Home Blog Page 266

Business : सोना खरीदने वालों के लिए बड़ी खबर! कीमत में भारी गिरावट की उम्मीद, क्या 1.27 लाख तक चला जाएगा भाव?

अमेरिकी डॉलर के मजबूत होने और कच्चे तेल की बढ़ती कीमतों की वजह से महंगाई का डर अब लोगों को सताने लगा है. यही वजह है कि सोने की कीमत में पिछले हफ्ते गिरावट देखने को मिली थी. ईरान पर जब जंग की शुरुआत हुई थी, तब सोना 1,60,000 रुपये के आसपास था. हालांकि, MCX पर सोने के भाव को पिछले हफ्ते बड़ा झटका लगा है. इस दौरान सोना 1,44,825 रुपये प्रति 10 ग्राम पर बंद हुआ, जबकि COMEX पर सोने का भाव 4,574.90 डॉलर प्रति ट्रॉय औंस पर बंद हुआ.

मार्केट एक्सपर्ट्स का कहना है, आज सोने का भाव एक जटिल मैक्रो माहौल से गुजर रहा है, जिसमें भू-राजनीतिक तनाव और मौद्रिक सख्ती की उम्मीदें विपरीत दिशाओं में खींच रही हैं.उनका कहना है सोने में गिरावट का दौर जारी रह सकता है. इसी के साथ भारत में सोने का भाव 1,27,000 प्रति 10 ग्राम और अंतरराष्ट्रीय बाजार में 4,250 डॉलर प्रति औंस तक पहुंच सकता है.

सोने की कीमत गिरने की वजहें
SS WealthStreet की फाउंडर सुगंधा सचदेवा ने कहा कि पश्चिम एशिया में बढ़ता टकराव—खास तौर पर ईरान के साउथ पार्स गैस फील्ड पर इजरायली हमले और प्रमुख खाड़ी देशों में ऊर्जा इंफ्रास्ट्रक्चर पर ईरान के जवाबी हमले—ने वैश्विक ऊर्जा जोखिम को काफी बढ़ा दिया है. इससे कच्चे तेल की कीमतों में तेजी से उछाल आया है, जिससे दुनिया भर में ईंधन और लॉजिस्टिक्स की बढ़ती लागत के कारण आयातित महंगाई की चिंताएं बढ़ गई हैं. सुगंधा सचदेवा आगे कहती हैं, मजबूत अमेरिकी डॉलर, ऊंची बॉन्ड यील्ड, कच्चे तेल की बढ़ती कीमतों से पैदा लगातार महंगाई की चिंताएं और अमेरिकी फेड द्वारा ब्याज दरों में बड़ी कटौती की कम होती उम्मीदों के बीच सोने की कीमतें नजदीकी भविष्य में दबाव में रह सकती हैं.
अगर अमेरिका में महंगाई कम नहीं होती है, तो इसे काबू में करने के लिए फेडरल रिजर्व ब्याज दरें बढ़ा देगा ताकि लोग खर्च कम करे. ब्याज दरें ऊंची रहेंगी, तो लोग खर्च कम करेंगे. ऊंची ब्याज दरों से डॉलर मजबूत होता है, डॉलर की वैल्यू बढ़ जाएगी क्योंकि दुनियाभर के निवेशक डॉलर में अपना पैसा लगाने लगेंगे. चूंकि अंतर्राष्ट्रीय बाजारों सोने का कारोबार डॉलर में होता है इसलिए डॉलर मजबूत होने से सोना सस्ता हो जाएगा.
अगर अमेरिका में महंगाई कम नहीं होती है, तो इसे काबू में करने के लिए फेडरल रिजर्व ब्याज दरें बढ़ा देगा ताकि लोग खर्च कम करे. ब्याज दरें ऊंची रहेंगी, तो लोग खर्च कम करेंगे. ऊंची ब्याज दरों से डॉलर मजबूत होता है, डॉलर की वैल्यू बढ़ जाएगी क्योंकि दुनियाभर के निवेशक डॉलर में अपना पैसा लगाने लगेंगे. चूंकि अंतर्राष्ट्रीय बाजारों सोने का कारोबार डॉलर में होता है इसलिए डॉलर मजबूत होने से सोना सस्ता हो जाएगा.
SEBI-रजिस्टर्ड मार्केट एक्सपर्ट अनुज गुप्ता ने कहा कि अमेरिका-ईरान युद्ध जारी होने के बावजूद आज सोने के रेट स्थिर या नीचे हैं. इसकी वजह यह है कि मार्केट को लग रहा है कि दुनिया भर के सेंट्रल बैंकों के सामने महंगाई की चुनौती आ सकती है. उन्होंने कहा कि कच्चे तेल की बढ़ती कीमतों से दुनिया भर में महंगाई बढ़ने की उम्मीद है और ऐसे में सेंट्रल बैंकों के पास ब्याज दरें बढ़ाने या उन्हें स्थिर रखने के अलावा कोई और चारा नहीं होगा. यह पिछले हफ्ते साफ दिखा जब US फेडरल रिजर्व, बैंक ऑफ जापान, बैंक ऑफ कनाडा और बैंक ऑफ इंग्लैंड ने ब्याज दरों को लेकर सतर्क या सख्त रवैया अपनाने के संकेत दिए.
अमूमन सोने की कीमतें जब 1.50 लाख के पार पहुंच जाती हैं, तो निवेशक अपना मुनाफा निकालने के लिए भारी मात्रा में सोना बेचने लगते हैं, जिससे बाजार में अचानक से सोने की सप्लाई काफी बढ़ जाती है. ऐसे में भाव नीचे आने लगते हैं.
दुनिया में चीन और भारत सोने के सबसे बड़े खरीदार हैं. कीमतें ऊंची रहेंगी, तो डिमांड में कमी आएगी. ऐसे में कीमतों पर सीधा असर पड़ेगा.
सोने की कितनी रहेंगी कीमतें?
बाजार पर मंदी का दबाव जारी रहने की उम्मीद जताते हुए LKP सिक्योरिटीज में रिसर्च (कमोडिटी और करेंसी) के VP जतीन त्रिवेदी ने कहा, ”बाजार का माहौल अभी भी कमजोर बना हुआ है क्योंकि मुख्य मैक्रो संकेत अभी भी अनुकूल नहीं हैं. उम्मीद है कि ब्याज दरें ऊंची बनी रहेंगी, जबकि चल रहे भू-राजनीतिक तनाव के कारण कच्चे तेल की कीमतें मजबूत बनी हुई हैं, जिससे महंगाई की चिंताएं बनी हुई हैं और सोने की कीमतों में बढ़त सीमित हो रही है. कुल मिलाकर, सोने में उतार-चढ़ाव बना रहने के साथ-साथ इसके कमजोर रहने की संभावना है. निकट भविष्य में इसकी ट्रेडिंग रेंज 1,40,000 से 1,47,000 के बीच रहने का अनुमान है.”

SS WealthStreet की सुगंधा सचदेवा ने कहा कि आज MCX पर सोने की कीमत 1,70,000 रुपये प्रति 10 ग्राम के पास मजबूत रेसिस्टेंस का सामना कर रही है, जबकि 1,65,000 एक अहम नजदीकी-अवधि का आधार (pivot) बना हुआ है. जब तक कीमतें इन स्तरों से नीचे रहेंगी, तब तक रुझान में सुधार (corrective) बने रहने की संभावना है और कीमतें गिरकर 1,35,000 और 1,27,000 रुपये प्रति 10 ग्राम तक जा सकती हैं.

National : હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા

0

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ અને ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરવાના કારણે ભારતમાં સતત ત્રીજા સપ્તાહે એલપીજીની અછત જોવા મળી રહી છે. જોકે, સરકાર માટે રાહતની વાત એ છે કે રિફિલ માટે બૂકિંગનું પ્રમાણ ઘટયું છે અને ઘરેલુ રાંધણ ગેસમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ કમર્શિયલ એલપીજીમાં સરકારે હજુ પણ નિયંત્રણો ચાલુ રાખ્યા છે. એલપીજીની અછત વચ્ચે હવે આગામી સમયમાં ખાતર અને હીલિયમ ગેસની અછતના કારણે ખેતી અને ટેક્નોલોજી ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે.
દેશમાં ત્રણ સપ્તાહથી ચાલતા એલપીજી સંકટ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, હવે લોકોમાં ગભરાઈને એલપીજી સિલિન્ડરનું બૂકિંગ કરવાનું પ્રમાણ ઘટયું છે. દેશમાં રાંધણ ગેસનો પર્યાપ્ત સ્ટોક છે, છતાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

પેટ્રોલિયમ અને પ્રાકિૃતક મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, લોકો દ્વારા પેનિક બૂકિંગ એક સમયે દિવસના ૮૭ લાખથી વધુ સિલિન્ડરે પહોંચ્યું હતું, જે ૧૯ માર્ચે ઘટીને ૫૫ લાખ સુધી થઈ ગયું છે, જે દૈનિક સરેરાશ ૫૦થી ૫૫ લાખના બુકિંગની નજીક છે. બીજીબાજુ આ સમયમાં ૭,૫૦૦ ગ્રાહકો એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ થઈ ગયા છે.

જોકે, કમર્શિયલ એલપીજીનું રેશનિંગ હજુ ચાલુ છે. ગયા સપ્તાહે કમર્શિયલ સંસ્થાનોને ૧૧,૩૦૦ ટન કમર્શિયલ એલપીજી પૂરો પાડવામાં આવ્યો હતો. વધુમાં કાળાબજારી અને સંગ્રાહખોરીને ડામવા માટે શુક્રવારે દેશભરમાં ૪,૫૦૦ દરોડા પાડવામાં આવ્યા હતા અને ઓઈલ કંપનીઓએ ૧૮૦૦થી વધુ પેટ્રોલ પંપો તથા એલપીજી વિતરકોના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી.

દરમિયાન એલપીજીની અછત વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધની આગ ભારતના ખેતરો અને ફેક્ટરીઓ તથા ટેક્નોલોજી ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધના પગલે ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરતા દુનિયાભરની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલનો પુરવઠો અટવાયા પછી હવે ખેડૂતો સામે ખાતરની અછતની સમસ્યા ઊભી થઈ છે. બીજીબાજુ ટેકનોલોજી ઉદ્યોગ માટે જરૂરી હીલિયમ ગેસની અછતનું પણ સંકટ ઊભું થઈ રહ્યું છે.

હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ તેમજ પ્રાકૃતિક ગેસની સાથે યુરિયાની અછત પણ ઊભી થવા લાગી છે. ટ્રેડ યુરિયાનો લગભગ અડધો હિસ્સો અને જંગી પ્રમાણમાં અન્ય ખાતરનો સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. વધુમાં ઈરાને કતરના એલએનજી પ્લાન્ટ પર હુમલો કરતા દુનિયાના સૌથી મોટા યુરિયા પ્લાન્ટમાં કામકાજ ખોરવાઈ ગયું છે. એલએનજીનો સપ્લાય ઘટવાથી ભારતે પણ તેના ત્રણ યુરિયા પ્લાન્ટમાં ઉત્પાદન ઘટાડયું છે.

મીડિયા અહેવાલ મુજબ નોર્ધર્ન હેમિસ્ફિયરમાં વાવેતરની તૈયારી ચાલે છે અને વિલંબનું માર્જિન ઓછું રહે છે. તેની સીધી અસર ખાદ્યાન્નની ઉપજ પર પડી શકે છે. સિગ્લન ગૂ્રપ મુજબ દુનિયાના ૨૦ ટકા ખાતરનું ઉત્પાદન ખાડી દેશોમાંથી થાય છે અને ૪૬ ટકા વૈશ્વિક યુરિયા સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. ભારત તેના યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનો ૪૦ ટકાથી વધુ હિસ્સો મધ્ય-પૂર્વમાંથી આયાત કરે છે. આથી ભારતમાં ખાતરની વ્યાપક અછત સર્જાવાની આશંકા વધી રહી છે.

બીજીબાજુ આ યુદ્ધ વચ્ચે હીલિયમ ગેસની અછત અંગે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે. જોકે, ક્રૂડ ઓઈલની જેમ હીલિયમ ગેસનો સપ્લાય જોખમમાં મૂકાયો છે, જે વિશેષરૂપે ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે અત્યંત જરૂરી છે. યુદ્ધ પહેલા કતર દુનિયાના હીલિયમ સપ્લાયનો ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન કરતો હતો, પરંતુ કતર એનર્જીની રાસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર ડ્રોન-મિસાઈલ હુમલા પછી ઓપરેશન્સ અટકી ગયા છે. આથી આગામી સમયમાં ટેકનોલોજી ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

દરમિયાન એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે સરકાર સમક્ષ એરલાઈન ઉદ્યોગ પર ડિસેમ્બરમાં લગાવાયેલી ભાડાં મર્યાદા હટાવવા માગ કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે ભાડાં મર્યાદા નહીં હટાવાય તો એરલાઈન ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઈરાન કટોકટી પહેલાં પાકિસ્તાને તેની એરસ્પેસ પર પ્રતિબંધ મૂકવાના કારણે ભારતીય એરલાઈન્સ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પરિણામે હવાઈ ભાડાંમાં પણ વધારાની આશંકા વર્તાઈ રહી છે.

Bollywood : ઋતિક રોશનની ફિલ્મ મેસમાં પ્રતીક ગાંધી મુખ્ય રોલમાં જોવા મળશે

0

ઋતિક રોશન હાલ પોતાની આવનારી ફિલ્મ  મેસને લઇને ચર્ચામાં છે. મંગળવારે ઋતિક રોશને આ ફિલ્મની ઘોષણા કરી ગતી. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી લીડ રોલમાં કામ કરતો જોવા મળશે.ફિલ્મની વાર્તા ચોરનું એક ગુ્રપ અને ઓબ્સેસિવ -કંપલ્સિવ ડિસોર્ડરથી પીડાતી વ્યક્તિ પર આધારિત હશે. હાઇ કોન્સેપ્ટ ધરાવતી  આ ફિલ્મમાં કોમેડીની સાથેસાથે ટેન્શન પણ જોવા મળશે. 

આ ફિલ્મની વાર્તામાં ચોરનું એક ગુ્રપ ઘરમાં ચોરી કરવા જાય છે. પરંતુ ધીરે ધીરે તેમને જાણ થાય છે આ ઘરમાં પરિવારથી નહીં પરંતુ એક એવી વ્યક્તિથી બચવાનું છે જે વ્યક્તિ ઓબ્સેસિલ-કંપલ્સિવ ડિસ ઓર્ડરથી પીડાતી હોય છે. ફિલ્મની વાર્તાનું કેન્દ્ર પ્રતીક ગાંધીનું પાત્ર છે. ઋતિક રોશનનો પ્રાઇમ વીડિયો સાથેનો આ બીજો પ્રોજેક્ટ છે. 

Bollywood : યામી ગૌતમની આગામી ફિલ્મ હોરર વિષય પર આધારિત

0

યામી ગૌતમ હાલ એક પછી એક ફિલ્મ સાઇન કરી રહી છે. ઇમરાન હાશ્મી સાથેની હક્ક ફિલ્મમાં તેની ભૂમિકાના વખાણ થયા હતા. ધૂરંધર ટુમાં કેમિયોમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાની આગામી ફિલ્મની પણ ઘોષણા કરી દીધી છે. તે આનંદ એલ રાયના પ્રોડકશન હેઠળ બનનારી હોરર-કોેમેડી નઇ નવેલીમાં જોવા મળશે. 

રિપોર્ટસની માનીએ તો ફિલ્મ નઇ નવેલીની  સ્ક્રિપ્ટ  પુરી થઇ ગઇ છે. 

ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલુ છે. જોકે આ ફિલ્મની રિલીઝની કોઇ માહિતી આપવામાં આવી નથી ફિલ્મની વાર્તા નિધિ શર્માએ લખી છે જેણે સિતારે જમીન પર, લાપતા લેડીઝ અન ેગીરાંડી ધ ડાયમડ બાજાર માટે કામ કર્યું છે. 

જોકે અભિનેત્રીએ ફિલ્મની વાર્તા અને પોતાના રોલ વિશે કોઇ જાણકારી આપી નથી. ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહનનું છે. આ ફિલ્મની વાર્તા  દેશી પૌરાણિક કથાઓનું કોમેડી મિકસર હશે. 

Ahmedabad : રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો

નાકાબંધીના દાવા વચ્ચે ગુજરાતમાં દારુબંધી છતાં છે ક હરિયાણાથી દારુનો જથ્થો લઇને અમદાવાદ કેવી રીતે પહોચ્યા તે મોટો સવાલ છે રામોલ પોલીસે વસ્ત્રાલ એક્સપ્રેસ હાઇવેથી હરિયાણાથી વિદેશી દારુનો રૃા.૧૨.૫૦ લાખનો જથ્થો લઇ રાજસ્થાનના ચાર બુટલેગરને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં આ દારુનો જથ્થો ધંધુકા લઇને જતા હતા. આરોપીઓ ઝંગી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાઇવ લોકેશનના આધારે રાજકોટ તરફ જતા હતા. જેમાં પાયલોટિંગ કારમાં સવાર મુખ્ય બુટલેગરને ડાયરેક્શન આપતો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધીને ચારની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ઝંગી એપ્લિકેશનથી બુટલેગર પાયલોટિંગ કારમાં લાઇવ લોકેશન ગૃ્રપમાં શેર કરીને ડાયરેક્શન આપતા ઃ ચાર બુટલેરને ટ્રીપ દીઠ આઠ હજાર પગાર આપીને મોકલ્યારામોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે કારમાં વાલ રિંગરોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ તરફ જવા બહાર નીકળવાના છે જેને લઇને પોલીસ વોચમાં હતી દરમિયાન શંકાસ્પદ બે કારને રોકી હતી જેમાં તપાસ કરતા કારમાંથી રૃ. ૧૨.૪૮ લાખની કિંમતની ૮૭૬ વિદેશી દારુની બોટલો મળી આવી હતી. પોલીસે બે કાર સહિત કુલ રૃા. ૧૮.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસે કારમાં સવાર ચાર બુટલેગરની પૂછપરછ કરતા રાજસ્થાનના કમલેશ ,સુમેરસિંગ, શંકરસિંહ , હરિયાણાના અક્ષય જાટ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓને ઉદેપુર રાજસ્થાનના ફરાર આરોપી સાખાભાઇએ નંબર પ્લેટ બદલીને મોબાઇલ ફોન આપીને મોકલ્યા હતા અને આ દારુનો જથ્થો ધંધુકા ખાતે આપવા જતા હતા. કારનું સાખાભાઇ પાયલોટિંગ કરતો હતો ત્યારે તમામના મોબાઇલમાં ઝંગી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને લાઇવ લોકેશન મોકલીને ધંધુકા પહોચવાનું કહ્યું હતું. સાખો ચારેયને એક ટ્રીપના રૃા. ૮ હજાર પગાર આપતો હતો. 

Gujarat : અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દિલ્હી ખાતે ૨૫૯ કિલો ચાંદીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો, જેમાં રૃ. ૧૭.૩૧ લાખનું ૧૫ કિલો ચાંદીનું બોક્ષ દિલ્હી એરપોર્ટ પરથી ગુમ થયું હતું. આ  બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ 

એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશન ગ્રૃપમાં નોકરી કરતા આધેડે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે સાત મહિના પહેલા બી.વી.સી લોજીસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ૨૫૯ કિલો ચાંદીના ૧૭ બોક્ષ દિલ્હી ખાતે મોકલવા માટે એર કાર્ગોનું બુંકિંગ લઇ આવી કાર્ગોમાં સ્કાય હાયને આપ્યા બાદ ૧૭ બોક્ષ ચાંદી ટ્રોલીમાં ભરીને અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં લોડ કર્યા હતા.ત્યારબાદ આ ફ્લાઇટ સાંજે દિલ્હી એરપોર્ટ પર પહોચી હતી. ત્યાં એર ઇન્ડિયા કાર્ગો દ્વારા તપાસ કરવામાં આવતા ૧૭ ચાંદીના બોક્ષ પૈકી ૧૬ બોક્ષ જ મળી આવ્યા હતા. તેમાં રૃા. ૧૭.૩૧ લાખની ૧૫ કિલો ચાંદીનું એક બોક્ષ ત્યાં મંળી આવ્યું ન હતું જેથી દિલ્હી એર ઇન્ડિયા તરફથી અમદાવાદ એર ઇન્ડિયા ઓફિસ કાર્ગોમાં મેઇલથી જાણ કરવામાં આવી હતી. જે બાદ લોડ કરનાર કર્મચારીઓ અને એર ઇન્ડિયાના કર્ચારીઓની પૂછપરછ કરતા કોઇને આ અંગે જાણ ન હતી. જેથી સીસીટીવી ચેક કરતા અહીથી ૧૭ બોક્ષ લોડ કરવામાં આવ્યા હતા તે સ્પષ્ટ દેખાતા હતા. જેથી દિલ્હી એરપોર્ટ પરથી કાર્ગોમાંથી સામાન બહાર કાઢતી વખતે ૧૫ કિલો ચાંદીનું બોક્ષ ચોરાયું હોવાની શંકા સેવાઇ રહી છે.

Gujarat : વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી

0

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓનો પગારનો મુદ્દો હલ થતાં આજે તેમની હડતાળ પરત ખેંચાઇ છે.

કોર્પોરેશનના ફાયર બ્રિગેડના ૧૦૦ જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર અનિયમિત થતો હોવાથી અને તેમને કાયમી નહિ કરતા હોવાથી વારંવાર રજૂઆતો કર્યા બાદ તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતું કે,આજે તમામ કર્મચારીઓનો પગાર થઇ ગયો છે.કર્મચારીઓને ફાયર સર્વિસ ઉપરાંત એમ્બ્યુલન્સ અને પાણીની ટાંકી જેવી સેવામાં લાગી જવા કહેવાયું છે.

Rashi : 21 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.


વૃષભ

આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો.


મિથુન

આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.


કર્ક

આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.


સિંહ

આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.


કન્યા

આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.


તુલા

આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.


વૃશ્ચિક

આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.


ધનુ

આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.


મકર

આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.


કુંભ

આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.


મીન

આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.

Gandhinagar : રાજ્યમાં વર્ષ 2024-25માં ટ્રાફિક ભંગના 31.28 લાખ ગુના નોંધાયા, હેલ્મેટ નહીં પહેરનાર 19 લાખ લોકો સામે કાર્યવાહી

ગુજરાતમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેને લઈને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા માર્ગ સલામતી રિપોર્ટમાં વર્ષ 2024-25માં ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નોંધાયેલા ગુનાઓની વિગતો જાહેર કરાઈ હતી. જેમાં 31,28,592 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આવેલ અકસ્માતના બ્લેક સ્પોટ અને તે જગ્યાઓ પર કરવામાં આવેલી કામગીરી અંગેની પણ જાણકારી અપાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં જાહેર કરવામાં આવેલી ટ્રાફિકના ગુનાઓની વિગતોમાં રાજ્યમાં હેલ્મેટ સંબંધી 19 લાખ કરતા વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કારમાં સીટ બેલ્ટ સંબંધી 4.29 લાખ લોકો સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવર સ્પીડ ડ્રાઈવિંગ મુદ્દે 4.11 લાખ, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત 35611 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ અંગે 2.37 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ઓવરલોડ બાબતે વાહનવ્યવહાર વિભાગે 43082 વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. ઈન્શ્યોરન્સ વગરના 24890 વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યભરના 32 બ્લેક સ્પોટ માર્ક કરાયા છે. સૌથી વધુ અકસ્માત ધરાવતા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે માર્ક કરાયા છે. વડોદરાના વરેડિયા અને વેમાંથી વચ્ચે સૌથી વધુ અકસ્માતો થયા છે. 253 જીવલેણ અકસ્માતો નોંધાયા જેમાં 281 મૃત્યુ તથા 78 રાહદારીઓના મૃત્યુ થયા હતાં. વર્ષ 2023 કરતા 2024માં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા 137 જેટલી ઘટી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.

Entertainment : આયેશા ખાનનું નસીબ ખૂલ્યું! ધુરંધરમાં ધૂમ મચાવ્યા બાદ હવે રામ ચરણ સાથે કરશે આઈટમ ડાન્સ!

0

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ હાલમાં તેની આગામી ફિલ્મ પેડ્ડી માટે સમાચારમાં છે. દરમિયાન, અહેવાલો સૂચવે છે કે આયશા ખાનને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે.

બિગ બોસ ફેમ આયેશા ખાની ચર્ચા આજકાલ વધી રહી છે. રણવીર સિંહ અભિનીત ફિલ્મ ધુરંધરના ગીત શરારતથી રાતોરાત સ્ટાર બની ગયેલી આયેશા ખાનને વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. ટીવી પર ધૂમ મચાવ્યા પછી, આયેશા ખાને બોલીવુડમાં ધૂમ મચાવી, અને હવે તે સાઉથ ભારતીય ઈન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવશે.

એક અહેવાલ મુજબ, આયેશા ખાન સાઉથના સુપરસ્ટાર રામ ચરણની આગામી ફિલ્મ, પેડ્ડીમાં એક ખાસ આઇટમ સોંગ કરતી જોવા મળશે. પેડ્ડીમાં આ ખાસ ગીત આયેશા ખાનની કારકિર્દીમાં એક વળાંક સાબિત થઈ શકે છે.

અહેવાલો અનુસાર, પેડ્ડી માટેના આ ખાસ ગીતમાં આયેશા ખાન સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ જોવા મળી શકે છે. એવું કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે આયેશા ખાન એક પછી એક સફળતાની સીડી ચઢી રહી છે. પેડ્ડીમાં રામ ચરણ અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હાલમાં તેની રિલીઝ તારીખને લઈને સમાચારમાં છે. શરૂઆતમાં, એવા અહેવાલો હતા કે આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થશે. જો કે, અહેવાલો અનુસાર, પેડ્ડીની રિલીઝ તારીખ બદલાઈ શકે છે.

કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના કેટલાક સીન ફરીથી શૂટ કરવામાં આવશે. ધુરંધરની સફળતા જોયા પછી, રામ ચરણ તેની ફિલ્મમાં એક્શન સીન પર વધુ કામ કરવા માંગે છે. આયેશા ખાનની વાત કરીએ તો, તે કપિલ શર્માની ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું 2 માં પણ અભિનય કરતી જોવા મળી હતી.

આ ફિલ્મમાં આયેશાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આયેશા ખાન પાસે બીજા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આયેશા ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. આયેશાના ઇન્સ્ટાગ્રામ પર 6.4 મિલિયન ફોલોઅર્સ છે.