Home Blog Page 265

Entertainment : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

0

બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ એ રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગણતરીની કલાકોમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 330 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની આ શાનદાર સફળતાને પગલે રણવીર સિંહ અત્યારે ભારે ઉત્સાહમાં છે અને જીતની ઉજવણી કરી રહ્યો છે. રણવીરની આ ખુશી જોઈને તેના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે.

બીજી તરફ, ફેન્સની નજર રણવીરની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પર ટકેલી હતી. રસપ્રદ વાત એ છે કે દીપિકાએ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ફિલ્મની સફળતા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, તે તાજેતરમાં મુંબઈમાં જાણીતા સિતાર વાદક રિષભ રખીરામ શર્માના મ્યુઝિક કોન્સર્ટમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં દીપિકા તેની નણંદ રિતિકા ભવનાની અને સાસુ અંજુ ભવનાની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી અને મ્યુઝિકનો આનંદ લેતી જોવા મળી હતી.

કોન્સર્ટ દરમિયાન દીપિકાના ચહેરા પર એક અલગ જ રોનક અને ખુશી જોવા મળી હતી. ભલે તેણે ફિલ્મ વિશે જાહેરમાં કશું ન કહ્યું હોય, પરંતુ તેની બોડી લેંગ્વેજ અને આનંદ જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તેને તેના પતિની આ મોટી સફળતા પર ગર્વ છે. રણવીર સિંહની ફિલ્મની આ રફ્તાર જોતા આગામી દિવસોમાં કમાણીના નવા આંકડા સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

National : દેશનું સૌથી સ્માર્ટ એવિએશન હબ આ તારીખથી થશે શરૂ, જાણો 6 મહત્વપૂર્ણ બાબતો

0

નોઈડામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. લગભગ 25 વર્ષ પહેલાં કલ્પના કરાયેલ આ સ્વપ્ન હવે વાસ્તવિકતા બનવાની આરે છે. તેના પ્રથમ તબક્કામાં 1,334 હેક્ટર પર વિકસિત, આ એરપોર્ટ ભવિષ્યમાં 5,100 હેક્ટર સુધી વિસ્તરશે.

નોઈડામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. લગભગ 25 વર્ષ પહેલાં કલ્પના કરાયેલ આ સ્વપ્ન હવે વાસ્તવિકતા બનવાની આરે છે. તેના પ્રથમ તબક્કામાં 1,334 હેક્ટર પર વિકસિત, આ એરપોર્ટ ભવિષ્યમાં 5,100 હેક્ટર સુધી વિસ્તરશે. તેને ફક્ત એક એરપોર્ટ તરીકે જ નહીં પરંતુ વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ એરોસિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

એરપોર્ટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની હાઇ-ટેક ટેકનોલોજી છે. આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી વિમાન ગાઢ ધુમ્મસ, ભારે વરસાદ અથવા ખરાબ હવામાનમાં પણ સુરક્ષિત રીતે ઉતરી શકે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં ધુમ્મસ એક મોટી સમસ્યા છે, પરંતુ 50 મીટર જેવી અત્યંત ઓછી દૃશ્યતામાં પણ ફ્લાઇટ કામગીરી શક્ય બનશે. આ ફ્લાઇટમાં વિલંબ અને રદ કરવાની સમસ્યાને દૂર કરશે.

જેવર એરપોર્ટનો પ્રથમ રનવે 3,900 મીટર લાંબો અને 45 મીટર પહોળો છે, જે તેને મોટા અને ભારે વિમાનોને હેન્ડલ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ બનાવે છે. ભવિષ્યની યોજનાઓ અનુસાર, અહીં કુલ છ રનવે બનાવવામાં આવશે, જે તેને દેશનું સૌથી મોટું અને વ્યસ્ત એર હબ બનાવશે.

આ એરપોર્ટને એક મુખ્ય કાર્ગો હબ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં વાર્ષિક 2.5 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા હશેવિમાન જાળવણી માટે MRO સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ ઉત્તર પ્રદેશને એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાન આપશે અને વેપાર અને નિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ને એરપોર્ટની સુરક્ષા સોંપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આશરે 1,047 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.વધુમાંઉચ્ચતમ આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણોને સુનિશ્ચિત કરતી એરક્રાફ્ટ રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ (ARFF) સુવિધા હશે.

આ મુખ્ય શહેરો માટે ફ્લાઇટ્સ શરૂ થશે
પ્રારંભિક તબક્કામાં, ઇન્ડિગો,અકાસા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી મોટી એરલાઇન્સ અહીંથી કાર્યરત થશે. પ્રથમ તબક્કામાં વારાણસી,લખનૌ, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર, ચેન્નાઈ, પટના, કાનપુર અને શ્રીનગર જેવા શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ઓફર કરવામાં આવશે. શરૂઆતમાં, દરરોજ આશરે 150 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

કનેક્ટિવિટી અને ગ્રીન એરપોર્ટ મોડેલ
જેવર એરપોર્ટ દિલ્હીના IGI એરપોર્ટથી 72 કિમી,નોઇડાથી 52 કિમી અને આગ્રાથી 130 કિમી દૂર આવેલું છે. યમુના એક્સપ્રેસવે દ્વારા સુલભતા સરળતાથી ઉપલબ્ધ છે. ભવિષ્યમાં, તેને મેટ્રો અને રેલ કનેક્ટિવિટી સાથે પણ જોડવામાં આવશે.વધુમાં,તેને સૌર ઉર્જા,વરસાદી પાણીનો સંગ્રહ અને વ્યાપક હરિયાળી સાથે ગ્રીન એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી 28 માર્ચે ઉદ્ઘાટન કરશે
વિકાસ અને પર્યાવરણને સંતુલિત કરવાનું આ અનોખું ઉદાહરણ 28 માર્ચે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કરશે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. આ એરપોર્ટના ઉદઘાટનથી દિલ્હી એરપોર્ટ પરનું દબાણ ઘટશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના લાખો લોકોને સીધો ફાયદો થશે.

Entertainment : કેનેડામાં પણ ‘ધુરંધર’ ઇફેક્ટ! વર્ષો જૂની પરંપરા તૂટી, થિયેટરમાં અપાયો 15 મિનિટનો ઈન્ટરવલ

0

સામાન્ય રીતે વિદેશના સિનેમાઘરોમાં ફિલ્મોની વચ્ચે ઈન્ટરવલ રાખવાની પ્રથા નથી, પરંતુ આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ એ કેનેડામાં આ પરંપરા તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. કેનેડાના સિનેપ્લેક્સ થિયેટરોમાં કદાચ પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ માટે 15 મિનિટનો સ્પેશિયલ ઈન્ટરવલ બ્રેક રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેનેડાના એક યુઝરે આ અંગેનો વીડિયો શેર કરીને જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં તેણે ક્યારેય ત્યાંના થિયેટરોમાં આ પ્રકારનો બ્રેક જોયો નથી. ફિલ્મનો રન-ટાઈમ લગભગ 4 કલાકનો હોવાથી પ્રેક્ષકોની માંગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ‘ધુરંધર 2 ઇફેક્ટ’ તરીકે વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયો વાઇરલ થતા જ ભારતીય યુઝર્સમાં પણ આશ્ચર્ય અને ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક લોકો આ બદલાવથી હેરાન છે, તો કેટલાક કેનેડામાં રહેતા ભારતીયોએ જણાવ્યું કે અગાઉ ‘પુષ્પા 2’ અને ‘કાંતારા’ જેવી ફિલ્મો વખતે પણ આવા બ્રેક આપવામાં આવ્યા હતા. જોકે, ‘ધુરંધર’ના પહેલા ભાગ વખતે પણ લોકોએ બ્રેકની માંગ કરી હતી, જે આ વખતે પૂરી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ‘ધુરંધર 2’ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 2 દિવસમાં જ વર્લ્ડવાઈડ આશરે 330 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે તે જોતા ટૂંક સમયમાં તે 1000 કરોડનો આંકડો વટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ફિલ્મના ક્રેઝને જોતા ચાહકો હવે એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ ફિલ્મ 2000 કરોડની ક્લબમાં સામેલ થઈને નવો રેકોર્ડ બનાવશે.

National : મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો

0

ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષકોમાં મુખ્ય ચહેરો ગણાતા સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબાની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગૌતસ્કરોનો પીછો કરી રહેલા બાબાને ટ્રક નીચે કચડી નાખવાની ઘટના સામે આવતા શુક્રવારે વહેલી સવારે સેંકડો ગૌરક્ષકો અને સ્થાનિકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે કોસીકલાં વિસ્તારના નવીપુર ગામ પાસે ફરસાવાળા બાબા પોતાની બાઈક પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન ગૌતસ્કરોએ તેમની ગાડી બાબાની બાઈક પર ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બાબાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટના બાદ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

બાબાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં ગૌરક્ષકો છાતા પાસે દિલ્હી-આગ્રા હાઈવે પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ હાઈવે જામ કરી દીધો હતો, જેના કારણે કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ ફરાર ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને ગૌતસ્કરી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબા બ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા આંદોલનનો ખૂબ જ જાણીતો ચહેરો હતા. તેઓ હંમેશા ગૌરક્ષા માટે સક્રિય રહેતા અને આ વિસ્તારમાં ગૌતસ્કરી રોકવા માટે જાણીતા હતા. તેમની હત્યાથી ભક્તો અને ગૌરક્ષકોમાં ભારે શોકની લાગણી જન્મી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પ્રશાસન દ્વારા હાઈવે પરથી જામ હટાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

Botad : બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા

0

બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં શુક્રવારે (21મી માર્ચ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા છે.

મળતી માહિતી અનુસાર, ફટાકડા ફેક્ટરીના જે રૂમમાં વિસ્ફોટક કાચો માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, ફેક્ટરીના શેડના પતરા લગભગ 100 મીટર દૂર ખેતરોમાં જઈ પડ્યા હતા. બ્લાસ્ટને કારણે ઈજાગ્રસ્તોના શરીરના અંગો પણ દૂર સુધી ફેંકાઈ ગયા હતા. આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો.

આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ આગની લપેટમાં આવ્યા હતા. વિસ્ફોટમાં શ્રમિક હાર્દિક સોલંકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ફેક્ટરીના માલિક ભુપત વ્યાસ ગંભીર રીતે દાઝી જતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે અને શ્રમિક જયદિપ સાથળા ગંભીર ઈજાઓ પહોંચતા બોટાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને બરવાળા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ ડિવાયએસપી (DySP) અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પહોંચ્યા હતા.

World : કેનેડામાં ‘ભાંગફોડ’ની પ્રવૃત્તિઓમાં ભારતનો હાથ નથી : કેનેડિયન પોલીસ

0

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના કમિશનર માઇક ડૂહમે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે ઉપલબ્ધ વર્તમાન માહિતી અનુસાર કેનેડામાં હવે એવી કોઇ ગુપ્ત કે આંતરરાષ્ટ્રીય દમનકારી પ્રવૃત્તિઓ ચાલી રહી નથી જેના તાર ભારત સરકાર સાથે જોડાયેલા હોય.

એક ઇન્ટરવ્યુમાં ડૂહમે જણાવ્યું હતું કે પોલીસની પાસે આંતરરાષ્ટ્રીય દમનથી જોડાયેલ જે પણ ફાઇલ અને તપાસ હાલમાં ઉપલબ્ધ છે તેમાં કોઇ પણ વિદેશી સંસ્થાની સંડોવણી નથી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિદેશી હસ્તક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય દમન પર અમારી પાસે જે ડેટા છે તેમાં એવા લોકો છે જે બીજાને ડરાવે છે, ધમકાવે છે અથવા હેરાન કરે છે પણ આ પ્રવૃત્તિઓના તાર કોઇ પણ વિદેશી સંસ્થા સાથે જોડાયેલા નથી.

અગાઉનાં અધિકારીની ટિપ્પણી અંગે ડૂહમે જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે તે અધિકારી પાસે માહિતી ક્યાંથી આવી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ૨૦૨૪માં આપવામાં આવેલા તેમના અગાઉનાં નિવેદન તે સમયે ચાલી રહેલી ગુનાહિત તપાસ પર આધારિત હતાં. 

ડૂહમે જણાવ્યું હતું કે તે સમયે તે વિશેષ ફાઇલમાં મેં જણાવ્યું હતું કે ભારત સરકારનાં એજન્ટ અથવા પ્રોક્સી સામેલ હતાં. જો કે આંતરરાષ્ટ્રીય દમનનાં કેસોમાં અનેક વખત કોઇ વિશેષ વિદેશી સંસ્થાની સાથે સીધો સંબધ સ્થાપિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. 

ડૂહમનું આ નિવેદન ભારત અને કેનેડાની વચ્ચે વર્ષો સુધી ચાલેલ કૂટનીતિક તંગદિલી પછી આવ્યું છે. ૨૦૨૩માં તત્કાલીન કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ મૂક્યો હતો કે કેનેડિયન શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનાં એજન્સ સામેલ હતાં. જો કે ભારતે આ દાવાઓને ફગાવી દીધા હતાં. 

ત્યારબાદ ૨૦૨૪માં કેનેડિયન પોલીસ (આરસીએમપી)એ આરોપ મૂક્યો હતો કે કેનેડામાં રાજદ્વારી હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. જેના પરિણામે કેનેડાએ હાઇ કમિશનર સહિત ૬ ભારતીય રાજદ્વારીઓને કાઢી મૂક્યા હતાં. તેના જવાબમાં ભારતે પણ ૬ કેનેડિયન રાજદ્વારીઓને કાઢી મૂક્યા હતાં.

Gujarat : માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ

0

મોસમનાં પૂર્વાનુમાન મુજબ આજે તો કમોસમી વરસાદનું જોર ઘટતાં આંશિક રાહત વ્યાપી છે પરંતુ રવી પાકની કાપણીના સમયે જ ગઈકાલે ઠેર-ઠેર પડી ગયેલા કમોસમી વરસાદને લીધે રવી પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે માવઠું થતા ઘઉં ઢળી ગયા છે તો જીરૂ અને ધાણામાં રોગ આવવાની સંભાવના છે. આ ઉપરાંત, કેસર કેરીના પાકમાં પણ એક તો આ વખતે આવરણ ઓછું અને મોડું છે તેમાં હવામાન પલટો થતાં આંબાવડીયું ધરાવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. 

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સારૂ એવું કેરીનું ઉત્પાદન થાય છે. પવન સાથે કમોસમી વરસાદ વરસી જતાં જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં આંબે તૈયાર થતા કેરીના પાકને નુકસાન થયું છે. હાલ સૌરાષ્ટ્રમાં રવી પાકની કાપણીની સિઝન ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં કાપણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ 40 ટકાથી વધુ વિસ્તારમાં ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતનો રવી પાક હાલ તૈયાર થઈ ખેતરમાં ઉભો છે. થોડા દિવસોમાં તેની કાપણી શરૂ થનાર હતી પરંતુ ભારે પવન સાથે કમોસમી વરસાદ નડી ગયો છે. આ અંગે કૃષિ નિષ્ણાતે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ સાથે પવન હતો તેથી તૈયાર થઈ ગયેલા ઘઉં ઢળી પડયા છે, જેના પર વરસાદ પડતાં પાકી ગયેલા દાણા ઉગવા લાગશે.ચણા અને જીરૂમાં  ફૂગ સહિતનો રોગચાળો આવવાની સંભાવના છે.

Gandhinagar : કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત

  કલોલમાં ઓટો હાઉસ નામની ઓઇલની દુકાનમાં આગ લાગી હતી મોડી રાત્રે બે વાગે આગ લાગી હતી જે આઠ કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી  શકાયો હતો રહેણાંક વિસ્તારમાં આવેલ દુકાનમાં આગ લાગતા આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ દુકાનના માલિક દ્વારા રહેણાંક વિસ્તારના અન્ય મકાનમાં ઓઇલનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની માહિતીના આધારે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને રૃપિયા ૧૧ લાખ ઉપરાંત નો ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના ઓટો હાઉસ નામની દુકાનમાં આગ લાગી હતી  આટો હાઉસ નામની દુકાનમાં ઓઇલ નો હોલસેલ નો વેપાર કરવામાં આવતો હતો અહીં મોટી સંખ્યામાં ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેમાં રાત્રે ૨ વાગે આગ લાગી હતી જેનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા રાત્રે ૨.૦૦ વાગે લાગેલી આગ સવારે ૮.૦૦ વાગે કાબુમાં આવી હતી અને આગને કાબુમાં કરવા માટે દુકાને તોડી પાડવામાં આવી હતી ત્યારે આ દુકાન માલિક દ્વારા તેનો ઓઇલનો અન્ય જથ્થો રહેણાંક વિસ્તારના મકાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મામલતદાર કચેરીને મળી હતી તેના આધારે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી રહેણાંક વિસ્તારના મકાનમાં ઓઇલ નો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી ફરીથી કોઈ આગની ઘટના ન બને તે માટે મામલતદાર કચેરીની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં છુપાવવામાં આવેલો ઓઇલ નો જથ્થો કે જેની કિંમત ૧૧ લાખ ઉપરાંત થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જથ્થો સરદારબાગ સામે આવેલા સરકારી ગોડાઉનમાં સલામત ખસેડવામાં આવ્યો હતો.

World : ઇરાનમાં સાઉથ પાર્સ પર હુમલો અમેરિકા-ઇઝરાયેલમાં તડા પડયા

0

ઇરાન પરના હુમલાને લઈને અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના મતભેદો પહેલી વખત સામે આવ્યા છે. ઇઝરાયેલે ઇરાનના સાઉથ પાર્સ પર હુમલો કર્યો  તેની સામે અમેરિકાએ નારાજગી જાહેર કરી છે અને બીજા આવા હુમલા ન કરવા જણાવ્યું છે. 

ટ્રમ્પનું કહેવું છે કે આપણે ફક્ત ઇરાનના કટ્ટરવાદીઓને જ ઉખેડી નાખવાના છે. સાઉથ પાર્સ ઇરાનની જીવાદોરી છે. આપણે યુદ્ધ પછીની ઇરાનની સ્થિતિઓનો વિચાર કરવાનો છે. ઇરાનના ઇકોનોમીનો મોટાભાગનો મદ્દાર સાઉથ પાર્સના ઓઇલફિલ્ડ પર છે. તેથી જો તેને ખતમ કરવામાં આવે તો ઇરાનનો આર્થિક આધાર જ હચમચી જાય તેમ છે. તેની સામે ઇઝરાયેલના એક અધિકારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇરાન પરના બધા હુમલા અંગે અમેરિકાને જાણ કરેલી જ હોય છે. તેથી અમેરિકન પ્રમુખ પણ આ હુમલા અંગે જાણતા જ હતા. આમ સાઉથ પાર્સ અંગે ટ્રમ્પ અને નેતન્યાહુના જુદાં-જુદાં નિવેદનોના કારણે બંને વચ્ચે જાણે તડા પડયા હોય તેમ લાગે છે. અમેરિકન ઇન્ટેલિજન્સનું કહેવું છે કે ઇરાનમાં અમેરિકાના હુમલા પાછળના કારણો અને આધાર જુદા છે. અમેરિકાનો હેતુ ફક્ત ઇરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતા જ ખતમ કરવાનો છે. જ્યારે ઇઝરાયેલ આ હેતુથી આગળ વધીને ઇરાનના કટ્ટરવાદી શાસનને પણ ખતમ કરવા માંગે છે. આની અસર આગામી દિવસોમાં અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પરના ઓપરેશન પર પડી શકે છે.

Business : सोना खरीदने वालों के लिए बड़ी खबर! कीमत में भारी गिरावट की उम्मीद, क्या 1.27 लाख तक चला जाएगा भाव?

अमेरिकी डॉलर के मजबूत होने और कच्चे तेल की बढ़ती कीमतों की वजह से महंगाई का डर अब लोगों को सताने लगा है. यही वजह है कि सोने की कीमत में पिछले हफ्ते गिरावट देखने को मिली थी. ईरान पर जब जंग की शुरुआत हुई थी, तब सोना 1,60,000 रुपये के आसपास था. हालांकि, MCX पर सोने के भाव को पिछले हफ्ते बड़ा झटका लगा है. इस दौरान सोना 1,44,825 रुपये प्रति 10 ग्राम पर बंद हुआ, जबकि COMEX पर सोने का भाव 4,574.90 डॉलर प्रति ट्रॉय औंस पर बंद हुआ.

मार्केट एक्सपर्ट्स का कहना है, आज सोने का भाव एक जटिल मैक्रो माहौल से गुजर रहा है, जिसमें भू-राजनीतिक तनाव और मौद्रिक सख्ती की उम्मीदें विपरीत दिशाओं में खींच रही हैं.उनका कहना है सोने में गिरावट का दौर जारी रह सकता है. इसी के साथ भारत में सोने का भाव 1,27,000 प्रति 10 ग्राम और अंतरराष्ट्रीय बाजार में 4,250 डॉलर प्रति औंस तक पहुंच सकता है.

सोने की कीमत गिरने की वजहें
SS WealthStreet की फाउंडर सुगंधा सचदेवा ने कहा कि पश्चिम एशिया में बढ़ता टकराव—खास तौर पर ईरान के साउथ पार्स गैस फील्ड पर इजरायली हमले और प्रमुख खाड़ी देशों में ऊर्जा इंफ्रास्ट्रक्चर पर ईरान के जवाबी हमले—ने वैश्विक ऊर्जा जोखिम को काफी बढ़ा दिया है. इससे कच्चे तेल की कीमतों में तेजी से उछाल आया है, जिससे दुनिया भर में ईंधन और लॉजिस्टिक्स की बढ़ती लागत के कारण आयातित महंगाई की चिंताएं बढ़ गई हैं. सुगंधा सचदेवा आगे कहती हैं, मजबूत अमेरिकी डॉलर, ऊंची बॉन्ड यील्ड, कच्चे तेल की बढ़ती कीमतों से पैदा लगातार महंगाई की चिंताएं और अमेरिकी फेड द्वारा ब्याज दरों में बड़ी कटौती की कम होती उम्मीदों के बीच सोने की कीमतें नजदीकी भविष्य में दबाव में रह सकती हैं.
अगर अमेरिका में महंगाई कम नहीं होती है, तो इसे काबू में करने के लिए फेडरल रिजर्व ब्याज दरें बढ़ा देगा ताकि लोग खर्च कम करे. ब्याज दरें ऊंची रहेंगी, तो लोग खर्च कम करेंगे. ऊंची ब्याज दरों से डॉलर मजबूत होता है, डॉलर की वैल्यू बढ़ जाएगी क्योंकि दुनियाभर के निवेशक डॉलर में अपना पैसा लगाने लगेंगे. चूंकि अंतर्राष्ट्रीय बाजारों सोने का कारोबार डॉलर में होता है इसलिए डॉलर मजबूत होने से सोना सस्ता हो जाएगा.
अगर अमेरिका में महंगाई कम नहीं होती है, तो इसे काबू में करने के लिए फेडरल रिजर्व ब्याज दरें बढ़ा देगा ताकि लोग खर्च कम करे. ब्याज दरें ऊंची रहेंगी, तो लोग खर्च कम करेंगे. ऊंची ब्याज दरों से डॉलर मजबूत होता है, डॉलर की वैल्यू बढ़ जाएगी क्योंकि दुनियाभर के निवेशक डॉलर में अपना पैसा लगाने लगेंगे. चूंकि अंतर्राष्ट्रीय बाजारों सोने का कारोबार डॉलर में होता है इसलिए डॉलर मजबूत होने से सोना सस्ता हो जाएगा.
SEBI-रजिस्टर्ड मार्केट एक्सपर्ट अनुज गुप्ता ने कहा कि अमेरिका-ईरान युद्ध जारी होने के बावजूद आज सोने के रेट स्थिर या नीचे हैं. इसकी वजह यह है कि मार्केट को लग रहा है कि दुनिया भर के सेंट्रल बैंकों के सामने महंगाई की चुनौती आ सकती है. उन्होंने कहा कि कच्चे तेल की बढ़ती कीमतों से दुनिया भर में महंगाई बढ़ने की उम्मीद है और ऐसे में सेंट्रल बैंकों के पास ब्याज दरें बढ़ाने या उन्हें स्थिर रखने के अलावा कोई और चारा नहीं होगा. यह पिछले हफ्ते साफ दिखा जब US फेडरल रिजर्व, बैंक ऑफ जापान, बैंक ऑफ कनाडा और बैंक ऑफ इंग्लैंड ने ब्याज दरों को लेकर सतर्क या सख्त रवैया अपनाने के संकेत दिए.
अमूमन सोने की कीमतें जब 1.50 लाख के पार पहुंच जाती हैं, तो निवेशक अपना मुनाफा निकालने के लिए भारी मात्रा में सोना बेचने लगते हैं, जिससे बाजार में अचानक से सोने की सप्लाई काफी बढ़ जाती है. ऐसे में भाव नीचे आने लगते हैं.
दुनिया में चीन और भारत सोने के सबसे बड़े खरीदार हैं. कीमतें ऊंची रहेंगी, तो डिमांड में कमी आएगी. ऐसे में कीमतों पर सीधा असर पड़ेगा.
सोने की कितनी रहेंगी कीमतें?
बाजार पर मंदी का दबाव जारी रहने की उम्मीद जताते हुए LKP सिक्योरिटीज में रिसर्च (कमोडिटी और करेंसी) के VP जतीन त्रिवेदी ने कहा, ”बाजार का माहौल अभी भी कमजोर बना हुआ है क्योंकि मुख्य मैक्रो संकेत अभी भी अनुकूल नहीं हैं. उम्मीद है कि ब्याज दरें ऊंची बनी रहेंगी, जबकि चल रहे भू-राजनीतिक तनाव के कारण कच्चे तेल की कीमतें मजबूत बनी हुई हैं, जिससे महंगाई की चिंताएं बनी हुई हैं और सोने की कीमतों में बढ़त सीमित हो रही है. कुल मिलाकर, सोने में उतार-चढ़ाव बना रहने के साथ-साथ इसके कमजोर रहने की संभावना है. निकट भविष्य में इसकी ट्रेडिंग रेंज 1,40,000 से 1,47,000 के बीच रहने का अनुमान है.”

SS WealthStreet की सुगंधा सचदेवा ने कहा कि आज MCX पर सोने की कीमत 1,70,000 रुपये प्रति 10 ग्राम के पास मजबूत रेसिस्टेंस का सामना कर रही है, जबकि 1,65,000 एक अहम नजदीकी-अवधि का आधार (pivot) बना हुआ है. जब तक कीमतें इन स्तरों से नीचे रहेंगी, तब तक रुझान में सुधार (corrective) बने रहने की संभावना है और कीमतें गिरकर 1,35,000 और 1,27,000 रुपये प्रति 10 ग्राम तक जा सकती हैं.