Home Blog Page 249

Surendranagar : પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

0

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ પ્રાણી પ્રત્યે ક્રૂરતા અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ભુરાભાઈ વેલશીભાઈ કોડિયા (રહે. ટુવા, તા.વઢવાણ) સામે ગુનો નોંધાયો હતો.

આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી શહેરની એન.ટી.એમ સ્કૂલ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકે સોંપ્યો હતો.

Gujarat : ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર

0

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તહેવારો અને માર્ચ એન્ડીંગને લઈ તા. ૨૬થી ૩૧ માર્ચ સુધી અનાજ – કટોળ સહિતની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે તા. ૧ એપ્રિલથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે.


માર્કેટીંગ યાર્ડ ભાવનગર-ઘોઘામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે અને રોજીંદી ત્રણ હજાર ગુણી આવી રહી છે. તો આ સાથે ધાણાની એક હજાર ગુણી, ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક જોવા મળે છે. જ્યારે આગામી દિવસોમાં રામ નવમી, મહાવીર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ ખેતીવાડી ઉતન્પન્ન બજાર સમિતિ દ્વારા તા. ૨૬થી સળંગ છ દિવસ માટે અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે શાકભાજીની આવક શરૂ રહેશે. તો લીંબુની જાહેર હરાજી તા. ૨૬મીએ બંધ રહેશે. આમ મીની વેકેશન બાદ તા. ૧ એપ્રિલથી તમામ જણસીની જાહેર હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

National : નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી

0

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે સરકારે નિષ્ણાતોને સમાવતા સાત જૂથોની રચના કરી છે. આ જૂથ એલપીજી, આવશ્યક સેવાઓ અને વસ્તુઓના પુરવઠા તેમજ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અન્ય વિષયોનું નિયમિત આકલન કરી રણનીતિ ઘડશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું. આ કટોકટીનો સામનો કરવા તેમણે કોરોના મહામારીની જેમ રાજ્યોને કેન્દ્ર સરકાર સાથે ‘ટીમ ઈન્ડિયા’ તરીકે કામ કરવા અપીલ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે ભારત સામે ઊભા થયેલા પડકારો મુદ્દે રાજયસભામાં જણાવ્યું કે, ત્રણ સપ્તાહ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે તથા આ યુદ્ધ ક્યારે પૂરું થશે તે હાલ કહી શકાય તેમ નથી. આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ પેદા કર્યું છે. ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે.

તેમણે જણાવ્યું કે, આ યુદ્ધથી આપણા વેપારના રસ્તા જોખમમાં મૂકાયા છે. આ માર્ગેથી પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવા જરૂરી સામાનના નિયમિત સપ્લાય પર અસર થઈ રહી છે. આપણા અર્થતંત્રનો આધારસ્તંભ મજબૂત છે તથા સરકાર સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર તેની ટૂંકા, મધ્ય અને લાંબાગાળાની અસરો પર નજર રાખવા માટે રણનીતિ હેઠળ કામ કરી રહી છે. સરકારે એક આંતર મંત્રાલયી જૂથ બનાવ્યું છે, જે નિયમિત બેઠક કરીને આયાત-નિકાસમાં આવતા અવરોધોનું આકલન કરે છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, કોરોના મહામારી સમયે અલગ અલગ ક્ષેત્રોના પડકારોનો સામનો કરવા માટે નિષ્ણાતો અને અધિકારીઓના વિવિધ અધિકાર સાથે જૂથ બનાવાયા હતા. તેવી જ રીતે સોમવારે નિષ્ણાતો અને અધિકારીઓના વિવિધ અધિકારથી સજ્જ સાત નવા જૂથ બનાવાયા છે, જે રણનીતિ બનાવશે. આ જૂથ ગેસ, મોંઘવારી સહિત અનેક વિષયો મુદ્દે દૈનિક બેઠકો કરશે અને ચર્ચા કરીને સમાધાન માટે કામ કરશે.

વડાપ્રધાને જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધની શરૂઆત બાદથી જ તેઓ મધ્ય-પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ સહિત બધા જ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના સંપર્કમાં રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય સંવાદ અને કૂટનીતિના માધ્યમથી ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાનું છે. અણે સંઘર્ષ ઘટાડવા માટે હોર્મુઝનો માર્ગ ખોલવા અંગે પણ વાતચીત કરી હતી. હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા વ્યાપારિક જહાજોનો માર્ગ રોકવો અસ્વિકાર્ય છે. યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમ એશિયાના લગભગ બધા જ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે તેઓ ફોન પર બે-બે વખત વાતચીત કરી ચૂક્યા છે.

પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેના ગંભીર દુષ્પરિણામ આવશે. ભારત દરેક સેક્ટર અન્ય દેશો પર વધુ પડતું નિર્ભર ના હોય તેનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશમાં શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ સુધીના ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધના સંકટે આખી દુનિયાના અર્થતંત્રને મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેમાંથી રિકવર થવામાં દુનિયાને પણ ઘણો સમય લાગશે. આ મુશ્કેલ સમયમાં રાજ્યો અને કેન્દ્ર સરકારોએ કોરોના મહામારી સામે લડયા હતા તે રીતે ‘ટીમ ઈન્ડિયા’ની જેમ કામ કરવું પડશે.

Gandhinagar : ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો

ગાંધીનગર કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા બાદ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને નકલી નોટો ઉડાડીને વિરોધ કરી પદાધિકારીઓના વાહનો ઉપર પણ ભ્રષ્ટ તંત્રના સ્ટીકર ચિપકાવી દીધા હતા. આ વિરોધને પગલે કોર્પોરેશનમાં માહોલ ગરમાયો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકામાં એક પછી એક અધિકારી કર્મચારીઓ લાંચના છટકામાં પકડાઈ રહ્યા છે ત્યારે કોર્પોરેશનની આ કચેરીમાં રૃપિયા આપ્યા વગર કામ નહીં થતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે આ સ્થિતિમાં આજે ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી દેવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અને લાંચિયા અધિકારીઓ સામે કડક પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કમિશનરની ઓફિસને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાલિકા પરિસરમાં નકલી નોટો હવામાં ઉડાડીને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યકર્તાઓનો આક્ષેપ હતો કે પાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે અને અધિકારીઓ પ્રજાના કામ કરવાને બદલે માત્ર નાણાંના લોભમાં પડયા છે. લાંચિયા તંત્રને જગાડવા માટે આ નકલી નોટો ઉડાડવાનો પ્રતિકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યકરોએ મેયરની સત્તાવાર ગાડી તેમજ શાસક પક્ષના અન્ય નેતાઓની ગાડીઓ પર પણ ભ્રષ્ટાચારી અને લાંચિયા લખેલા સ્ટીકરો ચોંટાડી દીધા હતા. આ ઘટનાને પગલે કોર્પોરેશનના સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા દોડતી થઈ ગઈ હતી અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં ભ્રષ્ટાચારીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Gujarat : વડોદરા હાઇવેના એક પેટ્રોલપંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 કલાકમાં ખાલી થઇ ગયું

0

વડોદરાના એેક પેટ્રોલપંપના સંચાલકે કહ્યું હતું કે,અમારે ત્યાં પહેલી વાર બે કલાકમાં આખું ટેન્કર ખાલી થઇ ગયું હતું.

તરસાલી હાઇવે પાસેના પેટ્રોલ પંપના સંચાલકે કહ્યું હતું કે,સામાન્ય રીતે અમારે ત્યાં ૧૨૦૦૦ લીટર પેટ્રોલનું એક ટેન્કર ચારથી પાંચ દિવસ ચાલતું હોય છે.

પરંતુ ગઇકાલે જે રીતે લોકોએ પડાપડી કરી અને મોટાભાગના વાહનચાલકો ટાંકી ફુલ કરવાનો આગ્રહ રાખતા હોવાથી માત્ર બે જ કલાકમાં ટેન્કરનું પેટ્રોલ ખલાસ થઇ ગયું હતું.ત્યારપછી  પણ લોકો ખસવા તૈયાર નહતા અને લાઇટો પણ બંધ કરવા દેતા નહતા.જેથી કપૂરાઇ પોલીસને બોલાવી હતી.

Vadodara : સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ ઠલવાતા રોષ

0

 વડોદરા જિલ્લાના સાંકરદા-ભાદરવારોડ પરના એક ખેતરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ઠાલવી જતા તીવ્ર દુર્ગધના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો છે.

સાંકરદા-ભાદરવા રોડ પર આવેલા રાણીયા ગામની સીમ વિસ્તારના એક ખેતરમાં રાત્રે અજાણ્યા વાહનમાં આવેલા કેટલાક શખ્સો દ્વારા કાળા રંગનું ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી.

કેમિકલ માફિયાઓ દ્વારા આચરવામાં આવેલી આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. આ પ્રકારની વારંવાર બનતી ઘટનાઓ છતાં શંકાસ્પદ અને આરોગ્ય માટે જોખમી કેમિકલ અવાવરુ જગ્યાએ ઠાલવવાની પ્રવૃત્તિ અટકતી નથી, જેના કારણે જીપીસીબી તેમજ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊઠી રહ્યા છે. કેમિકલનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે ઠાલવ્યો તેની યોગ્ય તપાસની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.

Gujarat : અંબાલાલ પટેલ: જેની આગાહી પર ખેડૂતોને ભરોસો હતો, આજે દુનિયાએ માનવું પડ્યું! જાણો ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પાછળનું શું છે ‘અંબાલાલી ગણિત’

અમદાવાદ: ગુજરાતમાં જ્યારે આભમાંથી આફત આવવાની હોય કે કમોસમી માવઠું પડવાનું હોય, ત્યારે ખેડૂતોના મુખે એક જ નામ હોય છે – અંબાલાલ પટેલ. અત્યાર સુધી તેમની આગાહીઓ માત્ર ગુજરાતના ખેતર અને ખળા સુધી સીમિત હતી, પરંતુ આ વખતે અંબાલાલ પટેલે સીધી સાત સમંદર પાર આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર દોડાવી છે. અને આશ્ચર્યની વાત એ છે કે, પશ્ચિમ એશિયાના રણમેદાનમાં પણ તેમનું ગણિત અચૂક સાબિત થઈ રહ્યું છે.


ડોનાલ્ડ ટ્રમ્પનો યુદ્ધવિરામ અને અંબાલાલની આગાહીનો સુખદ સંયોગ
જ્યારે આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની દહેશતમાં હતું, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક 5 દિવસ માટે યુદ્ધ રોકવાની અને ઈરાન સાથે સકારાત્મક વાટાઘાટો કરવાની જાહેરાત કરી છે. આજે 23 માર્ચ છે, અને આ એવો સમય છે જ્યારે અંબાલાલ પટેલે અગાઉથી જ યુદ્ધના વાદળો વિખેરાવાની આગાહી કરી દીધી હતી.
તારીખો સાથેની ભવિષ્યવાણી: 27 માર્ચ સુધીમાં શાંતિની શક્યતા
અંબાલાલ પટેલે ગ્રહોની ચાલ અને નક્ષત્રોના આધારે ઈરાન-અમેરિકા યુદ્ધને લઈને જે ‘ટાઈમલાઈન’ આપી છે તે ખરેખર ચોંકાવનારી છે:

  • 12 થી 14 માર્ચ: આ દિવસોમાં યુદ્ધ રોકવા માટે વૈશ્વિક સ્તરે મોટા પાયે મધ્યસ્થીના પ્રયાસો શરૂ થશે (જે અત્યારે સત્ય સાબિત થઈ રહ્યા છે).
  • 25 થી 27 માર્ચ: આ ત્રણ દિવસો સૌથી નિર્ણાયક રહેશે. અંબાલાલ મુજબ, 27 માર્ચ સુધીમાં યુદ્ધ અંગેની તમામ વાટાઘાટો પૂર્ણ થઈ શકે છે અને વિશ્વ ફરી એકવાર શાંતિ તરફ ડગલાં માંડશે.

“રાહુ અને મંગળના પ્રભાવથી યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, પણ હવે મોટા દેશો મધ્યસ્થી તરીકે આગળ આવશે અને લોહી વહેતું અટકશે.” – અંબાલાલ પટેલ (ગુજરાતના બાબા વેંગા)

ભારત માટે કેમ છે રાહતના સમાચાર?
જો અંબાલાલની આગાહી મુજબ 27 માર્ચ સુધીમાં શાંતિ સ્થપાય છે, તો ભારત માટે તે સંકટમોચન સાબિત થશે.

  • ઉર્જા સંકટ: ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગ ખુલતા LPG અને પેટ્રોલ-ડીઝલની અછતનો ભય ટળશે.
  • મોંઘવારી: યુદ્ધ રોકાતા તેલના ભાવમાં ઘટાડો થશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
  • સુરક્ષા: ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયો સુરક્ષિત રહેશે.
    નિષ્કર્ષ: શું અંબાલાલ હવે ‘ગ્લોબલ પ્રેડિક્ટર’ બનશે?
    જે રીતે અંબાલાલ પટેલની આગાહીઓ સત્યની નજીક પહોંચી રહી છે, તે જોતા લોકો હવે તેમને ‘ગુજરાતના બાબા વેંગા’ તરીકે ઓળખાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 27 માર્ચ સુધીમાં શું ખરેખર સંપૂર્ણ યુદ્ધવિરામ થઈ જશે? જો આવું થયું, તો અંબાલાલ પટેલ માત્ર હવામાનના જ નહીં, પણ ‘વૈશ્વિક શાંતિના દૂત’ તરીકે ઓળખાશે.
    અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ડેસ્ક

Article : શું તમે પણ દુનિયા માટે એક ‘Hot Topic’ બનવા તૈયાર છો?

0

દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, પણ બહુ ઓછા લોકો એ સ્તર પર પહોંચી શકે છે જ્યાં તેમનું નામ લેતાની સાથે જ લોકોના કાન સરવા થઈ જાય. ‘Hot Topic’ બનવું એટલે માત્ર પ્રખ્યાત થવું એવું નથી, પણ એવું વ્યક્તિત્વ બનાવવું કે જેની નોંધ લેવી જ પડે.
તમે ક્યારે ‘Hot Topic’ બનો છો?
જ્યારે તમે અશક્યને શક્ય કરી બતાવો દુનિયા હંમેશા
અસાધારણ કાર્યોની જ ચર્ચા કરે છે.જ્યારે તમારી સ્ટાઈલ અલગ હોય. લોકો નકલ કરનારાઓને ભૂલી જાય છે, પણ ઓરિજિનલ રહેનારાઓને ‘Topic’ બનાવે છે.
જ્યારે તમે પડકારો સામે અડીખમ ઉભા રહો તમારી લડવાની ક્ષમતા જ તમને લોકોના ડ્રોઈંગ રૂમની ચર્ચાનો વિષય બનાવે છે.યાદ રાખજો, જ્યારે તમે ‘Hot Topic’ બનો છો ત્યારે માત્ર તમારી સફળતાની જ નહીં, પણ તમારી ભૂલોની પણ ચર્ચા થશે. લોકો તમને જજ કરશે, ટીકા કરશે અને કદાચ નીચે પાડવાનો પ્રયત્ન પણ કરશે. શું તમારી પાસે આ બધું પચાવવાની ક્ષમતા છે?
જો તમે ભીડનો હિસ્સો બનીને રહેવા માંગતા હોવ તો કદાચ કોઈ તમારી ચર્ચા નહીં કરે. પણ જો તમે દુનિયાના નકશા પર પોતાનું નામ અંકિત કરવા માંગતા હોવ, તો તમારે પથ્થર ખાવાની અને વિષય બનવાની તૈયારી રાખવી જ પડશે.
સામાન્ય તો બધા હોય જ છે, પણ શું તમારામાં એ ‘વાત’ છે કે દુનિયા તમારા વિશે વાત કરતી ન અટકે?
સફળતાના શિખરે પહોંચવું એટલે માત્ર પૈસા કમાવવા નહીં, પણ એક એવો ‘Topic’ બનવું કે જે લોકો માટે પ્રેરણા બની જાય.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

Rashi : 25 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ: આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો લાવશે. તમારી કોઈપણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે.

વૃષભ : આજે તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારા સારા વિચારસરણીથી તમને ફાયદો થશે.

મિથુન: આજનો દિવસ તમારા માટે કોઈપણ રોકાણ કરવા માટે સારો રહેશે. મનમાં નકારાત્મક વિચારો ન રાખો.

કર્ક: આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું પડશે અને તમારા આહાર પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.

સિંહ: આજનો દિવસ આવકમાં વધારો કરશે. પારિવારિક જીવન ખુશ રહેશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.

કન્યા: આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમારા સારા વિચારસરણીથી તમને ફાયદો થશે. વિદેશથી વ્યવસાય કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે.

તુલા: એક જ સમયે અનેક કાર્યો કરવાના કારણે તમારી એકાગ્રતા વધી શકે છે. તમારે કોઈને પૈસા આપવાનું ટાળવું પડશે.

વૃશ્ચિક : આજનો દિવસ તમારી આવકમાં વધારો કરશે. તમારે કોઈપણ વાદવિવાદથી દૂર રહેવાની જરૂર છે. ભાગીદારીમાં કોઈ કામ ન કરો.

ધનુ: આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. તમારો કોઈ મોટો પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે છે, કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.

મકર: નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને વ્યવસાયમાં કેટલીક નવી તકો મળશે. અવિવાહિત લોકો તેમના જીવનસાથીને મળી શકે છે.

કુંભ: આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે. તમારી કલા અને કૌશલ્યમાં સુધારો થશે અને તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે.

મીન: શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કેટલાક જૂના રોકાણોમાંથી સારો નફો મળવાની શક્યતા છે.

Sports : IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 13,600 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી

0

ટૂંક સમયમાં IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે 13600 કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.

રિપોર્ટ મુજબ, કાલ સોમાની (Kal Somani) આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો 1.63 બિલિયન ડૉલર (લગભગ 13,600 કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.

કાલ સોમાની ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI)ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાનીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ (Walmart) ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોન (Rob Walton)નો સપોર્ટ છે. આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ (Detroit Lions) ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાનીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ 2026 પછી જોવા મળશે.