Home Blog Page 209

Gujarat : બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો

0

એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સામાપક્ષે બાલાસિનોરમાં ખુદ નગર પાલિકાના કામદારો દ્વારા જ શહેરની મધ્યમાં જાહેરમાં કચરાનો ઢગલો એકત્ર કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઇ રહી છે.

બાલાસિનોર શહેરમાં નગર પાલિકા દ્વારા દરરોજ સફાઇ તો કરવામાં આવે છે. પરંતુ ઘરે ઘરેથી એકત્ર કરવામાં આવેલા કચરાનો દરરોજ સવારે નિશાળ ચોકમાં જાહેરમાં ઢગલો કરવામાં આવે છે. ત્યાંથી પછી ટ્રેક્ટરમાં ભરીને ડમ્પિંગ સાઇટ ખાતે લઇ જવામાં આવે છે. કચરાનો આ ઢગલો બેથી ત્રણ કલાક સુધી જાહેર ચોકમાં પડયો રહે છે. પરિણામે સૌપ્રથમ તો ત્યાં ગાય અને શ્વાન જેવા રખડતા પશુઓ અડિંગો જમાવે છે. આ સિવાય પવનમાં કચરો ઉડીને આસપાસના વિસ્તારમાં ફેલાઇ જાય છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ પણ આનાથી ત્રાસી ગયા છે. હકીકતમાં ઘરે ઘરેથી એકત્ર કરેલો કચરો સીધા જ ડમ્પિંગ સાઇટ પર લઇ જવો જોઇએ. કચરાના આ ઢગલાના કારણે સ્વચ્છ ભારત અભિયાનના જાણે કે લીરાં ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

Business : વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ વિશે આક્રમક નિવેદનોની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે. આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

ચાંદીમાં ‘લોઅર સર્કિટ’ જેવો માહોલ

ચાંદીના ભાવમાં આજે ₹13,613 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,43,501.00

આજનો નીચો ભાવ (Low): ₹2,29,888.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2,33,229.00 (આશરે 4.22% નો ઘટાડો)

ચાંદીના ભાવ એક સમયે ₹2.30 લાખની પણ નીચે ઉતરી ગયા હતા, જેને કારણે ટ્રેડર્સમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

સોનાના ભાવમાં પણ મોટું ગાબડું

સોનાના ભાવમાં પણ આજે રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા છે. સોનામાં અંદાજે ₹2,547 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,53,708.00

આજનો નીચો ભાવ (Low): ₹1,51,161.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,51,600.00 (આશરે 1.37% નો ઘટાડો)

ઘટાડા પાછળના મુખ્ય કારણો

1. વૈશ્વિક તણાવ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ટ્રમ્પના નિવેદન બાદ ડોલર મજબૂત થતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.

2. નફારૂપી વેચવાલી: ઉંચા મથાળેથી રોકાણકારોએ મોટા પાયે નફો બુક કરવાનું શરૂ કરતા બજારમાં કડાકો બોલાયો છે.

3. આર્થિક અનિશ્ચિતતા: વૈશ્વિક સ્તરે આર્થિક નીતિઓમાં ફેરફારની આશંકાએ કિંમતી ધાતુઓના ભાવ પર બ્રેક લગાવી છે.

4. ટ્રમ્પનું એલાન : ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ ઈરાન વિરુદ્ધ યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ખેંચવા અને ભયાનક હુમલાઓની ધમકી ઉચ્ચારતાં વિશ્વ સ્તરે હડકંપની સ્થિતિ પણ સોના-ચાંદીમાં કડાકા માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. 

Bollywood : કંગના ક્વીન ટૂ માટે આ મહિને મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે

0

કંગના રણૌત પોતાની ૨૦૧૪ની ‘ક્વીન’ ફિલ્મની સીકવલ’ક્વીન ટુ’નુું શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે. મૂળ ‘ક્વીન’ ફિલ્મે કંગનાને ભારે પ્રશંસા અપાવી હતી અને તે રાતોરાત બોલીવૂડની ટોચની હિરોઈનોમાંની એક બની ગઈ હતી.

મૂળ ફિલ્મમાં અભિનેત્રી એક નાનાં શહેરની મધ્યમવર્ગીય યુવતીના રોલમાં જોવા મળી હતી. હવે ‘ક્વીન ટ’ુમાં તે મોટાં શહેરની આધુનિક યુવતીના રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં વિદેશની બદલે ભારત ભ્રમણ કરતી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ૩ મહિનામાં આટોપી લેવાની યોજના છે.

આ સીકવલમાં જોકે, સપોર્ટિંગ કાસ્ટ રીપિટ થવાની શક્યતા ઓછી છે. ફિલ્મના શૂટિંગની શરૂઆત મુંબઇના સ્ટુડિયોથી કરવામાં આવશે. જ્યાં નોર્થ ઇન્ડિયા શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. મુંબઇમાં શૂટિંગ પુરુ કર્યાં પછી ફિલ્મની ટીમ ભારતના અન્ય શહેરોમાં જશે.

World : ઇરાનમાં સત્તા પલટો, અમેરિકન સેના હવે પરત જશે : ટ્રમ્પ

0

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાનમાં સત્તાપલટો થયો છે. અમેરિકન સેના બેથી ત્રણ સપ્તાહમાં યુદ્ધ ખતમ કરી પરત જશે. હવે શું ઇરાનમાં ખરેખર તખ્તાપલટ થયો છે. ઇરાનના પ્રમુખ પેઝેકિશ્યન પાસે કોઈ સત્તા રહી નથી. બધી જ સત્તા આઆઇરજીસી પાસે છ. પેજેકિશ્યને કરેલી બધી જ નિમણૂકો સામે આઇઆઇરજીસીએ ઇન્કાર કરતાં  અને યુદ્ધ સમયે તેની ઇચ્છા મુજબની નિમણૂકોની માંગ કરતાં આ વાતે વેગ પકડયો છે.  

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો ત્યાં સુધી જણાવ્યું છે કે ઇરાનના નવા પ્રમુખે તો યુદ્ધવિરામની વિનંતી મૂકી છે, પરંતુ અમે સામે અમારી શરતો મૂકી છે. ઇરાનના નવા શાસનના પ્રમુખ તેમના ભૂતપૂર્વ પ્રમુખોની તુલનાએ ઓછા કટ્ટર છે અને વધુ બુદ્ધિશાળી છે. ટ્રમ્પે તેના નિવેદનમાં જણાવ્યું નથી કે તે ઇરાનના નવા પ્રમુખ કોને કહે છે.ટ્રમ્પના નિવેદનો જોક્સને પણ શરમાવે તેવા: ઇરાન

ઇરાનમાં નવી સરકાર આવી હોવાના ટ્રમ્પના દાવા સામે ઇરાનના મુંબઈ સ્થિત રાજદૂતાવાસે મજાક કરતાં જણાવ્યું છે કે ટ્વીટ કરવાથી પ્રમુખો બદલાતા નથી, તે ચૂંટણીથી બદલાય છે. પહેલી એપ્રિલના રોજ ટ્રમ્પે આખા વિશ્વને શાનદાર રીતે એપ્રિલ ફુલ બનાવ્યું છે. ટ્રમ્પની હરકતો જોક્સને પણ શરમાવે તેવી છે. ટ્રમ્પના નિવેદનને ઇરાને ફગાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે અમે અમેરિકા સાથે કોઈ યુદ્ધવિરામની માંગ કરી નથી. હજી યુદ્ધ ચાલુ છે. હોર્મુઝની ખાડી હજી પણ અમારા અંકુશમાં છે. આઇઆરજીએસ કમાન્ડરે પણ સત્તા પરિવર્તન અંગેની ટ્રમ્પની વાતોને રદિયો આપ્યો છે. ઇરાનના લશ્કરી પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો.

યુએઈ અમેરિકાને યુદ્ધમાં સાથ આપવા જંગના મેદાનમાં ઉતરવા તૈયાર

ખાડી યુદ્ધમાં સૌપ્રથમ ખાડીદેશ તરીકે યુએઈએ અમેરિકાને સાથ આપવા યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી બતાવી છે. યુએઈએ હોર્મુઝની ખાડી બળ વાપરીને ખોલવાની યોજના વિશ્વ સમક્ષ રજૂ કરી છે. યુએઈ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ પ્રસ્તાવ લાવવા પ્રયત્નશીલ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કાર્યવાહીને અધિકૃતતા મળે. યુએઈમાં અમેરિકાની સાથે-સાથે યુરોપ અને એશિયાની લશ્કરી તાકાતોને પણ આ મિશનમાં સામેલ થવા આગ્રહ કર્યો છે. એક સમય હતો જ્યારે યુએઈ ખાડી યુદ્ધ ટાળવા માટે અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થતાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. હવે તે સીધુ અમેરિકાની તરફેણમા યુદ્ધમાં કૂદી પડયું છે. યુએઈનું કહેવું છે કે આખા ઇરાનની વાત બાજુએ મૂકીએ તો પણ હોર્મુઝની જોડેના જે બેથી ત્રણ ટાપુઓ છે તેના પર પણ જો અંકુશ મેળવી લેવાય તો હોર્મુઝનો કાયમ માટે છૂટકારો થઈ જાય.

હોર્મુઝની ખાડી કંઈ અમેરિકા માટે ખોલવાની નથી: ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી કંઈ અમારા માટે ખોલવાની નથી. તેને અમરિકાના સહયોગી દેશો માટે ખોલવાની હતી. અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય તેવી કોઈ વસ્તુ મંગાવતુ નથી. તેથી તેને હોર્મુઝની ખાડી ખુલ્લી રહે કે બંધ રહે તેનાથી કોઈ ફેર પડતો નથી. હવે જો અમારા સહયોગી દેશો જ અમને આના માટે સહકાર આપવા તત્પર ન હોય તો પછી તેઓએ જે કરવું હોય તે કરે. અમારે જે કરવું હોય તે અમે કરીશું.

મધ્યપૂર્વમાં ઉત્તરોતર વધતી જતી અમેરિકન સૈનિકોની સંખ્યા

અમેરિકા એકબાજુએ યુદ્ધ પૂરુ કરવાની વાત કરી રહ્યું છે તો બીજી બાજુએ અખાતમાં તેના સૈનિકોની સંખ્યા સતત વધી રહ્યું છે. વધુ એક અરક્રાફ્ટ કેરિયર જ્યોર્જ બુશને ત્યાં તૈનાત કરવામાં આવ્યું છે. આ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપમાં છ હજારથી પણ વધુ ખલાસીઓ છે. આના કારણે અમેરિકન લશ્કર ભૂમિ આક્રમણ કરવાનું હોય તેવી સંભાવના પ્રબળ બની રહી છે. તેથી આગામી દિવસોમાં ઇરાનના મોરચે કંઇક મોટું થઈ શકે. અમેરિકા લગભગ પાંચ હજારથી વધુ મરીન ઉતારી ચૂક્યું છે. આ ઉપરાંત અમેરિકન યુદ્ધપ્રધાન હેગસેથ પણ અખાતમાં આવ્યા હતા. આ બતાવે છે કે આગામી દિવસોમાં અખાતમાં કંઇક મોટું થઈ શકે છે.

ઇઝરાયેલે શિયા મસ્જિદ પર કરેલા હુમલામાં ત્રણના મોત

ઇરાન-અમેરિકા યુદ્ધ હવે ધાર્મિક સ્થળો સુધી પહોંચી ગયું છે. ઇરાનના જંજન શહેરમાં થયેલા હવાઈ હુમલામાં ંપ્રસિદ્ધ શિયા મસ્જિદને લક્ષ્યાંક બનાવવામાં આવી હતી. તેમા ત્રણના મોત થયા હતા. આ સ્થળ તહેરાનથી ૩૦૦ કિ.મી. દૂર ઔદ્યોગિક પ્રાંતની રાજધાની છે. મસ્જિદના ગુંબજ અને મિનારાઓને પણ ફટકો નુકસાન પહોંચ્યું છે. જો કે એક હુમલામાં મિસાઇલનો તૂટેલો હિસ્સો ઇરાનમાં અમેરિકન રાજદૂતાવાસને પ્રાંગણમાં પડયો હતો. ઇરાન પણ તેની સામે વળતો પ્રહાર કરી રહ્યું છે.

ઇરાનના કુવૈત, કતાર, બહેરિન સહિત અનેક સ્થળોએ હુમલા

ઇરાને કુવૈત, કતાર, બહેરિન સહિત અનેક ખાડી દેશોમાં હુમલા કર્યા હતા. કુવૈત અને કતારે જણાવ્યું હતું કે ઇરાને તેમના ઓઇલ ટેન્કર પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. બીજી બાજુએ હુથીઓએ ઇઝરાયેલ પર મોટાપાયા પર મિસાઇલ હુમલો કર્યો હતો. જોર્ડને જણાવ્યું હતું કે તેણે એક મિસાઇલ અને બે ડ્રોન હુમલા આંતર્યા હતા.

યુએઈ અમેરિકાને યુદ્ધમાં સાથ આપવા માટે જંગના મેદાનમાં ઉતરવા માટે તૈયાર, જો કે બીજા દેશોની પણ મદદ માંગી

Gandhinagar : પેટ્રોલ, ડીઝલ અને પીએનજીની સપ્લાય ચેઈન જળવાઈ રહે તે માટે તાકિદ

ગાંધીનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરે કાર્યભાર સંભાળતાની સાથે જ વહીવટી તંત્રને દોડતું કર્યું છે. જિલ્લાના નાગરિકોને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી કલેક્ટરની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલિયમ પેદાશો, ગેસ અને ખાદ્ય સામગ્રીની સપ્લાય ચેઈનને વધુ સુદ્રઢ બનાવવા તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પુરવઠો ખોરવાય નહીં તે માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકનો મુખ્ય એજન્ડા જિલ્લામાં ઇંધણ અને ગેસના પુરવઠાને જાળવી રાખવાનો હતો. કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે જોવાની જવાબદારી સમિતિની છે. ઔદ્યોગિક અને ઘરેલું વપરાશ માટેના ગેસ તેમજ વાહનવ્યવહાર માટેના ઇંધણના પરિવહનમાં કોઈ અવરોધ ન આવે તે માટે સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે.કલેક્ટરે જણાવ્યું હતું કે, ઇંધણના પુરવઠા પર સતત દેખરેખ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાને લાંબી કતારો કે અછત જેવી સ્થિતિનો સામનો કરવો ન પડે. આ માટે ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન સાધવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે.તો બીજી બાજુ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં રહે અને કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે જિલ્લા સ્તરીય સમિતિની ભૂમિકા અત્યંત મહત્વની છે. 

બેઠકમાં કલેક્ટરે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો કોઈ વેપારી કે સંસ્થા દ્વારા ખાદ્ય પદાર્થો અથવા ઇંધણની સંગ્રહખોરી કે કાળાબજાર કરવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી આ સમિતિ બજારમાં ચીજવસ્તુઓના ઉપલબ્ધ જથ્થા અને તેની કિંમતો પર સતત નજર રાખશે. એટલું જ નહીં, છેવાડાના માનવી સુધી પણ જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી પહોંચે તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે તે સમજીને ઉચ્ચ અધિકારીઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સપ્લાય ચેઈનનું સતત મોનિટરિંગ કરવા અને દરરોજ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના પુરવઠા અધિકારીઓ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Article : એપ્રિલ ફૂલ બનાયા… : ૧૯૬૪ની એ સદાબહાર સંગીતમય અને રોમેન્ટિક ફિલ્મની સફર

0

સમયનું ચક્ર નિરંતર ચાલતું રહે છે, પરંતુ કેટલીક સ્મૃતિઓ એવી હોય છે જે કાળના કપાળ પર અમીટ છાપ છોડી જાય છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં ૧૯૬૦નો દાયકો એટલે ‘સુવર્ણ યુગ’. આ એવો સમય હતો જ્યારે ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નહોતી, પણ લાગણીઓ, સંગીત અને સંસ્કારોનો સંગમ હતી. આ જ દાયકામાં, ૩ એપ્રિલ ૧૯૬૪ના રોજ રજૂ થયેલી એક ફિલ્મ એટલે ‘એપ્રિલ ફૂલ’ (April Fool). આજે દાયકાઓ વીતી ગયા હોવા છતાં, જ્યારે પણ એપ્રિલ મહિનો આવે છે, ત્યારે આ ફિલ્મ અને તેનું શીર્ષક ગીત દરેક ભારતીયના હોઠ પર રમતું થઈ જાય છે.


​ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને રજૂઆત
​૧૯૬૪નું વર્ષ હિન્દી સિનેમા માટે ઘણું ફળદાયી રહ્યું હતું. તે સમયે પ્રેક્ષકો રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મોના દિવાના હતા. ૩ એપ્રિલ ૧૯૬૪ના રોજ જ્યારે ‘એપ્રિલ ફૂલ’ રૂપેરી પડદે આવી, ત્યારે તેણે એક અલગ જ વાતાવરણ સર્જ્યું હતું. દિગ્દર્શક સુબોધ મુખર્જી, જેઓ અગાઉ ‘જંગલી’ (૧૯૬૧) જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા હતા, તેમણે ફરી એકવાર રંગીન સિનેમા (Eastman Color) અને મધુર સંગીતનો જાદુ ચલાવ્યો હતો.
​કલાકારોની કેમિસ્ટ્રી: બિશ્વજીત અને સાયરા બાનુ
​આ ફિલ્મની સફળતામાં તેના મુખ્ય કલાકારોનો સિંહફાળો હતો. બંગાળી બાબુ બિશ્વજીત અને હિન્દી સિનેમાની ‘બ્યુટી ક્વીન’ સાયરા બાનુની જોડીએ પડદા પર રોમાંસની નવી પરિભાષા લખી હતી.
​બિશ્વજીત: બિશ્વજીત તે સમયે હિન્દી ફિલ્મોમાં નવા નવા સ્થાયી થયા હતા. તેમની નિર્દોષ છબી અને નમ્ર અદાકારીએ યુવતીઓમાં તેમનો ભારે ક્રેઝ ઉભો કર્યો હતો. ‘એપ્રિલ ફૂલ’માં તેમણે અશોક નામના યુવાનનું પાત્ર ભજવ્યું હતું, જે મજાક-મસ્તીમાં માને છે પરંતુ હૃદયથી ખૂબ જ સંવેદનશીલ છે.
​સાયરા બાનુ: સાયરા બાનુની સુંદરતા આ ફિલ્મમાં ખીલી ઉઠી હતી. ‘જંગલી’ પછી આ તેમની બીજી મોટી ફિલ્મ હતી. મધુ નામના પાત્રમાં તેમણે જે ચુલબુલાપણું અને ગ્રેસ બતાવ્યો હતો, તે આજે પણ યાદગાર છે. તેમની સ્ટાઇલ, તેમના વસ્ત્રો અને તેમની તેજસ્વી આંખોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
​આ ઉપરાંત જયંત, આઈ. એસ. જોહર અને સજ્જન જેવા કલાકારોએ પણ પોતપોતાની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. ખાસ કરીને આઈ. એસ. જોહરની કોમેડીએ ફિલ્મમાં હળવાશ ઉમેરી હતી.
​નિર્દેશન: સુબોધ મુખર્જીની કમાલ
​સુબોધ મુખર્જીએ હંમેશા પ્રેક્ષકોની નાડ પારખી હતી. તેમને ખબર હતી કે ભારતીય પ્રેક્ષકોને શું ગમે છે – સુંદર લોકેશન, મધુર ગીતો અને એક હળવી પ્રેમકથા. ‘એપ્રિલ ફૂલ’માં તેમણે કાશ્મીર અને અન્ય મનોહર સ્થળોનો જે રીતે ઉપયોગ કર્યો હતો, તે જોઈને પ્રેક્ષકોને જાણે પોતે ત્યાં જ ફરતા હોય તેવો અહેસાસ થતો હતો. ફિલ્મનું પેસિંગ (ગતિ) એવી હતી કે ક્યાંય પણ પ્રેક્ષકોને કંટાળો આવતો નથી.
​સંગીત: શંકર-જયકિશનનો જાદુ
​જો આ ફિલ્મનો આત્મા કહી શકાય તો તે તેનું સંગીત હતું. શંકર-જયકિશનની જોડી તે સમયે સંગીત જગતમાં ટોચ પર હતી. ‘એપ્રિલ ફૂલ’ના ગીતો આજે ૬૦ વર્ષ પછી પણ એટલા જ તાજા લાગે છે.
​૧. એપ્રિલ ફૂલ બનાયા: આ ફિલ્મનું શીર્ષક ગીત મોહમ્મદ રફીના અવાજમાં એક ઉર્જાથી ભરપૂર રચના છે. “એપ્રિલ ફૂલ બનાયા, તો ઉનકો ગુસ્સા આયા…” ગીત વાગતાની સાથે જ લોકોના પગ થરકવા લાગે છે. આ ગીતે એપ્રિલ ફૂલના દિવસને ભારતમાં એક અલગ જ ઓળખ આપી દીધી.
૨. મેરી મોહબ્બત જવાં રહેગી: મોહમ્મદ રફીના મખમલી અવાજમાં ગવાયેલું આ રોમેન્ટિક ગીત પ્રેમની શાશ્વતતાની વાત કરે છે. બિશ્વજીત પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ રેડિયો પર સાંભળવા મળે છે.
૩. કહ દો કહ દો છુપા ન રખો: લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું આ યુગલ ગીત શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય તેવું છે.
૪. આ ગલે લગ જા: સાયરા બાનુ પર ફિલ્માવાયેલું આ ગીત તેની નૃત્ય શૈલી અને સંગીતની સજાવટ માટે જાણીતું છે.
​શંકર-જયકિશને આ ફિલ્મમાં જે રીતે વાદ્યોનો ઉપયોગ કર્યો હતો અને મોહમ્મદ રફી પાસે જે રીતે ગાયકી કરાવી હતી, તે સાબિત કરે છે કે કેમ આ જોડીને સંગીતની બાદશાહ માનવામાં આવતી હતી.
​ફિલ્મની વિશેષતાઓ અને જમા પાસું
​’એપ્રિલ ફૂલ’ માત્ર એક રોમેન્ટિક કોમેડી નહોતી, પણ તેમાં રહસ્ય અને સાહસ (Suspense and Adventure) ના તત્વો પણ હતા. ફિલ્મનો સેકન્ડ હાફ પ્રેક્ષકોને જકડી રાખે છે. તે સમયના સિનેમામાં ગીતો અને ડાન્સ દ્વારા જે રીતે વાર્તા આગળ વધતી હતી, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
​આ ફિલ્મની એક મોટી વિશેષતા તેની ‘કલર પેલેટ’ હતી. ૧૯૬૦ ના દાયકામાં રંગીન ફિલ્મો આવવી શરૂ થઈ હતી અને ‘એપ્રિલ ફૂલ’માં જે રંગોનો ઉપયોગ થયો હતો, તે ખૂબ જ તેજસ્વી અને આકર્ષક હતો. સાયરા બાનુના કપડાંથી માંડીને કુદરતી દ્રશ્યો સુધી બધું જ અત્યંત સુંદર રીતે કંડારવામાં આવ્યું હતું.
​સાંસ્કૃતિક પ્રભાવ
​ઘણી ફિલ્મો આવે છે અને જાય છે, પણ કેટલીક ફિલ્મો સંસ્કૃતિનો હિસ્સો બની જાય છે. ‘એપ્રિલ ફૂલ’ એ જ શ્રેણીની ફિલ્મ છે. ૧લી એપ્રિલ આવે એટલે ‘એપ્રિલ ફૂલ બનાયા’ ગીત યાદ ન આવે તેવું ભાગ્યે જ બને. આ ફિલ્મે નિર્દોષ મજાક-મસ્તી અને પ્રેમને જે રીતે વણી લીધા છે, તે આજના ‘પ્રેન્ક’ ના જમાના કરતા ઘણું અલગ અને ગરિમાપૂર્ણ હતું.
​ઉપસંહાર
​’એપ્રિલ ફૂલ’ એ હિન્દી સિનેમાના એ સુવર્ણ સમયની યાદ અપાવે છે જ્યારે ફિલ્મો જોવી એ આખા પરિવાર માટે એક ઉત્સવ સમાન હતું. સુબોધ મુખર્જીનું ઉત્કૃષ્ટ નિર્દેશન, શંકર-જયકિશનનું અમર સંગીત અને બિશ્વજીત-સાયરા બાનુની નમણી જોડી – આ ત્રણ સ્તંભો પર ટકેલી આ ફિલ્મ આજે પણ સિનેમા પ્રેમીઓ માટે એક અમૂલ્ય સંભારણું છે.
​૩ એપ્રિલ ૧૯૬૪ના રોજ રજૂ થયેલી આ ફિલ્મ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, પણ ચહેરા પરનું સ્મિત અને હૃદયમાં રહેલો પ્રેમ ક્યારેય ઓછો ન થવો જોઈએ. આજે પણ જ્યારે આ ફિલ્મનું શીર્ષક ગીત વાગે છે, ત્યારે મન ભૂતકાળની એ મધુર ગલીઓમાં ખોવાઈ જાય છે.
​લેખક અશ્વિન ગોહિલ

National : परमधाम हनुमान मंदिर ट्रस्ट, विजय घाट, दिल्ली के तत्वावधान में श्री हनुमान जन्मोत्सव महोत्सव 2026 अत्यंत भव्य एवं दिव्य रूप से सम्पन्न हुआ।

दिल्ली। परमधाम हनुमान मंदिर ट्रस्ट, विजय घाट, दिल्ली के तत्वावधान में श्री हनुमान जन्मोत्सव महोत्सव 2026 अत्यंत भव्य एवं दिव्य रूप से सम्पन्न हुआ। यह पावन आयोजन पूज्य महंत श्री मुनेश्वर गिरि जी महाराज की अध्यक्षता में सम्पन्न हुआ, जिसमें देशभर के प्रतिष्ठित संत-महात्माओं की गरिमामयी उपस्थिति रही।


इस अवसर पर श्री पंच दशनाम जूना अखाड़ा के जगद्गुरु पूज्य स्वामी चक्रपाणि नंद गिरि जी महाराज की विशेष उपस्थिति एवं मार्गदर्शन प्राप्त हुआ।
साथ ही जूना अखाड़ा के उपाचार्य पूज्य श्री गोकर्ण पीठाधीश्वर स्वामी कपिल गिरि जी महाराज का भी गरिमामयी सान्निध्य प्राप्त हुआ।
इसके अतिरिक्त इस पावन अवसर पर
जगद्गुरु आचार्य प्रमोद कृष्णम् जी महाराज
आनंद अखाड़ा के आचार्य महामंडलेश्वर स्वामी बालकानंद जी महाराज
महामंडलेश्वर यति नरसिंहानंद गिरि जी महाराज
जूना अखाड़ा के अंतरराष्ट्रीय प्रवक्ता महंत श्री नारायण गिरि जी महाराज
तथा अन्य अनेक संत-महात्माओं की गरिमामयी उपस्थिति रही।
कार्यक्रम का सफल संचालन महामंडलेश्वर महंत श्री नवल किशोर दास जी महाराज द्वारा किया गया, जबकि आयोजन का कुशल आयोजन श्री पंच दशनाम जूना अखाड़ा के राष्ट्रीय सचिव स्वामी कंचन गिरि जी महाराज ने किया।
इस अवसर पर महंत मुन्ना गिरि जी महाराज, महामंडलेश्वर स्वामी नलिदानंद गिरि जी महाराज सहित अनेक संतों ने सहभागिता की एवं अपने विचार व्यक्त किया उसी श्रृंखला में
जगद्गुरु स्वामी चक्रपाणि जी महाराज ने अपने उद्बोधन में कहा—
“भगवान श्री हनुमान जी के जीवन में शक्ति और भक्ति का अद्भुत संगम है, परंतु उनमें अहंकार का लेश मात्र भी नहीं था। उनका जीवन ‘राम काज’ के लिए पूर्ण समर्पित था।”
उन्होंने कहा कि आज आवश्यकता है कि हम हनुमान जी के जीवन से प्रेरणा लेकर सेवा, समर्पण और विनम्रता को अपनाएं,सनातन सिद्धांत ही विश्व शांति का मार्ग
जगद्गुरु जी ने कहा कि वर्तमान समय में विश्व जिस प्रकार अशांति और संघर्ष से गुजर रहा है, उसका समाधान केवल सनातन के सिद्धांतों में निहित है—
“सर्वे भवन्तु सुखिनः, वसुधैव कुटुम्बकम्”
इन विचारों को जन-जन तक पहुंचाना ही सच्ची सेवा है।
जगद्गुरु जी ने आगे कहा कि मुगलों और अंग्रेजों के समय भी अखाड़ों के पूज्य संतों ने सनातन परंपराओं की रक्षा की।
1760 में अहमद शाह अब्दाली के आक्रमण के समय नागा साधुओं ने धर्म की रक्षा के लिए अद्भुत साहस का परिचय दिया।जगद्गुरु जी ने देश धर्म के लिए सर्वस्व न्योछावर करने वाले सभी संतों के श्रीचरणों में नमन करते हुए कहा—
“संत त्याग, तपस्या और धर्म के साक्षात प्रतीक हैं।”
इस अवसर पर जगद्गुरु स्वामी चक्रपाणि जी महाराज ने आयोजनकर्ता स्वामी कंचन गिरि जी महाराज का सभी पूज्य वरिष्ठ संतो के साथ सम्मान किया और उनके सफल आयोजन की सराहना की, जगद्गुरु जी ने वहां उपस्थित जन समुदाय को संकल्प दिलाया की सनातन धर्म का अलग पूरे विश्व में झंझट तक पहुंचाएंगे एवं हनुमान जी के आदर्शों पर चलते हुए धर्म की, मठ मंदिर आश्रम गुरुकुलो की रक्षा करेंगे , अंत में जय बजरंगबली के नारे के साथ कार्यक्रम का विश्राम हुआ यह कार्यक्रम परमधाम हनुमान मंदिर ट्रस्ट, विजय घाट, दिल्ली पर श्री हनुमान जन्मोत्सव आयोजित हुई थी,

Rashi : 02 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ
આજનો દિવસ તમારા માટે નવા અવસર લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક બનશે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને તમારી સલાહનો માન થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વધુ દોડધામ કરવાથી બચો.
વૃષભ
આજે તમે માનસિક રીતે સંતુલિત અને સકારાત્મક અનુભવશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકરી કે વ્યવસાયમાં સ્થિરતા રહેશે. આર્થિક લાભ મળી શકે છે. મિત્રો સાથે કંઈક ખાસ વિષય પર ચર્ચા થશે, જેના કારણે નવા વિચારો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખોરાકમાં બેફિકરી કરશો નહીં.

મિથુન
આજે તમારો સંવાદકૌશલ્ય તમારી સૌથી મોટી શક્તિ બનશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં મળેલી સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. નવા અવસરો માટે તૈયાર રહો. પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. આર્થિક લાભ શક્ય છે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. પરિવારનો સહકાર મળવાથી મન શાંત રહેશે. કારકિર્દીમાં નવી જવાબદારી મળી શકે છે જે આગળ જઇને લાભદાયક સાબિત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ તણાવથી દૂર રહો.

સિંહ
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રશંસા કે પ્રમોશન મળી શકે છે. વેપારીઓ માટે દિવસ અનુકૂળ છે. કોઈ જૂની સમસ્યા આજે ઉકેલી શકાય છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, ફક્ત નિયમિત જીવનશૈલી જાળવો.
કન્યા
આજે તમારું ધ્યાન કામ પર વધારે રહેશે. અનુશાસન અને આયોજનથી કામ કરશો તો સફળતા નિશ્ચિત છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ સગા-સંબંધીઓ સાથે મુલાકાત આનંદ આપશે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે—હળવો વ્યાયામ કરો.
તુલા
આજે સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કોઈ નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે. મિત્રોથી સહકાર મળશે. આર્થિક મામલામાં સમજદારીથી નિર્ણય લો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—વિશ્વામ અવશ્ય કરો.
વૃશ્ચિક
આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં સાવધાની રાખો. આર્થિક લાભ મળી શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, તેથી ધીરજ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવથી દૂર રહો.
ધનુ
આજનો દિવસ નવા અવસર અને સકારાત્મક બદલાવોથી ભરેલો રહેશે. પ્રવાસના યોગ શુભ છે અને લાભદાયી બનશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થશે. પરિવારમાં પ્રેમ અને સહકાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં ઉત્સાહ વધશે.
મકર
આજે કામની વ્યસ્તતા વધુ રહેશે. જવાબદારીઓ પૂરી કરવામાં સમય જશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવશે. આર્થિક મામલામાં સાવધાની રાખો. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે, શાંતિ રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ થાક અનુભવાઈ શકે છે.
*કુંભ
આજે તમારા વિચારોની સ્પષ્ટતા તમને ખાસ બનાવશે. કામની જગ્યા પર નવી યોજના બનેલી જોવા મળશે, જેમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આર્થિક લાભ મળી શકે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે—પાણી વધુ પીવું.
*મીન*
આજનો દિવસ આધ્યાત્મિકતા અને આત્મચિંતનનો રહેશે. મન શાંત રહેશે અને કામમાં વધુ ધ્યાન આપી શકશો. આર્થિક મામલામાં સુધારો થશે. પરિવાર સાથે સમય સારો પસાર થશે. કામકાજમાં પ્રગતિ અને નવા અવસર મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે—પૂર્ણ ઊંઘ લો

Article : જે તમને નફરત કરે છે તે તમારો સૌથી મોટો “ફેન” છે કેમ કે એ તમારી સૌથી વધારે ઇર્ષ્યા કરે છે.

0

દુનિયામાં બે પ્રકારના લોકો તમારું નામ ક્યારેય ભૂલતા નથી એક જે તમને પ્રેમ કરે છે, અને બીજા જે તમને નફરત કરે છે. પણ સત્ય એ છે કે પ્રેમ કરનારા કદાચ વ્યસ્તતામાં તમને યાદ કરવાનું ભૂલી જાય, પણ નફરત કરનારા તો ચોવીસ કલાક તમારા જ વિચારોમાં જીવે છે. તેઓ તમારી પ્રગતિના એવા ચોકીદાર છે જેમના પગાર વગરના સીસીટીવી કેમેરા હંમેશા તમારા પર તૈનાત હોય છે.


નફરત એ અસલમાં સ્વીકાર ન કરી શકેલી ‘પ્રશંસા’ છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી બરાબરી નથી કરી શકતી, ત્યારે તે નફરતનો સહારો લે છે. ઇર્ષ્યા એ વાતનો પુરાવો છે કે તમે જીવનમાં એ સ્થાન હાંસલ કર્યું છે જે મેળવવાનું સામેવાળી વ્યક્તિનું સપનું હતું.એક તેજસ્વી લેખક કે વક્તા જ્યારે કોઈ સભામાં પોતાના વિચારો રજૂ કરે, ત્યારે સભામાં બેઠેલા કેટલાક લોકો મૌન રહીને તેની ભૂલો શોધવાનો પ્રયત્ન કરશે. તેઓ ઘરે જઈને પણ એ વક્તાના શબ્દોનું વિશ્લેષણ કરશે. શા માટે? કારણ કે તે વક્તાનો પ્રભાવ એટલો મોટો હતો કે તે વિરોધીના મગજ પર સવાર થઈ ગયો છે. નફરત કરનાર વ્યક્તિ તમારી દરેક નાની વાતનું અવલોકન કરે છે, જે સાબિત કરે છે કે તે તમારો ‘સૌથી મોટો ફેન’ છે, જે આ વાત સ્વીકારતા ડરે છે.


આજના ડિજિટલ યુગમાં ‘ફોલોઅર’ એટલે માત્ર બટન દબાવનાર વ્યક્તિ નહીં, પણ જે તમારી હિલચાલ પર સતત નજર રાખે તે. ટીકાકારો તમારા જીવનના એવા ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર’ છે જેમને તમારી સફળતા પચતી નથી, છતાં તેઓ તમારી એક પણ પોસ્ટ કે એક પણ સિદ્ધિ જોવાનું ચૂકતા નથી. તેઓ તમારી ટીકા કરવા માટે પણ તમારા વિશે પૂરેપૂરી માહિતી એકઠી કરે છે. આમ, અજાણતા જ તેઓ તમારા જીવનના સૌથી વફાદાર પ્રેક્ષકો બની જાય છે.

બ્રાન્ડિંગની દુનિયામાં કહેવાય છે કે, “તમારા વિશે વાત થવી જોઈએ, ભલે તે વિરોધમાં કેમ ન હોય.” જ્યારે કોઈ તમારી નિંદા કરે છે, ત્યારે તે અજાણતા તમારું નામ ચાર નવા લોકો સુધી પહોંચાડે છે. તે તમારી નબળાઈ શોધવાના બહાને તમારી ચર્ચાને જીવંત રાખે છે. વિરોધીઓ તમારો પ્રચાર એટલો મફતમાં અને એટલી મહેનતથી કરે છે જેટલી મહેનત કદાચ કોઈ મોંઘી એડવર્ટાઈઝિંગ એજન્સી પણ ન કરે. તેઓ તમારી સફળતાના ન્યૂઝ પેપર છે જે રોજ સવારે લોકોની વચ્ચે તમારું નામ ઉછાળે છે.


ટીકા એ જ વાતનો પુરાવો છે કે તમે મેદાનમાં રમી રહ્યા છો, બાકી પ્રેક્ષકો તો ગેલેરીમાં બેસીને માત્ર બૂમો જ પાડી શકે છે.જે લોકો તમારી પીઠ પાછળ વાતો કરે છે, તેમને ત્યાં જ રહેવા દો કારણ કે ‘પાછળ’ રહેવું જ તેમની નિયતિ છે અને ‘આગળ’ વધવું એ તમારી જીદ.અને બીજી વાત તમારા વિરોધીઓને ક્યારેય બ્લોક ન કરો, તેમને તમારી સફળતાના લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે સીટ રિઝર્વ રાખવા દો.ઈર્ષ્યા કરનારાઓ એ દીવા જેવા છે જે બીજાના પ્રકાશથી પોતે બળે છે, પણ અંધારામાં તમારો રસ્તો તો એ જ સાફ કરે છે.
જો તમારા જીવનમાં ટીકાકારો નથી, તો સમજી લેજો કે તમે હજુ કંઈ ખાસ મોટું કર્યું નથી. તમારી સફળતાની ઊંચાઈ તમારા વિરોધીઓની સંખ્યા પરથી મપાય છે. તેમને તમારા માર્કેટિંગ એજન્ટ બની રહેવા દો, તેમને તમારી સફળતાથી બળવા દો અને તમે તમારી , તમારા કાર્યો , તમારા ગોલ અને તમારા કર્મોથી દુનિયા જીતતા રહો. યાદ રાખજો, સિંહ પાછળ ભસતા કૂતરાઓ સિંહનું કદ ઘટાડી શકતા નથી, ઉલટાનું સિંહની શાન વધારે છે!

Writer : દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

Article : સાવધાન! ફેસબુકનો પ્રેમ ચઢ્યો ફેંકે: સોશિયલ મીડિયાના ‘માયાજાળ’માં ફસાયું પ્રેમી પંખીડું, અંજામ આવ્યો ચોંકાવનારો

0


આજકાલ ગુજરાતમાં કાંડની વણઝાર લાગી છે. ક્યારેક અશોક ખેરાત જેવા મોટા માથાઓના કારનામા, તો ક્યારેક પવિત્ર સાધુ-સંતોના વેશમાં છુપાયેલા પાખંડીઓનો પર્દાફાશ. હજુ તો શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓની શાહી સુકાઈ નથી, ત્યાં જ બજારમાં એક ‘નવો કાંડ’ ગાજ્યો છે. આ વખતે શિકાર બન્યું છે ફેસબુકના રવાડે ચઢેલું એક ‘પ્રેમી પંખીડું’.


લાઈક અને કોમેન્ટથી શરૂ થઈ ‘લવ સ્ટોરી’
ડિજિટલ યુગમાં પ્રેમ હવે હવેલીઓની ગલીઓમાં નહીં, પણ ફેસબુકના મેસેન્જરમાં પાંગરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કિસ્સામાં પણ અજાણ્યા યુવક-યુવતી વચ્ચે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂઆત થઈ હતી. ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો સિલસિલો ધીરે ધીરે વોટ્સએપ કોલિંગ સુધી પહોંચ્યો. આંધળા પ્રેમમાં પડેલા પંખીડાઓને એ ભાન ન રહ્યું કે સ્ક્રીન પાછળ દેખાતો ચહેરો હકીકતમાં કંઈક અલગ હોઈ શકે છે.


પ્રેમનો નશો ઉતર્યો અને ‘કાંડ’ સર્જાયો
જ્યારે બંને પહેલીવાર મળ્યા, ત્યારે મામલો ગરમાયો હતો. પ્રેમની મોટી-મોટી વાતો કરનાર પાત્ર જ્યારે અસલી રૂપમાં સામે આવ્યું, ત્યારે બ્લેકમેલિંગ, છેતરપિંડી અને નાણાકીય લેતી-દેતીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કહેવાય છે કે આ કાંડમાં હવે પોલીસ ફરિયાદની નોબત આવી છે, કારણ કે ‘ફેસબુકિયા પ્રેમી’એ યુવતીના અંગત ફોટા પાડીને તેને વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની માંગણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
પાક્કો ગુજરાતના વાચકો માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે. ટેકનોલોજીના ફાયદા છે તો તેની પાછળ આવા ઘાતક ખતરા પણ છુપાયેલા છે.

  • અજાણ્યા સાથે મિત્રતા: ફેસબુક પર અજાણી વ્યક્તિની પ્રોફાઈલ તપાસ્યા વગર મિત્રતા ન કરો.
  • અંગત વિગતો: પ્રેમમાં આંધળા બનીને પોતાના ન્યુડ ફોટા કે બેંકની વિગતો ક્યારેય શેર ન કરો.
  • પરિવારનું ધ્યાન: સંતાનો સોશિયલ મીડિયા પર કોની સાથે વાત કરે છે, તેનું ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું છે.
    ‘પાક્કો ગુજરાત’નો સવાલ: ક્યાં જઈને અટકશે આ સિલસિલો?
    અશોક ખેરાત હોય કે આ પ્રેમી પંખીડાં, દરેક કાંડમાં એક વાત કોમન છે – ‘ભરોસો અને લાલચ’. શું આજની પેઢી સોશિયલ મીડિયાના આભાસી દુનિયાને જ હકીકત માની બેઠી છે? આ કાંડમાં હજુ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે, જેની પળેપળની વિગતો ‘પાક્કો ગુજરાત’ તમારા સુધી પહોંચાડતું રહેશે.