તિરુવનંતપુરમ ખાતે વેસ્ટઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચના બરાબર 48 કલાક પહેલાં ભારતીય ટીમમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઝડપી બોલર મોહમ્મદ સિરાજના એક ઉછળતા બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. સિરાજનો ઝડપી બોલ સીધો ગિલની જમણી કોણી પર વાગતાં તે દર્દથી કણસી ઊઠ્યો હતો અને તેને તાત્કાલિક નેટ્સ છોડીને બહાર જવું પડ્યું હતું.
20 મિનિટ સુધી ચાલી સારવાર, રાહતના સમાચાર મળ્યા
મેદાન પર ઈજા થયા બાદ તુરંત જ ટીમ ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા. શુભમન ગિલને લગભગ 20 મિનિટ સુધી મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેની જમણી કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો. આ દરમિયાન સિનિયર ખેલાડી રોહિત શર્માએ ડગઆઉટમાં પહોંચીને ગિલની ઈજાની સ્થિતિ જાણી હતી. જોકે, રાહતની વાત એ રહી કે દુખાવો ઓછો થતાં સેશન પૂરું થતાં પહેલાં ગિલે થ્રો-ડાઉન બોલનો સામનો કરવા માટે ફરી નેટ્સમાં વાપસી કરી હતી.
રોહિત અને વિરાટે સાથે કરી આક્રમક બેટિંગ પ્રેક્ટિસ
કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત થયો તે પહેલાં અનુભવી જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ લગભગ 20 મિનિટ સુધી સાથે નેટ્સમાં આકરી પ્રેક્ટિસ કરી હતી. બંને દિગ્ગજો પૂરી લયમાં જોવા મળ્યા હતા અને સ્થાનિક નેટ બોલર્સ તેમજ ભારતીય બોલરો સામે શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની તૈયારી અને ડ્રેસિંગ રૂમના ઉત્સાહજનક વાતાવરણની પ્રશંસા કરી હતી.
છવ્વીસ વર્ષથી યોજાતાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઇફા એવોર્ડ ૨૦૨૭માં અબુધાબીમાં યાસ આઇલેન્ડ ખાતે ઇત્તિહાદ અરેનામાં યોજાશે. ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ યોજાનારા આઇફા એવોર્ડને કરણ જોહર અને વરૂણ ધવન હોસ્ટ કરશે.
આ વર્ષે આઇફા એવોર્ડ ૨૦૨૭માં સલમાનખાન, શાહિદ કપૂર, કરીના કપૂર અને જાહ્નવી કપૂર પરફોર્મ કરશે. આ સાથે યોજાનારા આઇફા ડિજિટલ એવોર્ડ ૨૦૨૭ને પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ હોસ્ટ કરશે. પહેલીવાર હોસ્ટ બની રહેલાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હું મોટાભાગે કેમેરાની સામે પાત્રો દ્વારા સ્ટોરીઓ કહેતો આવ્યો છું પણ આઇફાના સ્ટેજ પર હું પહેલીવાર હોસ્ટ તરીકે અલગ ભૂમિકા ભજવીશ.
આઇફા એવોર્ડસ ૨૦૨૭ અને યુ ટયુબ વચ્ચે વ્યૂહાત્મક પાર્ટનરશિપના ભાગ તરીકે આ શોને યુ ટયુબ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી-આઇફા-વીક એન્ડ એન્ડ એવોર્ડસના ડાયરેક્ટર આન્દ્રે ટિમિસે જણાવ્યું હતું કે આઇફાનું દરેક નવું પ્રકરણ ભારતીય સિનેમાના જાદુને દુનિયા સમક્ષ રજૂ કરવાની મહત્વાકાંક્ષાથી પ્રેરિત હોય છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એવા કેસોમાં ફાસ્ટ-ટ્રેક સેટલમેન્ટની મંજૂરી આપશે જ્યાં સેટલમેન્ટની રકમ રૂ. ૧૦ લાખથી ઓછી હોય. આ પગલું તેની સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાના હેતુથી કરાયેલા શ્રેણીબદ્ધ ફેરફારોનો એક ભાગ છે. સુધારેલા માળખા હેઠળ, રૂ. ૧૦ લાખથી ઓછી સેટલમેન્ટ રકમ ધરાવતા કેસો સેબીની આંતરિક સમિતિમાંથી સીાૃધા જ પૂર્ણકાલીન સભ્યોની પેનલ પાસે જઈ શકશે, જેનાથી સમાધાન પ્રક્રિયા ટૂંકી થશે.
અમુક ઉલ્લંઘનો માટે, સેબી સેટલમેન્ટ રકમ દર્શાવતી નોટિસ જારી કરશે, જેથી સંબંધત એન્ટિટી નોટિસમાં દર્શાવેલ રકમ ચૂકવીને કાર્યવાહીનો નિકાલ લાવી શકે. આ મિકેનિઝમ નાણાકીય નિવેદનોની ખોટી રજૂઆત અને ભંડોળની ઉચાપત અથવા અન્યત્ર વાળી લેવા સંબંિાૃધત કેસોને પણ આવરી લેશે.
નિયામકે સેટલમેન્ટની રકમની ગણતરી માટે એક નવું ફોર્મ્યુલા પણ રજૂ કરી છે. સેબીએ સ્પષ્ટતા કરી છે કે બેઝ પેનલ્ટી (મૂળ દંડ)માં ગેરકાયદેસર નફાને ગણવામાં નહીં આવે, જેથી આવી રકમની બેવડી ગણતરી થવાની હાલની શક્યતા દૂર થશે. નિયામકે કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટેનો ઉપલબૃધ સમય ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે. અન્ય રાહતોમાં, નિયામકે કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટેનો સમય ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે. આ ઉપરાંત, સંસ્થાઓને શો-કોઝ નોટિસ જારી થયાના ૬૦ દિવસ પહેલાં પણ સેટલમેન્ટ અરજી દાખલ કરવાની મંજૂરી મળશે.
સેબીએ સુાૃધારેલા નિયમોના અમલથી હાલના પેન્ડિંગ કેસોમાં સમાાૃધાન મેળવવા માટે સંસ્થાઓને ૯૦ દિવસની એક વખતની વિન્ડો પણ પૂરી પાડી છે. આ વિન્ડો એવી સંસ્થાઓ માટે ઉપલબૃધ રહેશે જેમણે અગાઉ ક્યારેય સેટલમેન્ટ માટે અરજી કરી નથી, તેમજ જેઓની અગાઉની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, પાછી ખેંચી લેવામાં આવી હતી અથવા પરત કરવામાં આવી હતી. આવી સંસ્થાઓએ લાગુ સેટલમેન્ટ રકમ પર વાૃધારાના ૨૦% ચૂકવવા પડશે.
મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં ગેરરીતિ, વોટચોરીના આરોપોથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા, ફરિયાદ દાખલ કરી ધરપકડ અને તપાસ સહિતની માગણી સાથે દેશમાં અનેક સ્થળે દેખાવો થયા હતા. આંદોલન માટે પ્રખ્યાત દિલ્હીના જંતર મંતરે મોટી સંખ્યામાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો એકઠા થયા હતા. જ્યારે દેશમાં જુદા જુદા સ્થળે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયા હતા.
શુક્રવારે વિવિધ રાજ્યોની રાજધાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ચૂંટણી કમિશનની ઓફિસ તરફ રેલી કાઢવા પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે જ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીના જંતર મંતરે પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ડાબેરી પક્ષોના વિદ્યાર્થી સંગઠનો, અન્ય નાગરિક સંસ્થાઓ વગેરે મોટી સંખ્યામાં જંતર મંતરે એકઠા થયા હતા. પોલીસ દ્વારા બાદમાં પ્રદર્શનકારીઓ નેહા બોરા, યોગેન્દ્ર યાદવ, સીપીઆઇએમએલના દિપાંકર ભટ્ટાચાર્ય વગેરેની અટકાયત કરાઇ હતી. પોલીસ સ્ટેશનમાંથી વીડિયો મેસેજ જારી કરીને નેહાએ કહ્યું હતું કે પોલીસે ખરેખર જ્ઞાનેશ કુમારની ધરપકડ કરવી જોઇએ તેના બદલે વિદ્યાર્થીઓને પકડી રહી છે જે શરમજનક છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા દિલ્હીથી પટના, કોલકાતા, જમ્મુ, પંજાબ, આસામ,ચંડીગઢ, અરુણાચલ સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનો કરાયા હતા. દિલ્હીમાં ઉગ્ર પરિસ્થિતિ જોવા મળી હતી, કોંગ્રેસના નેતાઓએ પોલીસના બેરિકેડ્સ ઉખાડીને ચૂંટણી કમિશનની ઓફિસ તરફ જવા પ્રયાસ કર્યો હતો. કેટલાકે જ્ઞાનેશ કુમારના પુતળા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. પટણા, આસામમાં પ્રદર્શનકારીઓ પર વોટર કેનનો મારો ચલાવાયો હતો. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૂંટણી કમિશનની ઓફિસનો ઘેરાવ કરવા પ્રયાસ કર્યો હતો. મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં જ્ઞાનેશ કુમારે મનમાની કરીને વોટ ચોરી કરવામાં ભાજપને મદદ કરી સહિતના આરોપો સાથે વિપક્ષ દ્વારા આ વિરોધ પ્રદર્શનો કરાઇ રહ્યા છે. અગાઉ બે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ, વિવેક જોશીએ એસઆઇઆરમાં ૧૦ મહિનામાં ૧૪ વખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેમણે જે પણ મુ
દ્દા સામે વાંધો ઉઠાવ્યો તેના પર ધ્યાન ના અપાયું કે તેમની જાણ બહાર જ નિર્ણયો લેવાઇ ગયા હતા. જેમાં મતદારો માટેનું ફોર્મ-૬ રાતોરાત બદલી નખાયું વગેરેનો સમાવેશ થાય છે. વિપક્ષે માગ કરી છે કે એસઆઇઆરની પ્રક્રિયામાં જે પણ નિર્ણયો લેવાયા કે આદેશ અપાયા તેની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, જ્ઞાનેશ કુમાર સામે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવે. જ્યારે જેન-ઝીમાં જાણીતી કોકરોચ જનતા પાર્ટીના અભિજિત દિપકેએ વિપક્ષને કહ્યું છે કે તેઓ અગાઉથી જ ફિક્સ ધાંધલીવાળી ચૂંટણીઓમાં ભાગ જ ના લે, વિપક્ષના ભાગ લેવાથી એવો સંદેશો જાય છે કે આ ચૂંટણી સ્વતંત્ર અને પારદર્શી રીતે યોજાઇ છે.
કોકરોચ જનતા પાર્ટીએ પણ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ભાજપના સાથીપક્ષ એલજેપી, ટીડીપી અને આરએલએમએ પણ કહ્યું છે કે જે પણ રિપોર્ટ સામે આવ્યો તેને જોતા લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે એસઆઇઆર પ્રક્રિયાના આરોપો અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાએ પણ જે સવાલો ઉઠી રહ્યા છે તેનો જવાબ માગ્યો છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે અરજી થઇ છે, જેમાં અરજદારે માગ કરી છે કે ચૂંટણી કમિશનમાં તમામ કમિશનરો દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવો ફરજિયાત છે, જ્યારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા જ તમામ નિર્ણયો લેવાયા જેની સાથે અન્ય બે કમિશનર સંમત નહોતા. તેથી જ્ઞાનેશ કુમાર દ્વારા લેવાયેલા નિર્ણયો, આદેશો કે સોફ્ટવેરમાં કરાયેલા સુધારા તમામ રદ કરવામાં આવે અથવા શૂન્ય જાહેર કરવામાં આવે. કેમ કે આ તમામ નિર્ણયો હવે ગેરબંધારણીય ગણાય, મુખ્ય ચૂંટણી કમિશનરે સત્તા બહાર જઇને આ નિર્ણયો લીધા છે.
સરકારે બેંક કર્મચારી યુનિયનોનાં એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં જણાવવામાં આવ્યું સરકારે પાંચ દિવસનાં વર્કિંગ સપ્તાહને અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે નાણા મંત્રાલયે ક્યારેય બેંક કર્મચારી યુનિયનોને આ અંગે કોઇ વચન આપ્યું ન હતું. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ આવતા બેંક કર્મચારી યુનિયનોએ પાંચ દિવસનાં વર્કિંગ સપ્તાહ સહિતની માંગો માટે ૨૮ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોેનો દાવો છે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઇબીએ) ૮ માર્ચ, ૨૦૨૪નાં રોજ થયેલ ૧૨મી દ્વિપક્ષીય સમજૂતી/ ૯મી જોઇન્ટ નોટ હેઠળ આ પ્રસ્તાવ અંગે સંમત થયું હતું. આ સમજૂતી હેઠળ સોમવારથી શુક્રવાર સુધી કામનાં કલાક ૪૦ મિનિટ વધારવામાં આવવાની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યોે હતો અને હાલમાં તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ અગાઉ ગ્રાહકોની બેકિંગ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરકારે પબ્લિક સેક્ટરની બેંકોને રવિવાર, ૨૭ સપ્ટેમ્બરનાં રોજ ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે.
નાણા મંત્રાલયે તમામ વિભાગો અને મંત્રાલયોને સલાહ આપી છે કે હડતાળને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરનો પગાર સમયથી પહેલા જારી કરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અને પેન્શન ૨૫ સપ્ટેમ્બર સુધી ચુકવી દેવા જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન બેંકોએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે કોઇ પણ અસુવિધાથી બચવા માટ પ્રસ્તાવિત હડતાળની તારીખ અગાઉ પોતાની બેકિંગ લેવડદેવડ પૂર્ણ કરી લેવામાં આવે.
સહકારી બેન્કો ૨૮થી ૩૦ સપ્ટે.એ ચાલુ રહેશે
દેશભરમાં આગામી સપ્તાહે ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી સરકારી બેન્કોની હડતાળથી બેન્કિંગ વ્યવસ્થા ખોરવાઈ પડે તેવું જોખમ છે. જોકે, સામાન્ય જનતા અને ગ્રામીણ ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી હડતાળના આ સમયમાં સહકારી બેન્કો ખુલી રહેશે. આ બેન્કોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે નહીં. સરકારી બેન્ક કર્મચારીઓના યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની શાખાઓમાં રોકડ જમા, ઉપાડ, ગ્રામીણ લેવડ-દેવડ અને ચેક ક્લિયરન્સ સાથે સંકળાયેલી બધી જ સેવાઓ કોઈ અવરોધ વિના સામાન્યરૂપે ચાલુ રહેશે.
મીનાકુમારી અભિનિત ૧૯૭૨ની આઈકોનિક ક્લાસીક પાકીઝાને ૪કેમાં રિસ્ટોર કરવામાં આવી છે અને લિયોન, ફ્રાન્સ તેમજ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટીવલમાં ફેસ્ટીવલ લ્યુમીર ખાતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્ક્રીનિંગ માટે તૈયાર છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએફ) દ્વારા કરાયેલ બે વર્ષના સંઘર્ષયુક્ત રિસ્ટોરેશન કાર્યએ મૂળ ફિલ્મી સામગ્રીને થયેલી ગંભીર ક્ષતિઓ છતાં કમાલ અમરોહીની પ્રસિદ્ધ માસ્ટરપીસને પુનર્જીવિત કરી છે.
મૂળ કેમેરા નેગેટીવ લગભગ ઓગળી ગઈ હોવાથી રિસ્ટોરેશન કાર્ય અતિશય પડકારજનક બન્યું હતું જ્યારે અન્ય બચી ગયેલા ઘટકોના રંગ ઉડી ગયા હતા, ઘસરકા થઈ ગયા હતા અને તેના પર ફૂગ જામી ગઈ હતી. એફએચએફના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંઘ ડુંગરપુર અને તેમની ટીમે સંદર્ભ માટે મૂળ ફિલ્મની તસવીરોનો ઉપયોગ કર્યો તેમજ અમરોહીના સંતાનો તજદાર અને રુખસારની સલાહ લીધી, જેમના સેટ પરના સંસ્મરણોએ ફિલ્મસર્જકની મૂળ કૃતિને ફરી સજીવ કરવામાં સહાય કરી.પાકીઝાની પોતાની પંદર વર્ષોની એક અસાધારણ અને અડચણોથી ભરેલી સફર રહી હતી. ૧૯૫૦ના દાયકામાં મીના કુમારીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ કલાકૃતિએ નિર્માણ દરમ્યાન કાસ્ટિંગમાં અનેક ફેરફાર, પટકથામાં વારંવાર બદલાવ, સ્ટુડિયોમાં આગ અને સૌથી વધુ કમાલ અમરોહીની ચોકસાઈના આગ્રહનો સામનો કરવો પડયો. જો કે કમાલ અમરોહી અને મીના કુમારી છુટા પડયા પછી પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો, પણ ૧૯૬૯માં સુનીલ દત્ત અને નરગીસે બીમાર મીનાકુમારીને ફિલ્મ પૂર્ણ કરવા સમજાવી લીધી.
૪ ફેબુ્રઆરી, ૧૯૭૨ના રોજ રિલીઝ થયેલી પાકીઝાએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી અને તેની રજૂઆતના બે મહિનાથી ઓછા સમયમાં જ મીના કુમારીનું અવસાન થયું. હવે સિનેમેટીક માસ્ટરપીસ ગણાતી પાકીઝા મીના કુમારી ઉપરાંત અશોક કુમાર, રાજ કુમાર, વીણા સહિતના તેના કલાકારોના પરફોર્મન્સ, સુંદર દ્રશ્યો અને ‘ચલતે ચલતે’, ‘ઈન્હીં લોગોને’, ‘મૌસમ હૈ આશિકાના’ તેમજ ‘થાડે રહીઓ’ જેવા યાદગાર ગીતોને કારણે અવિસ્મરણીય બની ગઈ છે. તેના રિસ્ટોરેશને સુનિશ્ચિત કર્યું છે કે નવી પેઢી મીના કુમારીના જાદુ અને કમાલ અમરોહીની સૌથી મહાન કલાકૃતિને માણી શકશે.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર તથા વૈશ્વિક ઘર્ષણોમાં આમને-સામને હોવા છતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણથી સ્ટેટ વિઝિટ પર આવેલા ચીનના પ્રમુખ જિનપિંગ માટે ટ્રમ્પે પ્રોટોકોલ તોડી લાલ જાજમ પાથરી આગતા સ્વાગતા કરી, પરંતુ બંને નેતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં એઆઈ, ટેક્નોલોજી સહિતના કેટલાક મુદ્દાઓ પર સહમતી સધાવા છતાં મહત્વના મુદ્દાઓ પર કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. આ બેઠક પછી ટ્રમ્પે મિત્રની જેમ જિનપિંગને વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા હતા. ચીનના પ્રમુખની સ્ટેટ વિઝિટના બીજા દિવસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જિનપિંગને મિત્ર ગણાવી વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા, ૫૦ કરોડનું હેલિપેડ બતાવ્યું, યુએસ નેશનલ આર્કાઈવ્સમાં અમેરિકન બંધારણ, સ્વતંત્રતાની જાહેરાત સહિતના ઐતિહાસિક દસ્તાવેજો બતાવ્યા. ટ્રમ્પે જિનપિંગ સમક્ષ અમેરિકાની તાકાત અને વૈભવનો દેખાડો પણ કર્યો, પરંતુ આ પહેલાં બંને મહાસત્તાઓના પ્રમુખોની આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નહીં.
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બંધબારણે બેઠક થઈ હતી. ટ્રમ્પે આ બેઠકને ઘણી જ પ્રોડક્ટિવ ગણાવી અને કહ્યું કે, આ બેઠકમાં અમેરિકા અને ચીન માટે અસાધારણ ચર્ચા થઈ. પરંતુ ટ્રમ્પે આ ચર્ચાની કોઈ વિગતો જાહેર કરી નહીં. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, એઆઈ ટેક્નોલોજીને ‘સુપર ઈન્ટેલિજન્સ’ ગણવાના તેમના પ્રસ્તાવથી જિનપિંગ સહમત થયા.
જિનપિંગે કહ્યું કે, ચીન-અમેરિકાના સંબંધો નવા ઐતિહાસિક પ્રારંભિક બિંદુ પર છે. પ્રમુખ ટ્રમ્પ અને મેં ગંભીરતાપૂર્વક અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠકે ચીન અને અમેરિકાના સંબંધોને સકારાત્મક બનાવશે. જિનપિંગે ચીન-અમેરિકાના સંબંધોને સામાન્ય બનાવવા માટે પૂર્વ પ્રમુખ માઓ ઝેડોન્ગ અને અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સનના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, બંને નેતા વચ્ચે વ્હાઈટ હાઉસના રૂમમાં બંધબારણે થયેલી ચર્ચાનો મુખ્ય મુદ્દો વેપાર રહ્યો. જિનપિંગ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર ઘર્ષણને એક વર્ષ કરતાં વધુ સમય લંબાવવા માગતા હતા, પરંતુ બંને દેશ અંતે તેને બે મહિના લંબાવવા માટે સહમત થયા. આ સિવાય ટેરિફ, ચીન દ્વારા અમેરિકન સામાનની ખરીદી, રેર અર્થના સપ્લાય પર ચીનના નિયંત્રણ અને ચીનમાં ટેક્નોલોજીના નિકાસ પર અમેરિકાના પ્રતિબંધો જેવા મહત્ત્વના મુદ્દાઓનો આ ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નહીં. બીજીબાજુ ચીને ટ્રમ્પ સમક્ષ તાઈવાનનો મુદ્દો ઉઠાવતા સ્પષ્ટ કરી દીધું કે, અમેરિકા અને ચીનના સંબંધો માટે તાઈવાન લાલ રેખા સમાન છે, જેને ટ્રમ્પે પાર કરવી જોઈએ નહીં. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવા બાબતે ચીનનું વલણ એકદમ સ્પષ્ટ છે. પરંતુ ટ્રમ્પે તાઈવાન મુદ્દે અમેરિકા તેના વલણમાં પીછેહઠ કરશે તેવા કોઈ સંકેત આપ્યા નહીં. જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાતને ટાંકીને ચીન ખાતેના અમેરિકાના રાજદૂતે દાવો કર્યો કે ટ્રમ્પે જિનપિંગને સંભળાવી દીધું કે ઈરાનને ચીનની સહાયને તેઓ સાંખી લેશે નહીં. જોકે, આ મુદ્દે ચીન તરફથી કોઈ ખુલાસો થયો નથી. બંને નેતાની ચર્ચા પછી ટ્રમ્પે જિનપિંગને મિત્રની જેમ વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા હતા. આ સાથે કોઈપણ નિર્ણાયક નિર્ણયો વિના જિનપિંગની અમેરિકાની સ્ટેટ વિઝિટ પૂરી થઈ હતી.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહુઆનો આરોપ છે કે જ્ઞાનેશે મતદાર યાદીમાં નિયમો વિરુદ્ધ ફેરફાર કર્યા છે અને લાયક મતદારોના નામ કાઢી નાખ્યા છે.
X પર ફરિયાદની નકલ શેર કરતા મમતા બેનર્જીએ લખ્યું છે કે જ્ઞાનેષ ચોર કુમાર એક મનસ્વી અધિકારી છે જેમણે અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના કાર્ય કર્યું છે.
આ ફરિયાદ ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરો દ્વારા ECINET/ડિજિટલ મતદાર યાદી પ્રણાલી અને ફોર્મ-6 માં ફેરફારો અંગે વાંધાના અહેવાલો વચ્ચે આવી છે.
દરમિયાન, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો વિપક્ષ છ મહિનામાં બીજી વખત મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ કરવાની તૈયારી કરી રહ્યો છે. અગાઉ એપ્રિલમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકસભામાં તેને ફગાવી દેવામાં આવ્યો હતો.
મહુઆએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે:
રાજ્ય સ્તરના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીની સંપૂર્ણ ઍક્સેસ આપવામાં આવી ન હતી.
જે મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ કરવાનો અદાલતો દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો તેમની સામે પણ અપીલ દાખલ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચની મંજૂરી વિના તેમના નામે પત્રો અને સંદેશાઓ જારી કરવામાં આવ્યા હતા. મતદાર યાદીમાં VIP અને અગ્રણી વ્યક્તિઓના નામ જાળવી રાખવા માટે અનૌપચારિક સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહેલા વિપક્ષ
વિપક્ષ ફરી એકવાર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યું છે. એપ્રિલની શરૂઆતમાં, વિપક્ષે જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ નોટિસ રજૂ કરી હતી, પરંતુ લોકસભામાં આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો અને રાજ્યસભામાં હજુ પણ પેન્ડિંગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ વખતે પણ મહાભિયોગ પ્રસ્તાવનું નેતૃત્વ કરી રહી છે. કોંગ્રેસે વિપક્ષી પક્ષો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. આગામી બે અઠવાડિયામાં તે રજૂ થવાની શક્યતા છે.
બીજો કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે, જ્યાં એક વકીલે ભારતના એટર્ની જનરલને પત્ર લખીને જ્ઞાનેશ કુમાર સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી છે.
કોંગ્રેસ 25 સપ્ટેમ્બરે રાજ્યોમાં વિરોધ કરશે
કોંગ્રેસે તેના રાજ્ય એકમોને 25 સપ્ટેમ્બરે તેમના સંબંધિત રાજ્ય ચૂંટણી પંચ કાર્યાલયો તરફ વિરોધ કૂચનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ અને તેમને દૂર કરવાની માંગણીઓ કરવામાં આવે.
પ્રદર્શનના બીજા તબક્કામાં, તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓ 28 સપ્ટેમ્બરના રોજ પોતપોતાના જિલ્લા કલેક્ટર કચેરીઓ તરફ સમાન વિરોધ કૂચ કરશે.
જ્ઞાનેશ કુમાર અંગે વિવાદ એક મીડિયા રિપોર્ટ પછી શરૂ થયો
આખો મામલો ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલથી શરૂ થયો જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે SIR અંગે મતભેદોની વિગતો આપવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIR પ્રક્રિયા અંગે ચૂંટણી પેનલમાં વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી.
અહેવાલ મુજબ, SIR પ્રક્રિયાનું નિરીક્ષણ ત્રણ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ સંધુ અને જોશીએ છેલ્લા 10 મહિનામાં ઔપચારિક રીતે ઓછામાં ઓછા 14 વાંધા દાખલ કર્યા હતા. આમાંથી ચાર વાંધા એક જ દિવસે દાખલ કરવામાં આવ્યા હતા.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વાંધા સંધુ અને જોશીની જાણકારી વિના જારી કરાયેલા નિર્ણયો અને આદેશો અંગે હતા.
જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં: ૩ શક્યતાઓ
૧. તેમના કાર્યકાળ સંબંધિત નિર્ણયો સામે પોલીસ કાર્યવાહી કરી શકાતી નથી: જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, ૨૦૨૩ ની કલમ ૧૬ હેઠળ સુરક્ષિત છે. એટલે કે, કલમ ૧૬ તેમને “તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં લેવામાં આવેલા કોઈપણ કાર્ય અથવા નિર્ણય” માટે, પછી ભલે તે દીવાની હોય કે ફોજદારી, કાર્યવાહીથી રક્ષણ આપે છે.
કાનૂની નિષ્ણાતોના મતે, જ્યાં સુધી આ જોગવાઈ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી તેમને ફક્ત પોલીસ કાર્યવાહી અથવા ધરપકડ દ્વારા દૂર કરવા, તેમની સામે કેસ ચલાવવાનું તો દૂર, કાયદેસર રીતે ખૂબ જ પડકારજનક છે.
૨. ભાજપ બધા આરોપોને સખત રીતે નકારી કાઢે છે: જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૯ માં સમાપ્ત થાય છે, એટલે કે તેઓ ઓછામાં ઓછા બે વર્ષ સુધી પદ પર રહેશે. શાસક ભારતીય જનતા પાર્ટીએ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પક્ષ માને છે કે આ આરોપો પાયાવિહોણા છે. સંધુ અને જોશીના વાંધા કોઈપણ ખોટા કામના પુરાવા નથી, પરંતુ કાર્યરત લોકશાહીની નિશાની છે. આનો અર્થ એ છે કે તેઓ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.
૩. મહાભિયોગ એ છેલ્લો ઉપાય છે, પરંતુ વિપક્ષ પાસે બહુમતી નથી: કલમ ૩૨૪ (૫) મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને ફક્ત મહાભિયોગ દ્વારા જ દૂર કરી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે, લોકસભામાં ૧૦૦ સાંસદો અને રાજ્યસભામાં ૫૦ સાંસદોનો ટેકો જરૂરી છે. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષે તેને સ્વીકારવો કે નહીં તે નક્કી કરવાનું રહેશે.
વર્તમાન પરિસ્થિતિમાં, મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે વિપક્ષને સંસદના બંને ગૃહોમાં ૨/૩ બહુમતીની જરૂર પડશે. આનો અર્થ એ છે કે લોકસભામાં ૩૬૨ સાંસદો અને રાજ્યસભામાં ૧૬૪ સાંસદોનો ટેકો છે. હાલમાં સંસદમાં વિપક્ષ પાસે એટલું સમર્થન નથી.
એશિયન ગેમ્સ 2026નો છઠ્ઠો દિવસ ભારત માટે મોટા સમાચાર લઈને આવ્યો. આજે, 25 સપ્ટેમ્બર, ભારતે એશિયન ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. સુરુચી સિંહ અને કમલજીતે 2026 એશિયન ગેમ્સમાં દેશનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. સુરુચી અને કમલજીતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે, ભારતના કુલ મેડલની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં, ભારતે બે ગોલ્ડ મેડલ, આઠ સિલ્વર મેડલ અને નવ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ભારતે દક્ષિણ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય શૂટર્સ સુરુચી સિંહ અને કમલજીતે 484.6 પોઈન્ટનો અંતિમ સ્કોર હાંસલ કર્યો, જેમાં દક્ષિણ કોરિયાએ 478.0 પોઈન્ટનો સ્કોર કર્યો. દક્ષિણ કોરિયાની જોડીએ આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ઈરાને 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.દક્ષિણ કોરિયાની સુહ્યોન હોંગ અને ગ્યુન ચૂએ આ ઈવેન્ટમાં 478.0 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ઈરાનના વાહિદ ગોલખંડન અને હાનિયેહ રોસ્તામિયનએ 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ઈન્ડોનેશિયાના ડાર્મોયો એ. અને પ્રબોવો એમ. 349.4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા.
ભારતીય જોડીએ રેકોર્ડ બનાવ્યો
સુરુચી ઇન્દર સિંહ અને કમલજીત એશિયન ગેમ્સમાં 10-મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું. તેમણે 484.6 નો એશિયન રેકોર્ડ સ્કોર બનાવ્યો. ભારતીય જોડીએ ફાઇનલમાં ભારે દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે હિંમત બતાવી અને સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું.સુરુચી અને કમલજીતનો પ્રભાવશાળી સ્કોર આખરે કોરિયા રિપબ્લિકને હરાવવા માટે પૂરતો હતો. આ ફાઇનલ ઇવેન્ટમાં ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડ પર ફાઇનલ સ્કોર દેખાયા પછી, 484.6 નો એશિયન રેકોર્ડ ભારતનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કરી ગયો. સુરુચી અને કમલજીતના 484.6-પોઇન્ટના પ્રયાસે એશિયન રેકોર્ડ બુકમાં ફરીથી પ્રવેશ કર્યો.અગાઉ, ભારતીય જોડીએ 587 (29 આંતરિક 10 સેકન્ડ) ના સ્કોર સાથે એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન રેકોર્ડ તોડ્યો હતો, જે 2023 માં હાંગઝોઉમાં અન્ય ભારતીય જોડી, સરબજોત સિંહ અને દિવ્યા સુબ્બારાજુ દ્વારા બનાવેલા 577 ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. કમલજીત અને સુરુચીની ક્વોલિફિકેશન ટેલીએ 2021 માં સૌરભ ચૌધરી અને મનુ ભાકર દ્વારા પ્રાપ્ત કરાયેલ એશિયન રેકોર્ડની પણ બરાબરી કરી હતી.હવે, ઘણા ભારતીય નેતાઓ અને રાજકારણીઓ આ ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સતત અભિનંદન આપી રહ્યા છે. સુરુચિ અને કમલજીતની સિદ્ધિએ દેશને ગૌરવ અપાવ્યું છે.
કરવા ચોથ, ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના બજારમાં સતત ૪ દિવસથી કડાકો જોવા મળી રહ્યો છે. સોમવારથી ગુરુવાર સુધીના સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં આશરે ₹7000 અને સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹2500 નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં ઘટેલા ભાવને પગલે ગ્રાહકોમાં ખરીદી કરવી કે હજુ રાહ જોવી તેને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
IBJA ના સ્થાનિક બજારના ભાવ
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા અનુસાર, ગુરુવારે 24 કેરેટ સોનું ₹1231 ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1.51 લાખ પર બંધ થયું હતું. બીજી તરફ, 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹4518 નો મોટો ઘટાડો નોંધાતાં તે ₹2.28 લાખના સ્તરે પહોંચી ગઈ હતી.
ઘટાડો માત્ર ‘અસ્થાયી’, લાંબા ગાળે તેજીના સંકેત
ઓસ્ટ્રેલિયાના જાણીતા હેજ ફંડ મેનેજર રાફેલ લેમના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહેલો આ ઘટાડો અસ્થાયી (Temporary) છે. તેમનું માનવું છે કે સોનાની લાંબા ગાળાની તેજીને ટેકો આપનારા મુખ્ય પરિબળો હજુ પણ યથાવત છે. ખાસ કરીને અમેરિકી સરકાર પર વધી રહેલું $40 ટ્રિલિયનથી વધુનું દેવું, મોટા બજારોની આર્થિક સ્થિતિ અને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની સતત ખરીદી મધ્યમથી લાંબા ગાળા માટે સોનાને મજબૂત સપોર્ટ આપશે.
અમેરિકા-ઇરાન યુદ્ધ અને વ્યાજદરોની અસર
અમેરિકા અને ઇરાન વચ્ચે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધ બાદથી સોનાના ભાવમાં આશરે 16% નો ઘટાડો નોંધાયો છે. ઊર્જા (Energy) ની કિંમતોમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો વધારવાની શક્યતાઓને કારણે સોના જેવી બિન-વ્યાજ આપતી ધાતુઓ પર હાલ પૂરતું દબાણ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4286 ડોલર પ્રતિ ઓંસની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
નિષ્ણાતોની રોકાણકારોને સલાહ
નિષ્ણાતોના મતે, ભાવ જ્યારે 4000 ડોલરની નીચે ગયા ત્યારે મોટા રોકાણકારોએ પોતાની ‘લોંગ પોઝિશન’ (ખરીદી) આક્રમક રીતે વધારી દીધી છે. ટૂંકા ગાળામાં ભાવ પર અમેરિકા-ઇરાન યુદ્ધ અને ફુગાવાના આંકડાઓની અસર રહેશે. પરંતુ તહેવારોની સિઝનમાં વધનારી સ્થાનિક માંગ અને મધ્યમ ગાળાના વૈશ્વિક સંકેતોને જોતાં સોના-ચાંદીના દરો ફરીથી ઊંચાઈ સર કરે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.