Home Blog Page 208

National : મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ

0

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં મોંઘવારીનો માર વધવા લાગ્યો છે. ઇરાન સામે ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલનો ભાવ વૈશ્વિક સ્તરે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર પહોંચી ગયો છે. જેની સીધી અસર ભારત જોવા મળી છે. ૧ એપ્રીલથી દેશમાં નવુ નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે જે સાથે જ મોંઘવારીની ગતિ પણ વધી છે. ૧ એપ્રીલથી શેલ ઇન્ડિયા કંપનીએ પોતાના પંપો પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. આ પહેલા નાયરા એનર્જી કંપની પણ ભાવ વધારી ચુકી છે.પેટ્રોલ-ડીઝલ : બેંગલુરુમાં શેલના પંપો પર પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭.૪૧ રૂપિયા વધ્યો છે તેથી એક લિટરનો ભાવ રૂ. ૧૧૯.૮૫ થઇ ગયો છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ તો ૧૨૯.૮૫ રૂપિયાએ પહોંચી ગયું છે. તેવી જ રીતે ડીઝલના ભાવમાં લિટરે રૂ. ૨૫નો ધરખમ વધારો કર્યો છે તેથી ડીઝલ તો પેટ્રોલ કરતા પણ મોંઘુ થઇ ગયું છે, બેંગલુરુમાં શેલના પંપો પર ડીઝલનો ભાવ એક લિટરે ૧૨૩.૫૨ નોંધાયો છે જ્યારે પ્રીમિયમ ડીઝલ ૧૩૩.૫૨ રૂપિયાએ પહોંચ્યું છે. 

એલપીજી : હાલમાં દેશમાં એલપીજી સિલિન્ડરો માટેની લાંબી લાઇનો જોવા મળી રહી છે, એવામાં સરકારી કંપનીઓએ બુધવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધાર્યો છે. પાંચ કિલોના મિનિ સિલિન્ડરના ભાવમાં ૫૧ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ૧૯ કિલોના મોટા સિલિન્ડરનો ભાવ ૧૯૫થી ૨૧૮ રૂપિયા વધ્યો છે. આ વધારાની સાથે જ ૧૯ કિલોનો એલપીજી સિલિન્ડર બે હજાર રૂપિયાને પાર જતો રહ્યો છે. દિલ્હીમાં ભાવ ૨૦૭૮ જ્યારે મુંબઇમાં ૨૦૩૧ રૂપિયા છે. બન્ને મુખ્ય શહેરોમાં ભાવમાં ૧૯૫.૫ રૂપિયા વધ્યા છે તેવી જ રીતે કોલકાતામાં ૨૧૮ જ્યારે ચેન્નાઇમાં ૨૦૩ રૂપિયાનો વધારો નોંધાયો છે, તેથી આ બન્ને શહેરોમાં ભાવ ૨૨૦૮થી ૨૨૪૬ રૂપિયા પહોંચી ગયો છે. જેને પગલે અન્ય વસ્તુઓ મોંઘી થઇ શકે છે. 

વિમાન ઇંધણ : પેટ્રોલ, એલપીજી ઉપરાંત વિમાનમાં ઉપયોગી ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ એટીએફના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ભાવ પ્રતિ કિલોલિટરે રૂ. ૮૨૮૯.૦૪ વધારવામાં આવ્યો છે, એટલે કે ભાવમાં ૮.૫૬ ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ પ્રતિ કિલોલિટરનો કુલ ભાવ રૂ.  ૯૬,૬૩૮.૧૪થી વધારીને રૂ. ૧,૧૦,૭૦૩.૦૮ કરવામાં આવ્યો છે. એટલે કે એટીએફનો કુલ ભાવ પ્રતિ કિલોલિટર એક લાખ રૂપિયાનો પાર પહોંચી ગયો છે. જેને પગલે એરલાઇન્સ કંપનીઓ વિમાનના ભાડામાં પણ વધારો કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે. નોંધનીય છે કે ૧ એપ્રીલથી નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની શરૂઆત થઇ છે, જે સાથે જ પ્રજાને મોંઘવારીનો માર પડયો છે.

લિવર, કિડની, શુગર-બીપી, તાવ સહિત 900થી વધુ દવાઓ મોંઘી

નવી દિલ્હી : ઇંધણ તો મોંઘા થઇ જ રહ્યા છે સાથે સાથે હવે દવાઓ પણ મોંઘી થઇ રહી છે, જરૂરી દવાઓનો ભાવ ૧ એપ્રીલથી વધી ગયો છે. એનપીપીએના આદેશ અંતર્ગત ૯૦૦થી વધુ દવાઓના ભાવમાં ફેરફાર કરાયા છે. જેમાં તાવ, દુખાવો, સંક્રમણ, એનીમિયા અને પોષણ માટેની જરૂરી દવાઓનો સમાવેશ થાય છે. જીએસટી કાપ બાદ એક એપ્રીલથી દર્દીઓએ ૧૦ ટકા વધુ મોંઘા ભાવે દવાઓ ખરીદવી પડશે. ૬૦ ટકા ફાર્મા કંપનીઓએ જાન્યુઆરીમાં જ નવા ઉત્પાદન પર ભાવ વધારી દીધો હતો,  જેને પગલે બજારમાં જાન્યુઆરી ૨૦૨૬થી આવનારી દવાઓ પર નવી એમઆરપી હશે.   કેટલીક દવાઓમાં જેની કિંમત ૮૦ રૂપિયા હતી તે હવે ૯૦થી ૯૫ રૂપિયા થઇ ગઇ છે. આ દવાઓમાં શુગર-બીપી, કિડની, લિવર, તાવ વગેરેની સારવારની દવાઓનો પણ સમાવેશ થાય છે.  

એડહોક, ચાર્ટર, નોન શિડયુલ ફ્લાઈટોનું એટીએફ 100 ટકા વધીને રૂ. બે લાખ થયા !

૧ એપ્રીલથી લાગુ એટીએફના નવા ભાવ મુજબ દિલ્હીમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટરે વધીને રેકોર્ડ બે લાખને પાર પહોંચી ગયો છે, આ બમણો ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપરાંત એડ હોક, ચાર્ટર, નોન શિડ્યુલ વગેરેને લાગુ પડશે. આ ઉડાનો માટે પ્રતિ કિલોલિટરે ભાવ ૧૧૪ ટકા વધી ગયો છે. અગાઉ ભાવ રૂ. ૧,૧૦,૭૦૩ હતો તે હવે વધીને રૂ. ૨,૦૭,૩૪૧ને પાર પહોંચી ગયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ મોંઘી પડી શકે છે.

Business : સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો

0

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે ઈંપોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન યુદ્ધ સમાપ્ત થશે એવી આશા ઊભી થતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ સામે વૈશ્વિક સોનામાં તેજી આવી હતી. 

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૬૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૭૨થી વધી ૪૭૬૨ થઈ ૪૭૫૮થી ૪૭૫૯ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૮ તથા નીચામાં ૯૯.૪૧ થઈ ૯૯.૪૬ રહ્યાના નિર્દેશો હતા.

કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૫ વાળા નીચામાં ભાવ રૂ.૯૩.૩૦ થઈ રૂ.૯૩.૪૪થી ૯૩.૪૫ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૧.૨૫ વાળા વધી ઉંચામાં ભાવ ૭૫.૬૨ થઈ ૭૫.૨૭થી ૭૫.૨૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના  ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ તથા સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૮૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૪૯૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, યુદ્ધ સમાપ્તીની આશા વચ્ચે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ  બેરલના ૧૧૪.૮૬ વાળા નીચામાં ૯૮.૩૫ થઈ ૧૦૧.૪૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૧.૩૬થી ઘટી ૯૬.૫૦ થઈ ૯૮.૬૩ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૬૮૦૦ વાળા રૂ.૧૫૦૨૪૯ તથા ૯૯૯ના રૂ.૧૪૭૪૦૦ વાળા રૂ.૧૫૦૮૫૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૫૦૦૦ વાળા રૂ.૨૩૯૮૩૬ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ૬૪ હજાર પાર કરી રૂ.૬૪૬૯૭ રહ્યા હતા.

દરમિયાન રૂપિયાને પીઠબળ આપવા તથા ડોલરમાં સટ્ટારૂપી એકટીવીટીને કાબુમાં રાખવા તાજેતરમાં રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ જાહેર થયા છે. આના પગલે બેન્કીંગ ક્ષેત્રે લગભરાટ વધતાં બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી નિકળી જવાનો વ્યુહ અપનાવ્યાના  સંકેતો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આના પગલે તાજેતરમાં ડોલરના ભાવમાં ચાલુ બજારે ઉંચા ભાવ નીચા ભાવ વચ્ચેનો તફાવત વધતાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી આશરે ૧૦ અબજ ડોલરની પોઝીશન હળવી કર્યાના અંદાજ બેન્કીંગ જાણકારો દર્શાવી રહ્યા હતા.

Top News : અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

‘અમેરિકાને હોર્મુઝના તેલની જરૂર નથી’

પોતાના 20 મિનિટના સંબોધનમાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીના બ્લોકેજ અંગે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ કોઈ તેલ લેતું નથી. અમને તેની જરૂર નથી. જે દેશોને હોર્મુઝથી તેલ મળે છે, તેમણે તે રસ્તાનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે તેને સાંભળીને રાખવું જોઈએ અને તેની હિફાઝત કરવી જોઈએ.” આ નિવેદન દ્વારા ટ્રમ્પે યુરોપિયન અને એશિયન દેશો પર દબાણ વધાર્યું છે જેઓ ઉર્જા સપ્લાય માટે આ રૂટ પર નિર્ભર છે.દુ

નિયાની સૌથી મજબૂત સેના’ અને વેનેઝુએલાનો ઉલ્લેખ

પોતાની સ્પીચમાં ટ્રમ્પે અમેરિકન સેનાની પ્રશંસા કરતા કહ્યું, “છેલ્લા ચાર અઠવાડિયામાં આપણી સેનાએ યુદ્ધના મેદાનમાં ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત જીત હાસિલ કરી છે. આપણી પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે.” આ સાથે જ તેમણે ઈરાનની નૌસેના સંપૂર્ણપણે ખતમ થઈ હોવાનો પણ દાવો કર્યો.

રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અમેરિકન સૈનિકોના વખાણ કર્યા, જેમણે એક ઝડપી ઓપરેશન દ્વારા માત્ર થોડી મિનિટોમાં તે દેશ પર નિયંત્રણ મેળવી લીધું હતું. ટ્રમ્પે આ મિશનને ‘ઝડપી, જીવલેણ અને જોરદાર’ ગણાવ્યું અને કહ્યું કે તેનાથી દુનિયાભરમાં અમેરિકાને સન્માન મળ્યું છે. હવે અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ અને ગેસ ભંડારોને વિકસાવવા અને વેચવા પર સાથે મળીને કામ કરી રહ્યું છે.યુએસ મિડલ-ઈસ્ટ પર નિર્ભર નથી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે મધ્ય-પૂર્વ (Middle-East) થી ઉર્જાના મામલે આઝાદ થઈ ગયું છે. અમેરિકા વેનેઝુએલા અને પોતાના સંસાધનો દ્વારા તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, પોતાના સહયોગી દેશોની મદદ માટે અમેરિકા ત્યાં પોતાની હાજરી જાળવી રાખશે. અમે આગામી બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરવા જઇ રહ્યા છીએ. અમે તેમને ફરી એકવાર પાષાણ યુગમાં ધકેલી દઈશું. અમારું મુખ્ય લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન નહોતું તેમ છતાં તે પણ થઈ ગયું છે. તેનું ઓઇલ ક્ષેત્ર અમે હજુ સુધી નિશાને લીધું નથી પરંતુ અમે ભવિષ્યમાં તેના પર હુમલો કરી શકીએ છીએ.

જેને ઓઈલ જોઈતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે અમે લોકોની મદદ માગી ત્યારે કોઈ ન આવ્યું. હવે અમે ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવા માગીએ છીએ કે અમેરિકાની ઊર્જા જરૂરિયાતો મિડલ ઈસ્ટ પર નિર્ભર નથી. એટલે હવે જેને પણ ઓઈલ જોઈતું હોય તે અમારી પાસેથી ખરીદી લે કાં પછી જઈને હોર્મુઝ પર કબજો કરી લે જેથી તેમનું ઓઈલ તેમને મળી શકે.

9 બોલમાં 0 અને પછી 47 બોલમાં 70 રન… કોણ છે સમીર રિઝવી જેણે એકલા હાથે બાજી પલટી

0

ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ખેલાડી પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર વિરોધી ટીમ તરફથી રમીને મેચ જીતાડે, ત્યારે એ હારનું દર્દ યજમાન ટીમ માટે સૌથી ઊંડું હોય છે. ઇકાના સ્ટેડિયમમાં 1 એપ્રિલ 2026ના રોજ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. જે ઉત્તર પ્રદેશની માટીએ સમીર રિઝવીને ક્રિકેટના પાઠ ભણાવ્યા, એ જ મેદાન પર ઊભા રહીને આ યુવા બેટરએ લખનઉ સુપર જાયન્ટ્સના વિજયના અરમાનો પર પાણી ફેરવી દીધું. લખનઉ માટે આ મેચ કોઈ ખરાબ સ્વપ્ન જેવી રહી, જ્યારે દિલ્હી કેપિટલ્સ માટે સમીર રિઝવી એક ચમત્કાર સાબિત થયો.

સંકટ સમયની સાંકળ: સમીરની ધીરજ અને સંયમ

જ્યારે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે મેદાનમાં આવેલા સમીર રિઝવીએ શરૂઆતમાં ખૂબ જ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. એક તબક્કે તે 13 બોલમાં માંડ 5 રન બનાવી શક્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે આક્રમક વલણ અપનાવીને લખનઉના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. રિઝવીએ માત્ર 47 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 70 રનની વિજયી ઇનિંગ રમી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે મળીને દિલ્હીની ઇનિંગને સ્થિરતા આપી અને ખાસ કરીને સ્પિનરો વિરુદ્ધ તોફાની બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું. આ જીતથી દિલ્હીને એક ભરોસાપાત્ર મેચ વિનર મળ્યો છે, તો બીજી તરફ લખનઉ માટે આ પરાજય એક મોટો બોધપાઠ સમાન રહ્યો છે.

મેરઠની ગલીઓથી આઈપીએલના મોટા મંચ સુધીની સફર

સમીરની આ સફળતા પાછળ તેના પિતા હસીન રિઝવીનો અતૂટ વિશ્વાસ અને વર્ષોની મહેનત છુપાયેલી છે. 6 ડિસેમ્બર 2003ના રોજ મેરઠમાં જન્મેલા સમીરના પિતા પ્રોપર્ટી ડીલર છે અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો આર્થિક તંગીને આડે આવ્યા વગર ક્રિકેટમાં નામ કમાય. સમીરને તેના મામા અને પહેલા કોચ તંકીબ અખ્તરે નાનપણથી જ તાલીમ આપી હતી. ખાસ કરીને સ્પિનરો સામે કેવી રીતે રમવું તેની કલા તેણે વર્ષો સુધી મેદાન પર પરસેવો પાડીને શીખી હતી, જેની ઝલક તેણે શાહબાઝ અહેમદ અને એડન માર્કરામ જેવા બોલરો સામે રમીને બતાવી દીધી.ઇન્ટરનેશનલ સ્ટાર્સ પર ભારે પડ્યો ‘લોકલ બોય’

ડોમેસ્ટિક ક્રિકેટમાં 2020માં ડેબ્યૂ કરનાર સમીર ખરા અર્થમાં 2023ની યુપી ટી20 લીગથી લાઈમલાઈટમાં આવ્યો હતો, જ્યાં તેણે 35 છગ્ગા સાથે 455 રન ફટકાર્યા હતા. તેની પાવર-હિટિંગ ક્ષમતા જોઈને 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ 2025ની મેગા હરાજીમાં દિલ્હી કેપિટલ્સે માત્ર 95 લાખમાં તેને પોતાની ટીમમાં સામેલ કરીને જાણે ‘દાયકાની સૌથી મોટી ડીલ’ કરી લીધી હોય તેમ જણાય છે. સમીરની આતશબાજી પહેલા દિલ્હીના બોલરોએ પણ કમાલ કરી હતી. લુંગી એનગિડી અને ટી. નટરાજનની ઘાતક બોલિંગ (બંનેની 3-3 વિકેટ) સામે લખનઉની ટીમ માત્ર 141 રન બનાવી શકી હતી. લખનઉ માટે આ મેચ એક પાઠ સમાન છે કે ક્યારેક ઇન્ટરનેશનલ સ્ટાર્સ કરતા એ ‘લોકલ બોય’ વધુ ખતરનાક સાબિત થાય છે જે તમારા ઘરના મેદાનના ખૂણેખૂણાથી વાકેફ હોય છે.

Bollywood : મલાઈકાએ ફલેટ તથા સારા અલીખાનેે બંગલો ભાડે આપ્યાં

0

બોલિવુડમાં વધુ કેટલાક રિયલ એસ્ટેટ સોદા થયા છે. મલાઈકા અરોરાએ તેનો ફલેટ ભાડે આપી દીધો છે જ્યારે સારા અલી ખાને તેનો બંગલો એક સ્કૂલ માટે ભાડે આપ્યો છે.

મલાઈકાએ બાંદરા વેસ્ટમાં કાર્ટર રોડ પર ૩ વર્ષ માટે ભાડે આપ્યો છે. પહેલાં વર્ષે તેને મહિને ૩.૧૦ લાખ મળશે. તે પછી દર વર્ષે પાંચ ટકાના દરે તે વધતું જશે. ૩ વર્ષ દરમિયાન તેને ભાડાં પેટે કુલ ૧.૧૭ કરોડ મળશે.

સારા અલી ખાને અંધેરી વેસ્ટમાં એક સ્કૂલને તેનો બંગલો ભાડે આપ્યો છે. આ બંગલો પાંચ વર્ષ માટે અપાયો છે. પહેલાં વર્ષે સારાને ૬.૫ લાખનું ભાડું મળશે. પાંચ વર્ષ દરમિયાન તેને કુલ ૪.૧૪ કરોડનું ભાડું મળવાનું છે. ૪૫૦૦ ચોરસ ફૂટના બંગલા માટે સારાએ ૨૦ લાખ રુપિયાની ડિપોઝિટ લીધી છે.

World : અમેરિકા માટે ઈરાનનું સમૃદ્ધ યુરેનિયમ પડાવી લેવું અત્યંત જોખમી

0

ઈરાનમાંથી તેનો પરમાણુ જથ્થો મેળવી લેવા સૈન્યબળો તૈનાત કરવાનો અમેરિકાનો કોઈપણ નિર્ણય એક અત્યંત જોખમી, જટિલ અને લાંબો સમય ચાલનારી કાર્યવાહી સાબિત થઈ શકે છે. ભૂતપૂર્વ અધિકારીઓ અને નિષ્ણાંતોએ ગંભીર કિરણોત્સર્ગ અને કેમિકલ જોખમોની ચેતવણી આપી છે. એક તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાની વાત કરી રહ્યા છે ત્યારે આ લક્ષ્યાંક હાંસલ કરવા જરૂરી સૈન્ય સંડોવણી અનિશ્ચિત અને જોખમોથી ભરેલી છે. આથી જ નિષ્ણાંતો સૈન્ય કાર્યવાહીના સ્થાને રાજકીય ઉકેલ લાવવાની સલાહ આપી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) અનુસાર હાલ ઈરાન પાસે ૬૦ ટકા સમૃદ્ધ યુરેનિયમનો ૪૪૦.૯ કિલોગ્રામનો જથ્થો છે. આ સ્તર શસ્ત્રો સ્તરની શુદ્ધતાની નજીક છે અને સંભવિતપણે દસ પરમાણુ બોમ્બનું ઉત્પાદન શક્ય બનાવી શકે છે એવી નોંધ આઈએઈએ ચીફ રાફેલ ગ્રોસીએ કરી છે. જો કે ઈરાન સતત પોતાનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હોવાનો દાવો કરી રહ્યું છે, છતાં પશ્ચિમી રાષ્ટ્રો લાંબા સમયથી તેની અગાઉની શસ્ત્ર સંબંધિત ગતિવિધિથી ચિંતિત રહ્યા છે.

ઉપરાંત સમૃદ્ધ યુરેનિયમના ચોક્કસ સ્થળનું ટ્રેકિંગ પણ મુશ્કેલ રહ્યું છે. ૨૦૨૫ના મધ્યથી આઈએઈએ નિરીક્ષકો ઈરાનના માળખાને નબળો કરી દેનારા લશ્કરી હુમલાને કારણે શસ્ત્રોના જથ્થાની ચકાસણી નથી કરી શક્યું. એવું માનવામાં આવે છે કે યુરેનિયમ ઈસફાહાન, નાતાન્ઝ અને ફોર્ડો સુવિધાઓ સહિત બહુવિધ સ્થળોએ સંગ્રહ કરવામાં આવ્યું છે. આ સામગ્રી શોધી કાઢવામાં અમેરિકી ગુપ્તચર એજન્સી આત્મવિશ્વાસ ધરાવતી હોવા છતાં વધારાનો અનામન જથ્થો છુપાયેલો હોવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

યુરેનિયમ હાંસલ કરવામાં ગંભીર ટેકનીકલ પડકારો ઊભા થશે. સામગ્રી યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ ગેસ ધરાવતા મજબૂત કેનિસ્ટરોમાં સંગ્રહ કરવામાં આવતી હોય છે, જેમાં નુકસાન થવાથી અતિશય ઝેરી ફ્લોરાઈન ગેસનો સ્રાવ થઈ શકે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોઈપણ ક્ષતિ સૈન્યકર્મી માટે કેમિકલ અને રેડિયેશન સામે જોખમ ઊભુ કરી શકે. એના માટે ખાસ હેઝમેટ સુટ અને સંભાળપૂર્વકની જાળવણી જરૂરી હોય છે. આકસ્મિક પરમાણુ રિએક્શન રોકવા કેનિસ્ટરોના સુરક્ષિત પરિવહનમાં પણ પૂરતુ અંતર રાખવું ફરજિયાત છે જેના કારણે સમગ્ર કાર્યવાહી બેહદ નાજુક અને જટિલ બને છે.

તમામ જોખમોને નજરમાં રાખીને નિષ્ણાંતોએ દલીલ કરી છે કે ઈરાન સાથે વાટાઘાટ કરીને સમાધાન કરવું એ જ સૌથી સુરક્ષિત અને વ્યવહારુ ઉકેલ છે. અગાઉ ૧૯૯૪માં કઝાખસ્તાનમાં પ્રોજેક્ટ સફાયર જેવી કાર્યવાહીમાં સાબિત થયું હતું કે સહયોગ દ્વારા જ પરમાણુ સામગ્રી સુરક્ષિતપણે હટાવી શકાય છે.

વિશેષજ્ઞાો માને છે કે શક્ય હોય તો આઈએઈએના નિરીક્ષણ હેઠળ આવા જ પ્રયાસોથી જાનહાનિ અને પર્યાવરણીય જોખમ ટાળી શકાય. જો કે તહેરાન અને વોશિંગ્ટન વચ્ચેનો અવિશ્વાસ કોઈપણ રાજદ્વારી ઉકેલમાં મહત્વનો અવરોધ બની રહેશે.

Surendranagar : દસાડાના વધાડામાં દારૃના કટિંગ સમયે એસએમસી ત્રાટકી – 25 લાખનો દારૃ જપ્ત

0

 પાટડી –  દસાડાના વધાડામાં સ્થાનિક પોલીસ ફરી ઊંઘતી રાખી દારૃના કટિંગ સમયે એસએમસી ત્રાટકી ૨૫ લાખનો દારૃ ઝડપી પાડયો હતો. એસએમસીએ દારૃ, કાર, ટ્રક, મોબાઇલ મળી રૃ.૬૧.૨૪ લાખનો મુદ્દામાલ સાથે ચાર શખ્શને ઝડપી પાડયા હતા જ્યારે નવ શખ્સ નાસી છુટયા હતા. એસએમસીએની ૧૩ શખ્સ સામે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્થો વિરમગામના બુટલેગરે મંગાવ્યો હતો.

દસાડાના વધાડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૃનું કટિંગ થવાનું છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વધાડા ગામ પાસે આવેલા વિશ્વકર્મા મંદિર પાસે આવેલી ફુલકી ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૃનું કટીંગ કરતાં (૧) દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીબાનસિંહ સોલંકી (૨) મિનેશ ગાંડાભાઈ સોલંકી (૩) પંકજ રાજેશસિંહ રાજપુત (ત્રણેય રહે. અમદાવાદ) (૪) પ્રકાશભાઈ જાકાહીભાઈ પરમાર (રહે. થરા, જી. બનાસકાંઠા)ને ઝડપી પાડયા હતા.એસએમસીની ટીમે સ્થળ પરથી દારૃની ૯,૮૬૪ બોટલ (રૃ.૨૫.૪૫ લાખ), ૦૭ મોબાઇલ (રૃ.૭૬,૦૦૦), બે કાર અને એક ટ્રક (રૃ.૩૫ લાખ), રોકડ સહિત ફૂલ રૃ.૬૧.૨૪ લાખના મુદામાલ ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન અન્ય નવ શખ્સ (૧) ગણપત ઉર્ફે કિશન રેવાભાઈ પરમાર, રહે.થરા, જી. બનાસકાંઠા (મુખ્ય આરોપી) (૨) ફારુક ઇશાક મેમણ, રહે. વિરમગામ (ઇંગ્લિશ દારૃનો જથ્થો મંગાવનાર) (૩) પંપુભા વાઘેલા, રહે.થરા, જિ. બનાસકાંઠા (૪) ટીનાજી ઠાકોર, રહે.થરા, જિ. બનાસકાંઠા (૫) ટ્રક ચાલક, માલીક અને ક્લીનર (૬) સ્કોપયો કારનો માલિક (૭) આઈટેન કારનો માલિક હાજર મળી આવ્યા નહોતા.

આથી એસઓજી પોલીસે ઝડપાયેલ ૦૪ શખ્સો સહિત હાજર મળી નહીં આવેલ ૦૯ શખ્સો સહિત કુલ ૧૩ શખ્સો સામે પાટડી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એસએમસી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દસાડા તાલુકામાંથી ઇંગ્લિશ દારૃનું કટિંગ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ મામલે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. જયારે ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા વિરમગામ તાલુકાના ડેડીયાસણ? ગામ પાસે આ રેઇડ કરી હોવાનું અને ગુનો દસાડા તાલુકાની હદમાં નોંધ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.

Health Tips : क्या पैरों में सूजन हृदय रोग का संकेत है? जानें इसके कारण और बचाव के उपाय

पैरों में सूजन हमेशा मामूली समस्या नहीं होती—यह हृदय रोग, विशेष रूप से परिधीय धमनी रोग (पीएडी) का संकेत हो सकती है। यह स्थिति तब उत्पन्न होती है जब धमनियों के संकुचित होने के कारण पैरों में रक्त प्रवाह अवरुद्ध हो जाता है, जिससे सूजन और दर्द होता है। इसके कारणों और लक्षणों को समझना आवश्यक है ताकि आप पीएडी का शीघ्र पता लगा सकें और अधिक गंभीर जटिलताओं से बच सकें।

परिधीय धमनी रोग और इसके लक्षणों को समझना
परिधीय धमनी रोग तब होता है जब शरीर के कुछ हिस्सों—आमतौर पर पैरों—की धमनियां प्लाक जमा होने (एथेरोस्क्लेरोसिस) के कारण संकुचित हो जाती हैं। इस संकुचन से अंगों में रक्त प्रवाह कम हो जाता है, जिससे ऊतकों को पर्याप्त ऑक्सीजन और पोषक तत्व नहीं मिल पाते।

PAD हृदय रोग से घनिष्ठ रूप से संबंधित है क्योंकि दोनों स्थितियों में एक ही अंतर्निहित तंत्र होता है: एथेरोस्क्लेरोसिस। इसका अर्थ यह है कि जब किसी व्यक्ति के पैरों की धमनियां संकुचित हो जाती हैं, तो कोरोनरी धमनियों में भी इसी प्रकार की संकुचन की संभावना बहुत अधिक होती है। इसी कारण से, PAD को अक्सर कोरोनरी हृदय रोग, दिल का दौरा या स्ट्रोक का “प्रारंभिक चेतावनी संकेत” माना जाता है।

दूसरे शब्दों में, पीएडी केवल पैरों की समस्या नहीं है – यह एक प्रणालीगत बीमारी है जो पूरे शरीर में रक्त संचार संबंधी समस्याओं को दर्शाती है।

पीएडी कई तरह के लक्षण पैदा कर सकता है, खासकर पैरों में। सामान्य लक्षणों में शामिल हैं:

खराब रक्त संचार के कारण पैरों में सूजन
पैरों में दर्द, खासकर चलते समय (क्लॉडिकेशन)
पैरों में सुन्नपन या झुनझुनी
ठंडे पैर, खासकर दूसरी तरफ की तुलना में
त्वचा का रंग बदलना (फीका या नीला पड़ जाना)
पैरों के घाव जो धीरे-धीरे भरते हैं
पिंडली में ऐंठन, खासकर रात में
पैरों में रक्त संचार कम होने के कारण नाखूनों का विकास धीमा होना या पैरों के बाल झड़ना
धमनियों में अवरोध जितना गंभीर होगा, लक्षण उतने ही अधिक स्पष्ट होंगे। उपचार के बिना, पीएडी गंभीर स्थितियों जैसे कि चिरस्थायी घाव, संक्रमण और यहां तक ​​कि अंग विच्छेदन के जोखिम तक बढ़ सकता है।

दिल के रोगियों के पैरों में सूजन के निम्नलिखित लक्षण नजर आते हैं-

स्किन शाइनी, खिंची हुई और छूने पर गर्म महसूस होती है।

टखनों/पैरों में सूजन जो शाम होते-होते या खड़े होने के बाद बढ़ जाती है।

सूजन वाले हिस्से में गड्ढे जैसा उभार दिखता है, सूजन वाले हिस्से को दबाने पर गड्ढा बना रहता है।

24-48 घंटों में अचानक 1-2 किलो वजन बढ़ना भी इसका संकेत हो सकता है।

सांस लेने में तकलीफ, थकान और एक्सरसाइज करने की क्षमता में कमी आना।

पैरों में सूजन को अनदेखा न करें

पैरों में सूजन को कई लोग अनदेखा कर सकते हैं, लेकिन ऐसा करना सेहत के लिए हानिकारक हो सकता है। पैरों में सूजन दिल की बीमारी का संकेत हो सकता है। अगर परिवार में हार्ट डिजीज का इतिहास है तो पैरों या टखनों में सूजन को नजरअंदाज न करें। अगर लंबे समय तक पैरों या टखनों में सूजन है तो हेल्थ एक्सपर्ट से इसकी जांच कराएं।

लाइफस्टाइल में बदलाव करके पैरों में सूजन की समस्या से बचा जा सकता है। संतुलित भोजन, एक्टिव लाइफस्टाइल और तनाव को कंट्रोल में रखकर हार्ट हेल्थ को सुधारा जा सकता है। पैरों में सूजन है तो हेल्थ एक्सपर्ट से मिलकर अपना इलाज कराएं और लाइफस्टाइल बदलकर हार्ट हेल्थ को सुधारें।

दिल के रोगी पैरों में सूजन से बचने के लिए निम्नलिखित उपाय कर सकते हैं-

नमक का सेवन कम करें, प्रोसेस्ड और पैकेज्ड फूड से परहेज करें।
रक्त संचार में सुधार के लिए एक्टिव रहें, रोजाना टहलें या योग करें।
ब्लड प्रेशर और डायबिटीज को कंट्रोल में रखें, ये हार्ट फेलियर के प्रमुख कारण हैं।
रेगुलर हार्ट और हेल्थ चेकअप कराएं।

Health Tips : કુલ 8 પ્રકારના હોય છે વિટામિન B કોમ્પલેક્ષ, જે શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક

0

Vitamin B Complex: તમારા મગજને સ્વસ્થ રાખવાં માટે વિટામિન Bની ઉણપ ન થવાં દો. માત્ર વિટામિન B 12 જ નહીં પણ 8 પ્રકારનાં B કોમ્પ્લેક્સ હોય છે. જે શરીરનાં વિવિધ ભાગ માટે જરૂરી છે.

દરરોજ યોગ્ય રીતે કામ કરવા માટે અને શરીરને સ્વસ્થ રાખવાં માટે વિટામિન અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરને સ્વસ્થ રાખવાં માટે વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બ્સ અને સારો ફેટ જરૂરી છે. તેનાથી શરીરને એનર્જી મળે છે. આ બધાં જ પોષક તત્વો શરીરની અંદર ઈંધણની જેમ કામ કરે છે. આમાંથી એક પણ પોષક તત્વની ઉણપ જણાય તો શરીરમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. વિટામિન B કોમ્પ્લેક્સ પણ શરીર માટે ખૂબજ જરૂરી છે. તેમાં માત્ર વિટામિન B12 જ નહીં પણ કુલ 8 પ્રકારનાં વિટામિન હોય છે. જેમાં વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6, વિટામિન B7, વિટામિન B9 અને વિટામિન B12નો સમાવેશ થાય છે. આ દરેક પ્રકારનાં વિટામીન શરીરનાં વિવિધ ભાગોને સ્વસ્થ રાખે છે.

વિટામિન B1 [થાઇમિન]
વિટામિન B1 શરીરમાં શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આ ફેટી એસિડ બનાવવાં માટે પણ જરૂરી છે. મગજને સ્વસ્થ અને ચેતાપ્રેષકને જાળવવામાં મદદ કરે છે. વિટામિન B1 દાળ, અનાજ, નટ્સ અને બીજ માંથી મળે છે.

વિટામિન B2 [રિબોફ્લેવિન]
આંખોને સ્વસ્થ રાખવાં અને શરીરની એનર્જી વધારવા વિટામિન B2 જરૂરી છે. આ વિટામિન જ્ઞાનતંતુ સંબંધિત રોગ દૂર રાખવાનું કામ કરે છે.  હ્રદયને સ્વસ્થ રાખવાં માટે વિટામિન B2 જરૂરી છે.  ડેરી પ્રોડક્ટ્સ જેમકે દૂધ, દહીં, પનીર અને ઈંડા અને પાનવાળા શાકભાજીથી વિટામિન B2ની ઉણપ પૂર્ણ થઈ શકે છે. 

વિટામિન B3 [નાયસિન] 
એન્ટિ એજિંગ એજેંટનાં રૂપમાં કામ કરે છે. વિટામિન B3 શરીરમાં પ્રોટીન, ફેટ અને કાર્બ્સનું સંતુલન જાળવી રાખે છે.  પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન B3 ઘઉં, મશરૂમ્સ, વટાણા, ઇંડા, માછલી અને એવોકાડોમાં હોય છે. 

વિટામિન B5 [પેન્ટોથેનિક એસિડ]
વિટામિન B5 શરીરમાં ઉત્સેચકો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનું ચયાપચય કરે છે. મશરૂમ્સ, ઈંડા, શક્કરીયા, કઠોળ, બદામ, મગફળી, એવોકાડો અને લાલ માંસ માંથી વિટામિન B5 મળે છે. 

વિટામિન B6 [પાયરિડોક્સિન]
રક્ત આરોગ્ય, લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણ અને હિમોગ્લોબિન વધારવા માટે વિટામિન B6 જરૂરી છે.  ચણા, બટાકા, માછલીના દાણા અને સોયાબીન માંથી વિટામિન B6 મળે છે. 

વિટામિન B7 [બાયોટિન] 
વજન ઘટાડવા માટે અને ફેટને તોડવાં માટે વિટામિન B7 જરૂરી છે. તેનાથી ચયાપચય મજબૂત બને છે. મશરૂમ્સ, ઇંડા જરદી, સૅલ્મોન માછલી, બદામ, પાલક, કેળા, સફરજન અને કઠોળ માંથી વિટામિન B7 મળે છે. 

વિટામિન B9 [ફોલેટ] 
આ ફોલિક એસિડનાં નામે પણ ઓડખાય છે. ગર્ભાવસ્થામાં બાળકનાં વિકાસ માટે જરૂરી હોય છે. કેન્સર અને ખરતા વાળની સમસ્યા માટે મદદરૂપ થાય છે.  ઈંડા, પાલક, કેળા, પાંદડાવાળા શાકભાજી, કઠોળ, બ્રોકોલી, અનાજ અને મગફળી માંથી ફોલેટની ઉણપને પૂર્ણ કરવામાં આવે છે. 

વિટામિન B12 [કોબાલામીન]
નર્વ સિસ્ટમ અને સર્કુલેટરી સિસ્ટમને ફિટ રાખવાં માટે વિટામિન B12 જરૂરી છે.  કોશિકાઓને ને એક્ટિવ બનાવવા માટે વિટામિન B12 જરૂરી છે. પનીર, દૂધ, માંસ, દહીં, કાજુ, તલ અને બ્રોકોલી માંથી વિટામિન B12ની ઉનપને પૂર્ણ કરવામાં આવે છે. 

Grah Gochar 2026 : એપ્રિલમાં આ રાશિની બલ્લે બલ્લે, ગ્રહોની ચાલ અપાવશે ધનલાભ

0

એપ્રિલ મહિનાની શરૂઆતમાં સતત ગ્રહોના ગોચરની શ્રેણી બની રહી છે.  1 એપ્રિલે ગ્રહોના રાજકુમાર બુધ  પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં તેનું પ્રથમ ગોચર કરશે. ત્યારબાદ 2  એપ્રિલે, મંગળ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 3 એપ્રિલે, મન અને લાગણીઓનો કારક ચંદ્ર  શુક્ર દ્વારા શાસિત તુલા રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મતે સતત ગ્રહોના ગોચરનો આ ક્રમ ત્રણ ચોક્કસ રાશિઓ માટે સારા દિવસોના આગમનનો સંકેત આપે છે. ત્યારે કઇ રાશિને એપ્રિલની શરૂઆત ફળશે તે વિશે જાણીએ. 

મેષ રાશિ 

મેષ રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિઓ સંપત્તિ અને સંપત્તિ સંબંધિત લાભ અનુભવી શકે છે. જમીન અથવા મિલકત સંબંધિત વિવાદો ઉકેલાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થઈ શકે છે. તમારું ધ્યાન કિંમતી વસ્તુઓ ખરીદવા તરફ કેન્દ્રિત રહેશે. જે લોકો અવિવાહિત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જે લોકો પહેલાથી જ પરિણીત છે તેમને તેમના સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.

મિથુન રાશિ

નોકરી, વ્યવસાયિક તક અથવા રોજગાર માટેની તમારી શોધ ટૂંક સમયમાં સફળ થઈ શકે છે. તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમને પ્રમોશન અથવા પગારમાં વધારો જેવા સારા સમાચાર પણ મળી શકે છે. જે વ્યક્તિઓ લાંબા સમયથી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ શુભ સમય છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કોઈપણ રોકાણથી લાંબા ગાળાના લાભ મળવાની સંભાવના છે. વધુમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે, અને તમને ધાર્મિક કાર્યક્રમો અથવા સમારંભોમાં ભાગ લેવાની તક મળી શકે છે.

તુલા રાશિ

નોકરી કરનારા વ્યક્તિઓ માટે ભવિષ્ય અનુકૂળ દેખાય છે. તમને વ્યાવસાયિક પ્રગતિ માટે સુવર્ણ તક મળી શકે છે. ગ્રહોની ગોઠવણી નવું વાહન અથવા ઘર ખરીદવાની મજબૂત શક્યતા સૂચવે છે. તમને નાણાકીય મુશ્કેલીઓમાંથી પણ રાહત મળશે. તમારા ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે આવકમાં વધારો થવાની સંભાવના છે. તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની તકો પણ મળી શકે છે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ શુભ સાબિત થશે; આ સમય દરમિયાન તમારી કુશળતામાં સુધારો અને શુદ્ધિકરણ થવાનું છે. એકાગ્રતામાં સુધારો થવાથી, તમે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકો છો.