Home Blog Page 347

Gujarat : સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન

0

સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. વઢવાણ સહિતના તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આજે જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ૧૬ માર્ચ સુધીમાં ઓનલાઇન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર જિલ્લામાં આંગણવાડીના કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવશે.

ખોડું આંગણવાડી કેન્દ્રના કર્મચારી હંસાબેન ટાંકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે નવા મોબાઈલ આપ્યા નથી, છતાં ખાનગી મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું દબાણ કરવામાં આવે છે. એપ્લિકેશનો વારંવાર અપડેટ થાય છે, પણ વર્ષ ૨૦૨૨થી અમારા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં, બાળકોના વજન, એફઆરએસ અને એમએમવાય વિતરણની ઓનલાઇન એન્ટ્રી તથા ફોટા અપલોડ કરવાની પ્રક્રિયાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.રજૂઆત દરમિયાન કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આંગણવાડીમાં બાળકો માટે જે ચણા આપવામાં આવે છે તે સડેલા અને નબળી ગુણવત્તાના હોય છે. ગુણવત્તાના અભાવે અવારનવાર હોબાળા થતા હોવાથી પોષણક્ષમ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આપવાની માંગ કરાઈ છે.

બહેનોની રજૂઆત મંત્રાલય સુધી પહોંચડાવમાં આવશેઃ આઇસીડીએસ ઓફિસર

આ મામલે આઇસીડીએસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, ‘બહેનોની રજૂઆતો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઈલ મળે અને કામગીરીમાં રાહત રહે તે માટે વિભાગ સ્તરે ભલામણ કરવામાં આવશે.’ હવે જોવાનું એ રહે છે કે ૧૬ માર્ચ પહેલા સરકાર આ પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે પછી આંગણવાડીઓને તાળાબંધી થશે.

Rashi : 05 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

વૃષભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સંતાવ્યા કરે.

મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુ વર્ગ સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.

કર્ક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

કન્યા : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં

તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આવક જણાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામ થઈ શકે.

ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

મકર : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

કુંભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.

મીન : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

National : ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો

0

ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઇરાનનાં ડ્રોન હુમલા પછી ઉત્પાદન ઠપ થવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. જેના કારણે ભારતીય ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.

ભારત દર વર્ષે ૨.૭ કરોડ ટન લિકવિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ની આયાત કરે છે જે પૈકી ૪૦ ટકા ખરીદી કતાર પાસેથી કરવામાં આવે છે. આ ગેસનો ઉપયોગ  વીજળી ઉત્પાદન, ખાતર નિર્માણથી લઇને સીએનજી અને પાઇપવાળુ રસોઇ ગેસ (પીએનજી) જેવા પ્રમુખ ક્ષેત્રોમાં થાય છે.  સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગેસ આયાત કરનાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડને ગેસ વિતરણ કંપનીઓને જણાવ્યું છે કે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓનાં જવાબમાં ઇરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે કતારે પોતાનું એલએનજી ઉત્પાદન બંધ કરી દીધું છે.આ હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર માર્ગનાં માધ્યમથી ઓઇલ અને એલએનજીનું પરિવહન બંધ થઇ ગયું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત યુદ્ધ જોખમ વિમા અને શિપિંગ ખર્ચમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

કતાર દ્વારા ઉત્પાદન અટકાવી દેવાતા ભારતની ગેસ પૂરવઠો પૂરો પાડતી કંપનીઓએ ઉદ્યોગોને ગેસ આપવાનુેં ં મર્યાદિત કરી નાખ્યું છે. કતાર દ્વારા ઉત્પાદન બંધ કરી દેવાતા પૂરવઠા ખેંચ ઊભી થવા ચિંતા પ્રવર્તી રહી છે.

કતારે સોમવારે લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)નું ઉત્પાદન અટકાવી દીધું હતું. અખાતી દેશો પર ઈરાનના સતત હુમલાને ધ્યાનમાં રાખી કતાર દ્વારા ગેસ ઉત્પાદન અટકાવી દેવાનો નિર્ણય આવી પડયો હતો એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.

ગેસ ઉપરાંત ક્રુડ તેલની ટેન્કરો પણ અટકી પડી છે. હોર્મુઝ સમુદ્રમાર્ગને ઈરાને બંધ કરી દેતા પૂરવઠા પર અસર પડી છે.

ભારત એલએનજીનો ચોથો મોટો ખરીદદાર દેશ છે અને એલએનજીની વધુ પડતી આયાત તે પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી કરે છે.

કતાર ભારતનો સૌથી મોટો પૂરવઠેદાર દેશ છે. ગયા વર્ષે દેશની એકંદર એલએનજી આયાતમાં ૪૦ ટકા હિસ્સો કતારનો રહ્યો હતો. વિશ્વમાં કતાર એલએનજીનું બીજુ મોટું નિકાસકાર દેશ છે.

Bollywood : ખુશી કપૂરની મોમ-ટુનું શૂટિંગ નોઈડા ફિલ્મ સિટીમાં શરૂ

0

ખુશી કપૂર બોલિવુડમાં અત્યાર સુધી ખાસ કોઈ નોંધપાત્ર ભૂમિકા મેળવી શકી નથી. તેની કારકિર્દી શરુઆતમાં જ ખત્મ ન થઈ જાય તે માટે પિતા બોની કપૂર તેને મુખ્ય ભૂમિકામાં લઈ ‘મોમ ટુ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં શરુ કરાયું છે. 

શ્રીદેવીની સફળ ફિલ્મ ‘મોમ’ ૨૦૧૭માં રિલીઝ થઇ હતી. હવે તેના ૯ વરસ પછી બની રહેલી ફિલ્મમાં જિષ્ણુ સેનગુપ્તા અને કરિશ્મા તન્ના સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.

 આ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ કોહલી છે. જેણે ‘મોમ’ ફિલ્મની વાર્તા લખી હતી. નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં આ પહેલીવાર કોઈ બોલિવુડ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. 

Top News : નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ) અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જાનલેવા સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

ચાલુ ફોને ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન પસાર થઈ…

મળતી માહિતી મુજબ, નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને મળતી વિગતો અનુસાર, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સત્યજિતનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેઓ કોઈની સાથે વાતચીતમાં મશગૂલ હતા. ફોન પર વાત કરતી વખતે ટ્રેનનો અવાજ ન સંભળાતા અથવા ધ્યાન ભટકતા તેઓ ટ્રેનની લપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.

એક સાથે બે મોતથી પરિવારમાં માતમ

આ અકસ્માતમાં સત્યજિતની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થયેલી આ ગંભીર ભૂલને કારણે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat : ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ

0

ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલા લેવામાં આવતા નથી તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રખડતા શ્વાનના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા લોકો માંગણી કરી રહ્યા છે.  

શહેરમાં છેલ્લા ૧ર માસમાં એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર-ર૦રપ માં ૧૭,૬ર૮ લોકોને શ્વાન કરડયા હતા તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા શ્વાન કરડતા લોકો સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. શહેરના બોરતળાવ, વડવા, ઘોઘા જકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર, કુંભારવાડા, તખ્તેશ્વર, વાઘાવાડી રોડ, કાળાનાળા, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાની વધી છે. હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં શ્વાનના ઝુંડ જોવા મળતા હોય છે. રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર શ્વાનઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે. રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં મહાપાલિકાને આ પ્રશ્ન હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે. શહેરમાં દરરોજ સરેરાશ ૪૮થી વધુ વ્યકિતઓને શ્વાન કરડતા હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ કડક કામગીરી કરવી જરૂરી છે. હડકાયા શ્વાન કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

મહાપાલિકા માત્ર ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માને છે

ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનના મામલે માત્ર ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માનવામાં આવે છે પરંતુ અન્ય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પગલે રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. મહાપાલિકા કડક પગલા લેતુ નથી તેથી નાગરીકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.

છેલ્લા 12 માસમાં શ્વાન કરડયાની આંકડાકીય માહિતી

જાન્યુઆરી

૧૭૦૩

ફેબુ્રઆરી

૧૪પ૮

માર્ચ

૧૪૮ર

એપ્રિલ

૧૪૧૬

મે

૧૩પપ

જુન

૯૭૭

જુલાઈ

૧૩૬૦

ઓગષ્ટ

૧૦૮૪

સપ્ટેમ્બર

૧ર૮૯

ઓકટોબર

૧પ૬પ

નવેમ્બર

૧૭૭૪

ડિસેમ્બર

ર૧૬પ

કુલ

૧૭૬ર૮

World : ઈરાન ડૂબશે પણ અમેરિકાને પણ લઈને જશે! યુદ્ધના જંગી ખર્ચનું અનુમાન આવ્યું સામે”

0

અમેરિકા ફરી એકવાર યુદ્ધમાં ફસાયું છે. જાનમાલના નુકસાન ઉપરાંત દેશને મોટો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાન પર થયેલા હુમલાના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ 779 મિલિયન ડોલર એટલે કે લગભગ 6,900 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, આ યુદ્ધ લગભગ એક મહિના સુધી ચાલશે, અથવા કદાચ તેનાથી પણ વધુ સમય લઈ શકે છે.

સેન્ટર ફોર ન્યૂ અમેરિકાએ આંકડો જાહેર કર્યો

‘સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટી’ના આંકડા મુજબ, કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (જેમ કે USS જેરાલ્ડ આર ફોર્ડ, જે વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ છે) ના સંચાલન પર જ દરરોજ લગભગ 65 લાખ ડોલર અથવા 58 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈરાન પરના હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ જેરાલ્ડ આર ફોર્ડ સહિત બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મિડલ ઈસ્ટમાં તૈનાત કર્યા છે.

‘અમેરિકા 18.87 લાખ કરોડ રૂપિયા ખર્ચશે‘

વિમાનોની તૈનાત, નૌકાદળના જહાજોની તૈનાત અને પ્રાદેશિક સંસાધનોને એકત્ર કરવા સહિતની સૈન્ય તૈયારીઓનો અંદાજિત ખર્ચ લગભગ 630 મિલિયન ડોલર (5,556 કરોડ રૂપિયા) હતો. જો ટ્રમ્પે સંકેત આપ્યા મુજબ યુદ્ધ લાંબું ખેંચાય છે, તો ‘પેન વ્હાર્ટન બજેટ મોડલ’ના ડાયરેક્ટર કેન્ટ સ્મેટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 210 અબજ ડોલર (18.87 લાખ કરોડ રૂપિયા) ખર્ચવા પડશે.

અમેરિકાને ભયાનક આર્થિક ફટકો

7 ઓક્ટોબર, 2023ના રોજ જ્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો. જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકાએ ઇઝરાયલને 21.7 અબજ ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી છે. આમાં યમન, ઈરાન અને મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનોનો ખર્ચ પણ સામેલ છે, જે 9.65 અબજ ડોલરથી 12.07 અબજ ડોલરની વચ્ચે રહ્યો હતો.

ક્યાં સુધી ચાલશે યુદ્ધ?

બ્રાઉન યુનિવર્સિટીના 2025ના ‘કોસ્ટ ઓફ વોર’ રિપોર્ટ મુજબ, આ બંને આંકડાઓને જોડતા ખર્ચ 31.35 અબજ ડોલર (2.82 લાખ કરોડ રૂપિયા) થી વધીને 33.77 અબજ ડોલર (3.04 લાખ કરોડ રૂપિયા) થઈ જાય છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે તેમણે કહ્યું, “અમે ચાર થી પાંચ અઠવાડિયાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ અમારી પાસે તેનાથી વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતા છે. અમે તે કરીશું. ભલે ગમે તેટલો સમય લાગે, ભલે ગમે તે કરવું પડે.”

World : ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકા-ઈઝરાયેલના હુમલાથી સ્થિતિ સ્ફોટક

0

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચોથા દિવસે વધુ ભયાનક બન્યું છે.  ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સાથી દેશો પર એક સાથે હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનમાં ૭૮૭થી વધુ લોકોના મોત થયા છે. હવે ઈરાનના પરમાણુ સ્થળો સુરક્ષિત નથી. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં નતાંઝ પરમાણુ એકમને નુકસાન પહોંચ્યું છે. રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલા નિયંત્રણ બહાર થઈ રહ્યા છે, જેના વિનાશક પરિણામ આવી શકે છે. બીજીબાજુ ઈરાને રિયાધમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. જેથી અમેરિકાએ મધ્ય-પૂર્વમાં બે દૂતાવાસ બંધ કરી દીધા હતા.અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી ઈરાનને ધમકી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, તેમની એર ડિફેન્સ, એરફોર્સ, નેવી અને લીડરશીપ ખતમ થઈ ગઈ છે. તેઓ હવે વાત કરવા માગે છે. પરંતુ મેં કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે તેઓ હવે આર યા પારના મુડમાં છે.

અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના અનેક વિસ્તારો પર હુમલા ચાલુ રાખ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૮૭થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે. બંને દેશોએ હવે ઈરાનના પરમાણુ મથકોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ હુમલાઓમાં ઈરાનના નતાંઝ પરમાણુ એકમને નુકસાન થયું છે.

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પણ નતાંઝ એકમને નુકસાન થયાની પુષ્ટી કરી હતી. જોકે, આ એકમ અન્ડરગ્રાઉન્ડ છે અને રાહતની વાત એ છે કે આ ઘટનાથી કોઈપણ પ્રકારના વિકિરણના સ્રાવની કોઈ આશંકા નથી. આ સમાચારોથી ચિંતિત રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ચેતવણી આપી છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રોને નુકસાન ચિંતાજનક અને ડરામણી બાબત છે. પરમાણુ કેન્દ્રો પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા હવે નિયંત્રણ બહાર જઈ રહ્યા છે, જેના વિનાશક પરિણામ આવી શકે છે. આ હુમલાઓને પગલે પરમાણુ કેન્દ્રમાંથી ૬૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે.બીજીબાજુ ઈરાન મધ્ય-પૂર્વના દેશો માટે જોખમી હોવાનો દાવો કરતા ઈઝરાયેલે ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. આ હુમલામાં ઈરાનના નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબન અલ રજાનું મોત થયું હતું. આ સિવાય તહેરાન અને કોમ શહેરમાં સુપ્રીમ લીડરની પસંદગી માટે બેઠક ચાલી રહી હતી. ઈઝરાયેલે આ ૮૮ સભ્યોની કાઉન્સિલના બેઠકના સ્થળ પર હુમલો કરતા અનેકનાં મોત નીપજ્યાં હતા.

દરમિયાન ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના બધા જ સાથી દેશો પર એકસાથે હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાને સાઉદી અરબના રિયાધમાં અને કુવૈતમાં અમેરિકાના દૂતાવાસ પર ડ્રોનથી હુમલો કરી ભારે નુકસાન પહોંચાડયું હતું, જેને પગલે અમેરિકાએ બે દૂતાવાસ બંધ કરી દીધા હતા. ઉપરાંત તેણે કુવૈત, બહરિન, ઈરાક, કતાર, જોર્ડન અને યુએઈમાં તેના દૂતાવાસોમાંથી બિનજરૂરી કર્મચારીઓને અમેરિકા પરત બોલાવવાની જાહેરાત કરી હતી.

આવા સમયે ઈરાનની આર્મી આઈઆરજીસીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલિ મોહમ્મદ નાઈનિએ જણાવ્યું હતું કે, ઓપરેશન ટ્રુ પ્રોમીસ ફોર હેઠળ તેમના હુમલામાં અમેરિકાના ૬૫૦થી વધુ જવાનો માર્યા ગયા છે. અમેરિકા અને ઈઝરાયેલ માટે આ બાબતનો ઈનકાર કરવો સ્વાભાવિક છે. જોકે, ઈરાનની ગુપ્તચર એજન્સી અને ફિલ્ડ રિપોર્ટ્સે મૃત્યુઆંકની પુષ્ટી કરી છે. બહરિનમાં અમેરિકન નેવીના પાંચમા કાફલા પર ઈરાનના મિસાઈલ અને ડ્રોનનો હુમલો સતત ચાલુ છે. સાથે જ તેમણે એવી પણ ધમકી આપી હતી કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ક્યાં બેઠકો કરે છે તેની અમને જાણ છે.

Bollywood : ટાઈગરની નવી ફિલ્મ એક્શન ફિલ્મનું ટાઈટલ વજ્ર નક્કી થયું

0

છેલ્લાં કેટલાય સમયથી સતત ફલોપ જઈ રહેલા ટાઈગર શ્રોફને એક નવી એક્શન ફિલ્મ મળી છે. આ ફિલ્મનું ટાઈટલ ‘વજ્ર’ નક્કી થયું છે. 

જોકે, ટાઈગરે ફિલ્મની વાર્તા કે અન્ય કલાકારો વિશે હજુ કોઈ માહિતી આપી નથી. તેને આ ફિલ્મ પર બહુ આશા છે કારણ કે ‘નીરજા’ જેવી બહુ વખણાયેલી ફિલ્મના દિગ્દર્શક ‘રામ માધવાણી’ તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. 

ટાઇગરની ‘મુન્ના માઇકલ’થી લઇને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર  2, ‘અ ફ્લાઇંગ જાટ’,’હીરોપંતી 2, ‘ગણપત-એ હીરો ઇઝ બોન’ર્, ‘બડે મિયાં છોટે મિંયા’  સહિતની ફિલ્મો લાગલગાટ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. 

Gujarat : સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન

0

સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. વઢવાણ સહિતના તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આજે જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ૧૬ માર્ચ સુધીમાં ઓનલાઇન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર જિલ્લામાં આંગણવાડીના કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવશે.

ખોડું આંગણવાડી કેન્દ્રના કર્મચારી હંસાબેન ટાંકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે નવા મોબાઈલ આપ્યા નથી, છતાં ખાનગી મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું દબાણ કરવામાં આવે છે. એપ્લિકેશનો વારંવાર અપડેટ થાય છે, પણ વર્ષ ૨૦૨૨થી અમારા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં, બાળકોના વજન, એફઆરએસ અને એમએમવાય વિતરણની ઓનલાઇન એન્ટ્રી તથા ફોટા અપલોડ કરવાની પ્રક્રિયાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત દરમિયાન કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આંગણવાડીમાં બાળકો માટે જે ચણા આપવામાં આવે છે તે સડેલા અને નબળી ગુણવત્તાના હોય છે. ગુણવત્તાના અભાવે અવારનવાર હોબાળા થતા હોવાથી પોષણક્ષમ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આપવાની માંગ કરાઈ છે.

બહેનોની રજૂઆત મંત્રાલય સુધી પહોંચડાવમાં આવશેઃ આઇસીડીએસ ઓફિસર

આ મામલે આઇસીડીએસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, ‘બહેનોની રજૂઆતો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઈલ મળે અને કામગીરીમાં રાહત રહે તે માટે વિભાગ સ્તરે ભલામણ કરવામાં આવશે.’ હવે જોવાનું એ રહે છે કે ૧૬ માર્ચ પહેલા સરકાર આ પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે પછી આંગણવાડીઓને તાળાબંધી થશે.