Home Blog Page 284

Baroda : વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિદ્યાર્થીઓનું શું થશે

0

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે અંબિકા ફ્લેટ્સ કોમ્પ્લેક્સની બે માળની લોબી ધારાશાહી થતા 30 પરિવારો રાતોરાત ઘરબાર વગરના થઈ ગયા છે. એમાં પણ સૌથી વધુ કપરી સ્થિતી વિદ્યાર્થીઓની થઈ છે. ફાયર બ્રિગેડ આવી જતા તમામનો બચાવ થયો હતો. હવે આ પરિવારોનું ભવિષ્ય શું છે તે તેમને પણ સમજાતું નથી. સરકાર માઈ-બાપ બને તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં સોમા તળાવ નજીક આવેલા અંબિકા ફ્લેટ્સ નામના કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં ધડાકાભેર ત્રીજા અને બીજા માળની લોબી તૂટી પડતા અનેક લોકો ફસાયા હતા. જ્યારે પહેલા માળના રહીશો બહાર નીકળી આવ્યા હતા. એપાર્ટમેન્ટની નીચે દુકાનો, ટ્યુશન ક્લાસ તેમજ 30 જેટલા પરિવારો રહે છે. લોબી તૂટવાથી કેટલાક વાહનો દબાઈ ગયા હતા જ્યારે એક મહિલા નીચે પટકાઈ હતી. જો દિવસે આ બનાવ બન્યો હોત તો બહુ મોટી જાનહાની થઈ હોત.

ઉપરોક્ત બનાવવા પરિવારોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થિતિ એવી હતી કે ચંપલ પણ લઈ શકાય તેવો સમય ન હતો. સામાન રસોઈ કિંમતી ચીજ વસ્તુઓ છોડીને પરિવારજનો જીવ બચાવીને નીચે આવ્યા હતા. સૌથી વધુ ખરાબ હાલત વિદ્યાર્થીઓની થઈ છે. તેઓ પરીક્ષાના સમયમાં પુસ્તકો પણ લેવા રોકાઈ શક્યા ન હતા. રસ્તા પર આવી ગયેલા પરિવારોને નજીકના મંદિરમાં આશરો લેવો પડ્યો છે.

મંદિરમાં રોકાયેલા પરિવારજનો માટે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા સવારે ચા નાસ્તો અને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓની આંખમાંથી આંસુ રોકાતા નથી. એવું કહી રહી છે કે અમે સામાન્ય વર્ગના માણસો છીએ. અમારી પાસે આવક કે બીજી કોઈ મિલકત નથી. હાથ લંબાવી શકાય તેવી પણ અમારી હાલત નથી અને સરકાર સિવાય હવે કોઈ આશરો રહ્યો નથી.

Business : સોના ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણી લો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

ભૂરાજકીય તણાવના સમયમાં કિંમતી ધાતુઓ સામાન્ય રીતે સલામત સંપત્તિ તરીકે કામ કરે છે. પરિણામે, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાએ રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા.

વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધ દરમિયાન સોનાના ભાવમાં સામાન્ય રીતે વધારો થાય છે, પરંતુ ગયા સોમવારે ભાવ ઘટાડાથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા હતા. સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવ્યા કરે છે. ક્યારેક વધે તો ક્યારેક ઘટે છે. ત્યારે 17 માર્ચના રોજ શું ફેરફાર આવ્યો છે તે વિશે જાણીએ.

અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેના ભાવ ઘટ્યા હતા. ગઈકાલે, સોનાના ભાવ ₹2,690-₹2,900 પ્રતિ 10 ગ્રામ ઘટ્યા હતા. MCX પર સોનામાં પણ 1.83%નો ઘટાડો થયો હતો, જે ₹1,55,566 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીમાં સોના કરતાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે, તેની કિંમત ₹4,232-₹5,000 પ્રતિ કિલો ઘટી હતી. ચાંદીમાં દિવસે આશરે 2.11%નો ઘટાડો થયો હતો, જે ₹2.53-₹2.55 લાખ પ્રતિ કિલોની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સોના અને ચાંદી બંને નીચા સ્તરે શરૂ થયા હતા અને સમગ્ર ટ્રેડિંગ સત્ર દરમિયાન દબાણ હેઠળ રહેવાની શક્યતા છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,58,670 1,45,450
વડોદરા 1,58,670

1,45,450
રાજકોટ 1,58,670 1,45,450
સુરત 1,58,670 1,45,450
મુંબઈ 1,58,620 1,45,400
દિલ્હી 1,58,770 1,45,550

ભારતીય પરંપરાઓ અને લાગણીઓ સાથે જોડાયેલ

ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.

ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.

Weather Update : હિમાચલમાં આફતની હિમવર્ષા, 10 જિલ્લામાં એલર્ટ

0

રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલી બરફે રસ્તાઓને જાડા બરફના પડથી ઢાંકી દીધા છે, જેના કારણે અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને રોહતાગ પાસ, મનાલી અને સીમલા જેવા પ્રવાસન સ્થળોએ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

પ્રવાસીઓ આ હવામાનનો આનંદ માણવા આવ્યા હતા, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. અનેક સ્થળોએ પ્રવાસીઓ પોતાની કારોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. હિમવર્ષાને કારણે રસ્તાઓ ભીના થઇ ગયા છે અને ચીકાશ વધી ગઈ છે અને અનેક વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રશાસન અને પોલીસની ટીમો રાહત કામગીરીમાં લાગી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે. ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી વસ્તુઓ પહેલેથી જ એકત્રિત રાખવાની સૂચના આપવામાં આવી છે.

હિમવર્ષાના કારણે વીજ પુરવઠો અને સંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ઘણા વિસ્તારોમાં વીજળી બંધ થવાના સમાચાર મળ્યા છે, જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રશાસને રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ હવામાનની માહિતી મેળવીને જ મુસાફરી કરે. હાલ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ સુંદર ખીણોને સફેદ ચાદરથી ઢાંકી દીધી છે, પરંતુ સાથે સાથે આ પરિસ્થિતિ આફત રૂપે પણ સામે આવી છે.

Entertainment : 10 વર્ષ બાદ આ TV એક્ટ્રેસના ઘરે બંધાશે પારણું! આખો પરિવાર ખુશખુશાલ

0

ટીવી ઈન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ફરી એકવાર લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના 10 વર્ષ બાદ આ દંપતી તેમના પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યું .

ટીવી ઈન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ફરી એકવાર લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના 10 વર્ષ બાદ આ દંપતી તેમના પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે. જોકે, દિવ્યાંકા કે વિવેકે હજુ સુધી સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારમાં અત્યારથી જ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક ખાનગી ‘બેબી શાવર’ (સીમંત) પ્રસંગનું આયોજન કરવામાં આવી શકે છે. આ ફંક્શનમાં માત્ર નજીકના સંબંધીઓ અને અંગત મિત્રો જ હાજર રહેશે. દંપતિના નજીકના લોકો આ નવા અધ્યાયને લઈને અત્યંત ઉત્સાહિત છે. દિવ્યાંકા અને વિવેક હંમેશા તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે, તેથી ચાહકો આતુરતાથી તેમની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

દિવ્યાંકા અને વિવેકની મુલાકાત પ્રખ્યાત શો “યે હૈ મોહબ્બતેં” ના સેટ પર થઈ હતી. મિત્રતામાંથી શરૂ થયેલો આ સંબંધ 8 જુલાઈ, 2016 ના રોજ લગ્નમાં પરિણમ્યો હતો. ભોપાલમાં થયેલા તેમના ભવ્ય લગ્ન તે સમયે ટીવી ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યા હતા. છેલ્લા એક દાયકાથી આ જોડી પોતાની શાનદાર કેમેસ્ટ્રી અને વાયરલ રીલ્સ દ્વારા ચાહકોનું મનોરંજન કરી રહી છે.

ભૂતકાળમાં પણ ઘણી વખત દિવ્યાંકાની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. જોકે, આ વખતે સમાચારની ગંભીરતા જોતા ચાહકોને આશા છે કે આ વાત સત્ય હશે. દિવ્યાંકા છેલ્લે ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી અને હાલમાં તે નાના પડદાથી દૂર છે, જે આ અટકળોને વધુ વેગ આપી રહ્યું છે.

Ahmedabad : પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- ‘તું મરી જાય તો સારું’: અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત 4 સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ ઘટના અંગે રાણીપમાં રહેતા 45 વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ સમીરભાઈ, 17 વર્ષના દીકરા આરવ અને 5 વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમના દીકરા આરવે સતત માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો.

હેતલબેનના પતિ સમીરભાઈ વારંવાર દારૂ પી આવીને પત્ની અને દીકરાને મારઝૂડ કરતા હતા. આ બાબતે જ્યારે દીકરો આરવ તેના દાદા-દાદી અને ફોઈને જાણ કરતો, ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો. એક વખત તો પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા હતા, જેના કારણે આરવ સતત ડર અને ટેન્શનમાં રહેતો હતો.

આ ઘટના પહેલાં, ગત નવમી માર્ચે હેતલબેન તેમની દીકરી સાથે નરોડા ખાતે બહેનના ઘરે ગયા હતા, જ્યારે આરવ ટ્યુશનને કારણે રાણીપના ઘરે એકલો રહ્યો હતો. 11મી માર્ચે સવારે આરવે માતાને ફોન કરીને જણાવ્યું કે તે રાત્રે અભ્યાસ કરીને થાક્યો હોવાથી સુઈ રહ્યો છે. બપોરે ફોન ન ઉઠાવતા પાડોશીઓને જાણ કરવામાં આવી. પાડોશીઓએ બારી ખોલીને જોતા આરવ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન બેડ નીચેથી મળી આવેલી સુસાઇડ નોટમાં આરવે સ્પષ્ટ લખ્યું હતું કે, ‘મારા પિતા, દાદા, દાદી અને ફોઈના સતત માનસિક ત્રાસથી કંટાળી ગયો છું, આ કારણે આકરો પગલું ભર્યું છે.’ હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Patan : ફાર્મ હાઉસ પર 20 શખ્સોનો હુમલો, પોલીસને જ જીવ બચાવી ભાગવું પડ્યું

0

પાટણમાં ફાર્મ હાઉસ પર 20 લોકોનો હિંસક હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે એક ફાર્મ હાઉસ પર 20 થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.

મળતી માહિતી મુજબ, પાટણના એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે 20 થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું. આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું. ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી, ત્યારે અસામાજિક તત્વો ડરવાને બદલે પોલીસ સામે જ થઈ ગયા હતા.

અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એવો પ્રતિકાર કર્યો કે પોલીસ જવાનોને પોતાની સુરક્ષા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. લુખ્ખાઓના મનમાં કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી. પોલીસને ભગાડવાની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું?આ ઘટનાને પગલે પાટણ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Surendranagar : સાયલાના નોલી અને લાખાવાડમાં 1.30 કરોડની વીજ ચોરી ઝડપાઈ

0

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અને જી.યુ.વી.એન.એલ.ની સંયુક્ત ટીમોએ નોલી અને લાખાવાડ ગામમાં આકસ્મિક દરોડા પાડયા હતા.

એસ.પી., ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ૧૧૮ ટીમો અને ૨૦૦ જેટલા પોલીસ જવાનોનોએ આશરે ૭૦૦ ઘરોમાં કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન ૧૪૭ ઘરોમાં વીજ ચોરી ઝડપાતા તંત્રએ અંદાજે રૃ.૧.૩૦ કરોડનો મસમોટો દંડ ફટકાર્યો છે. ગેરકાયદેસર કનેક્શનો કાપીને મીટરો જપ્ત કરવાની કડક કાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશનથી સાયલા તાલુકામાં વીજ લોસ ઘટવાની અને અસામાજિક તત્વો પર લગામ કસાવાની આશા છે.

તપાસ દરમિયાન નોલી ગામમાં એક બંધ મકાનના તાળા તોડીને રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતે ધજાળા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષકે સ્પષ્ટતા કરી હતી કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. વીજ ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી હોવાથી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને તપાસને ભટકાવવા માટે આવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Surendranagar : ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય

0

ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે. વીજ પોલ પર મૂકાયેલ આ ટ્રાન્સફોર્મરની સુરક્ષા ગ્રીલ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી શાળાએ આવતા-જતા સેંકડો નાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે.

સ્કૂલ સંચાલકો દ્વારા સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં માર્ચ એન્ડિંગના કારણે વીજ કંપનીનો સ્ટાફ માત્ર બિલની ઉઘરાણીમાં વ્યસ્ત હોવાથી જનતાની સલામતીના પ્રશ્નો વિસરાયા હોય તેવું લાગી રહ્યું છે.

ખુલ્લા વાયરો અને જર્જરિત ગ્રીલને કારણે વાલીઓમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે જો સમયસર આ ટ્રાન્સફોર્મરની આસપાસ મજબૂત સુરક્ષા કવચ ઊભું કરવામાં નહીં આવે, તો કોઈ નિર્દોષ બાળક વીજ કરંટનો શિકાર બની શકે છે. રસ્તા પર જ આવેલા આ જોખમી ટ્રાન્સફોર્મરને લઈ વાલીઓએ પીજીવીસીએલ વિભાગ પાસે તાત્કાલિક રિપેરિંગની માંગ કરી છે. તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર જાગે અને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરે તે અનિવાર્ય બન્યું છે.

Bollywood : રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં

0

‘પંચાયત’ વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણનો રોલ ભજવવાનો હોવાનું કહેવાય છે.

એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે.

ફૈઝલે પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. જોકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે,’રામાયણ’ ફિલ્મમાં નવા-નવા કલાકારોની એન્ટ્રીની જાણકારી આવ્યા કરે છે. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Vadodara : જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ

0

વડોદરા નજીક રણુમાં આવેલી એક મલ્ટી નેશનલ કંપનીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મેનેજરે કંપનીમાં ફરજ બજાવતી મહિલા અધિકારીની જાતીય સતામણી કરતા આ મામલો ઇન્ડસ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો છે. કંપની દ્વારા રચયેલી સમિતિએ આસિસ્ટન્ટ મેનેજરને બરતરફ કરી બે લાખનો દંડ ફટકારતા તેની સામે આસિ.મેનેજરે અદાલતમાં દાદ માગી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ સમિતિના એહેવાલને રદ કરી આંતરિક સમિતિની પુનઃરચના કરવાનો આદેશ કરતા હવે આ બનાવની પુનઃ તપાસ હાથ ધરાશે.

કેસની વિગત એવી છે કે, મહિલા અધિકારીએ જે ફરિયાદ કરી હતી તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આસિસ્ટન્ટ મેનેજરે મહિલાના ડેસ્ક પાછળ બેસીને તેના કાન પાછળના તલ અને કાનની બુટ્ટી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. કંપનીની મુંબઈ સ્થિત આંતરિક સમિતિએ તપાસના અંતે આસિ.મેનેજરને દોષિત ઠેરવી નોકરીમાંથી બરતરફ કર્યા હતા અને બે લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ આદેશ વિરુદ્ધ આસિસ્ટન્ટ મેનેજરે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં અપીલ કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ પ્રોફેશનલ હરીફાઈના કારણે કરવામાં આવી હતી. વધુમાં, સમિતિની રચનામાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) એક્ટની કલમનું ઉલ્લંઘન થયું હતું, કારણ કે તેમાં કોઈ બાહ્ય સ્વતંત્ર સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને તપાસ દરમિયાન સાક્ષીઓની ઉલટતપાસ કરવાની તક પણ આપવામાં આવી ન હતી.

સામ પક્ષે કંપનીએ બચાવ કર્યો હતો કે જાતીય સતામણીના કિસ્સામાં ઝીણવટભરી તપાસ જરૃરી છે અને અરજદારે પોતે જ સાક્ષીઓની ઉલટતપાસનો ઇનકાર કર્યો હતો. કંપનીએ દલીલ કરી હતી કે આવા ગંભીર કિસ્સામાં કડક સજા અનિવાર્ય છે જેથી કાર્યસ્થળ પર શિસ્ત જળવાઈ રહે. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે તપાસની કાર્યવાહીમાં પારદશતાનો અભાવ જણાય છે.પોશ એક્ટ મુજબ જે કંપનીના વિવિધ શહેરોમાં એકમો હોય, તેમણે દરેક એકમ માટે અલગ આંતરિક સમિતિ બનાવવી જોઈએ. વડોદરા સ્થિત એકમ માટે મુંબઈની સમિતિએ તપાસ કરવી તે કાયદાકીય રીતે અયોગ્ય છે.

આ ઉપરાંત, સ્વતંત્ર બાહ્ય સભ્ય વગરની સમિતિનું બંધારણ ગેરકાયદેસર ઠરે છે. અંતે, કોર્ટે કંપનીની આંતરિક સમિતિનો અહેવાલ અને બરતરફીનો આદેશ રદ કર્યો હતો. કોર્ટે આદેશ આપ્યો છે કે કંપનીએ રણું પ્લાન્ટ ખાતે નિયમ મુજબ નવી આંતરિક સમિતિની રચના કરવી અને કાયદાના દાયરામાં રહીને નવેસરથી આ કેસની તપાસ હાથ ધરવી.

અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે : કોર્ટ

આ કેસમાં સૌથી રસપ્રદ પાસું એ હતું કે જાતીય સતામણીની વ્યાખ્યા પર લાંબી ચર્ચા થઈ. અરજદારે દલીલ કરી હતી કે કાન પાછળ તલ હોવો અને એક કાનની બુટ્ટી વધુ વીંધેલી હોવાની વાત કરવી એ માત્ર એક અવલોકન હતું, જેમાં કોઈ જાતીય ઈરાદો નહોતો. જોકે, કોર્ટે અને કાયદાએ સ્પષ્ટ કર્યું છે કે અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે. સૌથી મહત્વનું એ છે કે આવી ટિપ્પણી કરવા માટે કોઈ વ્યક્તિએ કેટલી નજીક જવું પડે ? કોર્ટે નોંધ્યું કે સામાન્ય સંજોગોમાં આવી સૂક્ષ્મ વિગતો કોઈનું ધ્યાન ખેંચતી નથી, જે દર્શાવે છે કે આ બાબત ગંભીર હોઈ શકે છે.

શું છે પોશ એક્ટ અને આંતરિક સમિતિની જોગવાઈ

દેશમાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) એક્ટ ૨૦૧૩ હેઠળ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે કડક જોગવાઈઓ છે. જે સંસ્થા કે કંપનીમાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ હોય, ત્યાં આંતરિક સમિતિની રચના કરવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. આ સમિતિમાં કુલ સભ્યોના ૫૦ ટકા મહિલાઓ હોવી જોઈએ અને તેનું અધ્યક્ષપદ પણ વરિ મહિલા કર્મચારી પાસે હોવું જોઈએ. સમિતિમાં બે કર્મચારી સભ્યો ઉપરાંત એક બાહ્ય સભ્ય (એનજીઓ અથવા કાયદાના જાણકાર)નો સમાવેશ કરવો ફરજિયાત છે. જો કંપનીના એકમો અલગ-અલગ શહેરોમાં હોય, તો દરેક શાખા કે પ્લાન્ટ દીઠ અલગ સમિતિ બનાવવી જરૃરી છે, જેથી પીડિત મહિલા નિર્ભય બનીને સ્થાનિક સ્તરે ફરિયાદ કરી શકે.