Home Blog Page 348

World : ઈરાન યુદ્ધમાં મોતને ભેટેલા 4 અમેરિકન સૈનિકોની તસવીર જાહેર, ટ્રમ્પે કહ્યું,-‘દુખની વાત હજુ મરશે, આવું જ થતું હોય છે’

0

પેન્ટાગને ઈરાની ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા 6 અમેરિકન સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમની તસવીરો જાહેર કરી છે. આ સૈનિકોમાં કેપ્ટન કોડી ખોર્ક (35), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નોઆ ટિટજેન્સ (42), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર (39) અને સાર્જન્ટ ડેક્લાન કોડી (20) નો સમાવેશ થાય છે.  ચારેય સૈનિકોને આયોવાની એક આર્મી રિઝર્વ સસ્ટેનમેન્ટ યુનિટ, 103મા સસ્ટેનમેન્ટ કમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા. જે ખોરાક, ઈંધણ, પાણી, દારૂગોળો, પરિવહન સામગ્રી અને સપ્લાય પૂરી પાડે છે.

બે સૈનિકોની ઓળખ હજી થઇ નથી

રવિવારના હુમલામાં ઠાર મરાયેલા અન્ય બે સૈનિકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. રવિવારે જ્યારે કુવૈતના પોર્ટ શુઆઈબામાં એક કમાન્ડ સેન્ટર પર ડ્રોન હુમલો થયો, ત્યારે આ યુએસ સૈનિકોના મોત થયા હતા. આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલે કહ્યું, “આ તમામ પુરુષો અને મહિલાઓએ બહાદુરીથી આપણા દેશની રક્ષા માટે પોતાની મરજીથી કામ કર્યું હતું અને તેમના બલિદાનને ક્યારેય ભૂલાશે નહી.” રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મૃત્યુ અંગે કહ્યું, “દુઃખની વાત છે કે આના અંત પહેલા હજુ પણ વધુ મોત થશે. આવું જ થતું હોય છે.”

યુએસ અંગે લઈને ઈરાની નેતાનો મોટો દાવો

ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તે ઇરાદાપૂર્વક વૈશ્વિક લડાઈઓને ભડકાવી રહ્યું છે. જેથી ભારત, ચીન અને રશિયા જેવી ઉભરતી શક્તિઓને આગળ વધતા રોકી શકાય. બીજી તરફ, તેહરાને સંકેત આપ્યો છે કે, તે યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ માત્ર એવી શરતો પર જેને તે ‘સન્માનજનક’ માને છે. ન્યૂઝ એજન્સી ને આપેલા એક ઈન્ટરવ્યુમાં, ઈરાનના સુપ્રીમ લીડરની ઓફિસના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું કે વોશિંગ્ટનનો મોટો હેતુ તેહરાનથી ઘણો આગળ સુધી વિસ્તરેલો છે.

ઉભરતા દેશોને અટકાવવા માંગે છે અમેરિકા

મજીદે કહ્યું કે, “અમેરિકાનો હેતુ માત્ર ઈરાન નથી, પરંતુ ઈરાન પછી તે અન્ય દેશો પર આવશે. આવનારા સમયમાં ભારત, ચીન, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી દેશો હશે. તેથી અમેરિકા કોઈ પાર્ટનર ઈચ્છતું નથી. તે નથી ઈચ્છતું કે, ભારત કે ચીન કોઈ શક્તિશાળી દેશ બને. આ જ કારણ છે કે અમેરિકા આવા દેશોના ભવિષ્યમાં વિકાસને અટકાવવા માટે એક પછી એક તબક્કાવાર લડાઈઓ કરી રહ્યું છે. “

બહુધ્રુવીય વિશ્વ નથી ઇચ્છતું અમેરિકા

ઈલાહીએ કહ્યું કે યુએસ વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે અને ‘મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડર’ (બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા) ની આશાથી અસ્વસ્થ છે. “અમેરિકાનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ઈરાન નથી. અમારી સરકારને ટાર્ગેટ કર્યા પછી, તેઓ અન્ય દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તપાસ દર્શાવે છે કે વિશ્વની રાજનીતિમાં ‘સત્તા પરિવર્તન’ (Power Shift) થવાનું છે.”

Gujarat : માંડલ નજીકના પેટ્રોલ પંપ પર કાર અચાનક આગ લાગી

0

માંડલથ વરમોર ગામના એક ચાલક પોતાની આઇ-૨૦ કાર લઈને માંડલ ખાતે કામ પતાવી પરત ફરી રહ્યા હતા. વિરમગામ રોડ પર આવેલા શિવ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ઉભા હતા તે દરમિયાન કારના પાછળના નીચેના ભાગે આગ લાગી હોવાનું પંપના કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું.

કર્મચારીઓએ ત્વરિત ચાલકને નીચે ઉતારી, સમયસૂચકતા વાપરી સળગતી કારને ધક્કો મારી પંપથી દૂર રોડ પર ખસેડી દીધી હતી. રોડની સાઈડમાં કાર ખસેડાયા બાદ આગ વધુ ભભૂકી હતી અને જોતજોતામાં અડધા કલાકમાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ૧૧૨ સરકારી વાહન અને સ્થાનિક પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર થોડીવાર માટે અટકાવી દીધો હતો. પંપ સ્ટાફ અને હાજર લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

Top News : ડાકોરમાં આસ્થાનો મહાકુંભ , 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ) યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમ અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજાના ક્રમમાં ફેરફાર સાથે ઉત્સવની અનોખી રોનક જોવા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે ૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચંદ્રગ્રહણ હોવાથી ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગ રાત્રિના ૨ઃ૦૦ વાગ્યાથી સવારના ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. રાત્રે ૨ઃ૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી બાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરાયા હતા. આજ્ઞાા માળા ધારણ કરાવી ગોપાલ લાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ખુલ્લા રહ્યા હતા.

ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને રંગોના આનંદમાં તરબોળ થયું હતું. ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરી ઠાકોરજીને ફૂલ અને દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. 

Business : ભારત અમેરિકા,આફ્રિકાથી ક્રૂડ ઓઇલ આયાત કરશે

0

ભારતીય રિફાઇનર્સ પશ્ચિમ આફ્રિકા, ઓમાન અને યુએસ સહિત હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરીને વૈકલ્પિક ક્રૂડ ઓઇલ સપ્લાય રૂટ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ ઘેરી બનતી જાય છે તેમ તેઓ નજીકના ભવિષ્યમાં સ્થળ ખરીદી માટે ‘પાણી પર તેલ’ પર પણ વિચાર કરી રહ્યા છે.

ઓઇલ ઓન વોટર એટલે જહાજ પર લોડ કરાયેલા ક્રૂડ ઓઇલનો જથ્થો જે હાલમાં સમુદ્રમાં છે, પરંતુ હજુ સુધી ખરીદનારને ગંતવ્ય બંદર પર પહોંચાડવામાં આવ્યો નથી. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા તાજેતરના પ્રતિબંધોને કારણે, આવા શિપમેન્ટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ તેમના અંદાજિત ૨૫ દિવસના સ્ટોકનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે.

ઓઇલ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય વિકાસને ધ્યાનમાં રાખીને, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સરકાર અને રાજ્ય માલિકીની ઉર્જા કંપનીઓના સાથે ક્રૂડ ઓઇલ, એલપીજી અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય સ્થિતિની સમીક્ષા કરી હતી.

એક અંદાજ મુજબ, પશ્ચિમ એશિયામાં કટોકટી ભારત માટે ગંભીર ઉર્જા સુરક્ષા જોખમ ઊભું કરે છે કારણ કે દેશનો લગભગ ૮૩ ટકા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) પુરવઠો, લગભગ ૫૧ ટકા ક્રૂડ ઓઇલ પુરવઠો અને ૫૬ ટકા લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) આયાત હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થાય છે.

ઈરાને યુએસ અને ઇઝરાયલની આગેવાની હેઠળના લશ્કરી હુમલાઓના જવાબમાં બદલો લેવા માટે હુમલો કર્યો ત્યારે પશ્ચિમ એશિયામાં તણાવ તીવ્ર બન્યો. સોમવારે વેપારની શરૂઆતમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ૭૨ ડોલર પ્રતિ બેરલથી વધીને લગભગ ૮૦ ડોલર પ્રતિ બેરલ થયા હતા.

જાણકારોએ જણાવ્યું હતું કે શિપિંગ કંપનીઓ હોર્મુઝ સ્ટ્રેટ ટાળવાનો પ્રયાસ કરી રહી છે, તેથી પશ્ચિમ એશિયામાંથી માલ ભારતીય દરિયાકાંઠે પહોંચવા માટે કેપ ઓફ ગુડ હોપ દ્વારા લાંબો રસ્તો અપનાવવો પડી શકે છે. જો વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તો, ભારતને ગલ્ફ દેશોમાંથી તેના પુરવઠાનો માત્ર એક ચતુર્થાંશ ભાગ મળશે.

Ahmedabad : ૪ ડિસેમ્બર-૨૫થી બ્રિજ બંધ કરાયો છે, સુભાષબ્રિજ રીસ્ટોરેશન,નવા બ્રિજ બનાવવા બે કંપનીએ રસ દાખવ્યો

૪ ડિસેમ્બર-૨૦૨૫થી સુભાષબ્રિજ ઉપર તિરાડ પડતા તમામ પ્રકારની અવરજવર માટે બ્રિજ બંધ કરાયો છે. બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી રીસ્ટોરેશન કરવા તેમજ બંને તરફ વધારાના નવા બ્રિજ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર પ્રક્રીયા કરી હતી. હાર્ડ કોપી સબમીટ ના કરી શકનાર કંપની એસ.પી.સિંગલાને ડીસ્કવોલીફાય કરવામા આવતા હવે બુલેટ ટ્રેન પ્રોજેકટ વાળા ડી આર અગ્રવાલને સુભાષબ્રિજની કામગીરીનો વર્કઓર્ડર મળે તેવી પ્રબળ સંભાવના છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ સુભાષબ્રિજને લઈ ટેન્ડર કરાયુ હતુ જેમાં સિંગલ ટેન્ડર આવતા રી ટેન્ડર કરાયુ હતુ. કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ડિસેમ્બર મહિનામા બ્રિજ બંધ કરાયા પછી ફેબુ્આરીમા બ્રિજનુ સુપર સ્ટ્રકચર દુર કરવાનુ હતુ.પરંતુ ટેન્ડર પ્રક્રીયા લાંબી ચાલી હતી. ડી આર અગ્રવાલ દ્વારા રુપિયા ૨૩૨.૮૦ કરોડની બેઝ પ્રાઈઝ સામે રુપિયા ૨૩૬ કરોડનો ભાવ ભર્યો છે. આ રકમ બેઝ પ્રાઈઝથી ૧.૩૭ ટકા જેટલી જ વધુ હોઈ હવે સમય બગાડવાના બદલે આ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપી દેવાશે એમ મનાઈ રહયુ છે.

Sports : સેમિ ફાઈનલનો જંગ, શું ન્યૂઝીલેન્ડ 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે? સાઉથ આફ્રિકા સામે ટક્કર

0

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટની પહેલી સેમિ ફાઈનલ બુધવારે(4 માર્ચ) કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે. આ મુકાબલો માત્ર ફાઈનલની ટિકિટ માટે જ નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમ માટે 19 વર્ષ જૂના ઈતિહાસને બદલવાની મોટી તક છે. બીજી તરફ, ગુરુવારે(5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ રમાશે.

આફ્રિકા સામે ક્યારેય જીત્યું નથી ન્યૂઝીલેન્ડ

સાઉથ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને નેટ રન રેટમાં પછાડીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી છે. ન્યૂઝીલેન્ડ કેપ્ટન મિચેલ સેન્ટનર સામે સૌથી મોટો પડકાર આંકડાઓનો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવી શક્યું નથી. 2007થી 2026 સુધી બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વાર ટકરાઈ છે અને પાંચેય વખત આફ્રિકાનો વિજય થયો છે. તાજેતરમાં ચેન્નાઈમાં રમાયેલા ગ્રુપ મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.વ્યૂહનીતિ અને હેડ-ટુ-હેડ આંકડા

ઓવરઓલ T20 ઈન્ટરનેશનલ મેચોની વાત કરીએ તો, બંને વચ્ચે રમાયેલી 19 મેચોમાંથી 12 મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચ જીતી શક્યું છે. એડન માર્કરામની કેપ્ટન્સીમાં આફ્રિકા સતત બીજી વાર ફાઈનલમાં પહોંચવા માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ઈડન ગાર્ડન્સની પીચ પર ન્યૂઝીલેન્ડ ટીમ કોઈ નવી વ્યૂહનીતિ સાથે નવો ઈતિહાસ રચે છે કે પછી આફ્રિકાની જીતનો સિલસિલો યથાવત રહે છે.

Bollywood : સની દેઓલે વધુ એક નવી થ્રીલર ફિલ્મ એન્થની સાઈન કરી

0

સની દેઓલની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે અને તે સતત નવી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. હવે તેણે એક થ્રીલરર ફિલ્મ ‘એન્થની’ સાઈન કરી છે. આ ફિલ્મમાં સાઉથની જ્યોતિકા તેની હિરોઈન હશે.

આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર કરી રહ્યો છે. સાઉથના એ આર મુર્ગાદોસનો આસિસ્ટન્ટ રહી ચૂકેલો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે.

‘ગદ્દર ટુ’ અને ‘બોર્ડર ટુ’ સહિતની ફિલ્મો દ્વારા સની દેઓલ ફરી ચર્ચામાં છે. આ વયે પણ તેને એક પછી એક પ્રોજેક્ટ મળી રહ્યા છે.

આ વર્ષમાં જ તેની ત્રણ નવી ફિલ્મો એનાઉન્સ થઈ છે.

World : કરોડો ડોલરનો ફટકો ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરતા 700 ટેન્કર ફસાયા

અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું, જે બાદથી ઇરાને હોર્મુઝની ખાડીને બંધ કરી દીધી છે. જેને પગલે આ વિસ્તારમાં ૭૦૦ ટેન્કરો ફસાયેલા છે. ઇસ્ટ-વેસ્ટનો ૮૬ ટકા ક્રૂડ ટ્રાફિક થંભી ગયો છે, એટલુ જ નહીં અનેક દેશોમાં ઇંધણ માર્કેટ મુશ્કેલીમાં મુકાયા છે. ૧ માર્ચના રોજ ૨૮ લાખ બેરલ લઇ જનારા માત્ર ત્રણ જ ટેન્કરો હોર્મુઝ પાર કરી શક્યા હતા. જ્યારે સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં દૈનિક ૧.૯૮ કરોડ બેરલ ટ્રાન્સપોર્ટ કરાય છે.  બે માર્ચના રોજ શરૂઆતમાં માત્ર એક નાનુ ટેન્કર અને એક કાર્ગો શિપ મુખ્ય લેનમાંથી પસાર થયા હતા. જ્યારે અન્ય ૭૦૦થી વધુ ટેન્કરો આ ખાડીમાં ફસાયા છે. ૭૦૬ બિન ઇરાની ટેન્કરો ખાડીની બન્ને તરફ ખડકાયેલા પડયા છે. જેમાં ૩૩૪ ક્રૂડ કેરિયર, ૧૦૯ ડર્ટી પ્રોડક્ટ કેરિયર, ૨૬૩ ક્લીન પ્રોડક્ટ વેસલ સામેલ છે. ૨૬ ટેન્કરો કોઇ જ સ્પષ્ટ ડેસ્ટિનેશન વગર ખાડીમાં વહી રહ્યા છે. જ્યારે ઓમાનની ખાડીમાં અનેક ટેન્કરો બેકાર પડયા છે. જો લાંબા સમય સુધી આ ટેન્કરો અહીંયા ફસાયેલા રહ્યા તો ટેન્કરોની સંખ્યા અનેકગણી વધી શકે છે. અને ડિલિવરીનો સમય ખોરવાઇ જશે. હાલમાં ટ્રાન્સફોર્ટેશન સાથે સંકળાયેલા જહાજોનું ભાડુ પણ વધી રહ્યું છે. જેની અસર વિશ્વભરના ઇંધણના ભાવો પર પડી શકે છે. 

એશિયા અને યુરોપની રિફાઇનર કંપનીઓ હાલ અમેરિકા, ગલ્ફ, વેસ્ટ આફ્રિકા, બ્રાઝીલ અને રશિયા પાસેથી ઇંધણ મેળવવા પ્રયાસો કરવા લાગી છે. ગલ્ફ ક્રૂડ પર નિર્ભર ચીન અને ભારતને પણ હાલ મોટો ખતરો છે. દિલ્હીમાં ટોચના અધિકારીઓ વૈકલ્પીક વ્યવસ્થા પર વિચાર કરવા લાગ્યા છે. એવા અહેવાલો પણ છે કે હોર્મુઝથી પસાર થનારા પર્શિયલ ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતની ૩૭ શિપ ફસાયેલી છે જેમાં કુલ ૧૧૦૯થી વધુ સેઇલર્સ કે સ્ટાફ અથવા નાવિકો  સામેલ છે. ઇરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને પગલે તાજેતરમાં જ વિદેશી શિપમાં સવાર ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા.  

બીજી તરફ ઇન્ડિયન નેશનલ શિપઓનર્સ એસોસિએશને દાવો કર્યો છે કે જે પણ ભારતીય જહાજો હોર્મુઝ ઘાડીમાં ફસાયેલા છે તેને કારણે ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ જોખમમાં મુકાઇ છે. ભારત માટે આ ખાડી અત્યંત મહત્વની માનવામાં આવે છે કેમ કે ૪૦ ટકા ઓઇલ અને ૫૦ ટકા એલએનજી (નેચરલ ગેસ) આ ખાડીના રસ્તેથી જ ભારત આવે છે. નોંધનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ઘાડી ઇરાન નજીકથી પસાર થતો સૌથી સાંકળો સમુદ્રી વેપારનો રસ્તો છે. આ રસ્તેથી ઇરાન ઉપરાંત આસપાસના ખાડી દેશો જેમ કે યુએઇ, ઓમાન, કતાર, સાઉદી અરબ, કુવૈત, ઇરાક વગેરેનો ક્રૂડ ઓઇલ, ગેસનો વેપાર થાય છે. જેનું નાકુ ઇરાન તરફ છે જેને ઇરાને હાલ બંધ કરી દીધુ છે જેથી આ તમામ દેશોનો વિશ્વમાં થતો સપ્લાય પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.

National : मथुरा में होली की धूम, ब्रज मंडल में पहुंचे 44 लाख से अधिक श्रद्धालु, हुड़दंगियों पर पैनी नजर

देश भर में रंगों के त्योहार होली महोत्सव को लेकर खुशी और उमंग का माहौल है, होली का कुछ ऐसा ही नजारा उत्तर प्रदेश में देखने को मिल रहा है. उत्तर प्रदेश के मथुरा जिले में अनूठी होली एवं राधा और श्रीकृष्ण के अलौकिक प्रेम के लिए विख्यात ब्रज मण्डल (मथुरा, वृन्दावन सहित जिले के सभी तीर्थस्थल) में अब तक 44 लाख से ज्यादा श्रद्धालु यहां आ चुके हैं.

इस संबंध में अपर पुलिस अधीक्षक (ग्रामीण क्षेत्र) सुरेश चंद्र रावत ने बताया कि अब तक कुल 44 लाख श्रद्धालुओं के ब्रज की होली के विभिन्न उत्सवों में शामिल होने की जानकारी मिली है. उन्होंने बताया कि ब्रज में अभी भी देश-विदेश के श्रद्धालुओं का आना जारी है.

बड़ी संख्या में दूर-दराज से आते हैं श्रद्धालु

उन्होंने बताया कि बरसाना के लाडली जी के सफेद छतरी पर विराजमान होकर दर्शन देने, चैत्र कृष्ण पक्ष द्वितीया को बलदेव व जाब गांव के हुरंगा तथा राधारानी की नानी के गांव मुखराई में चरकुला नृत्य आदि अनेक ऐसे अवसर हैं जहां बड़ी संख्या में श्रद्धालु आते हैं. रावत ने बताया कि अनुमान है कि ऐसे में अभी पांच-छह लाख और श्रद्धालुओं का आगमन हो सकता है. उन्होंने बताया कि श्रद्धालुओं की सुरक्षा और होली पर्व को शांतिपूर्ण ढंग से मनाने के लिए सुरक्षा के कड़े बंदोबस्त किए गए हैं.

हुड़दंगियों पर पुलिस की पैनी नजर, 24 से अधिक भेज गए जेल

इसी बीच रंगों के पर्व पर किसी प्रकार व्यवधान न पड़े, इसके लिए पुलिस ने कमर कस ली है. होली की आड़ में हुड़दंग करने वालों पर पुलिस की पैनी नजर है. गोवर्धन एवं मगोर्रा थाना क्षेत्रों में पुलिस द्वारा भीड़ में महिलाओं के ऊपर जबरन गुलाल फेंकने व हुड़दंग करने के आरोप में 24 से अधिक उपद्रवियों को जेल भेजा गया है. उन्होंने बताया कि गोवर्धन तथा मगोर्रा थाना क्षेत्रों में क्रमश: 17 तथा नौ हुड़दंगियों को शांतिभंग करने के आरोप में कार्रवाई कर जेल भेजा जा चुका है.

National : ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

0

 ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી, આઠ ડબા સાથે આ ટ્રેન ૭૦થી ૮૦ કિમીની ઝડપે દોડી હતી. આશરે ૨૦ કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરિક્ષણ યથાવત રાખવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થઇ ગયા બાદ આમ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જ દોડાવવામાં આવશે.  

હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેનો માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે. હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાશિયતો છે જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી, આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે.એક એન્જિન આગળ અને એક પાછળ લગાવવામાં આવ્યું છે. 

હાલમાં ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનો પણ સક્રિય છે, જેમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન (સીઓ-૨ અને એનઓએક્સ) અને ફોસિલ ફ્યૂલ (હાઇ સ્પીડ ડીઝલ) યોગ્ય રીતે બળી નથી શકતા જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનો આ ડીઝલથી ચાલતી ટ્રેનોનો એક વિકલ્પ છે પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે. હાલ ટ્રાયલ માટે આ ટ્રેનને હરિયાણાના જિન્દથી લલીત ખેરા વચ્ચે દોડાવવામાં આવી હતી.  

હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?

અન્ય ટ્રેનોની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ઘણી અલગ છે, કેમ કે આવી ટ્રેનમાં હાઇડ્રોજનમાં મોડિફાઇડ કમ્બશન એન્જિનનો ઉપયોગ કરીને ઉર્જા આપવાની તાકાત હોય છે, પ્રદૂષણને ઓછુ કરવા માટે કમ્બશન એટલે કે દહનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય રીતે હાઇડ્રોજન ફ્યૂલ સેલનો ઉપયોગ થાય છે. આ સેલ બે હિસ્સા વચ્ચે કેમિકલ રિએક્શનથી વીજળી પેદા કરે છે, જેમાં એક નેગેટિવ એનોડ અને એક પોઝિટિવ કૈથોડ હોય છે. ફ્યૂલ સેલમાં હાઇડ્રોજન ઓક્સીજન સાથે મળીને ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવે છે, હાઇડ્રોજનને સમુદ્રી પાણીમાંથી નિકાળી શકાય. ફ્યૂલ સેલ હાઇડ્રોજનથી કેમિકલ એનર્જીને વીજળીમાં ફેરવી નાખે છે. 

એક હાઇડ્રોજન ટ્રેન પાછળ કેટલો ખર્ચ થાય ?

પીઆઇબીની પ્રેસ રિલીઝ અને અન્ય માહિતી મુજબ હાઇડ્રોજનથી ચાલનારી એક ટ્રેન પાછળ આશરે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. જ્યારે એક રૂટ પર તેના માટે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આશરે ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. હાલમાં એક પાયલટ પ્રોેજેક્ટ લોન્ચ કરાયો છે, પ્રથમ ટ્રેન હરિયાણામાં જિન્દથી સોનીપત સુધી ચાલશે. આ રૂટ પર ૯૦ કિમીનું અંતર કાપવામાં અન્ય સામાન્ય ટ્રેનો બે કલાકનો સમય લે છે જ્યારે હાઇડ્રોજન ટ્રેન વધુ ઝડપથી ચાલશે તેથી મુસાફરોનો સમય બચી શકશે. સાથે જ ભાડુ પણ ઓછુ રહેવાની શક્યતા છે કેમ કે હાલ જે ટ્રેનો ચાલી રહી છે તેને ચલાવવા પાછળ જે ખર્ચ થાય છે તેની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનો ખર્ચ ઓછો આવશે તો મુસાફરો પર બોજ નહીં આપે.

ઇકોફ્રેન્ડલી ટ્રેન માનવામાં આવે છે

હાઇડ્રોજન સાથે ઓક્સીજનનું રિએક્શન કરવા માટે ફ્યૂલ સેલનો ઉપયોગ કરીને આ ટ્રેન બાયપ્રોડક્ટ તરીકે માત્ર પાણીની ભાપ અને ગર્મી જ પેદા કરે છે, જેને કારણે ધ્વની પ્રદૂષણ બહુ જ ઓછું થઇ જાય છે, હાઇડ્રોજન ટ્રેનો સોલાર કે વાયુ જેવા રિન્યુએબલ સોર્સથી મળતા ગ્રીન હાઇડ્રોજનથી ચાલે છે, જેને કારણે આ અસલી સસ્ટેનેબિલિટી પ્રાપ્ત કરી શકે છે. એટલે કે પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે રીતે લાંબા સમય સુધી આ ટ્રેનનો ઉપયોગ કરવો શક્ય છે.