Home Blog Page 342

National : ચારધામ યાત્રા માટે ભક્તો થઇ જાવ તૈયાર, હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી

0

ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન નોંધણી આજે સવારે 7 વાગ્યે શરૂ થઈ ગઈ છે. યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા 19 એપ્રિલે, કેદારનાથ 22 એપ્રિલે અને બદ્રીનાથ 23 એપ્રિલે ખુલશે. ઓફલાઈન નોંધણી 17 એપ્રિલથી શરૂ થશે. ભક્તો પ્રવાસન વિભાગની વેબસાઇટ અથવા એપ દ્વારા તેમના સ્લોટ બુક કરાવી શકે છે.

ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા 2026 માટે પ્રશાસને એલાન કરી દીધુ છે. ચારધામ યાત્રાને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. હવે દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે નોંધણી આજે, શુક્રવારે, સવારે 7:00 વાગ્યે સત્તાવાર રીતે ખુલી ગઈ છે. જો તમે પણ બાબા કેદાર અથવા બદ્રી વિશાલના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે, યાત્રા એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે. આ યાત્રા 19 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ મંદિરના દરવાજા ૨૩ એપ્રિલે ખુલશે.

કેવી રીતે નોંધણી કરાવવી?

ચારધામ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓ registrationandtouristcare.uk.gov.in પર જઈને તેમનો સ્લોટ બુક કરાવી શકે છે . સ્માર્ટફોન યુઝર્સોએ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરાવી શકે છે . જે લોકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂનમાં ઓફલાઇન કાઉન્ટર શરૂ કરવામાં આવશે. કોઈપણ સહાય માટે, વિભાગે હેલ્પલાઇન નંબર 0135-1364 જારી કર્યો છે.

સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  • 1 સ્ટેપ (એકાઉન્ટ બનાવો): વેબસાઇટના હોમપેજ પર ‘‘Register/Login‘ પર ક્લિક કરો . તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું દાખલ કરીને એક એકાઉન્ટ બનાવો. તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP વડે તેને ચકાસો.
  • 2 સ્ટેપ (પ્રવાસ યોજના): લોગ ઇન કર્યા પછી, ‘પ્રવાસ બનાવો/વ્યવસ્થાપિત કરો’ પર જાઓ. અહીં, નક્કી કરો કે તમે એકલા મુસાફરી કરી રહ્યા છો કે જૂથમાં. તમારી મુસાફરીની તારીખો અને ઉત્તરાખંડ (દા.ત., હરિદ્વાર) માટે તમારા પ્રવેશ સ્થાન પસંદ કરો.
  • 3 સ્ટેપ (તીર્થસ્થાનો અને તારીખો પસંદ કરો): તમે જે યાત્રાધામોની મુલાકાત લેવા માંગો છો તે પસંદ કરો. કેલેન્ડર પર તમારા માટે અનુકૂળ તારીખ પસંદ કરો. જો તારીખ લાલ હોય, તો તે દિવસનો ક્વોટા પૂર્ણ છે.
  • 4 સ્ટેપ (દસ્તાવેજ અપલોડ): મુસાફરનું નામ, ઉંમર, ફોટો અને સરકારી ઓળખ કાર્ડ (આધાર, મતદાર ID વગેરે) વિગતો ભરો અને સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
  • 5 સ્ટેપ (સબમિટ કરો): બધી વિગતો ચકાસ્યા પછી, ‘સબમિટ કરો’ પર ક્લિક કરો. સફળ નોંધણી પર, તમને એક પુષ્ટિકરણ સંદેશ અને ‘યાત્રા નોંધણી કાર્ડ’ પ્રાપ્ત થશે.

સંખ્યા મર્યાદિત કરવાના નિર્ણયનો વિરોધ

નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ચારધામ હોટેલ એસોસિએશને આ નિર્ણયને સ્થાનિક વ્યવસાયો માટે હાનિકારક ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતાએ ચેતવણી આપી છે કે જો સરકાર પુનર્વિચાર નહીં કરે તો માર્ચના બીજા ભાગમાં વિરોધ પ્રદર્શન શરૂ થશે. જોકે, સરકારનો તર્ક છે કે હિમાલય ક્ષેત્રની સલામતી અને સુરક્ષા માટે ભીડ નિયંત્રણ જરૂરી છે.

Gujarat : અમદાવાદમાં હાઈટેક સટ્ટા રેકેટનો પર્દાફાશ: નિકોલમાં SMCના દરોડા, 46 શખ્સો વોન્ટેડ જાહેર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરીને સટ્ટાબજારોમાં ફફડાટ મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છેડા ધરાવતા આ રેકેટમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વિદેશી નંબરો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 46 જેટલા મોટા માથાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

નિકોલના રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું નેટવર્ક
અમદાવાદનું નિકોલ અત્યારે ક્રિકેટ સટ્ટાનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અત્યંત ગુપ્ત રીતે ઓનલાઈન ક્રિકેટ બેટિંગનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે આ રેકેટમાં સામાન્ય મોબાઈલ જ નહીં, પરંતુ લેપટોપ, ટેબ્લેટ અને મોટા ટીવી સ્ક્રીન દ્વારા લાઈવ મેચો પર સટ્ટો બુક કરવામાં આવતો હતો.

પોલીસે સ્થળ પરથી 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં હાઈ-એન્ડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સટ્ટાખોરો સ્થાનિક નહીં પણ વિદેશી નંબરોનો ઉપયોગ કરીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરતા હતા. અલગ-અલગ બેટિંગ આડી (IDs) બનાવીને ગ્રાહકોને સટ્ટો રમવા માટે લોગિન આપવામાં આવતું હતું. આ આખું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યરત હતું.
દિલ્હીના આશ અને અનિલ કોટક સહિત 46 વોન્ટેડ
આ કેસની સૌથી મોટી બાબત એ છે કે પકડાયેલા બે શખ્સો તો માત્ર પ્યાદા હોવાનું જણાય છે. અસલી ખેલાડીઓ પડદા પાછળ રહીને આખું રેકેટ ઓપરેટ કરી રહ્યા હતા. SC એ આ મામલે દિલ્હીના આકાશ અને અનિલ કોટક જેવા મોટા સટ્ટાખોરો સહિત કુલ 46 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસને શંકા છે કે આ રેકેટના છેડા અ રાજ્યો અને કદાચ વિદેશ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.
સટ્ટાબજારોમાં મચ્યો ફફડાટSMC ની આક્રમક કાર્યવાહીથી અમદાવાદના અન્ય વિસ્તારોમાં સટ્ટો રમાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધીને વધુ તધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા પાયે નાણાકીય વ્યવહારો કઈ રીતે થતા હતા અને તેમાં કયા કયા લોકોના નામ સંડોવાયેલા છે.

National : ईरान पर बरस रही US-इजरायल की मिसाइल से उछली तेल की कीमतें, ट्रंप ने दिया बड़ा जवाब

ईरान पर लगातार हमलों के बीच अमेरिका और इजरायल की सैन्य कार्रवाई तेज होती जा रही है, वहीं ईरान भी आक्रामक जवाब दे रहा है. इस टकराव के बीच दुनिया के सबसे अहम ऊर्जा मार्ग Strait of Hormuz के बंद होने की आशंका से वैश्विक तेल बाजार में हड़कंप मच गया है और कच्चे तेल की कीमतें तेजी से बढ़ने लगी हैं. इसके बावजूद अमेरिकी राष्ट्रपति Donald Trump ने कहा है कि उन्हें तेल और गैस की बढ़ती कीमतों की चिंता नहीं है, क्योंकि इस समय उनके लिए सैन्य अभियान ज्यादा महत्वपूर्ण है.

बढ़ती कीमतों से ट्रंप नहीं चिंतित

समाचार एजेंसी Reuters को दिए एक इंटरव्यू में जब राष्ट्रपति ट्रंप से पेट्रोल पंपों पर बढ़ती कीमतों को लेकर सवाल किया गया, तो उन्होंने कहा कि उन्हें इससे कोई खास चिंता नहीं है. उन्होंने कहा कि युद्ध खत्म होते ही तेल की कीमतें तेजी से नीचे आ सकती हैं, लेकिन फिलहाल तेल और गैस से ज्यादा अहम यह युद्ध है. मिडिल ईस्ट में बढ़ते इस संघर्ष के कारण वैश्विक तेल बाजार में भारी उथल-पुथल देखने को मिल रही है.

पिछले शनिवार को लड़ाई शुरू होने के बाद से क्षेत्र से तेल आपूर्ति प्रभावित हुई है और इसके बाद वैश्विक कच्चे तेल की कीमतों में करीब 16 प्रतिशत तक की बढ़ोतरी दर्ज की गई है. ईंधन की कीमतों पर नजर रखने वाली अमेरिकी संस्था AAA के अनुसार, अमेरिका में पिछले एक सप्ताह के दौरान पेट्रोल की कीमतों में लगभग 27 प्रतिशत तक की बढ़ोतरी हुई है और औसत कीमत बढ़कर करीब 3.25 डॉलर प्रति गैलन तक पहुंच गई है. हालांकि, ट्रंप का कहना है कि यह बढ़ोतरी अभी बहुत ज्यादा नहीं है.

अमेरिका में 27 प्रतिशत उछले पेट्रोल के दाम

ट्रंप का यह बयान उनके पहले दिए गए बयानों से कुछ अलग माना जा रहा है. हाल ही में उन्होंने अपने संबोधन में देश में घटती ऊर्जा कीमतों का जिक्र किया था. इसके बाद टेक्सास में ऊर्जा क्षेत्र से जुड़ी एक रैली में भी उन्होंने तेल की गिरती कीमतों की बात कही थी. इस बीच अमेरिका में बढ़ती ईंधन कीमतों को लेकर सरकार सक्रिय हो गई है.

White House की प्रेस सचिव Karoline Leavitt ने बताया कि चीफ ऑफ स्टाफ Susie Wiles और ऊर्जा मंत्री Chris Wright ने तेल कंपनियों के प्रतिनिधियों से बातचीत कर बढ़ती कीमतों के मुद्दे पर चर्चा की है.

Business : સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ

0

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૫૧૭૮થી ૫૧૭૯ ડોલરવાળા આજે નીચામાં ભાવ ૫૧૨૧ તથા ઉંચામાં ભાવ ૫૧૯૪ થઈ ૫૧૬૯થી ૫૧૭૦  ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડ તેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૬૧૮૯૭ વાળા ઘટી રૂ.૧૫૯૨૧૦ થઈ રૂ.૧૫૯૯૪૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવરૂ.૧૬૨૫૪૮ વાળારૂ.૧૫૯૮૫૦ થઈરૂ.૧૬૦૫૮૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૭૧૩૪૭થી ઘટી રૂ.૨૫૭૮૦૦ થઈ રૂ.૨૬૪૨૧૨ રહ્યા હતા.

મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૮૬.૦૧થી ૮૬.૦૨ વાળા નીચામાં ભાવ ૮૦.૫૩ તથી ઉંચામાં ભાવ ૮૫.૫૫ થઈ ૮૪.૬૮થી ૮૪.૬૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના  રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૭૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૬૭થી ૨૧૬૮ વાળા નીચામાં ભાવ ૨૧૩૪ તથી ઉંચામાં ભાવ ૨૨૨૪ થઈ ૨૧૬૭થી ૨૧૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૮૧૨ વાળા રૂ.૬૮૯૬૨ થઈ રૂ.૬૯૬૯૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૧.૪૬ ટકા તૂટયા હતા. ક્રૂડતેલના ભાવમાં જોકે તેજી ચાલુ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરવલના ૮૨.૧૪ વાળા વધી ૮૪.૭૪ થઈ ૮૩.૬૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૪.૪૬ વાળા વધી ૭૮.૦૯ થઈ ૭૭.૧૬ ડોલર રહ્યા હતા. 

National : नीतीश कुमार बनें प्रधानमंत्री… ‘ सपा ने उठाई मांग, राज्यसभा जाने को लेकर मचा सियासी तूफान

नीतीश कुमार के राज्यसभा जाने के फैसले ने राजनीति में हलचल मचा दी है। यह फैसला न सिर्फ बिहार में, बल्कि उत्तर प्रदेश में भी नई बहस शुरू कर रहा है। विपक्षी दल इसे भाजपा की साजिश बता रहे हैं, जबकि समाजवादी पार्टी ने नीतीश कुमार को लेकर एक अलग तरह की मांग उठाई है।

नीतीश कुमार का राज्यसभा जाने का फैसला
बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने राज्यसभा चुनाव के लिए नामांकन दाखिल कर दिया है। यह फैसला अचानक आया है, जिससे सब हैरान हैं। नीतीश कुमार लंबे समय से बिहार के मुख्यमंत्री रहे हैं। अब वे राज्यसभा में जाएंगे, जिससे बिहार में नया मुख्यमंत्री बनेगा। जेडीयू के कई कार्यकर्ता इस फैसले से नाराज हैं। पटना में जगह-जगह विरोध प्रदर्शन हो रहे हैं। कार्यकर्ता इसे साजिश बता रहे हैं और कह रहे हैं कि नीतीश कुमार पर दबाव डाला गया है।

Sports : T20 world cup : હારીને પણ બાજીગર બન્યો જેકબ બેથેલ, સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ

0

ઇંગ્લેન્ડના યુવા વિસ્ફોટક બેટ્સમેન જેકબ બેથેલે ભારત સામેની બીજી સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી.તેણે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 20મી ઓવરમાં રન આઉટ થતાં પહેલાં 48 બોલમાં 105 રન બનાવ્યા,જેમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે.બેથેલે આ મેચમાં સદી ફટકારી,પરંતુ તે પોતાની ટીમને વિજય તરફ દોરી શક્યો નહીં.જોકે,સદી ફટકારીને તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કર્યો ન હતો.

બેથેલે સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો

જેકબ બેથેલ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યા જેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં લિસ્ટ A,ફર્સ્ટ-ક્લાસ અને T20 ફોર્મેટમાં પોતાની પહેલી સદી ફટકારી.તેમની પહેલાં કોઈ ખેલાડીએ આ રેકોર્ડ હાંસલ કર્યો ન હતો.વાનખેડે સ્ટેડિયમમાં ફટકારેલી સદી બેથેલની T20 કારકિર્દીની પહેલી સદી હતી.તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ,લિસ્ટ A અને T20 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.બેથેલના નામે ડેબ્યૂ પહેલા કોઈ સદી નહોતી,પરંતુ હવે તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

જેકબ બેથેલ દિગ્ગજોની યાદીમાં જોડાયા

જેકબ બેથેલ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ચોથો ઈંગ્લેન્ડનો બેટ્સમેન બન્યો.તેના પહેલા,2014 માં એલેક્સ હેલ્સે શ્રીલંકા સામે સદી ફટકારી હતી.2021માં જોસ બટલર અને હેરી બ્રુકે એક જ વર્લ્ડ કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે સદી ફટકારી હતી.હવે જેકબ બેથેલ આ દિગ્ગજોની યાદીમાં જોડાયા છે.બેથેલે ટીમ ઈન્ડિયા સામે સદી ફટકારી હતી.

બેથેલે ફિન એલનનો રેકોર્ડ તોડ્યો

22 વર્ષીય બેથેલે 105 રન બનાવીને ICC T20 વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો છે.ન્યુઝીલેન્ડના ફિન એલને પ્રથમ સેમિફાઇનલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે T20 વર્લ્ડ કપ નોકઆઉટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 100 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.બીજા દિવસે બેથેલે 105 રન બનાવીને ફિન એલનનો રેકોર્ડ તોડ્યો.આ હાર સાથે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.2026 T20 વર્લ્ડકપની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

National : 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, કેમ આ દિવસ મહત્ત્વનો છે?

સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વભરના લોકો આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.

આ એક વૈશ્વિક દિવસ છે જેમાં મહિલાઓએ મેળવેલી સફળતાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. તથા આ દિવસે લૈંગિક સમાનતા અને ભેદભાવ અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે.

પરંતુ આ દિવસ કેમ અગત્યનો છે?

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે.

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું.

એ દિવસે એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી.

એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો. 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો.

એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1977માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ ‘અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.

શા માટે આઠમી માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે?
ક્લૅરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.

1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની ‘ભોજન અને શાંતિ’ની માગણી સાથેની હડતાળ સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.

રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.

રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચે ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વભરમાં મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા લા ફેસ્ટા ડેલ્લા ડોન્નાની ઉજવણી મિમોસા બ્લૉસમ આપીને કરવામાં આવે છે. આ પરંપરાના પ્રારંભનું મૂળ અસ્પષ્ટ છે, પણ તેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી રોમમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. ત્યાં આઠ માર્ચની આજુબાજુના ત્રણથી ચાર દિવસોમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

ચીનમાં સ્ટેટ કાઉન્સિલની ભલામણ અનુસાર, 8 માર્ચે ઘણી મહિલાઓને અડધા દિવસની રજા આપવામાં આવે છે, પણ અનેક માલિકો મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપતા નથી.

અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે.

સર્બિયા, અલ્બાનિયા, મૅસેડોનિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં મધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક જ દિવસે આવે છે.

જાંબલી રંગ સાથે શું સંબંધ છે?

ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે વેબસાઈટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.

તેના અનુસાર, “જાંબલી એ ન્યાય અને ગૌરવનું પ્રતીક છે. લીલો રંગ આશાનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનુ પ્રતીક છે.”

આ રંગો વીમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયન (WSPU) દ્વારા વાપરવામાં આવતા હતા. આ જૂથની સ્થાપના યુકેમાં 1903માં મહિલા મતાધિકાર માટેની લડાઈ દરમિયાન થઈ હતી.

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જરૂરી છે?

આયોજકો કહે છે કે આ દિવસ એ લૈંગિક સમાનતા તરફ લોકોને હાકલ કરે છે.

પણ હજુ આ દિશામાં કેટલું કામ કરવાનું બાકી છે?

ડેટા પર નજર ફેરવીએ તો યુનાઇટેડ નેશન્સે જાતીય હિંસામાં 3688 કેસનો વધારો નોંધ્યો છે. જે 2022ની સરખામણીએ 50 ટકા વધારે છે.

તેમાં 95 ટકા પીડિતો મહિલાઓ અને બાળકીઓ છે.

યુનિસેફ પ્રમાણે અંદાજે શાળાએ જવાની ઉંમર હોય તેવી 11.9 કરોડ બાળકીઓ શાળાએ જઈ શકતી નથી.

2024નો વર્લ્ડ બૅન્કનો ગ્રૂપ રિપોર્ટ નોંધે છે કે પુરુષોને જેટલા કાયદાકીય અધિકારો મળે છે તેની સરખામણીએ મહિલાઓને માત્ર બે તૃતીયાંશ અધિકારો જ મળે છે.
2024માં વિશ્વની અંદાજે અડધી વસ્તીમાં (3.6 અબજ વસ્તીમાં) ચૂંટણી થઈ હતી. પરંતુ મહિલાઓની ભાગીદારીમાં વૈશ્વિક સ્તરે છેલ્લાં 20 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વધારો થયો હતો.

યુએન વીમેન્સ 2024 જૅન્ડર સ્નેપશોટ દર્શાવે છે કે હજુ પણ વિશ્વની તમામ મહિલાઓ અને બાળકીઓને ગરીબીમાંથી બહાર કાઢવા માટે 137 વર્ષનો સમય લાગશે.

2023ના આંકડા જોઈએ તો જેમની ઉંમર 20-24 વર્ષની હોય તેવી દર પાંચ મહિલાઓમાંથી એકનાં 18 વર્ષ પહેલાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

વૈશ્વિક સ્તરે 2023 દરમિયાન 51100 મહિલાઓ કે કિશોરીઓની તેમના પતિ, પાર્ટનર કે અન્ય પરિવારજનો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

National : बड़ी बड़ी बोलिया बोलने वाले क्या सच में बोली में बोला गया रूपिया भरते हैं ? : हार्दिक हुंडिया

धर्म जगत में बहुत समय पहले एक चर्चा चली थी की एक मंत्री ने एक संत को कांबली ओढ़ाने का चढ़ावा लाखो में लिया था। संत और नेता की मिली भगत थी, संत ने कहा की तुम कांबली ओढ़ाने का चढ़ावा ले लेना, पैसा आपको भरना नहीं है क्योंकि ये कार्यक्रम मैदान में


है तो इस में किसी संघ का नहीं मेरे प्राइवेट ट्रस्ट का प्रोग्राम है। आप बोली बोलोगे तो आप की जैन समाज में वाह वाह हो जायेगी, आप का जैनो में वर्चस्व बढ़ जाएगा की बहुत बड़े अजैन नेता को जैन धर्म के प्रति कितना प्यार है! साधु ने भी कहा की मेरा भी हमारे जैन समाज में वर्चस्व बढ़ जाएगा की ये संत कितने बड़े संत है की एक अजैन वो भी बहुत बड़े मिनिस्टर से कांबली ओढ़ाने का चढ़ावा लिया।आज तक ये बात सस्पेंस है की नेता ने पैसा भरा या नहीं ? हार्दिक हुंडिया का यही कहना है की जैन शासन के कोई भी महोत्सव होते हैं, जिस में भी बोलिया बोली जाती है वो संघ के सामने बोली जाती है, जो बोलता है उनकी रकम और नाम सब के सामने लिये जाते है फिर संघ के सामने ही महोत्सव का हिसाब दे देना चाहिये। आज कल तो एक नया ट्रेंड चला है, ट्रस्ट के ट्रस्टियों को ज़ाज़म पर कौन कौन बैठे है वो सब देख लेते है , फिर जो बोली बोले ऐसा लगता है तो उनको मंच पे आगे बिठाया जाता है , गवैया को भी समझाया जाता है की किसका नाम ज़्यादा बोलना है ! कुछ ऐसे लोग भी श्रोता के साथ बैठे है जिनको बोलिया बोलनी है लेकिन रुपया भरना नहीं है ऐसे लोग , बोलिया कैसे बढ़े और ज़्यादा से ज़्यादा पैसा कैसे उनके प्राइवेट ट्रस्ट में आए वो इनका काम है । यदि कोई बोली किसी ऐसे इंसान को चली गई है जिनको पैसा नहीं भरना है , वो उनके प्राइवेट ट्रस्ट का ट्रस्टी हो , इनका काम सिर्फ बोली बढ़ाना है , भरना नहीं है फिर भी उनका नाम वहाँ गाजे बाजे के साथ लिया जाएगा। ये वो लोग है जो ट्रस्ट में ट्रस्टी है , इनको बिना ब्याज, बिना लिखापट्टी बहुत ही कम ब्याज में पैसा उनको मिलता है। वो चाहे कुछ भी करे ? उनका नाम समाज में होता है वो अलग बात है। *हार्दिक हुंडिया की देश के तमाम जैन धर्म प्रेमियों से दो हाथ जोड़कर के बिंनती है की आप जहाँ भी निर्दोष भाव से , लेकिन परमात्मा के आदर के साथ बोली बोलते है तो उनसे पूरा हिसाब भी लेना ? ताकि हमे मालूम पड़े की कुछ लोग जो रुपया लिखाते है , बोलते है वो पैसा भरते है या नहीं ? हार्दिक हुंडिया ने यह भी कहा कि जो प्रसंग धर्म के नाम होते है , इसमें गवैया को, प्रिंटर को, टेंट को , विधिकारक को , बेंड को , नृत्य करने वाले को , रसोइया को , घोड़ा बगी, फोटो वीडियो ग्राफर , मीडिया को , अखबार में जाहिरात के , इवेंट मार्केटिंग वाले को , हाथी , घोड़ा , बैल गाड़ी , सोशियल मीडिया द्वारा प्रचार जैसे जो भी चीजों का उपयोग होता है उनका कितना खर्च हुआ और कितनी इनकम हुई ? ये हिसाब ट्रांसफर होना चाहिये , ताकि समाज को ये भी मालूम पड़े की कितने लोगो ने बोलियां बोली और कितने लोगो ने रूपिया भरा और जो भी खर्चा हुआ है वो लोगो को मालूम पड़े ? वो समाज का पैसा खर्च करने वाले को ये भी कह सकते है की देखो आपने ने इस में ज़्यादा रुपया दिया है तो वो दूसरी बार ज़्यादा खर्च ना हो वो सभी का ध्यान रहता है और समाज का रुपया बचता है इस लिए हार्दिक हुंडिया ने कहा दानवीरों इस लिए रुपया लिखाते है की एक तो उनकी धर्म की प्रभावना करने को भावना , उनको लगता है की पैसे सही जगह सही काम में उपयोग हो। रुपया जब अच्छे कामो और कार्यो के लिए देते है तो उनका सही उपयोग होना जरूरी है । हिसाब से कोई ग़लत खर्च या ज़्यादा गया हो तो मालूम पड जाएं इसलिए समाज के सामने हिसाब रखना जरूरी है।

National : જો બોલી જાહેરમાં બોલવામાં આવે છે, તો તેનો હિસાબ પણ જાહેર માં આપવો જોઈએ

0

ઘણા સમય પહેલા, ધાર્મિક જગતમાં ચર્ચા ચાલી રહી હતી કે એક મંત્રીએ એક સંતને કંબલ ઓઢાડવા માટે લાખો રૂપિયાની બોલી બોલી હતી. સંત અને નેતાની મિલીભગત હતી. સંતે કહ્યું, “તમે કંબલ ઓઢાઢવાની માટે ની બોલી બોલો , તમારે પૈસા ભરવાની જરૂર નથી કારણ કે આ કાર્યક્રમ મેદાનમાં યોજાઈ રહ્યો છે,

તેથી તે કોઈ ભી સંઘ નો કાર્યક્રમ નથી, પરંતુ મારા ખાનગી ટ્રસ્ટનો છે.” જો તમે બોલી લગાવશો, તો જૈન સમુદાયમાં તમારી પ્રશંસા થશે, અને તમારો પ્રભાવ વધશે કારણ કે તમારો પ્રચાર થશે કે આ અગ્રણી અ-જૈન નેતાને જૈન ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ છે. સાધુએ કહ્યું, “મારો પ્રભાવ આપણા જૈન સમુદાયમાં પણ વધશે કારણ કે આ સંત કેટલા મહાન સંત છે જેમણે અ-જૈન નેતા એ મોટી રકમ ની બોલી લાભ લીધો . પણ આજ સુધી, તે રહસ્ય રહેલ છે કે નેતાએ પૈસા ચૂકવ્યા કે નહીં ? હાર્દિક હુંડિયા કહે છે કે કોઈપણ જૈન ઉત્સવમાં, સંઘની સામે જે બોલી લગાવવામાં આવે છે. તે બોલી લગાવનારાઓની રકમ અને નામ બધાની સામે લેવામાં આવે છે, તો સંઘ પણ હિસાબ જાહેર વ્યાખ્યાન માં બધા ની સામે મૂકવો જોઇએ. આજકાલ એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે: ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મંચ પર બેઠેલા દરેકને જુએ છે. જો તેમને લાગે કે તેમની પાસે બોલી બોલાવી શકાશે તો તેમને સ્ટેજની આગળ બેસાડવામાં આવે છે. ગાયકને કોનું નામ સૌથી વધુ બોલાવવું જોઈએ તે પણ સૂચના આપવામાં આવે છે. પ્રેક્ષકોમાં કેટલાક લોકો એવા પણ છે જે બોલી મોટી લગાવે છે પણ પૈસા ચૂકવવાના હોતા નથી. બોલી વધારવાનું અને તેમના ખાનગી ટ્રસ્ટ માટે ભંડોળ વધારવાનું તેમનું કામ છે. જો બોલી કોઈ એવી વ્યક્તિને જાય છે જે સંત નો અને ખાનગી ટ્રસ્ટ નો માણસ છે , તેને રૂપિયા તો નહીં ભરવાના ઉપર થી તો તેમનું નામ ખૂબ જ ધામધૂમથી લેવામાં આવે છે . આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે. તેઓ વ્યાજ વગર, કોઈપણ લેખિત કરાર વગર, ખૂબ જ ઓછા વ્યાજ દરે પૈસા મેળવે છે. તેઓ જે કરવા માંગે છે તે તેઓ કરે છે ? તે અલગ વાત છે કે તેઓ સમાજમાં જાણીતા છે. હાર્દિક હુંડિયા દેશભરના તમામ જૈન ભક્તોને હાથ જોડીને વિનંતી કરે છે કે તમે જ્યાં પણ લખો રૂપિયા ની બોલી નિર્દોષતાથી ભાવ સાથે બોલો છો, પરંતુ આદર સાથે, તમારે તેમની પાસેથી સંપૂર્ણ હિસાબ પણ લેવો જોઈએ. જેથી આપણે જાણી શકીએ કે કેટલાક લોકો ખરેખર જે પૈસા બોલે છે તે ચૂકવે છે કે નહીં ? હાર્દિક હુંડિયાએ એમ પણ કહ્યું કે ધાર્મિક કાર્યક્રમોમાં ગાયકો, મીડિયા , તંબુવાળા, ધાર્મિક કલાકારો, બેન્ડ, નર્તકો, રસોઈયા, ઘોડાગાડીઓ, ફોટો-વિડીયોગ્રાફરો, અખબારની જાહેરાતો, ઇવેન્ટ માર્કેટિંગ, હાથી, ઘોડા, બળદગાડા, સોશિયલ મીડિયા પ્રચાર વગેરે પર કેટલા પૈસા ખર્ચવામાં આવે છે અને કેટલી આવક થાય છે? આ હિસાબ જાહેર માં મૂકવામાં આવે જેથી સમાજ ને પણ ખબર પડે કે કેટલા લોકોએ બોલી લગાવી અને કેટલા લોકોએ પૈસા ચૂકવ્યા અને કેટલો ખર્ચ થયો છે, લોકોને તેના વિશે ખબર પડે, પછી તેઓ સમાજના પૈસા ખર્ચ કરનાર વ્યક્તિને પણ કહી શકે કે જુઓ તમે આમાં વધુ પૈસા આપ્યા છે, તેથી દરેક વ્યક્તિ ધ્યાનમાં રાખે છે કે બીજી વખત વધુ ખર્ચ ન કરવો જોઈએ અને સમાજના પૈસા બચે છે, તેથી જ હાર્દિક હુંડિયાએ કહ્યું કે દાનવીરો તેમની ધાર્મિક લાગણીઓને કારણે પૈસા લખાવે છે, તેમને લાગે છે કે પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય કાર્ય માટે થવો જોઈએ. કારણ કે સારા કાર્યો માટે પૈસા આપવામાં આવે છે, ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. જો કોઈ ખોટો ખર્ચ અથવા વધારાની રકમ હોય તો તે જાણવું જોઈએ, તેથી સમાજની સામે એ હિસાબ રાખવો બહુ જ જરૂરી છે.

National : ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર!

0

પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ 15% વધીને 84 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જો આ યુદ્ધ વધુ લંબાય તો કિંમતો 90 ડૉલર સુધી પહોંચવાની આશંકા છે, જોકે બજારમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સ્થિતિ સામાન્ય થતા જ ભાવ ઘટવાની પણ શક્યતા છે. 

તેલના ભાવ પર સરકારનું આશ્વાસન

આ વધારા વચ્ચે ભારત સરકાર દ્વારા દેશના ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સ્થાનિક બજારમાં તેલની કિંમતો પર હાલમાં કોઈ અસર પડશે નહીં. ભારત પાસે પૂરતો તેલ અને ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે અને સરકાર વૈકલ્પિક સપ્લાય માટે IEA અને ઓપેક(OPEC) જેવા સંગઠનો સાથે સતત સંપર્કમાં છે.

કતારના નિર્ણયની ભારત પર મર્યાદિત અસર

બીજી તરફ, કતાર દ્વારા ગેસ ઉત્પાદન બંધ કરવાના નિર્ણયની ભારત પર મર્યાદિત અસર પડશે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો માત્ર 30% ગેસ જ કતારથી આયાત કરે છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ગેસની અછત સર્જાય તો પણ ઘરેલું પીએનજી(PNG) અને સીએનજી(CNG) વપરાશકર્તાઓ પર તેની કોઈ અસર થવા દેવામાં આવશે નહીં. 

વૈકલ્પિક માર્ગોથી આયાત વધારવાની વ્યૂહનીતિ

ઈરાનની હોર્મુજ જળમાર્ગ બંધ કરવાની ધમકી અંગે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. ભારતની આયાતનો 40% હિસ્સો આ માર્ગ પર નિર્ભર છે, પરંતુ સુરક્ષિત અને અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા સપ્લાય વધારીને તેની ભરપાઈ કરવાની વ્યૂહનીતિ ઘડવામાં આવી છે. આમ, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે.