઠગ મહિલાએ જશીબેનને ડરાવ્યા હતા કે, જો આ પોટલી છ માસ સુધી ખોલશો તો ઘરમાં વિઘ્ન આવશે. જોકે, કબાટમાં રાખેલી પોટલીઓમાં જીવાત પડતા જશીબેને તેને ખોલીને જોયું તો અંદરથી દાગીના ગાયબ હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે પાડોશમાં રહેતા સવિતાબેન સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ થઈ હતી. જેથી બંનેની સાથે ૨૭ લાખ રૃપિયાના ૧૯ દાગીનાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું આ સમગ્ર મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં સુસિલાબેન રાજુભાઈ સેનમા અને ભીખાભાઈ સેનમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાએ વિશ્વભરના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો સંગ્રહ કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, તેમજ ઓસેનિયાના દેશોનો સમાવેશ થાય છે.
આ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ છે જે હવે અસ્તિત્વમાં નથી એટલે કે વિલિન થઈ ગયેલ છે. ફૈઝલને નાની ઉંમરે જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમના પિતાને જોઈને પડયો હતો. જો કે, કોરોના દરમિયાન તેમના વિસ્તારમાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને ગંભીરતાથી અપનાવ્યો હતો. પિતાના સંગ્રહને જોઈને રુચિ વધી હતી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી પોતાનો અનોખો સંગ્રહ શરૃ કર્યો હતો.
ફૈઝલ માટે ‘૧’નો આંક પ્રતીકાત્મક છે જે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૃઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ફુગાવો અને ડિજિટલ પેમેન્ટ્સના ઉદયને કારણે વિશ્વભરમાં ‘૧’ની નોટો ધીમે ધીમે અસ્તિત્વમાંથી ખતમ થઈ રહી છે. નેપાળ, જાપાન, અને યુએઈ જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયંત્રણ ધરાવતા દેશોમાં આ નોટો દુર્લભ બની ગઈ છે.તેમના સંગ્રહમાં કતારની ફિફા વર્લ્ડ કપ નોટ, સાઉદી અરેબિયાની જી ૨૦ સમિટ નોટ, અને ફિજીની ૭-ડોલરની અનોખી નોટ જેવી ખાસ સ્મારક નોટોનો સમાવેશ થાય છે. સૌથી નાની ચલણી નોટ પણ દેશના આથક પાયા અને લોકોના જીવનને દર્શાવે છે, ફૈઝલે ઉમેર્યું હતું હવે આ સંગ્રહને પ્રદશત કરીને તેનો નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવા માંગે છે, નાનામાં નાની વસ્તુઓ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે.
શાહિદ કપૂર અને કૃતિ સેનોનની ફિલ્મ ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા ટુ ‘ માં જાહ્નવી કપૂરની એન્ટ્રીની ચર્ચા છે.
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પરકામ ચાલી રહ્યું છે અને ઓગસ્ટ મહિનામાં પૂરું કરવામાં આવશ. જોકે, જાહ્નવી કપૂરના રોલ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૭માં શરુ થાય તેવી સંભાવના છે. જોકે, ફિલ્મ વિશે આખરી નિર્ણય ‘કોકટેલ ટુ’ની રીલિઝ બાદ કરવામાં આવશે. આ ફિલ્મમાં જાહ્નવીની એન્ટ્રીથી બોલિવુડ વર્તુળોને નવાઈ લાગી છે. જાહ્નવી કપૂર રૂપેરી પડદે નિષ્ફળ જઇ રહી હોવાથી તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાટ પકડી છે. જોકે, ત્યાં પણ તેને ખાસ સફળતા મળી નથી. આથી હાલ તે તેની કારકિર્દી બચાવવા પ્રયાસો કરી રહી છે. જાહ્નવી કરતાં કૃતિ સેનોન અભિનય ક્ષમતા તથા કમર્શિઅલ સકસેસ બંને રીતે ક્યાંય આગળ નીકળી ચૂકી છે.
નિતેશ તિવારી અને રણબીર કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની પ્રથમ ઝલક સામને આવી ગઈ છે. જેમાં તે ખૂબ જ સોમ્ય-શાંત અને શક્તિશાળી નજર આવી રહ્યો છે. આ મચ અવેટેડ ટીઝરને ધ્યાનથી જોતા તમને ઘણું બધુ જોવા મળશે. આ ટીઝર 2 મિનિટ અને 38 સેકન્ડનું છે. તેમાં એક પણ ડાયલોગ નથી, ફક્ત “રામ” સંભળાય રહ્યું છે. આ ટીઝર હનુમાન જયંતિના પાવન પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જો તમે ધ્યાન આપશો, તો તમને તેની નાની ઝલક દેખાશે, જેમ કે પુષ્પક વિમાન, રામનો સાઉન્ડ અને રાવણની ઝલક.
મેગા બજેટમાં બની છે આ ફિલ્મ
નિતેશ તિવારીની રામાયણ ધુરંધર 2 બાદ આ વર્ષનો મચ અવેટેડ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ મેગા બજેટમાં બની છે. અહેવાલો પ્રમાણે ફિલ્મ પર લગભગ 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે બે પાર્ટમાં રિલીઝ થશે. પહેલો પાર્ટ 2026માં અને બીજો પાર્ટ 2027માં. બંને પાર્ટ દિવાળીના અવસરે જ સિનેમાઘરોમાં આવશે. મેકર્સે ફિલ્મ પર સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તેઓ સમયાંતરે તેની ઝલક બતાવી રહ્યા છે. આજના ટીઝરમાં રામની ભૂમિકા ભજવતા રણબીર કપૂરનો ચહેરો દેખાડવામાં આવ્યો છે. બાકી કેરેક્ટરના શેડો દેખાયા છે. તેમાં લક્ષ્મણ, સીતા અને દશરથ સામેલ છે.
ટીઝરમાં યશની ઝલક
ટીઝરમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા યશની ઝલક પણ જોવા મળી છે, જોકે, તેનો પાછળનો જ ભાગ બતાવવામાં આવ્યો છે. તેની એન્ટ્રી 2 મિનિટ 12 સેકન્ડ પર થાય છે. પુષ્પક વિમાનની ઝલક 2 મિનિટ 17 સેકન્ડ પર બતાવવામાં આવી છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, ટીઝરમાં તેની ઝલક જોવા નથી મળી, પરંતુ એક સમયે (1 મિનિટ 50 સેકન્ડ) ‘રામ’નો અવાજ સંભળાય છે. લોકો માની રહ્યા છે કે આ હનુમાનનો અવાજ હતો. બીજી તરફ કેટલાક લોકો માની રહ્યા છે કે આ દશરથ દ્વારા ઉચ્ચારવામાં આવેલા છેલ્લા શબ્દો હોઈ શકે છે.
લોકોના રિએક્શન
આ ટીઝર પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. ઘણા લોકો લખી રહ્યા છે કે, અમે યશની ઝલક જોવા માટે ઉત્સુક છીએ. બીજી તરફ કેટલાક લોકો હનુમાનના રોલમાં સની દેઓલને જોવા માટે એક્સાઈટેડ છે.
ફિલ્મની કાસ્ટ
ફિલ્મ રામાયણને નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે. રાઈટર નિતેશ તિવારી, રવિ ઉદયવાર અને શ્રીધર રાઘવન છે. એક્ટર્સ રામ-રણબીર કપૂર, રાવણ-યશ, સીતા-સાઈ પલ્લવી, હનુમાન-સની દેઓલ, લક્ષ્મણ-રવિ દુબે, મંદોદરી-કાજલ અગ્રવાલ, કૈકેયી-લારા દત્તા, દશરથ-અરુણ ગોવિલ, શૂર્પણખા-રકુલપ્રીત અને શિવના રોલમાં મોહિત રેના છે. આ ફિલ્મ અંગ્રેજી સબટાઈટલ સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.