Home Blog Page 285

Surendranagar : બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર

0

બાવળા તાલુકાના બગોદરાથી સરલા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે.

આશરે બે કિલોમીટરના અંતર સુધી માર્ગ પર મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી પસાર થતા માટી ભરેલા ઓવરલોડ ડમ્પરોને કારણે રોડ તૂટી ગયો છે. ખાડાઓને લીધે ટુ-વ્હીલર ચાલકોમાં અકસ્માતનો ભય અને કાર ચાલકોના વાહનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાહન ચાલકોએ તંત્ર પાસે સત્વરે આ રોડની મરામત કરવાની માંગ કરી છે.

Gujarat : કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

0

નકલી દુધ, ઘી, પનીર બાદ હવે શહેરમાંથી નકલી એન્જીન ઓઈલ ઝડપાયું છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લૂઝ ઓઈલમાંથી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી છે. બ્રાંન્ડેડ કંપનીના સ્ટિકર લગાવી નકલી એન્જીન ઓઈલનું વેચાણ કરતા બે શખ્સોને પોલીસે કુલ રૂ.૧.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી પીપરના ચોક સામે આવેલા પ્લોટમાં અમીત બચુભાઇ દવે (રહે.બારસો મહાદેવની વાડી, શિલ્પીનગરની પાછળ, કાળાનાળા) અને નિકુંજ શાંતિલાલ બારૈયા (રહે. શક્તિનગર, ટોપ થ્રી સર્કલ પાસે) ગેરકાયદેસર રીતે લુઝ ઓઇલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઇલ બનાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે રેઈડ કરી તપાસ કરતા ઉક્ત શખ્સો બહારથી લુઝ ઓઇલ મંગાવીને તેને ઇલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી ૯૦૦ એમએલની બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલ તરીકે વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે બન્ને શખ્સોને ૮૫ લીટર અને ૯૦ લીટર લુઝ ઓઇલ ભરેલ લોખંડના બે બેરલ તથા પ્લાસ્ટિકની બોટલો અને સ્ટીકરો મળી કુલ રૂ.૧,૬૮,૯૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે બન્નેને બોરતળાવ પોલીસને સોંપ્યા હતા.

અમદાવાદથી નકલી ઓઈલ લાવી ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરતા હતા : પીઆઈ વાળા

શહેરના કુંભારવાડા વિસ્તારમાં નકલી એન્જીન ઓઈલની ઝડપાયેલી ફેક્ટરી મુદ્દે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.આ.વાળાએ જણાવ્યું હતું કે, બન્ને અમદાવાદથી નકલી ઓઈલ લાવી મશીનો મારફત બોટલોમાં ભરી તેમાં બ્રાંન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા.

Narmada : 19 મીથી શરૂ થનારી નર્મદા પરીક્રમાં માર્ગ માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હંગામી પુલ ધોવાયો

0

નર્મદા જિલ્લામાં ચૈત્રમહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહીની નર્મદા પંચકોશી પરિક્રમા આગામી 19 મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે ત્યારે પરિક્રમા ને માંડ બેત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલો હંગામી પુલ અચાનક ધોવાઈ જતા તેમાં ગાબડું પડી જતા અધિકારીઓમા દોડધામ મચી જવા પામી છે .

એક મહિનો ચાલનારી આ
પંચકોશી પરિક્રમા માર્ગ માંહંગામી પુલનો કેટલોક
ભાગ આજે પાણી ના પ્રવાહ માં
ધોવાઈ જવા પામ્યો હતો.ઘણો ક્ષતી ગ્રસ્ત થયો છે ત્યારે હવે
આ હંગામી પુલ બનાવનાર એજન્સીઅને એની સાથે સબંધિત સરકારી વિભાગ પર જવાબદારી નક્કી કરીકડક પગલા લેવાની માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશીપરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથધરવામાં આવી રહી છે.થોડા દિવસપેહલા જ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરઆર.વી.વાળા સહિત જિલ્લાનાઅધિકારીઓએ પરિક્રમા રૂટનું અને
પરિક્રમા વાસીઓને સામે પાર જવા
માટે શહેરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલા હંગામી પુલ પર ચાલીને નિરીક્ષણ કર્યું હતું.હવે
નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ હંગામી પુલ ધોવાઈ જતાં અનેક
સવાલો પણ ઉઠી રહ્યા છે.અત્રે એ
ઉલ્લેખનીય છે કે પરિક્રમા દરમ્યાન
આ જ હંગામી પુલ પરથી હજારો
લોકો પસાર થાય છે ત્યારે તે સમયે જોઆ પુલ ધોવાયો હોત તો કેવી દુર્ઘટનાસર્જાઈ હોત તો શું થાત?સાથે સાથે કેટલીમોટી જાન હાનિ થઈ હોત?

નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા નદી બે વખત પાર કરવાની હોય છે જેમાં પ્રથમ વખત જ્યારે પાર કરવાની આવે છે જેમાં શહેરાવથી સામે તિલકવાડા જણાવવા માટે દર વર્ષે કામ ચલાઉ પુલ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કામ ચલાઉ પુલ બનાવવામાં આવે છે અને તાજેતરમાં જ આ કામનું નિરીક્ષણ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી પાણી છોડવાના કારણે ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી આવવાના કારણે કામ ચલાઉ પુલનો શહેરાવ તરફ ભાગ પર મોટું નુકસાન થયું હતું અને જેના વિડીયો અને ફોટા વીડિયોમાં વાયરલ થયા હતા. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે આ પુલનું કામ હજુ પૂર્ણ થયું નથી અને કામ અધૂરું હતું જ કે પાણી આવશે તેવી શક્યતાઓ હતી તો થોડું નુકશાન થશે તેમને એમ પણ કહ્યું કે પરિક્રમા પહેલા પુલ સંપૂર્ણ રીતે સુરક્ષિત સાથે બનીને તૈયાર થઈ જશે તેમ કહ્યું હતું ત્યારે બીજી તરફ રવિવારનો દિવસ હતો ત્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીના અધ્યક્ષ સ્થાને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મીટીંગ ની અંદર જિલ્લાના 10 થી 12 જેટલા ઉચ્ચ અધિકારીઓ રવિવારના રજાના મૂડમાં જ હતા આવ્યા ન હતા જાણવા મળેલી માહિતી અનુસાર મહત્વની મીટીંગ માટે જિલ્લા કલેકટર સંજય મોદી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ કેટલાક અધિકારીઓ ઉપસ્થિત ન હતા રહ્યા હતા જેને લઇને જિલ્લા કલેકટર સંજય મોદી ભારે ગુસ્સે થયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અધિકારીઓ જે ગેરહાજર રહ્યા છે જેઓની પાસે લેખિત જવાબ માંગવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે. ત્યારે રજાના દિવસે મીટીંગ મહત્વની હતી જેમાં જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત હતા પરંતુ અનેક અધિકારીઓએ ગુલ્લી મારતા જિલ્લાના કલેક્ટર સાંજે મોદી ભારે ગુસ્સે થયા હતા તેમ સૂત્ર દ્વારા જાણવા મળેલ છે ત્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા આ
આ વખતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ લાગી રહ્યું છે કે કેટલાક અધિકારીઓ સરકારના આયોજનને હળવાશમાં લઈ રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર આજે ગુસ્સે થયા હતાહવે જોવું રહ્યું કે તંત્ર આગળ કેવી રીતે કામ લેશે?

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

​Article : લોકશાહીનો મહાકુંભ: 5 રાજ્યોની ચૂંટણી અને જનતાનો ચુકાદો

0

ભારત, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે, ત્યાં ચૂંટણી એ માત્ર રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ એક ઉત્સવ છે. તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચે દેશના પાંચ મહત્વના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરીને આ રાજકીય ઉત્સવનો પ્રારંભ કરી દીધો છે. આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ – આ પાંચ પ્રદેશોમાં સત્તાના સમીકરણો રચવા માટે રાજકીય પક્ષો સજ્જ થયા છે.
​૧. ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા
​ચૂંટણી પંચની જાહેરાત મુજબ, આ વખતે મતદાન પ્રક્રિયાને ભૌગોલિક અને સુરક્ષાની દૃષ્ટિએ વિવિધ તબક્કામાં વહેંચવામાં આવી છે.
​આસામ, કેરળ અને પુડુચેરી: આ ત્રણેય વિસ્તારોમાં 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.
​તમિલનાડુ: દક્ષિણ ભારતના આ મહત્વના રાજ્યમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
​પશ્ચિમ બંગાળ: અહીંની રાજકીય સંવેદનશીલતાને ધ્યાને રાખીને મતદાન બે તબક્કામાં રાખવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 23 એપ્રિલ અને બીજો તબક્કો 29 એપ્રિલના રોજ યોજાશે.
​પરિણામની તારીખ: તમામ પાંચેય રાજ્યોના ભાવિનો ફેંસલો 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.
​તારીખોની જાહેરાતની સાથે જ જે-તે રાજ્યોમાં ‘આદર્શ આચારસંહિતા’ (Model Code of Conduct) અમલી બની ગઈ છે. આનો અર્થ એ છે કે હવે સરકાર કોઈ નવી લોકશાહી જાહેરાતો કે નીતિગત નિર્ણયો લઈ શકશે નહીં જે મતદારોને પ્રભાવિત કરી શકે.
​૨. આસામ: પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર
​આસામમાં 9 એપ્રિલે મતદાન થવાનું છે. પૂર્વોત્તર ભારતના આ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પરિવર્તનો આવ્યા છે. વિકાસના મુદ્દાઓ સાથે અહીં પ્રાદેશિક અસ્મિતા અને સીમાંકન જેવા વિષયો પણ મહત્વના છે. ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે અહીં સીધો જંગ જોવા મળી શકે છે. ચાના બગીચાઓમાં કામ કરતા મજૂરો અને પૂરની સમસ્યા અહીં હંમેશા ચૂંટણીના કેન્દ્રમાં રહે છે.
​૩. કેરળ અને પુડુચેરી: દક્ષિણનો મિજાજ
​કેરળમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા રહી છે. ડાબેરી પક્ષો (LDF) અને કોંગ્રેસ પ્રેરિત (UDF) વચ્ચેનો આ મુકાબલો હંમેશા રસપ્રદ રહ્યો છે. શિક્ષિત મતદારોના આ રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા મુખ્ય મુદ્દાઓ છે. બીજી તરફ, પુડુચેરીમાં નાના કદ હોવા છતાં રાજકીય ગરમાવો ઓછો નથી. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે અહીં ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેના સંબંધો પણ ચર્ચાનો વિષય બને છે.
​૪. તમિલનાડુ: દ્રવિડિયન રાજનીતિનું કેન્દ્ર
​તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. અહીંની રાજનીતિ હંમેશા વ્યક્તિત્વ આધારિત રહી છે. DMK અને AIADMK જેવા દિગ્ગજ પક્ષો વચ્ચેની લડાઈમાં આ વખતે નવા ગઠબંધનો અને યુવા નેતાઓની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. મફત યોજનાઓ (Welfare schemes) અને ભાષાકીય અસ્મિતા અહીંના મતદારોના મન જીતવા માટેના મુખ્ય હથિયારો છે.
​૫. પશ્ચિમ બંગાળ: સૌથી મોટો રણસંગ્રામ
​પશ્ચિમ બંગાળની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. બે તબક્કામાં (23 અને 29 એપ્રિલ) વહેંચાયેલી આ ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી રહેલી ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. બંગાળી સંસ્કૃતિ, ‘મા-માટી-માનુષ’નો નારો અને વિકાસના દાવાઓ વચ્ચે હિંસા મુક્ત મતદાન કરાવવું એ ચૂંટણી પંચ માટે મોટો પડકાર છે.
​૬. આચારસંહિતા અને તેનું મહત્વ
​ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતા લાગુ થઈ છે, જે લોકશાહીની શુદ્ધિ માટે અનિવાર્ય છે. આ સમયગાળા દરમિયાન:
​સત્તાધારી પક્ષ સરકારી તંત્રનો દુરુપયોગ કરી શકતો નથી.
​રાજકીય પક્ષોએ રેલી કે સભા માટે પૂર્વ મંજૂરી લેવી પડે છે.
​સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ રોકવા માટે વિશેષ દેખરેખ રાખવામાં આવે છે.
​નાણાકીય લેવડદેવડ અને દારૂ કે અન્ય લાલચો પર કડક નિયંત્રણ લાદવામાં આવે છે.
​૭. જનતાનો અવાજ અને ૪ મેનો ઈન્તજાર
​આ ચૂંટણીઓ માત્ર રાજ્યોની સરકાર નક્કી નહીં કરે, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિની દિશા પણ નક્કી કરશે. 4 મેના રોજ જ્યારે મતપેટીઓ ખુલશે, ત્યારે જ ખબર પડશે કે જનતાએ વિકાસને મત આપ્યો છે, પરિવર્તનને કે પછી જૂના વિશ્વાસને જાળવી રાખ્યો છે.
​એક શિક્ષક અને સાહિત્યકાર તરીકે મને લાગે છે કે લોકશાહીમાં મતદાન એ આપણો સૌથી મોટો અધિકાર અને પવિત્ર ફરજ છે. દરેક નાગરિકે નિર્ભય થઈને, કોઈ પણ લાલચ વગર મતદાન કરવું જોઈએ.


​લેખક અશ્વિન ગોહિલ

Gujarat : મહાનગરપાલિકા ચૂંટણી વિશેષ: સુરત અને રાજકોટમાં પરિવર્તનની બૂમ

0
  • ટેક્સનો બોજ: સુરતીઓ વેપારમાં મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલાતા યુઝર ચાર્જ અને મિલકત વેરામાં વધારાથી લોકોમાં ભારે રોષ છે.
  • કોંગ્રેસનું પતન: સુરતના અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ભળી જતાં, મતદારો માની રહ્યા છે કે “પંજો” હવે “કમળ” ની બી-ટીમ બની ગયો છે.
  • વિકલ્પની શોધ: ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગના રત્નકલાકારો હવે દિલ્હી મોડલ જેવી સુવિધાઓ અને પ્રમાણિક શાસન માટે ‘આપ’ તરફ જોઈ રહ્યા છે.
  • રાજકોટ: “રંગીલું શહેર” હવે સમસ્યાઓથી બેહાલ
    રાજકોટ, જે સત્તાધારી પક્ષનો ગઢ ગણાય છે, ત્યાં પણ હવે ગણગણાટ શરૂ થયો છે:
  • પાણી અને રોડ: રાજકોટના વિકસતા વિસ્તારોમાં હજુ પણ પાણીની તંગી અને ચોમાસા બાદ બિસ્માર બનેલા રસ્તાઓ મુખ્ય ચર્ચાનો વિષય છે. ‘સ્માર્ટ સિટી’ ના નામે માત્ર કાગળ પર વિકાસ થતો હોવાનો આક્ષેપ જનતા કરી રહી છે.
  • ભ્રષ્ટાચારના આક્ષેપો: તાજેતરમાં સામે આવેલા વિવિધ કૌભાંડો અને વહીવટી તંત્રની નિષ્ફળતાએ રાજકોટના મધ્યમ વર્ગને વિચારતા કરી દીધા છે.
  • રાજકીય શૂન્યાવકાશ: કોંગ્રેસના નેતાઓ જે રીતે ભાજપના શરણે જઈ રહ્યા છે, તેનાથી રાજકોટના મતદારોને લાગે છે કે હવે સત્તા પક્ષને પડકારવા માટે એક નવી અને મજબૂત શક્તિની જરૂર છે.
    જનતાનો સવાલ: ક્યાં સુધી સહન કરવું?
    ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આંતરિક સમજૂતીથી ગુજરાતના લોકો હવે “ત્રામી” ગયા છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાયેલી જનતાને લાગે છે કે:
    “જો દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો સુધરી શકતી હોય, તો ગુજરાતમાં કેમ નહીં? શું આપણા ટેક્સના પૈસા માત્ર નેતાઓના ખિસ્સા ભરવા માટે જ છે?”
    નિષ્કર્ષ:
    સુરતની જાગૃત જનતા હોય કે રાજકોટના સમજદાર મતદારો, આ વખતે તેઓ ભાજપના ‘વિકાસ’ અને કોંગ્રેસના ‘વચનો’ થી છેતરાવા તૈયાર નથી. આમ આદમી પાર્ટી માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે ગુજરાત હવે ખરા અર્થમાં ‘પરિવર્તન’ માટે તરસ્યું છે.

Gujarat : ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી: પરિવર્તનનો પવન કે સત્તાનો ગઢ?

0

ગુજરાતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દાયકાઓથી ચાલી આવતા ભાજપ અને કોંગ્રેસના દ્વિધ્રુવીય જંગ વચ્ચે આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ સંકેતો આપી રહ્યો હોય તેવું જણાય છે.


જનતામાં આક્રોશ અને પરિવર્તનની લહેર
વર્ષોથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે લોકોમાં સુપ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પાયાની સુવિધાઓમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે શહેરી મતદારો નારાજ જણાય છે. રસ્તાઓ પરના ખાડા, પાણીની સમસ્યા અને ટેક્સના ભારણથી કંટાળેલી જનતા હવે સત્તાધારી પક્ષ પાસે હિસાબ માંગી રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.
કોંગ્રેસની છબી અને ‘વેચાણ’ના આક્ષેપો
બીજી તરફ, મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી હોય તેમ લાગે છે. સામાન્ય જનતામાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અવારનવાર ભાજપમાં જોડાઈ જાય છે અથવા સત્તાધારી પક્ષના ઇશારે કામ કરે છે. વિપક્ષી નેતાઓની આ “પક્ષાંતર નીતિ”ને કારણે મતદારો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી: એક નવો ‘વિકલ્પ’
ભાજપ અને કોંગ્રેસના આ ચક્રવ્યૂહ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) લોકો માટે આશાનું કિરણ બનીને ઉભરી રહી છે. દિલ્હી અને પંજાબના મોડેલ બાદ, ગુજરાતના લોકો હવે “ત્રીજા વિકલ્પ” તરફ ગંભીરતાથી વિચારી રહ્યા છે.

  • શિક્ષણ અને સ્વાસ્થ્ય: આપ દ્વારા કરવામાં આવતા મફત વીજળી, શ્રેષ્ઠ સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લિનિકના વાયદાઓ મધ્યમ અને ગરીબ વર્ગને આકર્ષી રહ્યા છે.
  • ભ્રષ્ટાચાર મુક્ત શાસન: લોકો માની રહ્યા છે કે વર્ષો જૂના પક્ષોના ભ્રષ્ટાચારના નેટવર્કને તોડવા માટે એક નવી વિચારધારા અને નવા ચહેરાઓની જરૂર છે.
    નિષ્કર્ષ
    ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી માત્ર બે જ પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ આ વખતે જનતા “ત્રામી” ગઈ છે. મતદારોનો ઝુકાવ જોતા એવું લાગે છે કે તેઓ હવે પરંપરાગત રાજનીતિ છોડીને કામના આધારે વોટ આપવા માંગે છે. શું ‘આપ’ ગુજરાતના મહાનગરોમાં ગાબડું પાડી શકશે? તે તો આવનારો સમય જ કહેશે, પણ એટલું નક્કી છે કે આ વખતની જંગ રસપ્રદ રહેશે.

Rashi : 17 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

મકર : આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

મીન : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

Entertainment : Palestineના સમર્થનમાં ઉતરી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા, ઓસ્કર 2026માં જેવિયર બાર્ડેમની સ્પીચને આપ્યું સમર્થન!

0

98મો ઓસ્કાર એવોર્ડ્સ (ઓસ્કાર 2026) અમેરિકાના લોસ એન્જલસમાં સમાપન થયો. આ હોલીવુડ સ્ટેજ પર એક ખાસ ક્ષણ જોવા મળી. જ્યારે સ્પેનિશ અભિનેતા જેવિયર બાર્ડેમે બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો એવોર્ડ રજૂ કરતી વખતે જોરદાર અવાજમાં કહ્યું, યુદ્ધને ના અને પેલેસ્ટાઇનને મુક્ત કરો. આ દરમિયાન ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ તેની સાથે ઉભી હતી. જેવિયરના આ નિવેદન પર પ્રેક્ષકોએ તાળીઓ પાડી, ત્યારે પ્રિયંકાએ હસીને આ નિવેદન સાથે સંમતિ દર્શાવતા માથું હલાવ્યું. આ આ મુદ્દા પર તેનો ટેકો દર્શાવે છે.

સ્પેનિશ અભિનેતા જાવિઅર બાર્ડેમે પેલેસ્ટાઇન અને તેના નાગરિકો પર થઈ રહેલા અત્યાચારો સામે વારંવાર અવાજ ઉઠાવ્યો છે. તેઓ લાંબા સમયથી આ લડાઈમાં સક્રિય છે. તેણે અનેક વખત ગાઝામાં થયેલી હિંસાની નિંદા કરી છે અને યુદ્ધ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેણે ફરી એકવાર એકેડેમી એવોર્ડ્સ જેવા મુખ્ય પ્લેટફોર્મ પર પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે ઓસ્કારમાં નો ટુ વોર બેજ પણ પહેર્યો હતો. તેનું નિવેદન વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું, કારણ કે ઓસ્કાર જેવા મોટા પ્લેટફોર્મ પર આવા રાજકીય સંદેશા ભાગ્યે જ સાંભળવા મળે છે.

Himmatnagar : રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા

0

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ખેતરના રસ્તા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂની અદાવત અને રસ્તાના પ્રશ્ને એક યુવક પર 15 જેટલા શખસોના ટોળાએ હુમલો કરી તેની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક ધર્મેન્દ્ર સિંહ ઝાલા અને હુમલાખોરો વચ્ચે ખેતરના રસ્તાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદની અદાવતમાં 15 જેટલા શખસોના ટોળાએ ધર્મેન્દ્ર સિંહને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ પૂર્વાયોજિત કાવતરા મુજબ ધર્મેન્દ્ર સિંહ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ત્રણ શખસોએ ધર્મેન્દ્ર સિંહ પર તીક્ષ્ણ ચપ્પા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

લોહીલુહાણ હાલતમાં યુવક જ્યારે જમીન પર ઢળી પડ્યો, ત્યારે પણ હુમલાખોરોની નફરત શાંત થઈ નહોતી. ચપ્પાના ઘા માર્યા બાદ બે મહિલાઓએ અત્યંત ક્રૂરતા દાખવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના માથાના ભાગે પથ્થરોના ઘા માર્યા હતા.આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો કઠવાડીયા ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી 15 જેટલા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Surat : હાઈટેન્શન વાયર અડતા ટેમ્પો સળગ્યો, કીમ-માંડવી રોડ પર ટ્રાફિક જામ

0

સુરતના હરિયાલ ગામ પાસે પૂંઠા ભરેલા ટેમ્પોમાં હાઈટેન્શન વાયર અડતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને જેસીબીની મદદથી આગ પર કાબૂ મેળવાયો. ચાલકનો બચાવ થયો છે.

સુરત જિલ્લાના કીમ-માંડવી રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. હરિયાલ ગામ પાસે પૂંઠા ભરેલા એક ટેમ્પોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેમ્પો ઉપરથી પસાર થતા હાઈટેન્શન વાયર અડી જવાને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. સદનસીબે, ચાલકની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ટેમ્પો પૂંઠા ભરીને કીમ-માંડવી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. હરિયાલ ગામ નજીક ટેમ્પોમાં ભરેલા પૂંઠાનો જથ્થો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો, જેના કારણે જોરદાર સ્પાર્ક સાથે આગ લાગી હતી. ટેમ્પો ચાલકે અરીસામાં ધુમાડો જોતા જ સમયસૂચકતા વાપરી ટેમ્પોને રસ્તાની બાજુ પર રોકી દીધો હતો અને નીચે ઉતરી ગયો હતો.

આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પૂંઠામાં હોવાથી અંદર સુધી પ્રસરેલી હતી, જેના કારણે તાત્કાલિક જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી ટેમ્પોમાં રહેલો પૂંઠાનો જથ્થો રસ્તા પર ખાલી કરવામાં આવ્યો હતો અને ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનાને પગલે કીમ-માંડવી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. ટેમ્પોમાં આગ લાગવાને કારણે પૂંઠાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.